પ્રકરણ 12 માં આપણે જોયું કે માનવીએ મનના જન્મદિવસ ની બધી તૈયારી કરી રાખી હોય છે . માનવી મનને કહે છે કે તું કાલે સમયસર મારા ઘરે આવી જજે . હવે આગળ.........
_______________________________________
માનવી જે દિવસની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી.તે દિવસ આજે આવી જ ગયો . આજે મનનો જન્મદિવસ હોય છે . મન તો એ જ આશામા કોલેજ વહેલો આવી જાય છે કે, આજે માનવી મને જન્મદિવસની શુભકામના આપશે . મન તો ખુબ જ ખુશ હોય છે.
મન તો ક્લાસરૂમમાં આવી માનવીની જ રાહ જોતો હોય છે. મનના બધાં મિત્રો મનને જન્મદિવસ ની શુભકામનાઓ આપે છે . મન બધાનો આભાર માને છે . મનને જેની શુભકામનાઓ જોઈતી હોય છે એ તો હજી આવી નથી હોતી . મન થોડો નિરાશ થઇ જાય છે . મન કોલેજ પછી માનવીને ફોન કરે છે અને પૂછે છે કે , માનવી તું આજે કોલેજ કેમ ન આવી??
માનવી કહે છે કે, તું મારા ઘરે આવી જા જલ્દી તારા માટે સરસ સરપ્રાઈઝ છે . મન માનવીને કહે છે કે, સારું હું થોડી વાર માં આવું છું.
મન માનવીના ઘરે જવા નિકળે જ છે કે, તેને રીયા મળે છે.
રીયા કહે છે કે, મન ક્યાં જાય છે??
મન તેને કહે છે કે, તે માનવીના ઘરે જાય છે . મન રીયાને પણ સાથે આવવા કહે છે . રીયા પણ તેની સાથે જાય છે.
મન રિયા સાથે માનવીના ઘરે આવી જાય છે , અને મન જોવે છે કે, ત્યાં તેના બધા જ મિત્રો આવેલા હોય છે . મન બધા મિત્રોને એકસાથે જોઈને ખુશ થઈ જાય છે . બધા જ મિત્રો મનને જન્મદિવસની શુભેચ્છા આપે છે .માનવીના ઘરે મનના સ્કૂલના મિત્રો પણ આવેલા હોય છે. આ બધું જોઇને મન ખુશ થઈ જાય છે . હવે મનને એક જ માણસની કમી ખલતી હોય છે, એ હતી માનવી . મન ક્યારનો રાહ જોઈ રહ્યો હતો કે માનવી આવે અને તેને જન્મદિવસની શુભકામનાઓ આપે . મન માનવીના ઘરે પણ આવી ગયો પરંતુ , હજી પણ તેને માનવી તો દેખાઈ જ ન હતી . મનની નજર તો માનવીને જ શોધી રહી હતી.
થોડી જ વારમાં માનવી કેક લઇને એના રૂમમાંથી બહાર આવી . મનની નજર સિધી ત્યાં જ અટકી ગઈ. મન એ જોયું કે માનવીએ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો જે મનને ગમતું હોય છે અને એ પણ બ્લેક કલરમાં. બ્લેક કલર જે મનનો ફેવરિટ હોય છે. આ જોઈ મન ખુશ થઈ જાય છે, અને તે મા -નવીનું સરપ્રાઈઝ સમજી જાય છે. તેને માનવી આ વેશમાં જોઈને તેને ખૂબ જ આનંદ થાય છે.
માનવી કેક લઈને મન પાસે આવે છે અને કેક ટેબલ ઉપર મૂકે છે . મન તો માનવીને જોઈ જ રહ્યો. અને માનવી પણ મનને જોતી હતી . માનવીએ મનને જન્મદિવસની શુભકામના આપી અને આની સાથે જ મનના મુખ પર મોટી સ્માઈલ આવી ગઈ.
માનવીની બેસ્ટ ફ્રેન્ડ રોશની એ કીધું કે , હવે કેક કાપી લઈએ? માનવી પણ કહ્યું હા કેમ નહિ . ચાલો કેક કાપી લઈએ એમ કહી માનવીએ મનને કેક કાપવા કહ્યું.
મનએ કેક કાપ્યો અને સૌથી પહેલા માનવીની મમ્મીને કેક ખવડાવ્યો . માનવીની મમ્મીએ પણ મનને કેક ખવડાવો. ત્યારબાદ મનએ માનવીને કેક ખવડાવ્યો અને માનવી પણ હાથ માં કેક લઈ મનને ખવડાવવાની બદલે તેના મોઢા પર લગાવી દીધો અને મનએ પણ કેક લઇને માનવીના મોઢા પર લગાવ્યો અને પછી મનએ બધા જ મિત્રોને કેક ખવડાવ્યો.
કેક કાપ્યા બાદ મન, માનવી અને તેના મિત્રો વાતો કરવા લાગે છે . બધા મિત્રો પોતાની સ્કૂલની યાદો ને તાજા કરે છે . બધા મિત્રો સ્કૂલોની વાતોને યાદ કરીને ખડખડાટ હસે છે . તેમણે સ્કૂલમાં કેવી રીતે મસ્તી કરી હતી અને બધા શિક્ષકોની કેવી રીતે હેરાન કર્યા હતા તે બધી વાતો કરે છે . બધા જ ખૂબ જ ખુશ હોય છે કારણ કે આટલા સમય પછી બધા જૂના મિત્રો એક સાથે મળે છે . બધા મિત્રો માનવી ને થેન્ક્યુ કહે છે કારણ કે તેને લીધે જ બધા મિત્રો આજે મળી શક્યા હોય છે.
માનવી તેના રૂમમાં જઈને મન માટે જે ગિફ્ટ લાવી હોય છે તે લઈ આવે છે.
માનવી મનને કહે છે કે,લે તારી જન્મદિવસની ભેટ.
મન કહે છે કે, માનવી આ બોક્સમાં શું છે?
માનવી કહે છે કે ખોલીને જોઈ લે કે અંદર શું છે.
મન બોક્સ ખોલે છે . તો અંદરથી બ્લેક કલરનો શર્ટ નીકળે છે, જે મનને ખૂબ જ ગમે છે અને મન આ ભેટ માટે માનવીને થેન્ક્યુ કહે છે.
માનવી મનને કહે છે કે, હાલ જ તેના રૂમમાં જઈને આ શર્ટ પહેરીને આવે.
હવે મન તો માનવીની વાતને ટાળી શકતો ન હોતો તેથી, તે માનવીના રૂમમાં જઈને શર્ટ પહેરીને આવે છે . પછી પાછો બધા મિત્રો જોડે વાતો કરવા લાગે છે.
બધા મિત્રો કહે છે, તે શું માનવી સુકી સુકી પાર્ટી રાખી છે. ગીતો વગાડ તો મજા આવે.
માનવી કહે છે કે હા કેમ નહીં. મનની બર્થડે છે. ગીતો વગર થોડી ચાલશે એમ કહીને માનવી ગીતો વગાડે છે. બધા મિત્રો ડાન્સ કરવા લાગે છે . પહેલી બર્થડે પર માનવીને મન એ ડાન્સ માટે પૂછ્યું હતું પણ આજે માનવીએ સામે જઇને મનને પૂછ્યું કે, તું મારી સાથે ડાન્સ કરીશ ? મન તો આ સાંભળીને ખુશ થઈ ગયો અને માનવીને તરત જ હા પાડી દીધી . બંને ખુબ જ ખુશ હતા . બંનેએ એક જ જેવા રંગના કપડાં પહેર્યા હતા અને બંને ડાન્સ કરવા લાગ્યા.
મન અને માનવી જાણે કે એકબીજામાં ખોવાઈ ગયા હોય એવું લાગતું હતું . બંને એકબીજામાં જ મસ્ત હતા. એટલામાં માનવીની મમ્મી એ કહ્યું કે માનવી બેટા જા બધા માટે શરબત લઇ આવ પરંતુ માનવી તો મનમાં ખોવાયેલી હતી, તો પહેલા આવાજમાં તેણે તેની મમ્મી નો અવાજ સાંભળ્યો નહીં . તેની મમ્મીએ તેને પાછું કહ્યું કે માનવી શરબત લઈ આવ . ત્યારે માનવીએ જવાબ આપ્યો હા લઈ આવું છું. માનવી શરબત લેવા માટે જાય છે, અને મનને કહે છે કે હું હમણાં જ આવું છું. મન કહે છે સારુ.
માનવી જ્યારે શરબત લેવા જાય છે ત્યારે રિયા મન સાથે વાતો કરવા લાગે છે. એટલામાં માનવી પણ આવે છે. રિયા મનને કહે છે કે ચાલ આપડે ડાન્સ કરીએ. મન રિયા ને ડાન્સ માટે ના કહી દે છે . આ બધું માનવી સાંભળતી હોય છે . મનના ના કહેવા છતાં રિયા મનનો હાથ પકડીને તેને ડાન્સ માટે લઈ જાય છે . માનવી આ જોવે છે અને માનવીને આ જરા પણ ગમતું નથી અને તે રિયા પાસે આવીને રિયા ને ધક્કો આપી દે છે . માનવી રિયા ને કહે છે કે તને મન એ ડાન્સ માટે ના પાડી છતાં પણ તું કેમ તેની સાથે ડાન્સ માટે જબરજસ્તી કરે છે . આમ માનવી રિયા ઉપર ગુસ્સો કરે છે. રિયા ત્યાંથી રડતી રડતી જતી રહે છે.
માનવીએ આજ સુધી આવો વ્યવહાર કોઈ પણ સાથે કર્યો નથી હતો . તેથી બધા મિત્રો માનવીનો આવો વ્યવહાર જોઇને ચોકી જાય છે . મન પણ માનવી ને સમજાવે છે કે, તારે રિયા ને આવી રીતે ધક્કો ન મારવો જોઈએ . માનવીની મમ્મી પણ આ વાત માટે માનવીને વઢે છે અને તેને સમજાવે છે કે તેનું આજનું આ વર્તન ખોટું છે, તેથી તે કાલે કોલેજમાં જઈ ને રિયા પાસે માફી માંગે .
આટલું થયા પછી બધા મિત્રો પોતપોતાના ઘરે જાય છે. અને માનવી પણ પોતાના રૂમમાં જતી રહે છે . મન પણ તેના ઘરે જાય છે . માનવી પણ વિચારમાં પડી જાય છે કે, તેણે આટલુ ખરાબ વર્તન રિયા સાથે કેમ કર્યું તને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે અને તે નક્કી કરે છે કે તે બીજા દિવસે રિયા જોડે માફી માંગશે.
હવે આગળ શું થશે તે આપણે ભાગ 14માં જોઈશું.
આભાર
Dhanvanti jumani( Dhanni)