વીતેલા વર્ષનું સરવૈયું:
"નિષેધ કોઈનો નહિ,વિદાય કોઈને નહીં,
હું શુદ્ધ આવકાર છું, હું સર્વ સમાસ છું."
કવિશ્રી રાજેન્દ્ર શુક્લની આ સુંદર પંક્તિ સાથે વિતેલા વર્ષને યાદ કરીએ.2020નુ વરસ, દર વર્ષની જેમ મધુર અને કડવી યાદો સાથે જશે. વિદાય લઈ રહેલા વર્ષ 2020 માં સમગ્ર દેશની એક ઝલક જોઈએ તો
વર્ષ ૨૦૨૦ના પ્રથમ બે મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનાથી સમગ્ર દેશને કોરોના મહામારીના વિકરાળ પંજાએ ભરડો લીધો.
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના નમસ્તે ટ્રમ્પ ની અમદાવાદમાં ભવ્ય રેલી એ સૌનું સૌથી વધુ આકર્ષણ જમાવ્યું હતું. મૂળ સભા પહેલા મોદી સાથે નો ટ્રમ્પ નો રોડ શો પણ ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા.
સમગ્ર વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં મક્કમ નેતા તરીકે આગેવાની લઇ, સફળ નેતા પુરવાર થયા. લોક ડાઉનમા જનતાકરફ્યુ, થાળીનાદ અને કોરોના વોરિયર્સની સન્માન આપવાની કરેલી અપીલને દેશે ઉમળકાભેર આવકાર અને સાથ આપ્યો. તેમની દૂરંદેશી ને કારણે વિશ્વમાં અમેરિકા બ્રિટન કરતાં વધુ વસતી ધરાવતા આપણા દેશમાં કોરોના કાબૂમાં રહ્યો અને દેશમાં જાતે રસી બનાવવાની સંસ્થાની જાતે મુલાકાત લઇ સંશોધકો અને વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી દેશ એક મજબૂત નેતાના હાથમાં છે એવી પ્રતીતિ કરાવી.
તો સૌથી મોંઘા પગલાં ગણાતા લોક ડાઉનલોડનો સરકારે ૨૪ માર્ચના મધરાતથી જ અમલ શરૂ કરાવ્યો પછી પહેલી જૂનથી દેશ તબક્કાવાર unlock થયો અને મહામારી મહદ અંશે કાબુમાં આવી. વર્ષના અંતે કોરોના માંથી સાજા થવાનો દર પણ ૯૫ ટકાએ પહોંચ્યો. જે તબીબી ક્ષેત્રે ભારત દેશની સિદ્ધિ છે. દેશમાં ૬૮ દિવસના lockdown પછી સુસ્ત બની ગયેલા અર્થતંત્રને ફરી ધબકતું કરવાના આશયથી વડાપ્ ૨૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું.જે સૌથી મોટું અને વધુ રાહત પેકેજ દેશવાસીઓની લાગ્યું.
દેશમાં આવી પડેલી આફત કોરોના અને તે દરમિયાન lockdown સમયમાં પાંચમી મેં ના લદાખ ની સરહદે ચીને હુમલો કર્યો તેના એલ એ સી પર ચીનની લશ્કરી ભારતીય જમીન પર કબજો જમાવવાની પેરવી કરી પણ જાંબાઝ ભારતીય લશ્કરી તેમની મારી હટાવ્યા ઞલવાન ખીણમાં ૨૦ ભારતીય લશ્કરી જવાન શહીદ થયા તો સામે તેનાથી બમણા 43 ચીની લશ્કરી જવાન અને અધિકારી માર્યા ગયા. આ પછી ભારતે લદાખ સરહદે મિસાઈલ સહિત નું શસ્ત્ર સરંજામ ખડકી,ચીનને આ વિસ્તારમાંથી ખસવાની ફરજ પાડી. ભારત ચીન વચ્ચે સર્જાયેલી તંગદિલી અને ૨૦ ભારતીય સૈનિક ની શહીદી પછી આકરા પગલાં રૂપે જૂન મહિનામાં ચીનની અનેક એપ્લિકેશનો પર પ્રતિબંધ મુકાતા દેશના યુવાનો એ એવી જ અનેક નવી એપ્લિકેશન શોધી,ટેકનોલોજી માં આગળ વધ્યા. ચીને આર્થિક નુકસાન થયું અને લદ્દાખથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા તૈયાર થયા. વડાપ્રધાનની અપીલ 'આત્મનિર્ભર ભારત 'તરફ સૌ એક ડગલું આગળ વધ્યા.
દેશની વાયુ સેનાની તાકાત વધારવા જરૂરી ૫ રાફેલ વિમાન 29 july 2020 ના દેશમાં આવી પહોંચ્યા. તેણે દેશભરમાં ભારે ઉત્તેજના સર્જી.
પાંચમી ઓગસ્ટના વડાપ્રધાન મોદીએ કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન રામ મંદિર નું અયોધ્યામા ભૂમિપૂજન કર્યું, આ સાથે ભારતીય રાજનીતિની કરવટ બદલ નારો મંદિર મુદ્દો સમાપ્ત થયો.
ઓક્ટોબર અને નવેમ્બર 2020માં વિધાનસભાની ૨૪૩ બેઠક પર ચૂંટણી થઈ અને પરિણામો જાહેર થયા જેમાં ફરી એક વખત એનડીએની સત્તા મળી.ચૂંટણીના પરિણામોમાં જેડીયુના નીતીશકુમાર ભલે મુખ્યમંત્રી બન્યા પણ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં સૌથી વધુ બેઠકો મેળવી પ્રગતિની કૂચ જાળવી રાખી.
ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડીની વચ્ચે તૈયાર થઈ ગયેલી કોરોના વેક્સિન આવકાર સાથે આમ જનતા સુધી તેને પહોંચાડવાની તડામાર તૈયારી થઈ અને અમુક કેન્દ્ર પર પ્રાયોગિક ધોરણે તેની અજમાયશ શરૂ થઇ તે દેશની સફળતાની સર્વોચ્ચ નિશાની છે.
વિજ્ઞાન પણ કહે છે કે સતત જેવું વિચારીએ તેવો જ થાય દરેક પરિસ્થિતિને પહોંચાડવા હકારાત્મકતા જ ઉપાય છે,સાવચેત રહો રહો, સતર્ક રહો અને સૌથી અગત્યનું હકારાત્મક રહો.
સમગ્રતયા જોતા આવી પડેલી આપત્તિઓ સામે પણ ભારત દેશ હંમેશા અડીખમ રહી અને સદાય તેમાંથી સફળતાપૂર્વક બહાર નીકળે છે એ પૂરવાર કર્યું. ત્યારે વિતેલા વર્ષોની દુઃખદ યાદો ની અહીં જ છોડી, નવ વર્ષ સુખદ યાદો ભર્યું બની રહે તેવી શુભકામના સાથે કવિયત્રી શ્રીવંદના પરમારનું આ કાવ્ય બિલકુલ અનુરૂપ છે:
"આજ એક નવું સોપાન છે,
જિંદગી આપેલ એક નવો જ ખ્યાલ છે.
365 દિવસમાં એક નવા પન્નાનું ઉઘાડ છે.
નવી નવી ઘટના બનશે જેનો આવકાર છે.
ડગ માંડી દીધું છે,
હવે મને ક્યાં ઈનકાર છે?
જે થશે એ જોયું જશે,મારો તો બસ આ જ વિચાર છે.
જે પણ થવાનું છે, મને તો બધો સ્વીકાર છે!
આ ઘટના પણ ઈશ્વરે આપેલો અંજામ છે.
બસ જે થશે એ જોવાનો જ ઈંતજાર છે..
સતત હકારાત્મકતા સાથે જીવીને આફતને અવસરમા પલટતા, સુખદ ક્ષણો ના ઈંતજારમાં રહેલ સૌનું શુભ મંગલ હો એવી શુભકામનાઓ...