આપણે આગળના પાર્ટમાં જોયું કે મિસિસ મહેતા મોક્ષાને આલય અને પોતાની દીકરી સૃષ્ટિ વિશે જણાવે છે.આ બાજુ મિ. રાજપૂત કોચ મિ. રાજેશ ત્રિપાઠીની રાહ જોઈને ગેસ્ટ હાઉસમાં બેઠા હોય છે....હવે આગળ..
જમી લીધા પછી મોક્ષા અને મનોજભાઈ પોતાના કોટેજ તરફ જાય છે.ત્યાં જઈને થોડી આરામ કરવાની ભાવના સાથે પોતાના બેડરૂમ તરફ જતા હોય છે ત્યાં જ મોક્ષા એમને હાથ પકડીને બેસવા સમજાવે છે.મનોજભાઈ મોક્ષા સાથે બહારના ડ્રોઈંગરૂમમાં જ બેસી જાય છે.
"પપ્પા, આલયના કેસમાં એક પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે.આલય છેલ્લે અહીં આવ્યો હતો."
"શું એટલે રાજપૂત સાહેબની શંકા સાચી પડી? પણ આલય અહીંયા કેમ? કોણે કીધું તને?" એકી સાથે પૂછાયેલા આટલા બધા સવાલોથી ચોકી ઉઠેલી મોક્ષાએ મનોજભાઈને શાંત રહેવા જણાવ્યું.
"પપ્પા તમે જ્યારે બહાર ગાર્ડનમાં આવ્યા ત્યારે હું દોડીને આંટીને મળવા ગઈ હતી.પછી આંટી મને ઉપરના માળે એમના ટેરેસ ગાર્ડનમાં લઈ ગયેલા."કહીને આખી વાત એણે વિસ્તારપૂર્વક કહી.મનોજભાઈ એકદમ જ રડી પડ્યા
જાણે પોતે આ ઘરમાં આવીને ફસાઈ ગયા હોય એવી લાગણી સાથે લગભગ ફસડાઈ પડ્યા.
"બેટા, આલય અહીંયા કેમ આવ્યો હતો અને કેટલા દિવસ રોકાયો એ કશું ના કીધું એમણે?
" ના પપ્પા એ પહેલાં વિનુકાકા આવી ગયા એટલે અમે જમવા નીચે ઉતરી ગયા.કાલે ફરીથી જઈશ હું મળવા એમને.ચિંતા ના કરો પપ્પા.. આલય નક્કી સલામત છે.પણ ટેંશન એક જ વાતનું છે કે રિધમ અંકલ ખોટું કેમ બોલ્યા?"
જુસ્સાદાર ઠસ્સાથી આંસુને લૂછીને " રાજપૂત સાહેબને આવવા દે પછી વાત." કહીને મનોજભાઈ પોતાના રૂમ તરફ ગયા.મોક્ષા એમને જોતા રહી ગઈ.અને પછી આરતીને ફોન લગાડે એ પહેલાં મિ. રાજપૂતનો વોટ્સએપ મેસેજ આવી ગયો.
"હેલો, કેમ છો"?
"મી ફાઇન.એન્ડ યુ?"
આઈ એમ ઓકે.વેઇટિંગ ફોર રાજેશ ત્રિપાઠી. એવેરિથિંગ ઇઝ ઓકે ધેર?"
મોક્ષાને મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવતો હોવાથી સીધો એમને કોલ જ જોડી દીધો.મિ. રાજપૂત ફોન લઈને મેનેજરની કેબિનમાંથી બહાર આવ્યા.
" બોલો મોક્ષા"
"આપ બોલો સર, આપનો મેસેજ હતો.અહીંયા બધું જ બરાબર છે.આપને ત્યાં કેવું ચાલે છે.
મિ. રાજપૂત ફુટેજની બધી જ વાત કરે છે.અને આલય વચ્ચેના દિવસોમાં અહીંથી ગયો હતો પણ પાછો આવ્યો નથી એ અંગેની ચિંતા વ્યક્ત કરે છે.મોક્ષા પણ સામે પક્ષે ખૂબ જ ચિંતિત હોય છે.
થોડી વાતચીત પછી બંને જણા ફોન મૂકે છે.ત્યારબાદ આરતી સાથે વાત કરવા મોક્ષા ફોન હાથમાં લઈ છે અને નંબર ડાયલ કરે છે ત્યાં આરતીનો જ કોલ આવે છે.
" ડિયર, લંચ બ્રેક છે એટલે કોલ કર્યો તને.તું ફ્રી છે ને યાર?"
"હા બકા તું બોલ.
"મને વિગત વાર કે શું કીધું ફઇએ તને ."
મોક્ષાની મિસિસ મહેતા સાથેની તમામ વાત સાંભળીને આરતી ગુસ્સા અને દર્દથી છળી પડી.અવાજનો બદલાયેલો લહેકો તેના ગુસ્સાનું પ્રમાણ બતાવતું હતું.આલય અને સૃષ્ટિ એકબીજાને ઓળખતા હતા અને એ વાત થી પોતે જ અજાણ હતી.અરે સૃષ્ટિ સાથે તો પોતાને કેટલો ઊંડો દોસ્તીનો સંબંધ હતો.બહેન કરતા વધારે એ દોસ્ત હતી.
" મોક્ષા, યાર આ લોકોએ આટલી મોટી વાત છુપાવી.આટલો મોટો એકસિડેન્ટ થયો અને કુટુંબમાં કોઈને જાણ પણ નહીં.આટલા દિવસથી મારી સાથે રોજ વોટ્સએપ પર વાત તો કરે છે સૃષ્ટિ અને તું કહે છે એ "કોમાં" માં હતી.તો કોણ છે ચેટિંગમાં મારી સાથે.રિધમ ફુવા તો સમજ્યા પણ મૃણાલિની ફઈ પણ એટલું છુપાવે છે.એ જાણીને આજે આઘાત લાગ્યો.
"ટેક કેર આરતી હવે અમે તો આવા આઘાતથી ટેવાઈ ગયા.આલયને શોધતા હજી જીવન કેટલા રંગ બતાવશે નથી ખબર.પણ એક વાત છે અંકલ આંટી કાંઈક તો જાણે છે આલય વિશે હજુ પણ વધારે પણ વાર લાગશે વાત કઢાવતા.સારું હવે વધારે વાત નથી કરતી અને તું પણ જ્યાં સુધી હું ના કહું તું કશું કોઈને કહેતી નહી.બાય ટેક કેર કહીને બંને જણ ફોન મૂકી દે છે."
મોક્ષા આંખો બંધ કરીને આરામ ખુરશીમાં બેસીને રિલેક્સ થવાનો પ્રયત્ન કરતી હતી અને અચાનક....પાછળથી કોઈએ આવીને આંખો પર પોતાના હાથ દબાવી દીધા...
મોક્ષાએ ખૂબ જ મહેનતથી હાથ હટાવી પાછળ જોયું તો પગ નીચેથી જાણે ધરતી નીકળી ગઈ..સામે આલય ઉભો હતો...
આલય...પોતાનો ભાઈ આમ જ અચાનક પોતાની સામે આવી જશે તે ખબર જ નહોતી.
"દીદી, ભૂખ લાગી છે ચલને તારા હાથની ચા પીવી છે..હેરાન થઈ ગયાને બધા મારા વગર?છેક સિમલા સુધી દોડાવ્યાને તમને બધાને!! હવે કહે દીદી... મારામાં પણ અક્કલ છે હો.."કહીને તાળી પાડીને આલય બોલતો હતો.
"આલય તું અચાનક અહીં ક્યાંથી ભઈલા? ક્યાં ગયો તો તું?
કેમ હેરાન કર્યા અમને? તું તો એકદમ સેફ છું.તો પછી આ બધું નાટક હતું તારું?"
" ઓયે દીદી જવાબો પછી પહેલા ફટાફટ નાસ્તો કરાવી દે ચાલ પછી બંને સાથે જઈને પપ્પાને કહીશું."કહીને આલય ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે.મોક્ષા વિનુકાકાને ફોન કરી ચા નાસ્તો મંગાવે છે.આલય ખૂબ જ શાંતિથી નાસ્તો કરે છે જાણે દિવસોથી કશું જ ખાધું ના હોય એમ આલય અકરાંતિયાની જેમ ખાતો હતો.મોક્ષા અનેક પ્રશ્નો સાથે ચુપકીદી રાખી બેઠી હતી.અને પોતાના ભાઈ સામે જોઇને રડી પડે છે.
" દીદી, તમે કાલે પાછા જતા રહેજો.મમ્મી ચિંતા કરીને અડધી થઈ ગઈ હશે."
મોક્ષા નવાઈ પામે છે.".કેમ, અમે એકલા થોડા જઈશું ભઈલા..તું પણ આવીશ ને?
"ના દીદી હું જ્યાં ગયો છું ત્યાંથી કોઈ પાછું નથી આવતો.છતાં પણ હું હરહંમેશ આપની સાથે જ છું."માથું ધુણાવીને ના પાડતા આલયે કહ્યું.
મોક્ષા આ સાંભળીને હેરાન થઈ જાય છે અને ચીસ પાડીને પપ્પા મનોજભાઈને બોલાવે છે.
મનોજભાઈ એકદમ જ દોડીને મોક્ષાના રૂમ તરફ દોડે છે.
"મોક્ષા, કેમ ચીસ પાડી તે..તું તો સુઈ ગઈ હતી ને બેટા..શું થયું તને દીકરા કોઈ ભયંકર સપનું જોયું તે?
"પપ્પા આલય"..કહીને મોક્ષા આંગળી વડે કોઈ ઈશારો કરે છે આલય તરફ.
મનોજભાઈ ખૂબ જ સાવચેતીપૂર્વક આજુબાજુ જુવે છે કોઈ હોતું નથી.તેથી તે સમજી જાય છે કે મોક્ષા સુઈ ગઈ હતી અને તેના દિલોદિમાગમાં ધરબાયેલી વાતો સપના રૂપે બહાર આવી હતી તેથી તેઓ શાંતિપૂર્વક મોક્ષાને સમજવાનો પ્રયત્ન કરે છે.અને એને ધીરજ આપે છે..પરંતુ મોક્ષા ડઘાઈ ગઈ હતી અને કઈ પણ બોલવા અસમર્થ હતી...
મિત્રો શું આ ખરેખર સપનું હતું કે પછી આલય આવ્યો હતો..
એ માટે વાંચતા રહો ...ચેકમેટ....રમત પ્યાદાની....
"