Sangath - 5 in Gujarati Fiction Stories by Minal Patel books and stories PDF | સંગાથ - 5

Featured Books
Categories
Share

સંગાથ - 5

સંગાથ



બીજા દિવસે સવારે બધા નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર ભેગા થાય છે. આજે ઘરનું વાતાવરણ બદલાયેલું લાગતું હતું. ગઈ રાતે જે વાત અખિલભાઈ અને નયનાબેન વચ્ચે થઈ એ વાત બંનેને અંદરથી હચમચાવી ગઈ હતી.

" આધ્યા ક્યાં છે?" અખિલભાઈ
( બધા સ્તબ્ધ થઈને અખિલભાઈ તરફ જોવા લાગ્યા)
" શું થયું તમે લોકો મને આમ‌ કેમ જોવો છો?" અખિલભાઈ

" આજે સૂર્ય પૂર્વમાંથી જ ઉગ્યો છે ને? " દાદા અનિરુદ્ધ
"હા ઉગ્યો તો પૂર્વમાંથી જ છે. કેમ ?" દાદા હરકિશન
" રોજ તો અનિરુદ્ધ પૂછતાં કે આધ્યા ક્યાં છે. પણ આજે અખિલ પૂછે છે તો ........
અખિલ બેટા, તારી તબિયત તો ઠીક છે ને? " દાદી મંજુલા

" હા , હું ઠીક છું, શું હું મારી દિકરી વિશે ના પૂછી શકું?" અખિલભાઈ

" પૂછી શકે , પણ આજ સુધી તે આલોક અને પ્રાચી વિશે જ પૂછ્યું તો મને લાગ્યું તારી તબિયત સારી નથી" દાદી મંજુલા

" આધ્યા બહાર ગઈ છે " સિદ્ધાર્થ
( બધા એની સામે જોવા લાગ્યા)
" તને કેવી રીતે ખબર?" આલોક
" અરે હું સવારે એક્સરસાઇઝ કરવા માટે ઉઠ્યો હતો ત્યારે એને મેં બહાર નીકળતા જોઈ હતી." સિદ્ધાર્થ

" તમને ખબર તો છે ને આજે પ્રેસ કોન્ફરન્સ છે તો બધા તૈયાર થઈને આવી જાવ . બધા સાથે જ ત્યાં જઈશું" દાદા અનિરુદ્ધ
" પણ પપ્પા , આધ્યા ?" નયનાબેન
" તમે ચિંતા ના કરો . એને સમયની કદર છે . એ આવી જશે." દાદા અનિરુદ્ધ


બધા તૈયાર થઈને પ્રેસ કોન્ફરન્સમાં પહોંચી ગયા. પ્રેસ કોન્ફરન્સમાં દાદા અનિરુદ્ધ અને દાદા હરકિશન એમની નવી કંપનીની જાહેરાત કરે છે. ત્યાં જ દાદા અનિરુદ્ધના મોબાઇલ પર એક મેસેજ આવે છે. એ વાંચતા જ એ એક નવી જાહેરાત કરે છે. આજ સુધી તમે ' પહેલ' નામની કંપનીના માલિકને નથી મળ્યા તો આજે એ તમારા સામે આવશે. ત્યાં જ આધ્યા અને એના બિઝનેસ પાર્ટનર્સ આવે છે.

" હેલ્લો એવરીવન, સોપ્રથમ તો હું તમારી માફી માગું છું મોડું આવવા બદલ. 'પહેલ' કંપની મારા દાદુની સમજણ, મારા અને મારા બધા ફ્રેન્ડસ ના મહેનતનું પરિણામ છે. જે હકીકતમાં તો દાદુની જ કંપની છે અને હવે અમે એ કંપનીને એનાં માલિકને સોંપી અમે આ જવાબદારીમાંથી મુક્ત થવા માંગીએ છીએ " આધ્યા

" મતલબ" અખિલભાઈ

" અમે એ કંપની દાદુને સોંપવા માંગીએ છીએ." આધ્યાના ફ્રેન્ડ


દાદા અનિરુદ્ધ કંપનીનાં નવા માલિક તરીકે અખિલભાઈની નિમણૂક કરે‌ છે. પ્રેસ કોન્ફરન્સ પૂરી કરીને બધા ઘરે પાછા આવ્યા. બધાં ઘરે આવીને પ્રેસ કોન્ફરન્સમાં જે વાત થઈ એની જ વાતો કરતા હતા. ત્યાં જ અખિલભાઈએ પાછા ઘરે જવાની વાત કરી.

" પપ્પા હવે મને લાગે છે કે અમારે ઘરે પાછા જવું જોઈએ. અહીં આવ્યાને ઘણા દિવસ પણ થઈ ગયા." અખિલભાઈ
" હા પપ્પા ,આલોક અને પ્રાચીની સ્ટડીમાં પણ નુકસાન થાય છે. " નયનાબેન
" હા , એમ પણ બધા કામ પૂરાં થઈ ગયાં છે." દાદા અનિરુદ્ધ
" તો ક્યારે નીકળવાનું વિચાર્યું છે?" દાદી મંજુલા
" પરમ દિવસે" અખિલભાઈ


સાંજે દાદા અનિરુદ્ધ ,દાદી મંજુલા અને દાદા હરકિશન ચા પીતા હતા.

" અનિરુદ્ધ , તને એમ નથી લાગતું કે હવે તારે અખિલ જોડે રહેવું જોઈએ? " દાદા હરકિશન
" હા , હું પણ એવું જ વિચારુ છું. " દાદા અનિરુદ્ધ
" આપણે આધ્યા અને સિદ્ધાર્થ ને નજીક પણ લાવવું છે." દાદી મંજુલા
" આધ્યા અને અખિલ વચ્ચેની દૂરી પણ મિટાવવાની છે. " દાદા અનિરુદ્ધ

અખિલભાઈ અને નયનાબેન વચ્ચે પણ ચચૉ ચાલતી હતી.
" નયના, હવે આપણે મમ્મી-પપ્પા અને આધ્યાને પણ સાથે લઈ જઈએ." અખિલભાઈ
" હું પણ આ જ વાત કરવાની હતી." નયનાબેન
" હું હમણાં જ વાત કરી આવું" અખિલભાઈ
" સમય તો જોવો, મોડું થઈ ગયું છે. સવારે વાત કરજો" નયનાબેન
" આપણે મોડું તો કરી જ નાખ્યું છે. થોડી હજી રાહ જોઈ લઈએ. " અખિલભાઈ


સિદ્ધાર્થ પાછાં જવાની વાત કરતા દુઃખી થઈ જાય છે. એને વિચાર આવે કે હવે આધ્યાને ક્યારે મળીશ.


ક્રમશઃ