Help.... in Gujarati Short Stories by Harry Solanki books and stories PDF | મદદ....

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

મદદ....

એક કંપનીમાં બોસ દર ૨૫મી ડિસેંબરના રોજ એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી ડ્રો કાઢતો. એમાં જેનું નામ નીકળતું, એને ૬ લાખ બક્ષિસરૂપે મળતાં. એ કંપનીમાં જાડું-પોતા કરવાવાળી બાઈને રૂપિયાની બહું જરૂર હતી, એનાં દીકરાનું ઓપરેશન કરવાનું હતું. લોટરી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને હજારનું નુકસાન થાય એમ હતું, છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે.
મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઈનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને નામની કાપલી પર પોતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બોક્સમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ એનેજ લાગે. આમ તો ૩૦૦ માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઈનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી.
કામવાળી અને મેનેજર, બંનેની ધડકન વધી ગઈ. કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બોસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઈનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઈ ગયાં. મેનેજરની આંખાે પણ ભીની થઈ ગઈ. બોસે કામવાળી બાઈને ઈનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. મેનેજર અમસ્તા જ લાેટરી બોક્સની બાજુમાં જઈને ઊભાં રહ્યાં અને કૌતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઈનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઈ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ. ઓફિસના બધાં કર્મચારીએ મૂક રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તો લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હોય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો અહેસાસ ન થાય અને એનાં માનનું હનન ના થાય, એવી રીતે મદદ કરશો તો ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.


@Harry Solanki

સાચી મદદ કોને કહીશું કારણ કે આપણે કોઈને મદદ કરીએ અને એ વ્યક્તિ લઘુતાગ્રંથિ અનુભવે પરાણે પરાણે લેતો હોય તો આપણે માનીએ છીએ કે મદદ કરી પરંતુ એ સાથે મદદ નથી મદદ એ છે જેમાં આપે એકબીજાને સહભાગીતા ની સાથે સામેવાળાને નીચું દેખાડવું પડે કેવી રીતે કરેલી મદદ કરે મદદ છે ઈશ્વર સર્વ દિશાએ બેઠો છું આપણા કરેલા કાર્યો હંમેશા એ ચોપડે લખાય છે મદદના બદલામાં મદદ એરો મળવાની છે આપણી આશા રાખીને કરવામાં આવેલી મદદ એ ખરેખર મદદ નથી નિસ્વાર્થ ભાવે કરેલી મદદ મદદ છે સામેવાળાને ખબર પણ ન પડે અને રામ ભરોસે પૈસા એક મદદ સાચી મદદ બની રહેશે આ વાત દરેકે યાદ રાખવી જોઈએ મદદના બહાને મદદ નહીં પરંતુ સાચા દિલથી કરીને મદદ એ સાચી મદદ...