Jean - the deal of love - 1 in Gujarati Love Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જીન - પ્રેમ નો સોદો - 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જીન - પ્રેમ નો સોદો - 1

નવા વર્ષેની શુભકામના.

મારી નવલકથા કર્તવ્ય - એક બલિદાન , એની હા કે ના? , જંતર મંતર ની સફળતા બાદ એક નવા અંદાજમાં એક પ્રેમકહાની લઈને આવ્યો છું, જે તમને ખૂબ ગમશે. આ કથામાં જીનનો બદલો અને અહિવ અમાયા ના પ્રેમ નો સોદો આગળ જતાં શું મોડ લેશે જાણવા માટે બન્યા રહો મારી સાથે... હું અંકિત ચૌધરી શિવ તમારા પ્રેમ અને સાથ નો હકદાર છું અને આ પ્રેમ આપવા બદલ આપનો આભાર...❤️

ભાગ્યે જ આ દુનિયામાં કોઈ એવું હશે જે જીન વિશે નઈ જાણતું હોય! જીન મિત્રો તમે ચાહો એટલી ઊંચાઈ સુધી તમને લઈ જઈ શકે છે, પણ એના બદલા માં એ સોદો કરે છે! પણ તમે જીન નો સોદો પૂરો ના કરો ત્યારે એ બદલો પણ લે છે. તો આવો એક નવા જ અંદાજ સાથે " જીન - પ્રેમ નો સોદો " જેમાં દર્દ અને બદલાથી ભરેલી જીન ની પ્રેમ કહાની જોઈએ , જ્યાં કશું જ કાલ્પનિક નથી.





" જીન - પ્રેમ નો સોદો "




આજથી 7000 વર્ષ પહેલા ની વાત છે જ્યારે અરબની એક જીલ ની અંદર એક કાળો જીન રહેતો હતો. આ જીન વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. એ સમયે બલરાજ ને અમીર બનવાની લાલસા જાગે છે ને એ અમીર બનવા માટે એક ખોટો રસ્તો પકડે છે. આ રસ્તો હતો જીન નો! કશુજ વિચાર્યા વગર એ જીન પાસે જવા માટે રવાના થઈ જાય છે.


બલરાજ જીલ ની નજીક પોહચી ને કાળા જીન ને બોલાવે છે. આખરે કાળો જીન આવી જાય છે, ને આ લાલસા માં અંધ બનેલો બલરાજ અમીર બનવાની માંગણી જીન પાસે કરી લે છે. પણ બદલામાં જીન બલરાજ પાસે કંઇક એવું માગી લે છે જેનાથી બલરાજ ના પગ નીચેથી જમીન ખસી જાય છે! પણ જીન એ એવું તો શું માગ્યું હતું બલરાજ પાસે? આખરે બલરાજ અમીર બનવાની લાલસા માં જીન સાથે સોદો કરી લે છે. આ સોદો બલરાજ ની આખી પેઢી બરબાદ કરી નાંખવાનો હતો! પણ બલરાજ ને પોતાની અમીરી આગળ એ સમયે કંઈપણ દેખાયું નઈ. જીન સાથે ના આ સોદાની વાતથી અજાણ હતો બલરાજ નો પરિવાર! પણ શું બલરાજ ની અમીર બનવાની લાલસા બરબાદ કરી દેશે 7000 વર્ષ પછી પણ તેના પરિવાર ની જિંદગી ? જીન નો છાયો હવે 7000 વર્ષ પછી અહિવ ની જિંદગી માં આવી રહ્યો હતો પેલો સોદો પૂરો કરવા માટે! શું થશે જીન કરી દેશે અહિવ ની જિંદગી બરબાદ? બની રહો પ્રેમ અને બદલાના સફરમાં.....



7000 વર્ષ પછી 1st January 2021........


રામભાઈ નો હસતો ખેલતો પરિવાર અમીરી ના જલ્સા માણી રહ્યો હતો. રામભાઈ પોતાની પત્ની લીલાબેન અને બે બાળકો અહિવ અને અવનિ સાથે રહેતો હતા, બહુ ખુશ હતો આખો પરિવાર કેમકે કોઈ બાજુથી એમને કમી નોહતી. અહિવ અને અવનિ ખૂબ જ લાડ કોડ થી મોટા થયા હતા, પણ હવે આ ખુશીયો ગ્રહણ લાગવાની આરે હતી. 7000 વર્ષ પહેલા બલરાજે કરેલા સોદાને પૂરો કરવા માટે હવે જીન આવી રહ્યો હતો. પરંતુ આ વાત થી અજાણ રામભાઈનો પરિવાર પોતાના લાડલા દીકરા અહિવ ના જન્મદિવસ ની ઉજવણી માટે તૈયારી કરી રહ્યો હતો, પણ આ જન્મદિવસ રામભાઈના પરિવાર માટે માતમ ઊભો કરવાનો હતો. બલરાજ નો કરેલો સોદો હવે અહિવ જિંદગી લૂંટાવીને જ પૂરો કરવો પડે તેમ હતો.


અહિવ ના જન્મ દિવસની ઉજવણી બસ શરૂ થવાની આરે જ હતી. તો બીજી તરફ રામ ની હવેલી તરફ કાળા વાદળો છવાઈ જવા માટે આગળ વધી રહ્યા હતા. એક તરફ કેક અહિવ તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ કાળો જીન! અહિવ ની નજીક કેક તો આવી ગઈ હતી ને કેક ઉપર લખ્યું હતું " Happy 21st birthday Ahiv ". હા આ અહિવ નો 21 મો જન્મદિવસ હતો! આજે પૂરા ચંદ્ર ની રાતની સાથે સાથે ચંદ્રગ્રહણ પણ હતું, જેના લીધે જીન સર્વશક્તિમાન બની ગયો હતો. બલરાજ એ કરેલો સોદો હવે જીન 7000 વર્ષો પછી પૂરો કરશે! એવું બલરાજ એ દૂર દૂર સુધી વિચાર્યું પણ નોતું! જીન આજે સર્વશક્તિમાન હતો અને તેને 7000 વર્ષથી આ દિવસની રાહ જોઈ હતી.

રાત્રે -8:- વાગે

ઠીક આઠ વાગી ગયા હતા; ને કેક અહિવ ના આગળ જ હતી ! કેક ઉપર હવે મીણબત્તી જલાવવામાં આવી ને થોડી વાર પછી અહિવ એ મીણબત્તી ને ફૂંક મારી, પણ મીણબત્તી તો આજે બુઝવાનું નામ જ ન લઈ રહી હતી. અહિવ પોતાની અંદર રહેલી બધી જ તાકાત લગાવી દે છે અને મીણબત્તી બુઝાઈ જાય છે. જેવી જ મીણબત્તી બુઝાય છે કે તેમાંથી કાળા રંગનો ધુણો થવા લાગે છે જેના લીધે ત્યાં ઉભેલા દરેક લોકો ને ખાંસી આવવા લાગે છે. થોડા સમય પછી આ ધુણો ઓછો થઈ જાય છે અને આ બનાવને એક કલ્પના માની ને બધા લોકો ફરી અહિવનો જન્મદિવસ મનાવવામાં લાગી જાય છે. થોડા સમય પછી અહિવ કેક કાપી ને આખા પરિવાર ને એક પછી એક ખવડાવી. અહિવ નો પરિવાર આજે ખૂબ જ ખુશ હતો, પણ આ ખુશી હવે ખાલી 3 કલાક ની જ મહેમાન હતી! કેમકે ઠીક 12:01 મિનિટ એ ચંદ્ર ને સંપૂર્ણ ગ્રહણ લાગી જવાની તૈયારી માં હશે! જ્યારે જીન ની શક્તિ એક મિનિટ માટે નાશ પામશે, ન પછી તરત જ જીન સર્વશક્તિમાન બની જશે. ધીરે ધીરે જીન નામની મુસીબત અહિવ સુધી આવી રહી હતી ને એ વાત થી અજાણ અહિવ નો પરિવાર તેનો જન્મદિવસ ધૂમધામથી મનાવી રહ્યો હતો.

રાત્રે 11:30 નો સમય

બરાબર રાત ના 11:30 થઈ ગઈ હતા, ને ચંદ્રગ્રહણ પર હવે શરૂ થઈ ગયું હતું. બીજી તરફ અહિવ ને મહેમાનો ગિફ્ટ આપી નીકળી રહ્યા હતા. હવે રામભાઈ નો પરિવાર અને થોડા મહેમાનો હતા, જે સવારે રવાના થવાના હતા. 11:45 થઈ ચૂકી હતી ને રામની હવેલી ઉપર કાળા જીન ના કાળાં વાદળાં છવાઈ ગયાં હતાં. હવે જીન બઉ દૂર નોતો પણ આ વાત થી અજાણ રામભાઈનો પરિવાર દીકરાને લાડ લડાવવામાં લાગેલો હતો. દીકરો 21 વર્ષનો થયો એટલે રામ એ તેના જન્મદિવસ ઉપર મર્સિડીઝ કાર તેને ઉપહર માં આપી દીધી, અને પોતાની ડ્રીમ કાર જોઈને અહિવ ની ખુશી સાતમે આસમાન સુધી પોહચી ગઈ! પણ આ ખુશી હવે ક્યાર સુધી?

ઘડિયાળ માં હવે 12 ના ટકોરા પડવામાં 2 જ મિનિટ ની વાર હતી ! રામ ભાઈ નો પરિવાર પણ આજે ખૂબ જ થાકી ગયો હતો. એટલે હવે એ મહેમાનો અને પોતાના પરિવાર સાથે સુવા માટે જાય છે. રામભાઈ અને તેમની પત્ની લીલાબેન પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ને તેમની નજર અચાનક જ પોતાના દીકરા અહિવ ઉપર પડે છે.

રાત્રે 12:00 વાગે

અહિવ આજે બહુ જ ખુશ હતો કેમકે તેને પોતાની ડ્રીમ કાર રામભાઈ એ ગિફ્ટ માં આપી દીધી હતી. પોતાના દીકરાને આટલો ખુશ જોઈ રામભાઈ અને લીલાબેન અહિવ ના રૂમ માં જાય છે કેમકે દરેક વખતની જેમ અહિવના જન્મદિવસ ઉપર રામભાઈ અને લીલાબેન દીકરા સાથે જ પોતાની રાત પ્રસાર કરવા માગતા હોય છે. ઘડિયાળ માં બરાબર હવે 12 ના ટકોરા પડી ગયા હતા, જીન પણ રામભાઈની હવેલી સુધી આવી ગયો હતો. આ વાત થી અજાણ રામભાઈ અને લીલાબેન દીકરા અહિવ ના માથા ઉપર હાથ ફેરવી રહ્યા હતા. ચંદગ્રહણ પણ હવે સંપૂર્ણ થવામાં બસ 10 સેકન્ડ બચ્યા હતા. રામભાઈ અને લીલાબેન પાસે તેમનો અહિવ પણ હવે 10 સેકન્ડ જ હતો .


જીન રામભાઈ ની હવેલી ની અંદર આવી ગયો હતો. હવે બસ 10-9-8-7-6-5-4 તેમ તેમ સેકન્ડ વીતતા જતા હતા, ને જીન હવે અહિવ ના રૂમ સુધી પોહચી ગયો હતો. 3-2 ને હવે 1 જ સેકન્ડ બચ્યો હતો ને જીન અહિવ પાસે પોહચી ગયો હતો. ધીરે ધીરે તે પોતાનો હાથ આગળ કરી રહ્યો હતો ને ચંદ્રગ્રહણ થઈ જાય છે, ને આખરે જીન હવે સર્વ શક્તિમાન બની ગયો હતો.

ક્રમશ.......



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *


આગળ શું થશે ? આજથી 7000 વર્ષ પહેલાં શું સોદો કર્યો હતો બલરાજ એ! જે આજે અહિવ નું આજ ખરાબ કરી રહ્યો છે ? આ બધા પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં......

whatsapp :- 9624265491