Second innings Mansukhlal - 2 in Gujarati Motivational Stories by Jignesh Shah books and stories PDF | સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 2

Featured Books
Categories
Share

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 2

મનસુખલાલે મોટી ઉંમરે લગ્ન કર્યા કારણ તેમની એકલતા અને પુત્રો ની વહેંચાયેલ જવાબદારી થી થાક્યા હતાં.
હવે આગળ ભાગ - 2
મનસુખભાઇ કદ્દી બોલ્યા નથી, પણ સૌમ્ય સાથે એકજ રૂમ શેર કરતાં ત્યાર ની વેદના સૌમ્ય એ જોઈ હતી. ખંજવાળ આવે બિચારા કોણે કહે જાતે સહન કરતા જોયા છે. પાવડર લગાવતા દાદા નો કયારેક પીઠ પાછળ હાથ ના પહોંચે તો બાથરૂમ ના બારણા ની ધારે દાદા ને ખંજવાળતા જોયા છે. રાત્રે ભુખ લાગી હોય અને બધાં સુઈ ગયાં હોય પછી તે રૂમ ની બહાર ના નીકળી શકતા, એક ગ્લાસ પાણી પી ને સુઈ જતાં. કયારેક મનગમતી ફિલ્મ જોવી હોય પણ બધાં સુઈ જાય તો તેમને પણ સુઈ જવાનું, આ વેદના જોઈ છે‌. ઊંઘ ના આવે તોય પથારીમાં પડયા પડખા ફેરવતા જોયા છે. અરે.. સ્ત્રી એકલી રહી જાય ને તો આખા ઘરમાં તે ફરી શકે, પણ પુરૂષ એકલો થાય ને તો ડ્રોઇંગ રૂમ થી પોતાનો બેડ રૂમ આ બેજ જગ્યા ઘરમાં તેના માટે રહેતી હોય છે. દવા લેવી, રાત્રે ઉધરસ આવવી, સવારે બીજો કપ ચ્હા પીવા ની તલપ. જાણે તેને તેની બધી આદતો વિચારો, અને રહેણીકરણી બદલી નાખવી પડે છે. રોજ બરોજ ની રહેણીકરણી કપડા અને ખાવાની આદતો બદલાઈ જાય છે. આ નાની વાત લાગતી હશે, પણ જેના જીવન માં આ દોર આવે તેને પુછો આભ માથે ના રહે ને પગ નીચેથી જમીન ના રહે. જાણે અધર તાલ જોલતા!! જાણે જેમ ફેરાવો તેમ ફરે. બહાર કામ ના હોય તોય ઘરથી બહાર નીકળી જવું પડે, સવારે દસ વાગ્યા પછી નો સમય ને બપોર નો ચાર થી સાત નો સમય ફરજિયાત ઘર બહાર નિકાળવો પડે, આ વેદના, ના બોલેલા શબ્દોને, ના ઊભી થયેલી વાતો નો અહેસાસ રહ્દય ને હલબલાવી દે છે. ઘરમા તમે નડતર માણસ!! કારણ વહું રાણી જોડે ખપ પુરતી વાત થાય બાકી સૂનમૂન બેસી રહેવાનું!!
ખરેજ ઘણાં કપલ માં પુરૂષ સ્ત્રી કરતાં વહેલો જતો રહેતો હોય છે, જે રહી જાય ને તે નજરકેદ માં રહેતો હોય તેવો ભાસ થાય છે. સ્ત્રી તો ઘરના કામમાં મન પળોવી સમય વિતાવી શકે પણ પુરૂષ રિટાયર્ડ થયા પછી એકલો શું કરે? ઘર માં વહું હોય એટલે મર્યાદા આવી જાય. ઘરમાં ફરવામાં બાધ આવી જાય. અંતરમાં મોત માગતો ફરે ને કઈ ના કહી શકે, તેનું નામ વિધુર!! જેના જીવનમાં ઉજાસ નામક પત્ની જતી રહે છે. દુઃખ એ નથી કે હાજર નથી દુઃખ એ કે હવે સુખદુઃખ ની વાતો નો અંત આવી ગયો. નળ્યુ દુઃખ ને ના કહેવાય તેવું દુઃખ!!
મનસુખલાલ રાત્રીના સાણંદ વાળા ઘરની સાફસૂફી પુરી કરી આરામખુરશીમાં બેઠા, વિચારો નાં ચકડોળે ચઢી ગયાં. હમણાં ગભરાએલ વિમળા પૂછતી હતી. આપણે જે કર્યું તે યોગ્ય છે ને? તેનાં મન ને સ્વતંત્ર વિચાર કરવાની તાકાત ગુમાવી દીધેલ. કારણ ૨૦ વર્ષે થી પુત્ર જેમ કહે તેમ ઢસડે રાખી છે, આ જીન્દગી.
મનસુખલાલ ને થયું જો નાની ઉંમરે લગ્ન કરી લીધા હોત તો કોઈને તકલીફ નહોતી, અને મારા બાળકો હેરાન થઈ જાત એવી શકયતા ઊભી થાત. અને આ ઉંમરે કર્યો તો લોકો ની ગુસપુસ વધી ગઈ. અણગમો છેક સાણંદ સુધી આવી ગયો.
મનસુખલાલ ને થતું છોકરા સાચવતા પણ કંચનબેન એટલે કે પત્ની ની હાજરી માં જે મજા હતી તે મરી પરવારી હતી.
--------------------
ક્રમશ
મનસુખલાલ ના ઘરમાં ચાલતી મીટીંગ શુ રંગ લાવે છે તે આવતા ભાગ મા વાચકમિત્રો જોઈશું.