Life Journey Part - 2 in Gujarati Fiction Stories by Bhavik books and stories PDF | જિંદગીની સફર ભાગ - ૩

The Author
Featured Books
Categories
Share

જિંદગીની સફર ભાગ - ૩

" માનસી"


એ માનસી હતી કદાચ અયાનના કોલેજની જ નહીં પણ આ શહેર ની સૌથી સુંદર

છોકરી .ખૂબ ઉદાર દિલે ઈશ્વરે તેનામાં રૂપ ઉમેર્યું હતું અમાવસની રાતે જો એને જોઈ લેવામાં આવે

તો કદાચ અમાવસ મા ચાંદના અભાવનો પણ અનુભવ ન થાય તે રૂપની અે રાણી હતી .આંખો

થોડી લજ્જાની જૂકેલી હતી અને જૂકેલી આંખ જ્યારે ઉપર ઉઠતી ત્યારે લાગતું કે અર્જુનના

ગાંડિવ માંથી નીકળતું કોઈ તીર હોય અને આ તીરે ન જાણે કોલેજના અત્યાર સુધી કેટલાય

છોકરાઓના દિલને ઘાયલ કરી દીધા હતા તેમની આસપાસના વાતાવરણને જોઇને લાગતું કે જાણે

પવન પણ એમને સ્પર્શી રમૂજમાં આવી જતો .લાગતું કે જાણે નમણાશની પરિભાષા કોઈ એમને

જોઈને તો આપી હશે. જેમ કલગી મોરની શોભામાં અનેક ગણો વધારો કરતી હોય અેમ એમના

લહેરાતા કાળા વાળ માનસીની સુંદરતાને ચરમસીમાએ પહોંચાડી દેતા હતા.

માનસી અયાન સામે થોડું મલકાઈ ત્યાંથી ચાલી ગઈ પરંતુ ન અયાનને કે ને તેના

મિત્રોને આ ઘટના સમજાઈ.. જાણે સ્વપ્નની જેમ બધું અચાનક જ બની ગયું .પણ હવે સમય હતો

અયાનને ચિડવવાનો બધા મિત્રો અેને ચીડવવા લાગ્યા ફરી બધા મસ્તીમાં ખોવાઈ ગયા ,પણ

અહીંયા કોઈ એવું પણ હતું કે મસ્તીમાં નહીં વિચારો માં ખોવાયેલ હતું .

હા અે કાવ્યા હતી .

જાણે દુનિયા અત્યારે તેના માટે ગુમ થઈ ગઈ હતી એ હજુ વિચારોમાંથી બહાર

આવી ન હતી ત્યારે મનને મનાવવા એવું વિચાર્યું કે કદાચ એ પણ મજાકમાં જ બોલી ગઈ હશે

અને અયાન પણ કંઈ એક મુલાકાતમાં .......ના ના એવું કઈ નહિ હોય એમ વિચારી કરી એ મિત્રો

સાથે ફરી જોડાઈ ગઈ .

કોલેજમાં અસાઈમેન્ટ સબમિટ કર્યા બાદ બધા થોડી વાતો કરી ઘરે જવા નીકળ્યા

અને કાવ્યા અને અયાન નું ઘર એક રસ્તામાં પડતું એટલે બંને સાથે નીકળ્યા. કાવ્યાએ મનને

મનાવવા માટે વિચારી લીધું હતું કે અે માત્ર એક ઘટના હતી જે હવે પૂરી થઈ ગઈ છે ,છતાં એનું

દિલ એ વાત તરફ થોડી થોડી વારે વિચાર કરવાનું કહેતું એટલે કાવ્યાએ થોડું અચકાઈ ને અયાન

ને પૂછ્યું : તું ઓળખે છે અેને ??અયાને આશ્ચર્યથી પૂછ્યું કોણ કોની વાત કરે છે તુ??

અરે અે જ જે આજે કોલેજની કેન્ટીનમાં મળી હતી અે માનસી ,માનસીની વાત કરું

છું હુ .માનસીનું નામ સાંભળતાં જ અયાનના મુખ પર અાવેલ અે મંદ હાસ્ય કદાચ કાવ્યા ના બધા

પ્રશ્નોનો ઉત્તર આપવા સક્ષમ હતું પણ અયાને થોડું વિચારીને કીધું કે હા એમના વિશે સાંભળ્યું છે

પણ મુલાકાત આજ થઈ અયાનના મુખે આપેલ જવાબ એના દિલે આપેલા જવાબ કરતાં તદ્દન

વિરુદ્ધ હતો .કાવ્યા પણ આ વાત સ્પષ્ટ પણે તેના મુખ પર જોઇ ચૂકી હતી કારણકે કાવ્યા

અયાનને ખૂબ નજીકથી જાણતી હતી .બંને પોતાના ઘરે ગયા.ઘરે જઈ જ્યારે અયાન માનસી વિશે

વિચારતો હતો ત્યારે એક ક્ષણ માટે એવું લાગ્યું કે ચાલને અા વાત ની જાણ ખીસકોલી ને

કરું .અેણે કવ કે માત્ર અેક મુલાકાત માં અે દિલ ના તાડા ને કેમ તોડી ગયા?જે દિલ મારા હોવાનુ

હું ગર્વ કરતો હતો અે દિલ કેમ અાજ અેના વિશે આટલું વિચારે છે? પણ બીજી જ ક્ષણે ફરી

અયાન ને વિચાર આવ્યો, નહીં નહીં કયાક અે પણ ખાલીએમ જ બોલી ગયા હશે તો ,એવું પણ

બને કે એમને પણ શાયરીનો શોખ હોય અને મારી શાયરીને સાંભળી અેમને ખાલી જવાબ આપી

દીધો હોય.વિચારોના વમંડળમાં ફસાયેલ અયાન વિચારતા વિચારતા જ ક્યારે ઊંઘી ગયો એનું

એને પણ ભાન નોહતુ બીજી તરફ કાવ્યા ની હાલત પણ કંઈક આવી જ હતી બીજા દિવસે સવારે

લગભગ ૯:૩૦ જેટલો સમય થયો હશે અને ડોરબેલ વાગ્યો.પણ આ વખતે કઈક જુદુ હતુ.આ

વખતે કાવ્યા અે અયાન ના ઘર નો ડોરબેલ નહિ પણ અયાને કાવ્યા ના ઘરનો ડોરબેલ વગાડ્યો

હતો.કાવ્યા ને અયાન ને દરવાજા પર ઉભેલો જોઇ નવાઇ નો પાર ના રહ્યો અને અે બોલી તુ અને

આટલો વહેલો ??

હા અાજે થોડો વહેલો ઉઠી ગયો તો આવી ગયો પણ અા શું અયાન કોની સામે જુઠુ

બોલી રહ્યો હતો?અે કાવ્યા સામે જે માત્ર અયાન નો ચહેરો જોઇ અેના દિવસ નું વર્ણન કરીસકતી

અેના સામે?????? કાવ્યા તરત જ સમજી ગઇ .કાવ્યા પણ થોડું ખોટું હસીને આવું છું એમ કહી

પોતાની બુક લેવા અંદર ગઇ અને બંને ફરી કોલેજ જવાએક સાથે નીકળી ગયા.હજુ તો બને અે

કોલેજ ના મેદાનમાં પ્રવેશ પણ નોહતો કર્યો અને અયાન આમતેમ જોવા લાગ્યો જાણે એની નજર

કોઈને શોધતી હતી કાવ્યા ને થયુ કે કહિ દવ અાને કે અેમના લેકચર ૧૧:૦૦ વાગે શરુ થાય અેટલે

અે અત્યારે અહિયા ન હોય પણ વળી વિચાર્યું કે હુ અાને અેના વિશે કહિશ તો ફરી તે કઇ ખોટુ

બહાનુ બનાવીને વાતને ટાળશે અેટલે બને આગળ ચાલ્યા અને લેકચર હોલમાં લેક્ચરમાં બેસી

ગયા .૧૧:૦૦ વાગ્યે લેક્ચર પૂરો થયો બધા બહાર આવ્યા અને અયાનની નજર ફરી એ કામ શરૂ

કરી દીધું જે એ કોલેજ આવ્યો ત્યારથી કરતો હતો માનસીને શોધવાનું ...પણ માનસી દેખાય નહીં

અેટલે એનું મન ઉદાસ થવા લાગ્યું ત્યાં જ ફરી એ અવાજ સાંભળ્યો ...

"એ નજરને જરા કાબૂમાં રાખે છે જે અામ-તેમ ભટકી રહી છે ,

દુનિયાને હવે શંકા છે કે એ કોઈ ખાસ ને શોધી રહી છે ......."

માનસીને આ અવાજે અયાનનાં મનને એ શાંતિ આપી હતી કે જાણે પાણી માટે તરસતા કોઇ

વ્યક્તિને અમૃત મળી ગયું હોય .અયાને પણ મલકાઇ ને કહ્યુ:

"કેટલુંય કહ્યું મેં મારા નયનને પણ એ ક્યાં હવે મારું માને છે,

જ્યારથી જોયા છે તમને અે ક્યા હવે દુનિયાને જાણે છે??"

અયાન ના જવાબ બાદ બને એક સાથે હસ્યા અને તાળી પાડી જેમ હંમેશા બે મિત્રોને

વાતે વાતે પાડવાની અાદત હોય.

કંઈ કામ હતું ? માનસી અે પૂછ્યું :

ના પણ એમ કેમ પૂછો છો અયાને જવાબ આપ્યો ..

અરે એ કાવ્યા કહેતી હતી કે અયાનને તમારું કંઈ કામ છે એ તમને શોધી રહ્યો હતો એટલે મને

અેમ કે કંઇક કામ હશે .

(અયાન મનમાં જ હસ્યો અને થોડું ઉપર જોઈ મનમાં જ કહ્યું હે ઇશ્વર તમે મને આ કેવી ફ્રેન્ડ

આપી છે હજુ તો મેં એને કંઈ કીધું પણ નથી અને એ તો .......એ ફરી થોડું હસ્યો )

માનસીએ કહ્યું જો તમને ખોટું ન લાગે તો આપણે થોડી વાર પછી મળી અે મારે લેકચર મા જવાનુ

છે અેટલે......

અયાને કહ્યું હા હા કઇ વાંધો નાહિ. માનસી ત્યાંથી ચાલી ગઈ ..

જેવી જ માનસી ગઈ અયાન તરત જ ફરી કોઈને શોધવા લાગ્યો અને બબડ્યો આ ખિસકોલી ક્યાં

ગઈ ? અે એને શોધવા આમ-તેમ ભટક્યો પણ કાવ્યા તેણે ક્યાંય મળી નહીં .અચાનક જ તેની

નજર કોલેજ પાછળ આવેલ એ મંદિર પર પડી જયાં કાવ્યા બેઠી હતી તે પણ ત્યાં ગયો પણ આ

શું તેણે જોયું કે કાવ્યા રડતી હતી. અયાન થોડો ગંભીર થયો અને કાવ્યા અેમ બોલ્યો ...

અયાનના અવાજથી કાવ્યા અચાનક જ જબકી ગઈ પોતાના આંસુ દૂર કર્યા પણ હવે શુ અયાન અે

જોઇ ચૂક્યો હતો ..


શું કાવ્યા પોતાની લાગણીને રોકી શકશે?? અયાનના મનમાં આંસુ જોઈને થનાર

કેટલાય પ્રશ્નોનો કાવ્યા શું જવાબ આપશે ???માનસી અને અયાન હવે ક્યાં મળશે???શું થશે અે

મુલાકાતમાં જાણવા માટે વાંચવાનું ચૂકશો નહીં

જિંદગીની સફર ભાગ -૪