*એક વધુ બલિ* વાર્તા.. ભાગ-૫ ક્રાઈમ સ્ટોરી...
૧૯-૬-૨૦૨૦.... શુક્રવાર.....
આમ બાબાએ બધી વિધિ પતાવીને રાઘવને કહ્યું એટલે રાઘવ ફટાફટ કામે લાગયો... ચમનને બોલાવી લાવીને કહ્યું કે આ બાળકને બોરી ( કોથળામાં ) છુપાવીને કોઈ અવાવારૂ જગ્યાએ દફન કરી આવ હું તને પચીસ હજાર રૂપિયા આપીશ... ચમને હા કહી અને બોરીમા ભરીને સાયકલ પર મૂકીને નીકળી પડ્યો...
બાબાએ વિરલ નાં મોં પર પાણી છાંટી ને હોશમાં લાવ્યા...
અને પ્રસાદ ખવડાવ્યો...
હવે વિરલ પૂરાં હોશમાં આવ્યો એણે પુછ્યું...
બાબા પેલું બાળક ક્યાં ગયું???
અને કાલી માતાએ બલિ નો સ્વીકાર કર્યો ને???
બાબાએ કહ્યું બલિ માતાએ સ્વીકારી લીધો છે અને બાળક એની જગ્યાએ પહોંચી ગયું છે...
તું બેફિકર રહે બચ્ચા...
આમ કહીને કહ્યું કે હવે તું ઘરે જઈ શકે છે...
વિરલ પગે લાગી ને જવા લાગ્યો..
એટલે રાઘવ દોડતા પાછળ ગયો અને કહ્યું કે સાહેબ બાકીના રૂપિયા નું શું???
વિરલે કહ્યું કે કાલે ઓફિસમાં આપી દઈશ...
રાઘવ કહે ભલે સાહેબ...
આમ કહીને એ પાછો બાબાની ઓરડીએ આવ્યો..
વિરલ ઘરે પહોંચ્યો અને સ્નાન કરીને ફ્રેશ થયો.. અને જમવા બેઠા પણ વિરલે કોઈ વાત ના કરી...
પ્રિયાએ પણ જાણી જોઈને પુછવાનું ટાળ્યું...
વિરલ ગુમસુમ થઈ બોલ્યાં વગર સૂઈ ગયો...
આ બાજુ રોહન હોસ્પિટલમાં સીસીટીવી કૂટેજ જોઈ...
એમાં મીના એક મોટો થેલો લઈને જતી દેખાય છે...
એટલે રોહન મીનાને પોલિસ સ્ટેશન લઈ આવે છે અને કડકાઈ થી પૂછપરછ કરે છે...
મીના કહે સાહેબ એતો મારાં ધોવાના કપડા હતાં જે લઈને હું નિકળી હતી...
બહું પૂછપરછ અને ધમકી પછી પણ મીનાએ વાતનો ઈન્કાર જ કર્યો...
એટલે એને જવા દીધી પણ એની પાછળ એક કોન્સ્ટેબલ ને લગાવી દીધો...
મીના ઘરે પહોંચી અને પછી એ રાઘવનાં ઘરમાં ગઈ અને બાકીના રૂપિયા માંગ્યા એટલે રાઘવે કહ્યું કે સાહેબ કાલે આપશે એટલે હું તને કાલે આપીશ...
થોડીવારમાં જ ચમન આવ્યો...
આવીને એણે પણ રૂપિયા ની ઉઘરાણી કરી...
અને કહ્યું કે મારે અત્યારે જ રૂપિયા જોઈએ છે..
રાઘવે સમજાવા કોશિશ કરી કે કાલે હું તને પચ્ચીસ ના બદલે પાંત્રીસ હજાર આપીશ બસ દોસ્ત એક રાતની જ વાત છે..
રાઘવની જબાન પર ભરોસો રાખ..
ચમન પાંત્રીસ હજાર સાંભળીને ખુશ થયો કે કાલે દસ વધુ મળશે...
એટલે એ રાઘવને કહે સારું કાલે આપજે...
બહાર ઉભેલો કોન્સ્ટેબલ આ બધું સાભળતો હતો આ બધું સાંભળીને હવે કોન્સ્ટેબલ ને વહેમ પડ્યો કે કંઈક વિશેષ વાત છે...
કોન્સ્ટેબલે રાઘવ નાં ઘર પર નજર રાખતાં રાખતાં દૂર જઈને રોહન સર ને ફોન કરી બધી વાત કરી...
રોહન સરે કહ્યું કે તું ત્યાં ધ્યાન રાખી ઉભો રહે હું અહીંથી સ્ટાફને લઈને આવું છું...
રોહન સરે વસ્તીથી દૂર જીપ મૂકી અને ચાલતાં બે હવાલદાર ને લઈને વસ્તીમાં અંદર ગયા ....
એમણે દૂર થી કોન્સ્ટેબલ ને જોયો અને એની નજીક જઈને પુછ્યું... ક્યાં???
કોન્સ્ટેબલે ઈશારો કર્યો રાઘવ નાં ઘર તરફ....
આ બાજુ અજય, નેહા, ગીતાબહેન ની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી... કોણ કોને આશ્વાસન આપે...
અજય અને નેહા જે દિવસે શહેરમાં આવ્યા હતા એ દિવસને મનહૂસ ગણીને પોતાની જાતને કોસી રહ્યા...
રોહન સર દબાતા પગલે રાઘવ નાં ઘરનાં દરવાજા પાસે જઈને દરવાજો ખખડાવ્યો...
રાઘવ નશો કરીને બેઠો હતો...
એણે અંદરથી બૂમ પાડી કોણ છે અત્યારે???
પણ કોઈ જવાબ નાં આવ્યો એટલે ઉભા થઈને દરવાજો ખોલ્યો...
રોહન સરે રાઘવને પકડીને એક લાફો માર્યો...
રાઘવ હલબલી ગયો...
રોહન નાં થપ્પડ પછી રાઘવ સહેમી ગયો..
આ બાજુ પ્રિયાને ચેન પડતું નહોતું એણે જોયું કે વિરલ આંખો બંધ કરી સૂતા છે એટલે એ ધીમે રહીને ઉભી થઈ અને પોલીસ સ્ટેશન ગઈ... પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલ હતાં એને એણે ઇન્સ્પેકટર ને ઈમરજન્સી છે માટે મળવું છે એવી વિનંતી કરી એટલે કોન્સ્ટેબલ રોહન સર સાથે ફોન પર વાત કરાવી...
પ્રિયાએ કહ્યું કે એ રૂબરૂમાં વાત કરવા માંગે છે એટલે ઇન્સ્પેક્ટરે વસ્તીનું સરનામું કહ્યું ત્યાં જ પ્રિયા બોલી એ જગ્યા તો હું જાણું છું હું આવું છું ...
એમ કહીને એ વસ્તીમાં પહોંચી અને ઇન્સ્પેકટર રોહન ને મળી બધી વાત કરી..
રાઘવ નાં જ ઘરે હતાં એટલે પ્રિયા એ કહ્યું કે હા આ રાઘવે જ અમને તાંત્રિક નાં રવાડે ચડાવ્યા... અને વિરલ પણ ફસાઈ ગયો...
પ્રિયાની પૂરી કબૂલાત સાંભળીને રાઘવે પણ કબૂલાત કરી કે એણે અને બાબાએ મળીને વિરલ સાહેબ ને ગુન્હા માં સંડોવ્યો હતા જેથી બ્લેક મેઇલ કરીને રૂપિયા પડાવી શકાય... અને બાબા ની એક અઘોરી સાધના પૂર્ણ કરવા એક નવજાત બાળક નું લોહી જોઈતું હતું પણ અમરાથી એ શક્ય નાં બનતાં અમે આ કામ વિરલ સાહેબ નાં રૂપિયે પાર પાડ્યું એટલે મેં મીનાને રૂપિયા આપી નવજાત બાળક ઉઠાવવા કહ્યું હતું... પછી મીનાની ધરપકડ કરી અને ભૈરવ બાબાને પણ પકડ્યા..
ભૈરવ બાબા તો હું કંઈ જાણતો નથી આ રાઘવ ખોટું બોલે છે સાહેબ મને છોડી દો નહી તો મારી કાલિ માતા તમને બરબાદ કરી મુકશે એવી ધમકી આપી એ સાથે જ ઇન્સ્પેકટર રોહને કચકચાવીને એક લાફો બાબાને મારી દીધો...
બાબાને તમ્મર આવી ગયા...
કહે હું ક્યાં છું???
મારી કાલીમા મને બોલાવે છે...
જય કાલી તેરા ખપ્પર રહે ના ખાલી... એમ બોલી દોડવા જતાં હતાં એને બે હવાલદારઓ પકડી ને જીપમાં બેસાડી દીધા...
રાઘવે કહ્યું એ પ્રમાણે ચમનને પણ પકડ્યો અને જ્યાં નવજાત બાળકને દફનાવી દીધો હતો એ જગ્યાએ જઈને બહાર નિકળ્યો...
પછી વિરલ નાં બંગલામાં જઈને વિરલની ધરપકડ કરી અને બધાં પોલીસ સ્ટેશન પહોંચ્યા...
ઇન્સ્પેકટર રોહને અજય અને નેહા ને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યા...
અને આઘાત ના લાગે એવી રીતે બાળક ની વાત કરી અને બાળક બતાવ્યું...
અજય અને નેહા ખુબ રડ્યા...
અને વિરલ અને રાઘવને અને તાંત્રિક બાબાને ગુસ્સામાં બોલવાં લાગ્યા...
ઇન્સ્પેકટર રોહને અજય નેહા ને પાણી પીવડાવ્યું અને શાંત કર્યા...
અજય નેહા શાંત થયા એટલે પ્રિયા એમની નજીક આવી અને હાથ જોડીને માફી માંગી ....
અને કહ્યું કે અત્યાર સુધી તમારે જે ખર્ચ થયો એ હું ભરપાઈ કરીશ... તમને જે આ કારમો આઘાત લાગ્યો છે એ માટે હું દિલગીર વ્યક્ત કરું છું...
અને તમને બન્ને ને મારી કંપનીમાં નોકરીએ રાખું છું જો તમે એ સ્વીકારશો તો મને ખુશી થશે..
અજય અને નેહા એ એકબીજા સામે જોયું...
આંખો આંખો માં વાત કરી...
ઇન્સ્પેકટર રોહને પણ કહ્યું કે આમાં પ્રિયા બહેન નો કોઈ વાંક નથી ... બસ એમની એટલીજ ભૂલ થઈ કે એ મોડા જાગૃત થયાં...
એમણે જ અમારી મદદ કરીને ગુનેગાર પકડાવ્યા છે તો એમની વાત માનો એવી હું પણ વિનંતી કરું છું...
અજય અને નેહા એ પ્રિયા ને હાથ મિલાવીને હા કહી
એટલે પ્રિયાએ અજયને કહ્યું કે આજથી જ કંપનીમાં મેનેજર પદ પર નિયુક્ત કરું છું અને નેહા મારી પર્સનલ આસિસ્ટન્ટ બનીને રહેશે..
તમને કંપની તરફથી રહેવા એક ઘર અને ગાડી આપવામાં આવશે...
અને તમારું હવે જે બાળક આવશે એની જવાબદારી પણ હું ઉપાડીશ..
આમ કહીને પ્રિયાએ હાથ જોડ્યા... એની આંખોમાં આંસુ હતાં...
અજય અને નેહા એ પ્રિયાને માફ કરી અને કહ્યું કે અમે તમારી સાથે જ છીએ..
આ બાજુ વિરલને હવે પસ્તાવો થયો એણે ઇન્સ્પેકટર રોહનને પ્રિયાને મળવા દેવા કહ્યું...
ઇન્સ્પેક્ટર રોહને પ્રિયાને વિરલ પાસે એક હવાલદાર સાથે મોકલી...
વિરલ પ્રિયાને જોઈને રડી પડ્યો અને કહ્યું કે કોઈ મોટા વકીલ રોકીને મને બહાર કઢાવ..
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે...
તેં સમજાવ્યું હતું પણ મારાં મગજમાં ઉતરતું નહોતું...
હવે સમજાયું કે કોઈ નાં નિર્દોષ બાળક ની બલિ આપવાથી ક્યારેય કુદરત ખુશ નાં થાય અને સંતાન સુખ પ્રાપ્ત પણ નાં થાય...
મને બચાવી લે પ્રિયે...
આમ કહીને વિરલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.....
ભાવના ભટ્ટ અમદાવાદ....