ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-42
નીલાંગી શ્રોફ સર સાથે ચર્ચા કરીને ખુશ થતી ચેમ્બરની બહાર નીકળી ગઇ. પછી એ અને વિશ્વનાથ બન્ને ઓફીસની કારમાં આમોલની ઓફીસ જવા નીકળી ગયાં. નીલાંગી મનમાં ખુશ થઇ રહેલી કે સર અમોલ સરને ફોન
કરી દેશે. પછી તરતજ નીલાંગનો વિચાર આવી ગયો નીલાંગને કેવી રીતે કહેવું કે અમોલનીજ ઓફીસ એ જોઇન્ટ કરી રહી છે...પછી મનમાં ડર સાથે એવો જવાબ આવ્યો કે હમણાં કહીશજ નહીં કે હું જોઇન્ટ કરુ છું પણ એમનાં પ્રોજેક્ટ માટે મારે અમોલ સરની ઓફીસ જવાનું થાય છે. યોગ્ય સમયે કહી દઇશ. નહીંતર મને નીલાંગ જોઈન્ટ કરવાજ નહી દે.. મારે પૈસા કમાવવા છે મારે રોબ મારવો છે કે કેવી જોબ કરું છું મને પણ સંતોષ થવો જોઇએ મારે નવું ઘર કરવુ છે આઇ બાબાને ખુશ જોવા છે. પછી એનેજ બીજો વિચાર આવ્યો. હું નીલાંગ સાથે યોગ્ય કરી રહી છું ?
બધાં વિચાર ફગાવી એ નવી જોબ જોઇન્ટ કરવા જાણે મક્કમ નીર્ણય લઇ લીધો. એનાં એ વિચારો આવ્યા અને પોતાની જાતને મનાવી લીધી મારે કામ કરવું છે બધાંજ કરે છે મારે ક્યાં કોઇ પર્સનલ મેટર સાથે લેવા દેવા છે ? એમ ડરી ડરીને કામ થોડું કરાય ? હું મારી જાત સાચવી જાણુ છું નીલાંગને પહેલેથીજ મારાં માટે ચિંતા રહે છે એ ખૂબ પઝેસીવ છે મારાં માટે એવું થોડું ચાલે ? આતો ર1 મી સદી છે એમ ડરે કે પઝેસીવ રહીને કામ ના થાય. એમ એનાં મનને મનાવી રહી અને એનાં નિર્ણયને સાચો ઠરાવી દીધો.
*************
સત્યાનાં ફોનમાં નીલાંગી અને વિશ્વનાથ કેચ થઇ ગયાં એણે તરતજ એ ફોટાં નીલાંગને મોકલી દીધાં અને મેસેજ લખ્યો આ લોકો એમની ઓફિસની કારમાં ક્યાંક જવા નીકળ્યાં છે ફોટા પરથી તમે ઓળખ કેહજો હું નથી ઓળખતો. હજી ફોટાં અને મેસેજ પહોચ્યા અને નીલાંગની રીંગ આવી "સત્યાં આ લોકો કેટલા વાગે નીકળ્યાં ? ક્યાં ગયા એ તને નહીં ખબર હોય પણ આ તો નીલાંગી છે એ કેમ ફરીથી બહાર નીકળી ?
સત્યાએ કહ્યું "સર કોણ નીલાંગી ? એ મેમ તો કાલે પણ આ કારમાં આજ સમયે ગયાં હતાં. ફોનની બેટરી નહોતી એટલે ફોટો નહોતો લેવાયો.
સત્યાએ પ્રશ્ન કર્યો એટલે નીલાંગે કહ્યું "કંઇ નહીં તું વોચ રાખ બીજી આગળ અને આ લોકો ક્યારે પાછા આવે છે એનું ધ્યાન રાખજે મને તરતજ જણાવજે. એમ કહીને ફોન કાપ્યો પણ પોતે વિચારમાં પડી ગયો. નીલાંગી રોજ કારમાં બીજા માણસ સાથે ક્યાં જાય છે ? અને નીલાંગી મને કંઇ કહેતી પણ નથી ? આજે સાંજે વાત હું પૂછી લઇશ અને પછી ઓફીસમાંથી નીકળી બાઇકને કીક મારી ખાસ કામે નીકળ્યો.
***********
નીલાંગી ઓફીસ પહોચી તલ્લિકા મેમ સાથે નવા પ્રોજેક્ટ અંગે આગળ સમજી રહેલી અને જોસેફ એને બોલાવવા આવ્યો અને કહ્યું "મેડમ સર આપને બોલાવે છે. ત્યારે તલ્લિકામેમને આશ્ચર્ય થયુ આ અમોલ આને કેમ રોજ બોલાવે છે ? કંઇ નહીં એ પાછી આવે એટલે પૂછીશ.
નીલાંગી અમોલની ચેમ્બરમાં ગઇ અને અમોલ કોઇ ફાઇલ જોય રહેલો. નીલાંગીએ.. મે આઇ કમીંગ સર ? એવું પુછ્યું સાથે જ અમોલ બોલ્યો "પ્લીઝ કમ નીલાંગી અને પછી ગંભીર ચહેરો રાખી બોલ્યો નીલાંગી શ્રોફ સરનો મારાં પર ફોન હતો એમણે તને મારી નવી ઓફીસમાં રાખવા ભલામણ કરી છે. આર યુ સીરીયસ ? તને ફાવશે ને ?
નીલાંગીએ હોંશથી કહ્યું "યસ સર ફાવશે શ્રોફ સરે કહ્યું મને કે હું વાત કરીશ તું ત્યાં જોઇન્ટ કરે તો મને વાંધો નથી પણ વિશ્વાસ અને ખંતથી કામ કરજે.
અમોલે ક્હ્યું "નીલાંગી મને વાંધો નથી શ્રોફસરે ભલામણ કરી છે એટલે તું કામ માટે યોગ્યજ હોઇશ પણ મારી પર્સનલ સેક્રેટરી તરીકે કામ સંભાળવાનું રહેશે સાથે પ્રોજેક્ટ જોવાનો. એણે પર્સનલ શબ્દ પર ભાર મૂકેલો એ નીલાંગીનાં ધ્યાનમાં ના આવ્યું એ ઉત્સાહમાંજ હતી.
નીલાંગીએ ક્હ્યું "તમને કોઇ કમ્પ્લેઇન નહી રહે મારી હું વિશ્વાસ અને ખંતતી બધુજ કામ સંભાળીશ સર.
અમોલે ક્હ્યું "તારો સેલેરી તારાં કામ અને વિશ્વાસ પ્રમાણે મળશે. પુરુવાર તારે કરવાનું રહેશે. માણસો તો ઘણાં મળે છે ભલામણો પણ ઘણી આવે છે પણ પર્સનલ સેક્રેટરી તરીકે બધાં યોગ્ય નથી હોતાં. અને ત્યાંજ અમોલનાં મોબાઇલ પર રીંગ આવી એણે ધ્યાનતી ફોન સાંભળ્યો અને પછી બોલ્યો... હમણાં પછી તમને જવાબ આપુ છું એક કેન્ડીડેટ સાથે વાત ચાલુ છે પછી નક્કી કરીને જણાવું એમ કહીને ફોન મૂક્યો.
અમોલે નીલાંગીની સામે જોઇને ક્હ્યું "કિર્લોસ્કરનાં મેનેજરનો ફોન હતો એ પણ કોઇ અનુભવી અને ખુબ સુંદર યુવતી માટે ભલામણ કરી રહેલો મારી પર્સનલ સેક્રેટરી તરીકે પણ મેં કહ્યું પછી જવાબ આપુ છું.
મેં સુંદર અને અનુભવી એટલાં માટે ક્હ્યું કે પર્સનલ સેક્રેટરી તરીકે કોન્ફરન્સ, હોટલ્સ, વિદેશ પ્રવાસ બધું કરવું પડે તને કોઇ સંકોચ કે પ્રોબ્લેમ હોય તો અત્યારેજ સ્પષ્ટતા કરી લે જે કારણ કે પાર્ટીમાં ને બધે જવાનું થાય. ભલે રોજ નથી જવાનું હોતું પણ VIP પાર્ટી એટેન્ડ કરવી પડે ત્યારે તું સમય સીમા કે બીજા કારણ બતાવે એ નહીં પરવડે એટલે તું શાંતિથી વિચાર કરી જવાબ આપજે કોઇ ઉતાવળ નથી મારે યોગ્ય વ્યક્તિત્વ જોઇએ છે જે મને અનૂકૂળ હોય કારણ કે અમારાં કામમાં આ બધી વસ્તુઓ પ્રાયોરીટી ગણાય છે.
તું બધીજ રીતે મને યોગ્યજ લાગે છે અને સેલેરી અને બીજા પર્કસ પણ ખૂબજ એટ્રેક્ટીવ અને હેન્ડસમ હશે એની ચિંતા નથી પણ એકવાર વિચાર કરીને જણાવ હમણાં તું જઇ શકે છે જતાં પહેલાં જવાબ આપી દેજે જેથી હું ફાઇનલ કરી શકું ઓકે ?
નીલાંગી બધુ સાંભળીને વિચારમાં પડી ગઇ હતી એણે કહ્યું ઓકે સર.. એમ કહી ચેમ્બરની બહાર નીકળી ગઇ.
તલ્લિકા મેમે પૂછ્યું "અમોલ શું કહે છે ? તને કેમ રોજ બોલાવે છે ? કેટલું શીખી એવું પૂછે છે ? કેટલા દિવસ તું આવવાની હજી ? કારણ કે બે દિવસ પછી હું લીવ પર જઇશ.
નીલાંગીએ કહ્યું "મેમ નવી ઓફીસ જોઇન્ટ કરવા અંગે સમજાવી રહેલાં.. શ્રોફ સરે મારી ભલામણ કરી છે.
તલ્લિકા નીલાંગીની સામેજ જોઇ રહી નીલાંગીને માથાથી પગ સુધી નીરખીને બોલ્યાં "આમ તો તું યોગ્યજ છે બસ તારે છૂટછાટ રાખવી પડશે તો વાંધો નહીં આવે... આ અમોલ છે શ્રોફ નહીં....
તલ્લિકા મેમે કહ્યું નીલાંગી સાંભળીને વિચારમાં પડી ગઇ છૂટછાટ શબ્દ એને ખૂંચ્યો. થોડીવાર ચૂપ રહી પછી બોલી મેમ... નવી ઓફીસમાં સેલેરી એટ્રેક્ટીવ છે કામ સારું છે હું વિશ્વાસુ અને અનુભવી છું પણ તમારો છૂટછાટ શબ્દ નથી સમજાયો. મેમ હું શું નિર્ણય લઊં એજ વિચારુ છું. શ્રોફ સર ભલામણ કરે એટલે સારું હોય તોજ કરેને ?
તલ્લિકાએ કહ્યું બધુ સારુજ હોય છે શરૂઆતમાં તો ઘણુ સારુ સ્વર્ગ લાગશે અને છૂટછાટ શબ્દ મારો સ્પષ્ટ છે અત્યારની છોકરીઓને સમજાવવાનો ના હોય એમ કહીને ચૂપ થઇ ગયાં.
નીલાંગી વિચારોમાં પડી ગઇ.... મને અભિપ્રાય સ્પષ્ટ મળી ગયો. છૂટછાટ શું લેશે ? હું ક્યાં એવી છોકરી છું કે... હું કામથી કામ રાખીશ ભલે સરે કહ્યું એમ પાર્ટીમાં જવું પડશે.. પણ નીલાંગ ? એને શું જવાબ આપવો ? સરે તો ત્યાં સુધી કહ્યું સમય સીમા નહીં હોય ટુરમાં જવુ પડે.. ના.. ના.. હું નહીં કરી શકું નીલાંગ મને મારીજ નાંખશે હું સાંજે જતાં નાજ પાડી દઇશ મારાથી નહીં થાય શ્રોફસરને ત્યાંજ યોગ્ય છું એવો નિર્ણય લઇ લીધો.
**************
નીલાંગ પોલીસ કમીશ્નરની ઓફીસે પહોચ્યો અને ત્યાં તુકારામ પરાંજ્પેને મળવા પૂછપરછ કરી અને અનેક રૂમ વટાવ્ય પછી પટાવાળાએ કહ્યું તુકારામ તાઉ હમણાં જ ચા પીવા ગયા બહાર ત્યાંજ હશે.
નીલાંગ બહાર જઇને ચા ના સ્ટોર પર ગયો ત્યાં વરદીમાં એક કોન્સ્ટેબલ જેવો ચા પીતો હતો. નીલાંગ એમની પાસે જઇને બોલ્યો પરાંજયે સર ?
તુકારામ નીલાંગને જોઇને આશ્ચર્ય થયુ ને કહ્યુ હાં મી તુકારામ બોલ શુ કામ છે ? નીલાંગે એમને નજીક જઇને કાનમાં કંઇ કહ્યુ. તુકારામે આજુબાજુ નજર કરીને કહ્યુ. અહીં નહી ચાલ બહાર રોડસાઇડ બંન્ને એ તરફ નીકળ્યાં.
***********
નીલાંગી ઓફીસ પુરી થયે અમોલની ચેમ્બરમાં પ્રવેશી અને અમોલને કહ્યુ કે....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-43