Khalipo - 13 in Gujarati Love Stories by Ankit Sadariya books and stories PDF | ખાલીપો - 13

Featured Books
Categories
Share

ખાલીપો - 13

તે દિવસે દીપકને મળ્યા પછી હું મારા લગ્નની તૈયારીઓમાં ખોવાય ગઈ. દીપકને મળ્યા પછી દિલ એકદમ હળવું લાગતું હતું. એ હજુ મને કેટલી સમજે છે ! મને સૌથી મોટો ડર હતો મારા ભાવિ પતિદેવને આ બધું કેમ જણાવીશ?
જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો હતો એમ એમ મારી આ ઉપાધિ વધતી જતી હતી. લગ્ન પછી જો એમને ખબર પડશે તો એક ભૂલના લીધે મારી આખી જીંદગી બગડી જશે એટલે આ વાત મારે લગ્ન પહેલા ક્લિયર કરવી જરૂરી હતી.
સગાઈ અને લગ્નના વચ્ચેના ગાળામાં અમે ક્યારેક ક્યારેક ફોનમાં વાત કરતા હતા. હું બસમાં બેસીને બાજુના નાનકડા શહેરના ટેલિફોન બુથ પર જતી અને અમને ક્યારેક ફોન કરતી. ફોનની વાતો ઘણી ઔપચારિક રહેતી. શુ જમ્યું, તબિયત સારી છે ને, બા બાપુજી અને ભાઈ બહેન શું કરે, લગ્ન પછી ક્યાં ફરવા જશું વગેરે વગેરે. મારે આમ પણ આ વાત ફોનમાં કહેવી ના હતી. જ્યારે તમે કોઈ સાથે સામસામે વાત કરો છો ત્યારે તમે એમના મોઢાના ભાવ જોઈ શકો છો, આંખો વાંચી શકો છો, શરીરની ભાતનું નિરીક્ષણ કરી શકો છો, જે તમને ફોનમાં ખબર પડતી નથી.
આ વખતે ફોનમાં મેં કહી જ દીધું ઘણો સમય થઈ ગયો સાથે ચાઈ નથી પીધી, આવોને મળવા. રવિવારે એમના રજાના દિવસે પાસેના શહેરમાં જ મળવાનું નક્કી થયું.
અમે રૂબરૂમાં બીજી કે ત્રીજી વખત જ મળી રહ્યા હતા. મને કયો ડ્રેસ પહેરવો કે જીન્સ અને કુર્તિ પહેરવી સમજાતું ના હતું. મમ્મીને વાત કરી તો એને સાથે નાની બહેન જાગૃતિને લઇ જવાની વાત કરી પરંતુ મારે જે વાત કરવી હતી એ માટે એકલા જ મળવું હતું. મેં દર્શનને પણ ફોનમાં એકલા જ મળવાનું કહ્યું હતું.
સવારના 8 વાગી ગયા હતા અને હજુ હું નીકળી ના હતી. 8.30ની બસ પકડું તો 9.15એ શહેરના બસસ્ટેન્ડ પર પહોંચું અને ત્યાંથી દર્શન તેડી જાય એવું નક્કી થયેલું. માંડ માંડ હું બસ પર પહોંચી. બસમાં ક્યાંય જગ્યા નહોતી. ઉપરથી અમારા ગામના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ચડ્યા હતા તો બસ ફૂલ થઈ ગઈ. આ વિદ્યાર્થીઓ રોજ આ બસમાં અભ્યાસ કરતા જેથી 10 વાગે કોલેજ પહોંચી જાય. જો કે એમાંના અમુક મારા જેવડા જ હતા. એક મારી ક્લાસમેટ હતી જેની સાથે હોવી હું બોલતી ના હતી. મારા ક્લાસમાં બધાને એવું લાગતું હતું કે મારી અને દીપકની જ્ઞાતિ અલગ હોય એટલે મેં એને ના પાડેલી.
થોડી વખતમાં મને ત્યાં એક ભાઈએ જગ્યા આપી ત્યારે મારી વિચારધારા તૂટી. મે સીટ પર બેસીને વાળ સરખા કર્યા, લિપસ્ટિક કરી. ત્યાં જ બસસ્ટેન્ડ આવી ગયું. મેં ઉતારીને જોયું ત્યાં જ દર્શન બાઇક લઈને આવી ગયો. અમારા ગામના ઘણાઓની કીકીઓ અમારા પર ચોંટી હતી. હું એ બધાને અવગણીને દર્શનની પાછળ બેસી ગઈ. એ કઈ બોલ્યો નહિ અને બાઈક ચલાવ્યું.
આગળ જઈને બોલ્યો - કઈ બાજુ જવું છે?
મેં કહ્યું - જ્યાં તું લઈ જાય
એને પૂછ્યું - કાંઈ નાસ્તો કરવો છે?
મેં કીધું - આ ચાઇ અને બટર ટોસ્ટ
અહીં એક નાનકડી દુકાનના ચા અને બટર ટોસ્ટ બહુ પ્રખ્યાત હતા. મેં આમેય ઉતાવળમાં નાસ્તો કર્યો ના હતો. એ ત્યાં લાઇ ગયો. ઓર્ડર આપી અમે એક ટેબલ પર બેઠા. અમુક કોલીજીયન્સ સિવાય કોઈ ના હતું.
મેં જ વાત કરતા પૂછ્યું - હજુ સુધી કહ્યું નહિ કે કેવી લાગુ છું
એને આંખોમાં જોવાનો ડોળ કર્યા પછી બોલ્યો- તારી આંખોમાં ડૂબ્યા પછી ક્યાં કઈ દેખાય જ છે.
મેં હળવું શરમાઈ ને - જાવ ને...અને આ ગોગલ્સ કાઢો, મને તમારી આંખોમાં નથી દેખાતું કાઈ ..
ત્યાં નાસ્તો આવ્યો અને અમે એકબીજાને આગ્રહ કરી પરાણે ખાવાનું શરૂ કર્યું.

દર્શનને હજુ અધીરાઈ હતી કે એવી તે કઈ વાત છે જે રૂબરૂમાં કરવી પડે એમ છે અને એટલે એ થોડો કમ્ફર્ટેબલ નથી લાગતી અને મારા માટે સૌથી કાયમતનો દિવસ છે આ વાત ક્યારે કરવી, કેમ કરવી અને દર્શનને કેમ લાગશે!

આખરે તો એવું જ વિચારશે ને કે હું પહેલા બીજાની રહી ચુકી છું! દિપક વિશે શું જણાવીશ !

(ક્રમશઃ)