🌹 નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છાઓ 🌹
સોનેરી રથ ઉપર સવાર થઈ
આશા ઉમંગ અને ઉત્સાહનો
સંચાર લઇ આવ્યું નવું વર્ષ 2021
ભૂલી જઈએ ભૂલવા જેવી
વીતેલા વર્ષે ની કડવી યાદો
ઉત્સાહ થી આગળ વધીએ
જુના સારા સંભારણા લઇ
આવો ભેગા મળી કરીએ પ્રાર્થના
સુખઃશાંતિ સમૃદ્ધિ રહે ચારેકોર
નવાવર્ષ માં રહે સૌ તંદુરસ્ત ને મસ્ત
રહે સૌ મુશ્કેલીઓથી જોજનો દૂર
માસ્ક ને સૅનેટાઝર થી મળે આઝાદી
દુનિયા મુક્ત થાય કોરોના ના ત્રાસથી
ફરી શકીએ મન મરજીના રાજા થઈ
ફરીએ દુનિયા આખી બિન્દાસ્ત થઈ
આપ સૌને આવનારું 2021નું વર્ષ
બની રહે જીંદગીભર નું સુંદર નઝરાણું
એવી હાર્દિક શુભેચ્છા અમારા તરફથી
🌹નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ🌹
કાવ્ય : 03
નૂતન વર્ષાભિનંદન....
આવે અનેક નવી આશાઓ સાથે નવું વર્ષ
આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન
આવતા નવા વર્ષમાં ના રહે એકપણ તકલીફ
આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન
આવતા વર્ષ માં તમારી ખુશીઓ હોય અપરંપાર
આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન
આવતા વર્ષ માં તમે બની રહો સૌના લાડીલા
આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન
આવતા વર્ષ માં રહે તંદુરસ્તી સારી તમારી
આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન
આવતા વર્ષે રહે લક્મીજીની કૃપા તમારી ઉપર
આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન
આવતા વર્ષ માં થાય તમારી બધી ઈચ્છા પુરી
આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન
કાવ્ય : 04
રહેવું મોજ મા....
ઉપર આકાશ ને નીચે જમીન
હરિયાળા મેદાન ને ચોખ્ખી હવા
પહાડો મોટા ને ઝરણા નાના
રહેવું મસ્ત મજા ની મોજ મા....
ઝાડ ઉપર ઉડતા પક્ષીઓ મજા ના
દરિયા ના ઉછળતાં મોજા મજા ના
ઈશ્વરે આપ્યું મનભરી જીવન મજાનું
રહેવું મસ્ત મજા ની મોજ મા....
રાખી એ જીવન માં જરૂરત થોડી
તો રહે નહીં ચિંતા કોઈ પ્રકાર ની
જીંદગી નાની ને શું કામ લેવી ઉપાધિ
રહેવું મસ્ત મજા ની મોજ મા....
બોજ કોઈ નો બનવું નહીં
નાહક નું કોઈ જોડે લડવું નહીં
સંગ્રહ નકામો કરવો નહીં
રહેવું મસ્ત મજા ની મોજ મા....
ઉર ની ઊર્મિ થી લાગણી ને વહેંચી એ
હસી ને હળવા થઈ એ
હસી ને હળવા કરી એ
રહેવું મસ્ત મજા ની મોજ મા....
ખાલી હાથે આવ્યા
ખાલી હાથે જવાના
તો ખોટી હાય વોય શીદ ને કરવી??
રહેવું મસ્ત મજા ની મોજ મા....
અઢી કિલો ના આવ્યા
અઢી કિલો ના થઈ ને જવા
આખી જીંદગી ભાગદોડ શેની??
રહેવું મસ્ત મજા ની મોજ મા....
છેલ્લે તો ભેગું કરેલું
બધું મૂકીને જવાના
તો શું કામ ના કરીએ
ગમતા ના ગુલાલ??
રહેવું મસ્ત મજા ની મોજ મા....
કાવ્ય : 05
રૂપિયો.....
ખણ ખણ રણકે રૂપિયો,
નાના મોટા સૌને લાગે વહાલો રૂપિયો,
ખણ ખણ.....
સવાર થી રાત આંખો સામે રૂપિયો,
રાત્રે સપનાઓ મા દેખાય રૂપિયો,
ખણ ખણ.....
દિવસ રાત જાપ જપાવે રૂપિયો,
ઈશ્વર જોડે વર મા માંગે રૂપિયો,
ખણ ખણ.....
પાંખ વગર હવા મા ઉડતા શીખવાડે રૂપિયો,
હાથ પગ નથી છતાં પાછળ દોડાવે રૂપિયો,
ખણ ખણ.....
જમીન ઉપર થી આસમાને ચઢાવે રૂપિયો,
આસમાને થી જમીન ઉપર પછાડે રૂપિયો,
ખણ ખણ.....
ભાઈઓ માં બે ભાગ પડાવે રૂપિયો,
અમીર ને ગરીબ એવા વિભાજન કરાવે રૂપિયો,
ખણ ખણ.....
લડાઈ ને ચોરી કરાવે રૂપિયો,
ભ્રષ્ટાચારી ને વ્યભિચારી બનાવે રૂપિયો,
ખણ ખણ.....
ખરીદી લે આસાની થી ખુમારી રૂપિયો,
નિર્દોષતા છીનવી લે રૂપિયો,
ખણ ખણ.....
બકરા માંથી વાઘ બનાવે રૂપિયો,
રામ માંથી રાવણ બનાવે રૂપિયો,
ખણ ખણ.....
જીંદગીભર સાચા ખોટા કાર્ય કરાવે રૂપિયો,
બે ઘડી શાંતિ થી જીવવા ના દે રૂપિયો,
ખણ ખણ.....
આખી જીંદગી ગોળગોળ દોડાવે રૂપિયો,
માણસ ને બહુરૂપી બનાવે રૂપિયો,
ખણ ખણ.....
કહેવાય હાથ નો મેલ છે રૂપિયો,
તોય અંત ઘડી સુધી છૂટે નહીં
માણસ થી રૂપિયો..
ખણ ખણ.....