Astitva - 15 in Gujarati Fiction Stories by Aksha books and stories PDF | અસ્તિત્વ - 15

The Author
Featured Books
Categories
Share

અસ્તિત્વ - 15

આગળના અંકમાં આપણે જોયું કે મયંક એ રોમેન્સની શરૂઆત કરી હતી...

હવે આગળ.....,
અવની મયંકની પીઠ પર હાથ ફેરવતી હતી ત્યાં જ અવની બોલી કે બસ માયુ હવે રિલેક્સ થઈ ગયા હોય તો મુવી જોઈએ....

મયંક : હા કોઈ સારી રોમેંટિક કે પછી એકશન મુવી લગાવ.

અવની : ના મુવી તો મેં નક્કી કર્યું છે એ જ જોઇસ..

મયંક : મહેરબાની કરીને કોઈ રોતલુ મુવી ના રાખતી.....

અવની : અરે તમે શુ માયુ ચિંતા કરો છો.. હું છું ને...

મયંક : એટલે જ તો ચિંતા છે ( હસતા હસતા કહે છે)

અવની : શુ બોલ્યા? હું છું એટલે ચિંતા છે એમ...( મુવી ચાલુ કરતા કરતા સોફા પર જ મોઢું ફુલાવીને બેસી ગઈ )

મયંક : ઓહ નારાજ થઈ ગઈ...

અવની : હાશ તો વળી..

મયંક અવનીની બાજુમાં આવી એનો હાથ પકડીને કહે છે કે આ હાથ હવે જિંદગીભર નથી છોડવાનો... એમ કહી અવનીના ખભા પર માથું મૂકી દે છે...
ત્યાંજ અવની , અરે મયંક તમને બસ ચોવીસ કલાક રોમેન્સ જ સુજે છે,,, મયંક વળતા જવાબમાં કહે છે કે જેની લાઈફ પાર્ટનર આટલી બ્યુટીફૂલ હોય એ શું કરે તું જ બોલ.... ?

અવની : કાંઈ નો કરે....હવે તમે જરા દૂર થશો તો મુવી ચાલુ કરું...

મયંક : હા.....
અવની મુવી ઓન કર્યું ત્યાં જ મયંકની આંખો ફાટી ગઈ.... અને બોલવા લાગ્યો આ શું છે અવુ ???

અવની : મુવી....

મયંક : એ તો મને ખબર છે ડોબી પણ આમ હોય.

અવની : શુ ખરાબ છે મને કહેશો???

મયંક : નાઈટ છે સારું વાતાવરણ છે તો કંઈક રોમેન્ટિક મુવી હોય... આ ભૂતિયા મુવી "" વિરાના"" નહીં...

અવની : મને બહુ ગમે ભૂતિયા પિક્ચર...

મયંક : તને ગમે મને નહિ....

અવની : નો ગમે તો બેસો શાંતિથી. બોલ બોલ કર્યા વગર....

મયંક : ગજબની છોકરી છો તું યાર...

અવની : એમાં શું ગજબ જરા કહો મને....

મયંક : માણસોની ગર્લફ્રેંડ જો, જરા કેવી રોમેંટિક હોય. કંઈ તારી જેમ બોયફ્રેન્ડ ને ઘરે બોલાવી આ ભૂતનું પિકચર નો બતાવે ...

અવની : હું એવી જ છું તો... ?

મયંક : તો કંઈ નહીં , છોકરીઓ ભૂતના પિક્ચર જોઈ ડરે અને બોયફ્રેન્ડ ને ચીપકી જાય રોવેને એવું કરે.... પણ તું ભૂતના પિક્ચર જોઈ ભૂતની જેમ હસે છે... હદ છે.....

અવની : યાર માયુ તમને ખબર છે કે મને એવી ચાપ્લુસી નહિ ફાવતી.

મયંક : હે રામ.., તારા નખરા તો હું જ સહન કરું બીજાની તાકાત નહીં...

અવની : એટલે જ મારા ફેવરિટ છો તમે...

મયંક : હવે તું યાર ખોટા મસ્કા ના મારીસ... ( મોઢું ચડાવી બેસી ગયો)

અવની : માયુ...લવ યુ...

મયંક : આ તારી સારી ટ્રિક છે મારી વિકનેસ પર જ વાર કરે છે તું.... હોંશિયારી...
હું ગમે એવો ગુસ્સામાં હોય પણ માયુ બોલ એટલે મારુ પૂરું...... પણ તું જેવી છો એવી બેસ્ટ છો ...

અવની : સારું હવે મુવીમાં ધ્યાન આપીએ....
મયંક અને અવની નાસ્તો કરતા કરતા બહુ મસ્તી કરે છે સાથે થોડો રોમેન્સ પણ......
મયંક સોફાના ટેકે સૂતો હતો, ત્યાં જ અવની આવી મયંકની છાતી પર માથું રાખીને સુતી સુતી મુવી જોઈ રહી હતી ..., મયંક પણ અવનીને બે હાથ વડે પકડી રાખી હતી અને એના કપાળ પર ચુંબન આપતો હતો....
અવની મુવી જોતા કયારે મયંક પર જ સૂઈ ગઈ એ ખબર જ ના રહી.... ત્યાં જ મયંકના મોબાઇલમાં ફોન આવે છે ,, અવની થોડી જાગીને જોયું ત્યાં જ મયંક એ મોઢું હલાવી ના પાડી અને પાછી સુવાડી દીધી....
મયંક અવનીની પીઠ પર હૂંફ ભર્યો હાથ ફેરવી રહ્યો હતો...... અવનીને સુતેલી જોઈ મયંક પણ ઘરે નથી જતો અને મોબાઈલમાં 4:30 વાગ્યાનું એલાર્મ મૂકી અવની સાથે જ સુઈ રહે છે સોફા પર એક જ બ્લૅકેટમાં..
પણ, આ તો અવની જે દિવસે શાંતિથી એક જગ્યાએ બેસે નહીં એ રાત્રે શાંતિ રાખે?? ઘડીક આમ પડખા ફેરવે , કોઈક વાર પાટું પણ મારી દેતી મયંકને.....
મયંક પણ જબરો અવનીને એકદમ ટાઈટ હાથ અને પગ વડે પકડી લીધી અને મનમાં બોલ્યો કે હવે જોવું કેમ તું હલે છે.... માય યુનિક ગર્લ.... એમ કહી એના માથા પર એક કિસ આપી પછી સુઈ ગયો....
સવારે 4:30 વાગ્યા એટલે એલાર્મ વાગ્યું, મયંક જાગી ગયો અને અવનીને જગાડતો હતો...

મયંક : અવુ જાગ....

અવની : હમમ સુવા ડો ઘડીક....

મયંક : 4:30 વાગ્યા થોડું અંધારું છે તો હું ઘરે જતો રહું.... તું જાગ ચાલ...

અવની મયંક પર થી ઉભી થતી જ હતી ત્યાં મયંક એ પાછી ખેંચી લીધી ..., અને અવનીના હોઠને ચૂમી લીધા...., હવે જવા દો મને જરા અવની હળવેકથી બોલી...,

મયંક કહેવા લાગ્યો આમ બહુ બોલ બોલ કરે છે પણ આ બાબત માં એકદમ મૌન બની રહે.... અવની કાંઈ જવાબ નથી આપતી.....ત્યાં મયંક કહે છે કે હું જાવ છું ઘરે એમ કહી અવની ને ઉંચકીને દરવાજા સુધી લઈ આવે છે પછી આંખોથી ઈશારો કર્યો કે સ્ટોપર ખોલી દે...,
અવની સ્ટોપર ખોલી ત્યાંર પછી મયંકએ અવનીને નીચે ઉતારી અને કપાળ તથા ગળામાં કિસ આપી જતો હતો,,, ત્યાં જ અવની બોલી કે પહોંચી મેસેજ કરી દેજો....
મયંક અવનીને કહે છે કે સારું.........
મયંકના ગયા પછી અવની ફ્રેશ થઈ, થોડો પોતાનો બેડરૂમ સાફ કર્યો , નાસ્તો કરી મયંકના મેસેજ નો વેઇટ કર્યો......ત્યાંજ નોટિફિકેશન બેલ વાગી...

મયંક : બીટ્ટુ

અવની : બોલો ને...

મયંક : ફ્રેશ થઈ ગઈ? નાસ્તો કરી લીધો??

અવની : હા અને તમે ?

મયંક : હા.... થેન્ક યુ લવ

અવની : શા માટે થેન્ક યુ..?

મયંક : કાલ રાતની દરેક પળ માટે... જે જીવનના અંતિમ શ્વાસ સુધી યાદ રહેશે...

અવની : સારું.... આજે તો ઘરે કોઈ છે નહીં તો ફોનમાં જ વાતો કરીએ....પણ એક પ્રોબ્લેમ છે...

મયંક : શું ?

અવની : બેલેન્સ પુરી થશે તો હવે સાચું મમ્મી પપ્પા બંને ને જવાબ આપવો પડશે અને ફોન વેટીંગમાં આવશે તો પણ....

મયંક : હા... પણ તું ટેન્શન ના લઈશ.... ઘરે લેન્ડ લાઇન ફોન તો છે ને??

અવની : હા..

મયંક : એમા કોઈના ફોન આવે છે ??

અવની: ના હવે બધા પાસે મોબાઇલે છે તો લેન્ડ લાઇન પર કોઈ નથી કરતું....

મયંક : તો પ્રોબ્લેમ પૂરો...

અવની : કંઈ રીતે?

મયંક : આપણે એમાં વાતો કરશુ એ પણ 24 કલાક એક સરખી જો કોઈ આવે કે કામ આવે તો જ ફોન સાઈડમાં મુકવાનો બાકી ચાલુ જ રાખવાનો.... જોઈએ 24 કલાકમાં કોણ થાકે છે એ શરત ઓકે ને?

અવની : ડન....
( હવે આ લેન્ડ લાઇન ફોન આગળ શું ફન લઈ આવે છે એ જરૂરથી વાંચજો)....➡️ક્રમશ.....