।। ૐ ।।
।। ૐ શ્રી માં ।।
।। ૐ નમો નારાયણાય ।।
।। ૐ ગુરુ જરાત્કારુય નમઃ ।।
।। ૐ પરશુરામાય ગુરુવે નમઃ ।।
ઇચ્છાધારી
આસ્તિક..... એક લડવૈયો..
આસ્તિક.... ધ વોરીયર...
બ્રહ્માંડનું સર્જન ઇશ્વરે કર્યું એમાં અલગ અલગ લોક બ્રહ્મલોક, (વિષ્ણુલોક) સ્વર્ગલોક પૃથ્વીલોક, પાતાળલોક...
પાતાળલોકમાં નાગોનું રાજ.. નાગલોક... નાગોનાં રાજા શેષનાગ, શેષનારાયણાય, તક્ષક, અનંત, વાસુકી,, કાળીયનાગ, પદ્મનાભ, ચંદ્રંબલંમ, શેખપાલાદ્રા કંબલાય, કર્કોટકાય, આમ સહસ્ત્ર નાગોનું આ નાગલોક, નાગની સૃષ્ટિ આવેલી છે. નાગોનાં ગુરુ ભગવન મહર્ષિ શુક્રાચાર્ય.. બલીરાજા દાનવોનાં રાજા. પુરાણોમાં આનો ઉલ્લેખ છે.
ૐ નવ કલાય વિદમહે વિષદન્યાય ધીમહી, તન્નઃ સર્પ પ્રચોદ્યાત ।.
આસ્તિક એક પૌરુણીક પાત્ર છે. ભારતીય સંસ્કૃતિમાં ભારતનાં સનાતનધર્મનાં પુરાણોમાં ઉલ્લેખ છે. ભગવાન રામચંદ્રજી નાં સમયમાં સતયુગનાં કાળમાં રામચંદુજીનાં પૂર્વજોની કથામાં આસ્તિકનો ઉલ્લેખ છે... એની માતાં જરાત્કારુ, પિતા જરાત્કારુ, એમનો પુત્ર આસ્તિક.
આપણે અહીં "આસ્તિક ઇચ્છાધારી એક લડવૈયો... જેમાં પુરાણની કથાઓનો આધાર લઇ કાલ્પનિક વિષયો ઉપર વાર્તા લખવાનો પ્રયાસ કરવાનાં છીએ.. આમાં પૌરાણીક કથાઓનું સત્ય અને સાતત્ય જળવાઇ રહેશે. કાલ્પનિક કથાઓ લખી વાચકો ખાસ કરીને બાળકો સુધી પહોંચાડવા પાછળ એકજ આશય છે કે બાળકો પૌરાણીક કથાઓથી અવગત માહિતગાર થાય અને કાલ્પનિક કથાઓ એમને પ્રોત્સાહિત કરે. ભારતીય સંસ્કૃતિ સંસ્કાર અને વ્યવહારોથી જાણકારી લઇને એમનાં જ્ઞાનમાં વધારો થાય.
આ એક બાળકોને ગમતાં કાર્ટુન કે પ્રેરીત કરતાં પાત્રો જેવુંજ આસ્તિકનું પાત્ર છે જે આનંદ, જાણકારી ત્થા મનોરંજન પુરું પાડશે. સાથે સાથે ભારતીય પૌરાણીક સંસ્કૃતિ અને સંસ્કારથી અવગત થશે...
*********
એક વખત મહર્ષિ જરાત્કારુ હતાં. અખંડ બ્રહ્મચારી હતાં. પ્રભુ સ્મરણમાં તન્મય રહેતાં. એમની તપસ્યાનાં કાળમાં વન વન વિચરી રહેલાં. એમનું તપ વ્રત ચાલી રહેલું પ્રભુને પામવા અને સાક્ષાત્કાર કરવા માટે આકરુ તપ કરી રહેલાં. એકવખત એમનું વન વિચરણ ચાલી રહેલું.... મોટું અઘોર ગીચ વન તરહ તરહનાં વૃક્ષો વેલીઓ.. આભને આંબતાં વૃક્ષો સાગ, સીસમ, વડલા, પીપળ, શીરીષ કચનાર વાંસ, કદમ, ફળાઉ વૃક્ષો આંબા, ચીકુ, જામફળ, રામફળ,સીતાફળ, બોર, જાંબુ, લીંબુ આવાં અનેક પ્રકરાનાં વૃક્ષોથી વન ભરેલું હતું.
વનમાં આશરો લેનાર ખૂંખાર અને નિશાચર હિંસક પ્રાણીઓ અનેક હતાં. વાધ સિંહ, હરણાં, હાથી, શિયાળ, વરૂ, ઘોડા ચિત્તા, દીપડાં, સસલાં, દોડતાં ઉડતાં પક્ષીઓ, શાહમૃગ, ગીધ, મોર, પોપટ, ચકલી, મેનાં, કોયલ, બુલબુલ, પારેવાં, સમડી, ગરુડ, ઘુવડ દેવ ચકલી, સીસોટીયો, લક્કડખોદ સારસ, આવાં અનેક પક્ષીઓનો વાસ હતો.
વળી સરીસૃપ અને પેટેથી ચાલતાં દોડતાં પ્રાણીઓ જળચર પ્રાણીઓ, મગર, કાચબા, સર્પ, નાગ, નોળીયા, ખીસકોલી, જળબીલાડી, વણીયર, વાંદરા, માંકડા, ચીપાન્ઝી, ગોરીલા આવાં પણ અનેક પ્રાણીઓ હતાં.
આખી વનસૃષ્ટિ અનેક જીવોથી ભરેલી હતી અને વૃક્ષો પર સુંદર ફૂલો અને મીઠાં રસમધુરાં ફળ પણ થતાં હતાં. ફૂલોનો તો જાણે વરસાદ વરસતો, રંગબેરંગી અને સુગંધીદાર પુષ્પો વનમાં અનોખી છાપ છોડતાં હતાં.
પ્રસરતી મહેક પવન સાથે ક્યાંય સુધી વહેતી અને આખું વાતાવરણ આનંદીત કરી દેતું. દરેક જીવ પોતાનું જીવન ચલાવવા માટે પ્રકૃતિનાં નિયમ પ્રમાણે જીવી રહેલું.. છતાં સુવ્યવસ્થિત તંત્ર એટલું હતું કે દરેકનો નિર્વાહ થતો અને સમય પ્રમાણે નિર્વાણ થતું.
ઋષિ જરાત્કારુ ચાલતાં ચાલતાં ગીચ વનમાં રસ્તો કરતાં કરતાં પ્રભુનું સ્મરણ કરતાં કરતાં વિહાર કરી રહેલાં. સૂર્યનારાયણનાં ઉદય સાથે પ્રભુ પ્રાર્થના અને સ્મરણ કરીને વિહાર ચાલુ કરતાં. વચ્ચે આવતાં વિશાળ સરોવર-તળાવ, નદીઓનાં કિનારે પદમાસન લગાવી ધ્યાન ધરતાં અને પ્રસન્નચિત્તે પ્રભુસ્મરણ કરતાં. સમાધીમાં રહેલું મન સતત ઇશ્વરમાં જ પરોવાયેલું રહેતું... અચળ બ્રહ્મચર્યનું પાલન કરતાં... સૃષ્ટિનાં પંચતત્ત્વોને જાણતાં અભ્યાસ કરતાં. યાત્રા દરમ્યાન જે ફળ-પાન મળે એનું શીરામણ કરી થોડો આરામ કરીને પછી આગળ વધતાં.
આરામ કરવા માટે વિશાળ વૃક્ષની નીચે પાંદડાઓનું આચ્છાદન કરી લંબાવી દેતાં.. નયનરમ્ય સૃષ્ટિને તાકી રહેતા. પક્ષીઓનાં મીઠાં કલરવને સાંભળતાં એમની બોલી ભાષાને સમજવાં પ્રયત્ન કરતાં. ધીમે ધીમે પક્ષીઓની ભાષાની સમજ આવી ગઇ.. તેઓ કોયલ, મોર, પોપટ જેવાં પક્ષીઓ સાથે વાર્તાલાપ કરતાં.. ચાલતાં ચાલતાં વિશ્રામ માટે અને જળની તૃષા સંતોષવા પક્ષીઓને પૂછી લેતાં સરોવર કે તળાવ, નદી હજુ કેટલાક આગળ છે ?
આવી અનેક સિધ્ધિઓ કુદરત સાથે પરોવાઇને સિદ્ધ કરી લેતાં. એમનાં રાત્રી નિવાસ માટે વૃક્ષની નીચે અથવા વૃક્ષની શાખાઓ પર આસન બાંધીને નીંદર લઇ લેતાં. થોડીક નીંદર લીધાં પછી વિશાળ આભમાં નક્ષત્ર તારાં અને ગ્રહોનો અભ્યાસ કરતાં. સ્વંયભ જ્ઞાનનો સાક્ષાત્કાર થતો. પરબ્રહ્મ પરમેશ્વર એમના ગુરુ બીજુ કોઇ નહીં સાક્ષાત ઇશ્વર ઉમાશિવ. અર્ધનારીશ્વર સતત એમનું રટણ અને નક્કી કરેલું લક્ષ્ય..
એમની તપસ્યાનાં ગાળામાં અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી લીધી. ગોચર, અગોચર શક્તિઓનો આભાસ, પછી સાક્ષાત્કાર કરી લીધો.
રાત્રે ખૂલ્લા આકાશ નીચે અને વિશાળ ધરતીની ચટ્ટાન પર સૂઇ જતાં.. મંદ મંદ ઠંડો પવન વહેતો અને એમની ખૂલ્લી આંખ તારા, ચંદ્ર, નક્ષત્રોને જોયાં કરતી રોજ રોજની એમની ગતિવિધીનો અભ્યાસ કરતાં આમ નક્ષત્ર, વેધ, ખગોળ શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો.. જ્યાં સમજવાની જરૂર પડે ત્યાં અંતરઆત્માનો અવાજ એ ત્રૂટી પૂરી કરી સમજણ આપી દેતાં.
આમ મહર્ષિ જરાત્કારુ એક થી બીજું વન ખૂંદતા ખૂંદતા આગળ વધી રહ્યાં છે. વચ્ચે ઘણાં ખૂંખાર પ્રાણીઓ વાઘ સિંહનો ભેટો થઇ જતો એવાં સમયે મહર્ષિ એમની સામે નિર્ભય થઇને ઉભાં રહેતાં.. ખૂંખાર વન્ય પ્રાણીઓની આંખમાં આંખ મિલાવીને જોતાં... એમનાં આંખનું તેજ એટલું પ્રખર હતું કે ખૂંખાર પ્રાણી પાલતું પ્રાણીથી જેમ શાંત થઇ જઇને રસ્તો આપી દેતું. તેઓ ડર્યા વિના વાધ-સિંહનાં માથે હાથ ફેરવી આગળ નીકળી જતાં..
એક સમય એવો આવ્યો કે ખૂલ્લાં મેદાનો આવ્યો વચ્ચેથી વિશાળ નદીનો પટ અને ધુઘવતાં નદીનાં પાણી... ખૂબ ઝડપથી વ્હેતી નદી અને વહેણ તોફાની હતાં. ત્યાં મોટું હાથીઓનું ટોળું આવ્યું. સાથે એમનાં નાનાં બચ્ચાં મદનિયાં હતાં. નદીમાં હીંસક મગરમચ્છ હતાં. એટલાં લાંબા અને તંદુરસ્ત હતાં ઘણાં બિહામણાં લાગતાં હતાં. ત્યાંજ અચાનક ભારે વરસાદ ચાલુ થઇ ગયો.
હાથીઓનું ટોળું નદીએ પાણી પીવા આવ્યુ હતું. મોટાં હાથી અને હાથણીઓ પોતાનાં બચ્ચાઓને એમનાં પગની વચ્ચે રાખી રક્ષી રહેલાં.. એમની સૂંઢથી જળ પી રહેલાં.. વરસ્તાં મુશળાધાર વરસાદે વાતાવરણ વધુ ભયાનક બનાવી દીધું. સાથે સાથે વંટોળ અને પવનને ચદ્રવાત ચઢી આવ્યો.
મહર્ષિ જરાત્કારુ દુર એક વિશાળ વૃક્ષ નીચે બેસીને આ દ્રશ્ય જોઇ રહેલાં. પ્રભુની બનાવેલી સૃષ્ટિ અને એમની લીલા માણી રહેલાં. એમની નજર હાથીઓનાં ટોળાંમાંથી છૂટુ પડેલું નાનું મદનીયું પાણી પીવા માટે નદી તરફ સરકી ગયેલું એને જળની તૃષા ખૂબ હતી એ સંતોષવા માટે પોતાની નાની નાજુક સૂંઢ નાંખી જળમાં પાણી પી રહેલું.
નદીમાં વિચરી રહેલાં મોટાં મગરમચ્છની નજર પડી અને એ પેલાં બાળ હાથી તરફ સરકી રહેલો અને એને મારી ખાઇ જવાનાં ઇરાદે એની તરફ આગળ વધી રહેલો. મુશ્ળધાર વરસાદને કારણે સ્પષ્ટ કંઇ દશ્યમાન થતું ન્હોતું અને...
વધુ આવતા અંકે--પ્રકરણ-2