આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલના પ્રેમના પ્રસ્તાવ સામે સુજલ એન પર ગુસ્સો કરે છે. સુજલ બીજા દિવસે રાધિકા અને સુજલના મમ્મી સાથે વાત કરે છે અને કહે છે કે તોરલ એને ગમે છે. સુજલના મમ્મી રાધિકાને તોરલના ઘરે સમજાવીને મોકલે છે. હવે આગળ જાણીએ.
રાધિકાના કહેવા પ્રમાણે તોરલ તૈયાર થઇને સુજલના મમ્મીને મળવા આવે છે. ખૂશ થઈ તોરલ સુજલના મમ્મીને ભેટી પડે છે. તોરલના માથે હાથ મૂકીને સુજલના મમ્મી-રેખાબહેન તોરલને ચિંતા ના કરવાનું જણાવે છે.
રેખાબહેન: " તોરલ બેટા, તું હમણાં જેમ ચાલે છે એવું ચાલવા દેજે. હું બધું જોઈ લઈશ. તુ કઈ પણ હોય તો મને જણાવતી રહેજે. રાધિકા પણ આમા તારી જોડે રહેશે. "
તોરલ: "સારુ. પણ સુજલ તો માની ગયો ને. અને જો મારા બાપુને ખબર પડશે તો?"
રેખાબહેન: " તુ બસ હુ કહું એમ કરજે. તારા બાપુ જ એમાં રાજી થઈને આશીર્વાદ આપશે. તું થોડી ધીરજ રાખજે. કંઈપણ થઈ જાય તુ ખુશ રહેજે. વિશ્વાસ રાખજે બાકી હુ સંભાળી લઈશ. "
રેખાબહેન બધું સમજાવીને તોરલના ઘરેથી નીકળી જાય છે. રસ્તામાં એ મુખીના ત્યાં સગાઈમાં જે ગોર બાપા છે એમના ઘરે જાય છે. આ તરફ સુજલ એના મિત્ર રાકેશને સગાઈની તૈયારી કરવામાં મદદ કરતો હોય છે. જેથી પરિવારના બીજા સભ્યોના સગાઈના અભિપ્રાય વિશે જાણી શકે.
રાધિકા પણ ઘરના બાકીના સભ્યો વચ્ચે શું વાતચીત ચાલી રહી છે એનું ધ્યાન રાખતી હોય છે. બે દિવસ પછી સગાઈ હોય છે. એટલે સાંજે બધાં જમીને સુજલના ઘરે મળવાનું નક્કી કરે છે.
સાંજે જમીને રાધિકા અને તોરલ સુજલના ઘરે કામ છે એમ કહીને આવે છે.
રાધિકા: " રેખાબહેન, અમે આવી ગયા. તમે જમી લીધું?"
રેખાબહેન: " છોકરીઓ અંદર આવી જાવ. ફ્રિજમાં આઈસક્રીમ છે એને લઈને આવજો. સુજલ હજી આવ્યો નથી."
તોરલ: "હા, હમણાં જ લઈને આવી. "
રેખાબહેન: "આજે તમે લોકોએ કીધું હતુ એ પ્રમાણે કર્યું ને? ચાલો જણાવો તો કંઈ એવી વાત ખબર પડી કે જેનો આપણે સગાઈ રોકવામાં ઉપયોગ કરી શકીએ? "
થોડીવારમાં સુજલ ઘરમાં આવે છે અને તોરલને જોઈને સીધો એને ગળે લગાવી લે છે. જેવો સુજલ તોરલને છોડે છે, તોરલ એને એક થપ્પડ મારે છે.
તોરલ(ગુસ્સામાં): " તુ તો મને ફક્ત મિત્ર જ ગણે છે ને. તો આ બધું શું હતુ?"
સુજલ: "મારી ભૂલ હતી. રાકેશ જોડે મારી વાત થઈ હતી. પણ હવે તારાથી દુર નહી રહી શકીશ. "
રાધિકા: "હવે પ્રેમી પંખીડાનું પૂરું થયું હોય તો કામની વાત કરીએ? આજે મે ફુઆને વાત કરતા સાંભળ્યા કે આ તોરલની સગાઈ જેની જોડે થાય છે એ છોકરાને દારૂની લત છે અને ફુવાને આમાં કોઈ વાંધો હોય એવું લાગ્યું."
સુજલ: " આ તો સારી વાત ખબર પડી. બીજું એ પણ ખબર પડી છે કે છોકરાના પપ્પાએ મુખીના જોડેથી 35 તોલા સોનું અને જૂનાગઢના કેરીના બગીચાની દહેજમાં માગ કરી છે. જે રાકેશને નથી ગમતું. રાકેશને દહેજ ભૂખ્યા લોકોને લીધે થોડો અણગમો છે. "
રેખાબહેન: " હજી કાલનો દિવસ છે તો હજી કોઈ મહત્વની માહિતી મળશે. સુજલ કાલે તુ રાકેશ જોડે રહેજે. કાલે હું મુખીને મળીને રાધિકા માટે સુજલના સંબંધની વાત કરવા આવીશ. રાધિકા, તુ તૈયાર રહેજે."
(ક્રમશ:)
સુજલના મમ્મી કેમ રાધિકા અને સુજલના સંબંઘ માટે મુખીને મળશે? સુજલ રાકેશને શું કહેશે? તોરલની સગાઈ કેવી રહેશે? આ બધાં પ્રશ્નોના જવાબ મળશે આગળના અંકમાં. ત્યાં સુધી આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020