Short Stories in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | નવી શરૂઆત

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

નવી શરૂઆત

********** આજે ફરી વાત કરીએ બાબુલાલ અને રમીલાની

બાબુલાલ ઓફિસેથી છૂટીને ધીરે ધીરે ચાલતો ચાલતો ઘરે જવા નીકળે છે. એક વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી વિવાહિત છે અને ભાડાના બે બેડરૂમ કિચન વળા ફ્લેટમાં રહે છે. એજ સવારે વગર ઉત્સાહે જાગવાનું, દિનચર્યા કર્યા પછી એજ રમીલાના હાથના થેપલા અને ચા પીવાની. અને સાથે સાથે રમીલાની ટકટક સાભળ્યા કરવાની. ત્યાર બાદ રમીલાએ તૈયાર કરેલ વગર સ્વાદનું ટીફીન લઇ ને જવાનું. ઓફિસે પહોચવા માટે લાંબી લાઈન માં ઉભા રહેવાનું, ત્યાર બાદ ઓફિસે જઈ ને બોસ નો પાવર સહન કરવાનું. મોડું થવા માટે ટ્રાફિકને જિમ્મેદાર ઠરાવવાનું. ચા ઠંડી લાવવા બદલ પટાવાળા ને ખખડાવી નાખવાનું. બપોરે એજ પટાવાળાને લંચબોક્સ આપીને કેન્ટીન માં જમવાનું અને સાંજે ઘરે આવવા માટે કોઈ ઉતાવળ નહિ કરવાની. એટલે આજે પણ એ ધીરે ધીરે ચાલીને આવતો હતો.

એને ખબર હતી કે આજે પણ ઘરે જઈ ને ડાયટનાં નામે વગર દુધની ચા પીવાની અને રમીલાનાં આખા દિવસની રામાયણ સાંભળવાની છે, રાતનું જમવાનું પણ લીસ્ટ પ્રમાણે શાક અને ભાખરી જ હશે બીજી કોઈ નવી વાનગી જમવા મળશે નહિ. ત્યાર બાદ તેની પત્ની થોડુક ઝગડો કરશે અને પોતે કંટાળીને દોસ્તો સાથે ગપ્પા મારવા બહાર જતો રહેશે. જ્યાં માત્ર ટાઈમ પાસ કરવાનું છે કેમ કે ઘર આવી ને સીધા ઉંધી જ જવાનું રોજ નું નિયમ છે.

પણ એ ઘરે આવ્યો તો દરવાજ ઉપર મોટો લોક જોયો. એને થોડીક ચિંતા થઇ કે રમીલાનો કોઈ ફોન આવ્યો નથી એ ક્યા ગઈ છે એ તો કહેવું જોઈએ. પછી યાદ આવ્યું કે બે દિવસથી મોબાઈલ રિપેર કરાવવા આપ્યું છે અને હજુ હું લાવ્યો નથી. સવારે થયેલ કકળાટ એને યાદ આવ્યું અને પોતાની પાસે રહેલ બીજી કી થી લોક ખોલીને એ ઘરમાં ગયો. ઘરનો દશ્ય જોઈ એ વધારે હેરાન થયો. રોજ હોય છે એનાથી તદ્દન વિપરીત સ્થિતિ ઘરની હતી. એવું તો શું થયું હશે કે ઘર આવી હાલત માં મૂકીને રમીલાને બહાર જવું પડ્યું હશે.. એની ચિંતા બમણી થઇ. ઘરમાં આમ તેમ વિખારેલા ચીજવસ્તુઓ અને રમીલાનાં કપડા એના હાથમાં આવ્યા અને પોતાના ઈસ્ત્રીટાઈટ કપડા ઉપર નજર નાખી. એને ધ્યાન આવ્યું કે રમીલાનાં કપડા એમ તો ઠીકથાક છે પણ કામ કરતા સમયે બાયો ખરાબ ન થાય એટલે ઉપર ચઢાવેલ જ્યાંથી એ ધસાયેલ લાગતી હતી. અચાનકજ રમીલા ઘરમાં નથી એ વાતનું અહેસાસ થવા લાગ્યું. એનું મન ભારે થઇ ગયું. આજે ઘર શાંત હતું. રોજ મળતી દૂધ વગરની ચા પણ નથી, રમીલાની ટકટક નથી ટો જાણે ઘર એને ખાવા આવતું હોય એવું લાગ્યું.

એ ફ્રીજ પાસે ગયો અને ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ ખોલ્યું પણ આજે ફ્રીજમાં એક પણ બોટલ ન હતી, તેથી તેને માટલાનું પાણી પીવું પડ્યું. ત્યાજ રેફ્રીજરેટર ઉપર એને એક પર્ચી મળી જેમાં લખ્યું હતું કે ગામથી ભાઈનો ફોન આવ્યો કે માં બીમાર થઇ ગઈ. આ વખતે એને અસ્થમાનો હુમલો કઈક વધારેજ આવ્યો હોય એવું ભાઈ ની અવાજ પરથી લાગ્યું. મારે જવું જોઈએ એમ લગતા હું જવું છું. ફ્રિજ માં જમવાનું મુક્યું છે, જામી લેજો હું વહેલી આવી જઈશ.. પાસે પડેલી ખુરશી ઉપર બાબુલાલ બેસી ગયો. બેસી શું ગયો! પટકાઈ ગયો. એને મન માં વિચારવા લાગ્યું કે રમીલા જ્યારે હોય છે ત્યારે એના હોવાનું કોઈ મહત્વ હોતું નથી. પરતું આજે એ નથી તો જાણે આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો છે. એના વગર કઈ ગમતું નથી એવું લાગે છે. હવે હું કાલ થી એને પૂરેપૂરો મહત્વ આપીશ. અમારા સંબધોની એક નવી જ શરૂઆત કરીશ. એની સાથે સારી રીતે રહીશ. એને કોઈ વાત ની ખોટ ન પડે એનું પણ ધ્યાન રાખીશ. રોજ સાજે આવીને દોસ્તો સાથે સમય વિતાવવાને બદલે રમીલા ને સમય આપીશ. હું પુરેપુરો બદલી જઈશ

એટલી વારમાં જ દરવાજા ઉપર કોઈએ ઠોક્યું હોય એવું લાગ્યું. એને જેવું દરવાજો ખોલ્યું સામે રમીલાને હસટી જોઈ. રમીલાએ આવતાની સાથે જ કહ્યું કે હું જેવી બસ માંથી ઉતારી એવું જ મારા ભાઈએ કહ્યું કે હવે મમ્મી ને સારું છે. વધારે ચિંતા કરવા જેવું નથી. એ ઘરે આરામ કરે છે. એટલે હું બસ સ્ટોપ થી જ પછી ફરી. તમે ચા પીધી? ક્યારે આવ્યા. જામ્યું? આજે આમ થયું , તેમ થયું, ઘરનાં શાંત વાતાવરણમાં રમીલાનિ ટકટક ગુંજવા લાગી. બાબુલાલે પોતાનો ઓવર કોટ હાથમાં લીધું એટલે રમીલા નો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો અને એ જોરથી બોલી હવે ક્યા ચાલ્યા? અને બાબુલાલે એજ શાંતિથી જવાબ આપ્યો કે દોસ્તો સાથે ચેસ રમવા જઈશ હવે. *********