ભાગ :- 33
દીપક બધી વાત કેહવા મમ્મી પાસે જાય છે.
દીપક : મમ્મી મમ્મી
માલતી : શું થયું આટલો ગભરાયેલો કેમ છે ?
સવિતા : શું થયું બેટા ?
દીપક : મમ્મી એ લોકોની યોજના કંઇ અલગ જ છે
માલતી : મને તો કંઇ સમજ પડતી નથી
સવિતા : શાંતિથી બોલ
દીપક : એ સોમ આપણા નાના નથી. એ તમારા પપ્પા નથી. નાના તો પચ્ચીસ વર્ષ પેહલા જ મૃત્યુ પામ્યા હતા. આ તો રાક્ષસ છે જેણે નાના નું રુપ ધારણ કરેલું છે. આ બધી છાયા અને રાક્ષસ ની ચાલ હતી પાંચ કમળ લેવા માટે અને
માલતી : અને શું
સવિતા : આ સાચી વાત છે
દીપક : હા માસી સાચી વાત છે
મેં અમણાં જ છાયા અને રાક્ષસ ની વાત સાંભળી
છાયા ને જાદુઇ સિંહાસન જોઈ છે. જાદુના લોક પર એણે રાજ કરવું છે.
અને રાક્ષસ ને દુનિયા ની બધી શક્તિ જોઇએ છે તે માટે તેણે એક યજ્ઞ કરવાનો છે યજ્ઞના અંતે સાત ચંદ્ર વંશીની બલી જોઇએ છે એટલે આપણને જીવતા રાખ્યા છે. આ બંધુ ષડ્યંત્ર માયા ને મારવા પહેલાનું બનાવી દીધું હતું જેથી આપણે નાના ને બચાવા માયાપુર જઇએ અને માયા ને ખતમ કરી શકયે કેમકે ચંદ્ર વંશી વગર માયા નો અંત ન થઇ શકે. હવે શું કરયે ?
સવિતા : પાંચ કમળ તો માધવ અને રાગ લઈ ને ગયા છે .
દીપક : માસી એ માધવ અને રાગ નથી
માલતી : તો કોણ છે ?
દીપક : માયા અને દીવા છે
સવિતા : શું માયા જીવંત થઇ ગઇ ? દીવા અહીં
દીપક : હા માસી
રાક્ષસ એ પોતાની શક્તિથી એ રાગ અને માધવ નું અસલી રુપ જાણી લીધું હતું.
દીવા કેમ અહીં છે તે મને પણ નથી ખબર
સવિતા : તો જલ્દી જ આપણે જાદુઇ દરવાજા પાસે જવું જોઈએ
માલતી : હા
દીપક : એ પાંચ કમળ જે દીવા અને માયા પાસે છે તે ચમત્કારીક પાંચ કમળ નથી. છાયા પાસે અસલી પાંચ કમળ છે. એ બંને જાદુઇ દરવાજા પાસે જાય છે.
સવિતા : હવે ખાલી એક જ રસ્તો છે બચવા માટે જાદુઇ લોક થી બહાર નીકળી જવું
દીપક : મુખ્ય દરવાજો છાયા એ જાદુથી બંધ કરી દીધો છે.
રાધા : હવે શું કરયે દીદી ?
સવિતા : આપણે બધાં પણ જાદુઇ દરવાજા પાસે જઇ.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
માયા : આ દરવાજો ખુલતો જ નથી
દીવા : હા
માયા : મને લાગે છે આ ચમત્કારી પાંચ કમળ નથી
આ ચમત્કારીક કમળ હોય તો દરવાજો ખુલી જતે
દીવા : તો હવે શું કરયે
માયા : કોઇ અહીં આવી રહયું છે
દીવા : હા અવાજ આવી રહયો છે
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
જીયા : ગુરુ મા આ દરવાજો કંઇ રીતે ખુલશે
જાનકી : મારા જાદુથી નથી ખુલતો
જીયા : તો હવે
જાનકી : એક રસ્તો છે
આપણે 108 વખત મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરવો પડશે.
જાનકી અને જીયા મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરે છે.
જાદુઇ દરવાજા પાસે છાયા અને રાક્ષસ આવે છે કે પછી ચંદ્ર વંશી ?
તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ
ભાગ :- 34
જાદુઇ દરવાજા પાસે ચંદ્ર વંશની આવે છે. દીવા અને માયા જાદુથી એ લોકો ને પિંજરામાં પુરે છે. પણ સવિતા બધી વાત કરે છે આ બધા ષડયંત્રમાં છાયા અને રાક્ષસ જ છે. દીવા અને માયા એ લોકો ની વાત માનવા તૈયાર ન હતા પણ પાંચ કમળ ની વાત કરી એટલે બંનેને વિશ્વાસ આવી ગયો. હવે માયા અને દીવા સાથે ચંદ્ર વંશની પણ હતા.
માયા : તો છાયા કયાં છે ?
સવિતા : એ બંને અહીં આવતા જ હશે
દીવા : તો આપણે શું કરવું જોઇએ
માયા : તમે ચંદ્ર વંશી જાદુઇ લોકના મુખ્ય દરવાજે જાવ
દીપક : પણ દરવાજો બંધ છે
માયા : ખબર છે પણ તમે લોકો જાવ અહીંથી
દીવા : છાયા સાથે અહીં યુધ્ધ થશે
માલતી : પણ તમે બંને એકલા કેમ લડશો
રાધા : રાક્ષસ પાસે પણ ધણી શકિત છે
માલતી : એની પાસે એવું તીર છે કે જેના બાજું ફેંકે તેનું મૃત્યુ થાય જ
સવિતા : અમારી પાસે પણ ચંદ્ર વંશી શક્તિ છે
માયા : તમારી શક્તિ જરૂર કામ આવે પણ
કદાચ અમને એ બંને કેદ કરી લેશે તો કોણ મુકત કરવા આવશે તેથી તમે લોકો મુખ્ય દરવાજે જાવ
સવિતા : સારું
દીપક : દીવા
તારી પાસે પણ જાદુઇ શક્તિ છે
દીવા : હા
બધી વાત કરવાનો સમય નથી
દીપક : હું પણ મદદ કરી શકું
તો મેં અહીં જ
માયા : ના
તમે લોકો જલ્દી જ જાદુઇ દરવાજા પાસે જાવ
દીવા : અમે લોકો બંને સામે લડી લેશું
સવિતા : સારું
સવિતા, માલતી, રાધા, પાયલ, મહેશ, દીપક અને જનક મુખ્ય દરવાજા પાસે જાય છે.
છાયા અને રાક્ષસ સામે શું માયા અને દીવા જીતશે ?
તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ