સંસ્કાર-પ્રકરણ-૨
થોડીવારમાં જે ટોળું આગળ જઈ પરત આવેલ હતું તે ટોળું પાછું ચાલી ગયું હતું. ટોળાંના ડર થી ભાગી રહેલ યુવતી ઠંડી તેમજ માનસિક થાકથી થાકી ગયેલ હતી. જેથી સુવાની સાથે તેની આંખ પણ મળવા લાગી અને શાંતિથી નચિંત પણે બાજુવાળી વ્યકિતના સહારાથી સુઈ ગયેલ હતી. આ દરમિયાન જ જે વ્યક્તિ બાજુમાં સુઇ રહેલ હતી, તેણે થોડો સળવળાટ કર્યો આથી યુવતી સાવધાન થઈ ગઈ. પરંતુ આ શું ! પેલી જે વ્યક્તિ સુધી રહેલ હતી તે વ્યક્તિએ તેનો ધાવળો તેને ઓઢાડી રહી હતી. એટલે તે બિલકુલ ડર વગર સૂઈ રહી. વધુ પ્રમાણનો થાક, કડકડતી શિયાળાની ઠંડી અને બાજુમાં જે વ્યક્તિ સૂઈ રહેલ તેની ગરમ હૂંફને કારણે નિર્ભય બની સૂઈ રહેલ હતી.
આમને આમ રાત્રી નો અંત આવ્યો. સવારની ખુશનુમાની શરૂઆત થઈ. મારી આંખ ખુલતા મારી બાજુમાં જે વ્યક્તિ સૂઈ ગયેલી હતી, આ વ્યક્તિ એના ગણવેશ ઉપરથી એમ ચોક્કસ લાગતું હતું કે, આ વ્યક્તિ શોરૂમ નો ચોકીદાર હોય તેમલાગતું હતું. આ નવયુવાને મને ઉભેલી જોઈ આંખોમાં ઈશારાથી વાતચીત કરી જેના પરથી ફલીત થતું હતું કે, નવયુવાન તેને શાંત અને નિર્ભય રહેવાનો સંકેત આપતો હતો. યુવતી તેના ઈશારા ને સારી રીતે સમજી શકી. અને બીલકુલ નિશ્ચિંત થઈ ગઈ. નવયુવાન ખુરશીમાંથી ઊભો થઈ થોડે દૂર ચાની લારી પરથી ગરમાગરમ ચા લાવીને તે યુવતીને આપી. યુવતીએ ચા પીધા પછી કપ અને ટબલર તે લારી પર આપવા માટે ગયો. યુવાનના ગયા પછી યુવતીની નજર ખુરશીની બાજુમાં પડેલા પુસ્તકો-નોટ-પેન પર પડી. એક નોટમાંથી કાગળ ફાડીને તેમાં કંઈક લખ્યું અને તે કાગળ નોટમાં મૂકીને યુવકપરત આવે તે અગાઉ ચાલી ગઈ.
યુવાન ચાની લારી પરથી પરત આવ્યો ત્યારે જોયું તો યુવતી ત્યાં ન હતી. પરંતુ તેના જે પુસ્તક-નોટ-પેન પડેલ હતાંતેમાં એક નોટમાં એક કાગળ બહાર દેખાઈ રહ્યો હતો. યુવાનને તરત જ અંદેશો આવી ગયેલ હતો કે યુવતી જ આ કાગળમાં કંઈક લખીને ચાલી ગઈ છે. યુવાને તે નોટમાંથી કાગળ કાઢ્યો અને વાંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ યુવતીએ જે ભાષામાં કાગળ લખેલ હતો તે ભાષાથી યુવાન અજાણ હતો. ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં તેમજ ઘણા બધા લોકોને બતાવવા છતાં તે યુવાન કાગળ પર લખેલું લખાણ વાંચવામાં અસફળ રહ્યો હતો. પરંતુ કાગળ તેણે સારી રીતે સાચવીને પોતાની પાસે મુકી રાખેલ હતો.
આ બધી બીના બની ગયેલ જેને ચાર પાંચ વરસનો લાંબોસમય વીતી ગયો. આ દરમિયાન આફ્રિકા નું ડર્બન શહેર છે. આ સમગ્ર દેશના મૂળ વતનીઓ આદિવાસી પ્રજાતિના છે. પરંતુ અંગ્રેજોના લાંબાગાળાના શાસનથી અહીંની પ્રજાની જીવનશૈલીમાં મહદઅંશે બદલાવ આવેલ હતો. આ પ્રજા પણ વિશ્વની સાથે કદમ મિલાવીને આગળ ચાલી રહેલ હતી. આ જ દેશના જાણીતા નેતા અને જેમની ગણના આપણા ભારત દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ પામનાર પૂજ્ય મોહનદાસ કરમચંદ ગાંધીજીની સાથે ગણના કરવામાં આવે છે, તેવા આદરણીય નેલ્સન મંડેલાની વિશ્વ વ્યાપી રંગભેદ અંગેની નીતિનો અંત આણવામાં આંદોલનકરીને મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓના પ્રયાસોને કારણે જ સમય એવો આવી ગયો હતો કે, આ દેશમાં ગોળા-કાળા સાથે હળીમળીને રહેવા લાગ્યા હતા. બજારમાં પણ બંને પ્રજા ધંધો રોજગાર સાથે કરતી થઇ ગયેલી હતી. આવાજ એક બજારના શોપિંગ સેન્ટરમાં જાણીતી કંપનીના શોરૂમમાં ભારતનો એક નવયુવાન પાર્ટ ટાઈમ જોબ કરી રહેલ હતો. આમ તો આ યુવાન આફ્રિકામાં વધુ અભ્યાસ અર્થે આવેલ હતો પરંતુ કાયદાનુસાર અઠવાડિયાના વીસ કલાક કામ કરીને તે તેનો ખર્ચ કાઢી શકે તેવી સરકાર ની જોગવાઈ હતી જેને અનુલક્ષી આ યુવાન આ સોરૂમમાં કામ કરી રહ્યો હતો.
આ યુવાનની સાથે અન્ય ભારતીય તેમજ સ્થાનિક દેશના યુવાન યુવતીઓ પણ કામ કરતા હતાં. બપોરના લંચના સમય દરમિયાન બધા સ્ટાફના આ યુવાન-યુવતીઓ કેન્ટીનમાં સાથે બેસી લંચ કરતા હતાં. આ દરમિયાન એક દિવસ પ્રેમના વિષય ઉપર ચર્ચા ચાલી રહેલ હતી. ભારતના યુવાને રમૂજ કરાવવાના ઉદ્દેશથી જ પોતાના ખિસ્સામાંથી એક પત્ર કાઢી બતાવી કહ્યું, “ હું છેલ્લાં ઘણા વર્ષોથી આ પ્રેમ પત્રને મારા ખિસ્સામાં લઈને ફરું છું, પરંતુ હજુ સુધી તેને વાંચી શક્યો નથી. અને આ પ્રેમ પત્ર આપનાર યુવતી પણ ફરી મળી નથી.’’ આમ કહીએ પ્રેમપત્રને મિત્રોની વચ્ચે મૂકી દીધો. અને આશ્ચર્ય વચ્ચે એક આફ્રિકન યુવાન તે પત્ર કડકડાટ વાંચવા લાગ્યો. ભારતીય યુવાનને તેની નવાઈનો પાર ન રહ્યો. જે પત્ર વર્ષોથી પોતાના ખિસ્સામાં લઈને ફરી રહ્યો હતો તે પત્ર આજે આફ્રિકન યુવાને વાંચેલ હતો.
દિપક એમ. ચિટણીસ (ડીએમસી)
dchitnis3@gmail.com