પ્રેમ અને એની યાદમાં તરબોળ કોઈને પોતાના પ્રેમની યાદ અપાવતી કેટલીક રચનાઓ રજૂ કરું છું.આપ સૌ વાંચકોને પસંદ આવશે આવી આશા રાખું છું.
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
સ્મરણની દિનચર્યા
આંખ ઉઘડી ને ઊંઘમાંથી જાગી
આજની સવાર યાદો સાથે ઉગી.
ચાનો કપ મારા હોઠ સુધી લઈ લાવી
એટલી વારમાં અતીતમાં જઈ આવી.
એના હાથની એ કોફી કેવી મીઠી હતી
એ પીવડાવતો ને હું પ્રેમથી પીતી હતી.
યાદ કરીને એને મન જરા ખિન્ન થયુ
મારા સપનાંનું શહેર છિન્નભિન્ન થયું.
જીવ પરોવાયો હવે ઘરના કામકાજમાં
ભૂતકાળમાંથી ફરી આવી હું આજ માં.
થયા બારના ટકોરા જમવાનો વખત થયો
એની યાદો નો પહેરો વધારે સખત થયો.
કેટલા પ્રેમથી મોં મા મારા કોળિયો મુકાતો
હું એને જમાડુ જ્યારે ત્યારે કેવો હરખાતો.
નજર કરી ઘડિયાળ તરફ જોઉં તો બે વાગી ગયા
સપના મારા અતીતના એક વાર ફરી ભાંગી ગયા.
બપોર આખી સૂવામાં ગઈ
એના સપના જોવામાં ગઈ.
સાંજનો સૂરજ જેમ ઢળતો ગયો
એમ યાદોનો વિસ્તાર વધતો ગયો.
કેટલો સુંદર એ સમય હતો
અમારી વચ્ચે પ્રણય હતો.
પ્રેમને અમારા કોઈની નજર લાગી ગઈ
સદા સંગ રહેનાર ખુશીઓ આઘી થઈ.
એટલામાં ફોનની ઘંટડી વાગી
અચાનક હું તંદ્રામાંથી જાગી.
હવે એ સુંદર ક્ષણો ફરી મળશે નહીં.
વિતેલો સમય કદી પાછો ફરશે નહીં.
અતીતના સ્મરણોમાં આંખો ઝુરી રહી.
અંતમાં આમ મારી દિનચર્યા પૂરી થઈ.
- વેગડા અંજના એ.
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
જત જણાવવનું તને...
ભીતર વિરહની વેદના
ઉપર પોપચાંનું આવરણ છે
જત જણાવવાનું તને કે
તું નથી માત્ર તારું સ્મરણ છે.
આ દિલ સહેજ ઘવાયું છે
કોઈ બોજ નીચે દબાયું છે
દેજો કોઈ તો બે બે હાથ
હૃદય પર જુદાઈ નું ભારણ છે.
ના જીવું છું ના તો મરું છું
બસ લાશની જેમ ફરું છું
કોઈને ક્યાં સમજાયો છે એ
કે આ પ્રેમ ઝેર છે કે મારણ છે.
વાયદાઓ બધા તુટી ગયા
હાથમાંથી હાથ છૂટી ગયાં
કોઈને દોષ નહિ આપુ એનો
એતો નસીબ રૂઠવાનું કારણ છે.
ઘાવ બધાંય ભરાઈ જશે
ભાર સઘળો હળવો થશે
છોડી દે બધું એના પર ' અંજુ '
સમય જ બધાયનું નિવારણ છે.
- વેગડા અંજના એ.
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
અશ્રુઓ
તુજને નિહાળવા આતુર આ નજર
સામે હોવા છતાં તને નિહાળી શકી નહિ.
અફસોસ એ વાતનો પણ રહ્યો મને
સ્વપ્ન હતું એ કે હકીકત જાણી શકી નહીં.
એક માત્ર ભ્રમ હતો થઈ ખાતરી
તો પણ આ વ્યથિત મનને મનાવી શકી નહીં.
કર્યા લાખ પ્રયત્નો સઘળાં ફોક થયાં
કેમેય કરીને પણ હું એને સમજાવી શકી નહીં.
જરા પગરવ થાય ત્યાં ચાલ્યું જાય
ભટકતાં મારા મનને હું પાછું વાળી શકી નહીં.
જે ગયાં એને તો વિસરવા જ રહ્યા ' અંજુ '
બધું જાણવા છતાં અશ્રુઓ ખાળી શકી નહિ.
- વેગડા અંજના એ.
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*********************************************
વીસરી શકું નહીં
તુ ભુલી ગયો મને હું વીસરી શકું નહીં
હૃદયની આ લાગણીઓ સંઘરી શકું નહીં.
સમય સમયની વાતે બદલાયું છે ઘણું
તું ભલે ને પારકો થયો હું બદલી શકું નહીં.
અતીતના પન્ના પર એક નજર કરી તો જો
પ્રેમના એ કિસ્સા બધા હું ભૂલી શકું નહીં.
જતા જતા જરા આગ ચાપી ને તું જજે
તુજ હસ્ત ના એ પ્રેમ પત્રો હું ફાડી શકું નહીં.
સમજીને એક વ્યવહાર આપી જજે મને
તસવીર મારી તુજ પાસેથી માંગી શકું નહીં.
હોય ઘણા વિકલ્પો ચાહકોના એથી શું?
તારી સિવાય કોઈને પણ હું ચાહી શકું નહીં.
- Vegda Anjana A.
Bhavngar
*********************************************💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
ઉપરોક્ત રચનાં વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.
સહકારની અપેક્ષાસહ
વેગડા અંજના એ.