Gamaar - 11 - last part in Gujarati Fiction Stories by Shital books and stories PDF | ગમાર - ભાગ ૧૧ - છેલ્લો ભાગ

The Author
Featured Books
Categories
Share

ગમાર - ભાગ ૧૧ - છેલ્લો ભાગ

“ હા હું ગમાર છું , જો મારૂ એક ગામડાં ની હોવું એ જ ગમાર ની વ્યાખ્યા હોય તો હું છું . પણ સાચું કહું તો ગમાર હું નહીં તારી છીછરી માન્યતાઓ છે તે મને ફક્ત તારી વિચારસરણી મુજબ માપી અને એ મુજબ જ મારી સાથે વતૅન કયૅુ મને સમજવાની કે મારી આવડત ને ઓળખવાની કોશિશ જ નથી કરી રાહુલ “. એક શ્વાસે બોલતી નૈના નાં શ્વાસોચ્છવાસ ઝડપી ચાલતા હતા .
એક ક્ષણ રોકાઇ ને નૈના ફરી બોલી,” સાચું કહું તો તું એક ઘમંડી ,પાંગળી વિચારસરણી વાળો એવો પુરૂષ છે જેને પોતાના સિવાય ની બધી વ્યક્તિ નબળી જ લાગે છે પણ કાન ખોલી ને સાંભળ હું હવે તારાથી ડરતી નયના નથી ,હવે તું મને કોઈ રીતે દબાણ માં લાવી નહીં શકે “.
‘તું ભૂલે છે નયના કે રોહન મારી પાસે જ છે અને જો તારે એને મળવું હોય તો……’ રાહુલે ફરી એક પાસો ફેંક્યો.
ક્રોધાગ્નિ માં સળગતી નૈના માટે રાહુલ નાં આ શબ્દો એ આગ મા ઘી હોમવાનું કામ કર્યું .
“ તો હવે તું મને રોહન ના નામે દબાવીશ ? પણ મુખૅ રોહન ને ક્યાં આટલા વર્ષ માં મેં જોયો છે તો હવે ફક્ત એને જોવા હું કોમ્પ્રોમાઇઝ કરૂં અને બીજી વાત રોહન મારી કમજોરી નહીં તાકાત છે . ભલે એ વષૅો થી મારા થી દૂર રહ્યો અને રહેશે પણ તે છતાં મારી રગેરગ માં વસેલો છે .
મારા દિકરા ને મળવા તારા જેવા પાંગળા ,દંભી માણસ ને કરગરૂં એટલી નબળી કે ગમાર નથી .છેલ્લી વાત કોઇ પણ વ્યક્તિ તેનાં જન્મસ્થાન ,પહેરવેશ કે બોલચાલ થી નહીં તેનાં વિચારો કે આવડત થી પરખાય છે .
હવે આજ પછી મારો કોન્ટેક્ટ કરવાની કે રોહન ના નામે મને દબાવવા ની કોશિશ ન કરતો, તારો ને મારો રસ્તો હવે ક્યાંય નહીં મળે અને શક્ય હોય તો રોહન ને તારા જેવી ગમાર વિચારસરણી થી દૂર રાખજે તો ભવિષ્ય માં કોઇ નયના નું જીવન બચી શકે .”
નૈના નાં શબ્દો રાહુલ ને ચાબખાં સમાન લાગ્યા ,તે ગુસ્સા માં ધૂંઆપૂંઆ થતો નીકળી ગયો.
નૈનાં પણ બહાર નીકળી , રીક્ષા રોકવાની તૈયારી માં જ હતી ત્યાં પાછળ થી તન્વી એ તેને બોલાવી . નૈના ને નવાઇ લાગી પણ બાકી ની વાત પછી કરવાનું વિચારી તે તન્વી ની પાછળ બેસી ગઈ.
‘ તને એકલી મોકલવામાં મારૂ મન ન માન્યું તેથી તારી પાછળ પાછળ આવી ગઇ પણ અંદર ન આવી , શું થયું નૈના રાહુલ તો એકલો જ હતો રોહન ક્યાં હતો ?’ તન્વી એ ટૂંક માં વાત કરી પછી પૂછ્યું
નૈના એ ટૂંક માં બધી વાત કરી પણ તન્વી ને આજ નૈના દુઃખી લાગી નહીં જાણે વષૉ નો મન માં રહેલો બોજ હટી ગયો હોય એવી રિલેક્ષ લાગી .
રહીરહી ને તન્વી ને એક જ વિચાર આવતો હતો કે ભવિષ્ય માં રોહન ની વિચારસરણી પણ શું રાહુલ જેવી જ પછાત બનશે, શું તે પણ પહેરવેશ,લીવીંગસ્ટાઇલ ને જ આધુનિકતા માનશે ?
‘શું વિચારે છે તનુ ?’ તન્વી ને ચૂપ જોઈ ને નૈના એ પૂછ્યું .
‘ એ જ કે રોહન પણ રાહુલ ની કોપી જ થશે કે કેમ અને બીજી વાત તેં રોહન ને મળવાના દરવાજા કાયમ માટે બંધ કરી દીધા એ થોડું ઉતાવળ ભયૅુ પગલું તો નથી ને? ‘ તન્વી એ પોતાના તમામ સંશયો રજૂ કર્યો.
“ લુક તનુ મને પણ પહેલા આ જ ફીલીંગ આવી પણ મેં સત્વરે વિચાયૅુ કે જો હું અત્યારે નબળી બની તો આ માણસ ભવિષ્ય માં મારો કોઈ પણ રીતે ગેરલાભ લઇ શકે વળી રોહન ને તો હું એક કે બે વાર મળી શકીશ એ માટે મારા સ્વમાન ની બલી કેમ ચડાવું ? “ કહી નૈના એ આગળ હાથ લાવી વ્હીકલ ની સ્પીડ વધારી અને પછી હસવા લાગી .
તન્વી ને નૈના માટે નું માન વધી ગયું
સમાપ્ત