Aahvan - 46 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 46

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

આહવાન - 46

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૬

વિકાસને મનોમન શાંતિ થઈ પણ એ વિચારવા લાગ્યો કે આ લોકોએ કાજલભાભી સાથે જો કંઈ કર્યું નથી તો એવું શું બતાવી રહ્યાં છે કે એમની સાથે કંઈ બન્યું છે ??

કદાચ કાજલ સાથે કંઈ બન્યું હોત તો પણ એનો પરિવાર એને છોડી દે એવું તો શક્ય જ નથી. છતાં એ મયુરનાં મનમાં તો એક હજું પણ આશા છે કે કાજલ હવે એની જ બની જશે હંમેશાં માટે...

થોડીવારમાં કાજલ ભાનમાં આવી. એણે સામે વિશાખા અને અંજલિને જોયાં. એ આજુબાજુ જોવાં લાગી કે એ ક્યાં છે. એને એ થયું કે એ હજું અહીં જ છે મયુર અને મિસ્ટર અરોરાની નજરકેદ હેઠળ...પણ વિશાખા અને અંજલિને જોઈને એને એ થઈ ગયું કે એનો પરિવાર હવે એની અને મિકિનની સાથે છે. આંખોમાં આંસું સાથે એમને ભેટી પડી. પછી તરત જ એણે પૂછ્યું, " મિકિન ક્યાં છે ?? એ ઠીક તો છે ને ?? એ તો અહીં મારી પાસે આવ્યો હતો મયુર મને અહીં લઈને આવ્યો હતો એટલે ને પછી...મને કંઈ જ ખબર નથી.."

અંજલિ : " એ ઠીક છે ભાભી તમે ચિંતા ન કરો."

મિસ્ટર અરોરા : " આ બધું શું છે ?? અમને અમારું કામ કરવાં દો...આ કંઈ તમારું ઘર છે ?? "

વિકાસ : " અમે તમારી બધી શરતો મંજૂર રાખી છે હવે તો ભાઈ અને ભાભીને અમને સોંપી દો...થોડી ઈન્સાનિયત તો રાખો."

આલોક : " તને આટલી બધી એમની પરવા છે તો તું એમની ખાતર જીવ પણ આપી શકે ને ?? "

વિકાસ : " જરૂર પડે તો એ માટે પણ અચકાઉં નહીં...."

મિસ્ટર અરોરા : " ચાલો બધાં બહાર પછી કંઈ નક્કી થશે... છેલ્લે તો મારો નિર્ણય જે હશે બધાંએ માનવો પડશે... અહીંથી આમ પણ કોઈ પુરાવો લઈ જવો શક્ય નથી કે જેથી તમે બહાર જઈને મારી વિરુદ્ધ ફરિયાદ કરી શકો... "

વિકાસ ધીમેથી અંજલિને કંઈ કહીને કંઈ પણ બોલ્યાં વિના બહાર નીકળી ગયો ને વિધિની નજીક આવીને ઉભો રહી ગયો.

કાજલ પરાણે ઉભો થવાનો પ્રયત્ન કરવાં લાગી. એ બોલી, " ખબર નહીં મારી સાથે શું થયું છે કંઈ સમજાતું નથી... મારાં કપડાં આમ કેમ અસ્તવ્યસ્ત છે અને આ બેડ પર હું આમ... ક્યાંક..?? " બોલતાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

એટલે અંજલિ બોલી, " ભાભી ચાલો કંઈ નથી થયું... કંઈ ચિંતા ન કરો. બધું સરખું કરી દઉં છું...હવે આપણે ઘરે જવાનું છે..."

થોડીવારમાં બધાં જ હોલમાં આવી ગયાં. કાજલ તો ત્યાં વ્હીલચેરમાં બેસેલા મિકિનને જોઈને ડઘાઈ ગઈ.

મયુર : "આ કાજલને હજું પણ તમે ઘરે લઈ જવાં તૈયાર છો ?? જે પોતાનાં પહેલાં પતિ જોડે રંગરેલીયા મનાવી રહી છે...એની સાથે તો આજે ન થવાનું બધું થઈ ચૂક્યું છે... શું મિકિન એને અપનાવશે ખરો ?? તમે પણ આવી સ્ત્રીને તમારાં ઘરની પુત્રવધુ તરીકે સ્વીકારશો ?? ઓ બાપ રે...કોઈ સમાજમાં ઈજ્જત જેવું પણ નહીં રહે...!! "

વિકાસને કંઈ ખબર ન હોય એમ બોલ્યો, " આવું શું કામ કર્યું તે ?? તારામાં જ એવી સાચવવાની ત્રેવડ હોય તો પોતાનાં મોંમાં આવેલો કોળીયો તે જાતે કરીને કાઢી ન દીધો હોત !! તને સંબંધ સાચવતાં ન આવડ્યો બાકી તો બધું તારું જ હતું ને ?? હવે તુટેલા સંબંધોને ફરી એમ જોડી શકાય નહીં..."

મયુર : " મારે તો ફક્ત એટલે એવું કરવું પડ્યું કે આવું કરું તો જ તમે એને અપનાવો નહીં તમારાં ઘરની વહું તરીકે, મિકિનની પત્ની તરીકે‌‌...એટલે કાજલ આપોઆપ મારી પાસે જ આવશે‌‌.‌..આખરે હું એનો પહેલો પતિ તો ખરો ને‌..?? "

કાજલ માંડમાંડ પોતાની જાતને સંભાળતાં બોલી, " મરી જઈશ પણ તારી જોડે તો ક્યારેય નહીં આવું..."

મયુર : " પણ જે થઈ ગયું એનું શું ?? "

વિકાસ : " બસ હવે નાટક બંધ કર તારું.‌..કંઈ પણ થયું હશે તો પણ કાજલભાભી અમારી સાથે અમારાં ઘરે જ આવશે એ ફાઈનલ છે...અને સમાજ, ઈજ્જત આ બધું તારાં મોંઢે સારું પણ નથી લાગતું...તને તો જાણે કેટલી પડી હોય...અમારા માટે તો ઘરની દીકરી હોય કે વહું બંને સમાન જ છે. એમનું સમ્માન અને સલામતી અમારી ફરજ છે. ચાલો ભાભી હવે ભાઈને લઈને નીકળીએ..."

મિસ્ટર અરોરા : " તમે કીધું ને અમે માની લઈએ...આ કંઈ રમત છે ?? અમે કેવી રીતે માની લઈએ કે તમે અમારી બધી શરતો સ્વીકારી છે. "

આલોક : " એને તો પહેલાં આપણાં લેટર પર સહી કરાવો...બીજી મિકિનની..."

વિકાસ : " લાવો લેટર... હું પહેલાં સહી કરીશ મને કંઈ વાંધો નથી..."

મિસ્ટર અરોરા : " આ આટલાં કોન્ફિડન્સથી વાત કરી રહ્યો છે તો કંઈ ગડબડ તો નથી ને ?? "

વિકાસ : " હું સહી કરવાં તૈયાર છું તો તમને શું વાંધો છે ?? "

એક લેટર આપ્યો જેમાં લખેલું છે કે વિકાસ પોતે રાજીખુશીથી એની ગવર્નમેન્ટ જોબમાંથી રિઝાઈન આપી રહ્યો છે એને કોઈ પણ પ્રકારનું દબાણ નથી.

અંજલિને વિશાખા બંને મનમાં થોડાં દુઃખી થઈ ગયાં. આજે આટલું સરસ કારકીર્દીમાં બધાં આગળ વધી ગયાં છે ને આવું પગલું ભરવાનું. આવું કેવી રીતે કરી શકે કોઈ ??

કાજલ : " વિકાસભાઈ પ્લીઝ અમારાં કારણે આવું કંઈ પણ પગલું ન ભરો...તમારી આખી જિંદગીની મહેનતનો , તમારા ભવિષ્યનો સવાલ છે..."

વિકાસ : " તમે ચિંતા ન કરો ભાભી...કુદરત બધું સારું કરશે..." ને વિકાસે એ લેટર પર સહી કરી દીધી.

વિધિ આ બધું જોઈ જ રહી...એ બોલી, " અંકલ આવું શું કામ કર્યું તમે ?? આ લોકોની ચાલમાં તમે કેમ આ ગયાં ?? આ લોકોમાં તો દયા જેવું કંઈ નથી. પરિવાર આવો પણ હોઈ શકે એ મેં આજે જોયું...મેં તો જે પરિવાર જોયો છે એમાં પૈસા, સ્ટેટ્સ અને બાળકો માટે તો એ એમનાં જેવાં જ બને એ માટે એમની દરેક ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવી...બાકી લાગણીઓ, માતાપિતાનો પરિવારનો પ્રેમ એવું કંઈ જોયું જ નથી. "

વિકાસ રીતસરનો રડી પડ્યો એ ફક્ત એટલું બોલ્યો, " મારાં માટે મારો પરિવાર સૌથી પહેલાં છે. નોકરી તો ડીગ્રીને આવડત છે હું ગમે તે રીતે કમાઈશ‌..પણ ભાઈભાભીનો જીવ હું નહીં બચાવી શકું તો આખી જિંદગી પસ્તાવું પડશે...એમને હું કદી પાછાં નહીં મેળવી શકું. એમણે અમારાં બધાં માટે જે કર્યું છે એની સામે આ કંઈ જ નથી બેટા..."

અંજલિ : " એ તો શું અમારાં પરિવારનાં નાના બાળકો જેમને પૂરી સમજ નથી એ પણ પરિવારમાં કોઈને કંઈ થાય તો ઊંચાનીચા થઈ જાય...!! "

કાજલ : " એ તો એકદમ સાચી વાત છે. મિકિનની સહી કેવી રીતે કરાવશો હવે ?? એની તો શું હાલત કરી છે તમે ?? "

મિસ્ટર અરોરા હસીને બોલ્યાં, " હું પાગલ થોડો છું...એને તો તારી ઈજ્જત બચાવવા માટે બ્લેકમેઇલ કરીને સહી કરાવી દીધી..." કહીને એણે એક ફાઈલ કાઢીને એ લેટર બતાવ્યો.

બધાં તો આ લોકોની નિષ્ઠુરતા અને ચાલાકીને જોઈ જ રહ્યાં.

પ્રશાંત હવે સ્મિત પાટિલની સહી તો હું એને બોલાવીને જ કરાવીશ...એ તો એટલો ભાવુક છે કે મારાં કંઈ પણ કહ્યાં વિના જ એ મિકિન અને વિકાસની સહી જોઈને જ એ સહી કરીને એનો પ્રોજેક્ટ સામેથી છોડી દેશે...કહીને એણે સ્મિતને ફોન લગાડ્યો.

ત્યાં જ તો એક રીંગ વાગતી સંભળાઈ. એ રીંગ સાંભળીને બધાં એકબીજાંની સામે જોવાં લાગ્યાં. એક શાંત ચિત્તે ઉભાં રહ્યાં છે વિશાખા અને વિકાસ...!!

મિસ્ટર અરોરા : " તમારાં કોની પાસે એક્સ્ટ્રા મોબાઈલ છે ?? મને છેતરી રહ્યાં છો ?? કહીને એને પોતાનાં ખિસ્સામાંથી બે બંદુક કાઢીને વિકાસ અને બેભાન અવસ્થામાં રહેલાં મિકિન સામે ધરી દીધી..."

ત્યાં જ બહારથી એ રીંગ વાગી રહી છે એ સાથે જ સ્મિત અંદર આવ્યો ને બોલ્યો, " પ્રશાંત તું મારી પાસે આવે એ મને યોગ્ય ન લાગ્યું એટલે હું જ આવી ગયો...!! "

મિસ્ટર અરોરા જોરજોરથી હસવા લાગ્યો...વાહ આજે તો એક પછી એક શિકાર મારી સામે આવી રહ્યાં છે. એણે એની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને કંઈ ધીમેથી કહ્યું એ સાથે જ એ બહાર ગયો.

સ્મિત : " પણ તને એમ હોય કે હું તમારાં કહ્યાં મુજબ કરીશ તો એ તમારી મોટી ભૂલ છે."

પ્રશાંત : " મને તો તમે તમારો નાનો ભાઈ માનો છો એવું કહેતાં હતાં ને ?? તો હવે નાનાં ભાઈની આટલી વાત નહિં માનો...અને જુઓ આ બે કાગળ..." કહીને એણે વિકાસ અને મિકિનની લેટર પર સહીઓ કરેલી બતાવી.

એ લેટર જોઈને સ્મિત એક હાસ્ય સાથે બોલ્યો, " સોરી હું સહી નહીં કરું... બીજાં માટે થઈને હું મારું સ્વપ્ન અધૂરું શું કામ છોડી દઉં..?? તમારે આ લોકોને જે કરવું હોય તે કરી શકો છો... હું પણ મારાં પરિવારનો તમારાં જેવો એક ગદ્દાર દીકરો છું..."

એ સાથે જ આખાં હોલમાં સન્નાટો છવાઈ ગયો...!!

સાચે જ સ્મિત અંત સમયે પરિવારનો સાથ છોડી દેશે ?? સ્મિત આવું કરશે તો વિકાસ અને એનાં પરિવારનું શું થશે ?? ફરી ભાગ્યેશભાઈનો હસતો રમતો પરિવાર એક થશે ખરાં ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....