The story of five magicians part-2 in Gujarati Fiction Stories by Milan books and stories PDF | પાંચ જાદુગરોની કહાની ભાગ-૭

The Author
Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પાંચ જાદુગરોની કહાની ભાગ-૭

પાંચ જાદુગરોની કહાની
આગળના ભાગમાં તમે જોયું કે પૃથ્વી અને આકાશને ત્યાં ૨ બાળકીઓ જન્મ લે છે. એમાં પહેલી બાળકીનું નામ અમૃત પાડ્યું અને બીજી બાળકી નું નામ તેજસ્વી પાડ્યું. એ બંને બાળકીઓની શક્તિ જાણવા માટે પૃથ્વી પોતાની શક્તિ વાપરીને પેલા અઘોરી બાબાને બોલાવે છે. અને અઘોરી બાબા બાળકીને અડતા પણ નથી. અને બાળકીનો હાથ બાબાને અડી જાય છે તો ત્યાં જ બાબાને કંઇક જટકો આવે છે. આકાશ આ બધું જોઈ જાય છે. અને પછી બાબા બન્ને બાળકીઓના હાથ પર રહેલા નિશાન જોવે છે. અને સમજી જાય છે કે એ બંને બાળકીઓ જોડે કઈ શક્તિ છે. હવે આગળ...
પાંચ જાદુગરોની કહાની ભાગ-૭
બાબા બોલ્યા: પહેલી પુત્રીના હાથ પર 'કબૂતર અને શ્વાન' નું નિશાન છે. એનો મતલબ એ છે કે એ આખી દુનિયાના પ્રાણીઓ અને પંખીઓને વશ માં કરી શકે છે. અને એ ચાહે તો એનું સ્વરૂપ પણ લઇ શકે છે. અને એ ચાહે તો કોઈને પણ જાનવરમાં ફેરવી શકે છે. આ બાળકી બહુ શાંત સ્વભાવની છે. પરંતુ જો કોઈ પણ સમય એને ગુસ્સો આવે તો એને રોકવાનો પ્રયત્ન કરજો નહિ તો મને જેનો ભય છે એ ના થાય.
આકાશ બોલ્યો: મતલબ?

બાબા બોલ્યા કે એ એવા ખતરનાક પ્રાણીઓને પાછા બોલાવી શકે છે. જે આ પૃથ્વી પર વર્ષો પહેલા નાશ પામ્યા હતા.અને એ ખુદ પણ એ પ્રાણીઓનું સ્વરૂપ લઇ શકે છે. મતલબ કે એ દંતકથાનું રાક્ષસી કદનું એક પ્રાણી ડ્રેગનને પાછા બોલાવી શકે છે. અને ચારો તરફ હાહાકાર મચાવી શકે છે.

પૃથ્વી બોલી: અમે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. પણ પાંચ તત્વોની શક્તિમાંથી આને કંઈ શક્તિ મળેલ છે?

બાબા બોલ્યા: પાંચ તત્વો ની શક્તિ માંથી આ બાળકી ને "જળ" ની શક્તિ મળેલ છે. મતલબ એ પ્રવાહી તત્વોને પણ વશમાં કરી શકે છે.
આકાશ બોલ્યો કે એનો મતલબ એવો કે એ પૃથ્વી પર જેટલું પાણી છે એ બધાને વશમાં કરી શકે છે?

બાબા બોલ્યા: હા
હવે બીજી બાળકીના હાથ પર 'હાથ' નું ચિન્હ છે. મતલબ એની જોડે હાથની શક્તિ છે. તે પોતાની શક્તિથી બધી વસ્તુને નિયંત્રણ કરી શકે છે. તે પોતાની શક્તિ એકત્ર કરીને એક સાથે વાર પણ કરી શકે છે. આ શક્તિ જેટલી સરસ લાગે છે. એટલી જ ભયંકર પણ છે. જ્યાં સુધીએ પોતાની શક્તિ ને નિયંત્રણ નહિ કરી શકે ત્યાં સુધી તમારે એનું ધ્યાન રાખવું પડશે કે એ પોતાની શક્તિથી કોઈને નુકશાન ના પહોંચાડે.

પૃથ્વી બોલી કે હા અમે આનું ખાસ ધ્યાન રાખીશું અને પાંચ તત્વોમાંથી આ બાળકીને કઈ શક્તિ મળેલ છે.

બાબા બોલ્યા કે આ બાળકીને અગ્નિની શક્તિ મળેલ છે. મતલબ એ અગ્નિને નિયંત્રણ કરી શકે છે. એટલે જ તમારે આનું ખાસ ધ્યાન રાખજો.

આકાશ બોલ્યો: તમે કેમ આમ વારંવાર બોલો છો કે ધ્યાન રાખજો?

બાબા બોલ્યા કારણકે આ બાળકીને અગ્નિની શક્તિઓ મળેલ છે. એનો મતલબ કે એના સ્વભાવમાં પણ અગ્નિ જેવા ગુણ હશે. એ ક્યારે પણ ગુસ્સે થઇ શકે છે. એ જ્યાં સુધી પોતાની શક્તિને નિયંત્રણ કરતા નહિ શીખે ત્યાં સુધી આ સમસ્યા થતી રહેશે.
પૃથ્વી બોલી જેવી પ્રભુની ઈચ્છા, અમે એનું ખાસ ધ્યાન રાખીશું.
બાબા બોલ્યા હવે હું જાઉં છું. મને આજ્ઞા આપો.

આકાશ બોલ્યો તો બાબા જતા જતા એતો કહેતા જાઓ કે હવે પાંચ શક્તિ માંથી ચાર શક્તિ તો અમારી સાથે છે. તો હવે એક શક્તિ બાકી રહી છે. તો એ ક્યારે.. (આકાશ બોલતા બોલતા અટકાઈ જાય છે, અને પૃથ્વી શરમાઈ જાય છે.)

બાબા બોલ્યા એનો તો જન્મ આ બંને બાળકીઓ સાથે જ થઇ ગયો હતો.

આકાશ અને પૃથ્વી ખબર ના પડી હોય એવું મોઢું બનાવતા.

બાબા એ કહ્યું કે હા, એનો જન્મ થઇ ગયેલ છે. પણ જ્યાં સુધી એ તમને લોકોને મળશે અને સ્પર્શ નહિ કરે ત્યાં સુધી એની શક્તિ સક્રિય નહિ થાય.

આ સાંભળીને પૃથ્વીને ધ્રાસ્કો લાગ્યો. એ હંમેશાથી ચાહતી હતી કે એના જ બાળકોને શક્તિ મળે. પૃથ્વી બોલી કે બાબા, પણ મને તો વરદાન મળેલ છે કે મારા બાળકોને શક્તિ મળશે.

બાબા બોલ્યા કે તું એક વાર પોતાના વરદાનને યાદ કર.

પૃથ્વી બોલે છે કે મેં માતા આદ્યશક્તિ જોડે એ વરદાન માગ્યું હતું કે મારી આવવાવાળી સંતાનને પણ શક્તિ મળે.

બાબા બોલ્યા, હા, તે એ માગ્યું હતું કે તારી સંતાનને પણ શક્તિ મળે. અને તારા નસીબમાં આ ૨ બાળકીનું જ સુખ હતું જે તને મળ્યું છે અને બંને બાળકીઓને પણ શક્તિ મળી છે, અને પાંચ તત્વો ક્યારે પણ અધૂરા ના રહે એટલા માટે પાંચમો જાદુગર એ કોઈ અન્ય માતા એ જન્મ આપ્યો છે. અને એ જ્યાં છે અત્યારે એ બહુ ખુશ છે.

પણ બાબા એ ક્યારે અમને મળશે? આકાશે પૂછ્યું.

બાબા બોલ્યા એ તમને તેના ૧૧માં જન્મદિવસે મળશે.

પૃથ્વી આ વાતથી ખુબ જ ગુસ્સે હતી.એ ચાહતી હતી કે હું કોઈ બીજાના બાળકને ક્યારે પણ નહિ સ્વીકારું.
(બાબા પાછા જતા રહે છે.)

આકાશ અને પૃથ્વી બંને ઘરની બહાર શાંતિથી સુખ-દુઃખની વાતો કરતા હોય છે.

અને ત્યાંજ પૃથ્વી બોલે છે કે હું નથી ચાહતી કે પાંચમો જાદુગર કોઈ બીજું વ્યક્તિ હોય.
આકાશ બોલે છે કે જેવી ઈશ્વરની ઈચ્છા. તું શું કામ આટલું બધું ખોટું લગાડે છે. ઈશ્વરે આપણે આ ૨ ફૂલ જેવી બાળકીઓ તો આપી છે.
હા પણ... (પૃથ્વીને બોલતા બોલતા આકાશ ચૂપ કરાવી દે છે.

આકાશ કહે છે કે જો ભગવાનએ આપણને એક ખાસ કામથી અહીં મોકલ્યા છે. અને એમનો જ નિર્ણય હતો કે તારી આટલી સુંદર ૨ બાળકી હશે. તો શું થયું કે પાંચમો જાદુગર આપડી જોડે નથી. પણ એ આપણામાંથી જ એક છેને.(પૃથ્વી આ બધું શાંતિથી સાંભળે છે.)

આકાશ હજી પણ પૃથ્વીને સમજાવવાનું ચાલુ રાખે છે. જો બકા દુનિયા એમ નથી ચાલતી જેમ આપણે ઇચ્છીયે છીએ, જો દુનિયા દરેકની ઈચ્છાથી ચાલતી હોય તો આ દુનિયામાં બધું અસ્ત-વ્યસ્ત થઇ જાય. ભગવાને આપણને એક પવિત્ર કામ થી અહીં મોકલ્યા છે. અને આપણે જ એક બીજા સાથે આ રીતે મતભેદ રાખીશું તો આપણે દુનિયાને કેમની ભુરાઈના આતંકમાંથી બચાવીશું.
હવે રાત પડી જાય છે. અને પૃથ્વી અને આકાશ સુઈ જાય છે. પણ પૃથ્વીના દિમાગમાં આ બધું ચાલતું જ રહે છે.

અને બીજા દિવસની સવાર થઇ જાય છે. અને આકાશ ઉઠે છે. એ ત્યાં એકલો જ હતો. એને લાગ્યું કે પૃથ્વી ઉઠીને બધા માટે નાસ્તો બનાવતી હશે. અને તે રસોઈઘરમાં જાય છે. ત્યાં પૃથ્વી હતી જ નઈ. આકાશ ઘરમાં બધાને પૂછે છે. પણ કોઈને ખબર જ નથી.

આકાશ મનમાં ને મનમાં એક જ વસ્તુ વિચારતો હતો કે " હે ઈશ્વર, મને જેનો ડર છે એજ ના થાય"

ઘરના બધા લોકો આકાશને પૂછે કે પૃથ્વી ક્યાં છે?

આકાશ તરતજ ભાગીને પોતાના રૂમમાં જાય છે. અને એ પોતાની શક્તિથી આસમાની શક્તિને જાગરિત કરે છે. અને પૃથ્વીને શોધે છે. અને થોડી વાર પછી એ રૂમની બહાર આવે છે. અને કહે છે.
"પૃથ્વી... (કહેતા કહેતા ચૂપ થઇ જાય છે. અને રોવા લાગે છે)

પાર્વતીબેન બોલે છે કે બોલ ક્યાં છે પૃથ્વી બોલ, મને ડર લાગી રહ્યો છે.

આકાશ બોલ્યો. " પૃથ્વી અખંડ સાધના કરવા અહીંયાથી ખુબ જ દૂર ગયી છે"

પાર્વતીબેન બોલે છે. મતલબ?

આકાશ બોલ્યો, મતલબ, હવે તૂફાન આવશે...
(ક્રમશ)