Love Revenge - 37 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ - 37

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

લવ રિવેન્જ - 37


લવ રિવેન્જ

પ્રકરણ-37

લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ)

“તમે મારો વિડીયો વાઇરલ ગ્રૂપમાં નાંખી દીધો....!?” બીજાં દિવસે સવારે કોલેજ પહોંચતાંજ આરવે કોલેજની બિલ્ડીંગ તરફ જઈ રહેલી લાવણ્યાને પૂછ્યું.

“પાછું તમે...!?” લાવણ્યાએ વ્યંગ કરતાં હસીને કહ્યું.

“ઓહ સોરી...! આઈ મીન તે વાઈરલ ગ્રૂપમાં મારો વિડીયો નાંખી દીધો...!?” પોતાની “ભૂલ” સુધારીને આરવ બોલ્યો.

“કેમ શું થયું...! એમાં...!?” લાવણ્યાએ પૂછ્યું.

બંને હવે કોલેજની બિલ્ડીંગના કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં.

“કઈં નઈ...! મને બધાં મેસેજ કર્યા કરે છે...! વખાણ કર્યા કરે છે....! “આરવ બોલ્યો “હું સવારનો કોલેજ આયો ત્યારનો જે મળે એ બધાંજ વખાણ કર્યા કરે છે...!”

“તો શું પ્રોબ્લેમ છે એમાં....!?” કોરિડોરમાં અટકીને લાવણ્યાએ પૂછ્યું.

“કોઈ પ્રોબ્લેમ નથી....! બસ કદી વિચાર્યું નો’તું....કે બધાંને મારું સિંગિંગ આટલું ગમશે....!” આરવ સહેજ ઈમોશનલ સ્વરમાં બોલ્યો “થેન્ક યુ....!”

“એમાં થેન્ક યુ શું...!? યૂથ ફેસ્ટિવલ વખતે તે મારી હેલ્પ કરી...! પછી મેં …..! તારી....!” લાવણ્યા સ્વાભાવિક બોલી અને ફરીવાર કોરિડોરમાં ચાલવાં લાગી.

“તો....! અ...! આજે આપડે ક્યાંક જવું છે...! ડિનર માટે....!?” આરવે ઉત્સાહથી પૂછ્યું.

“હું ના પાડું તો તું જેમ કોફી માટે પાછળ પડી ગ્યો’તો એવું પાછળ તો નઈ પડેને...!?” લાવણ્યાએ આંખો જીણી કરીને પૂછ્યું.

“ના....ના....! તમને ઈચ્છા હોય....તોજ....!”
“પાછું તમને..!?” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ ચિડાઈને બોલી.

“ઓહ હા...! સોરી...! ભૂલી જવાય છે....!”

“જઈશું....! પણ એક શરત ઉપર....!” લાવણ્યા બોલી.

“શું..!?”

“નેક્સ્ટ મન્થ મારો બર્થડે છે....! તો તારે મને સરપ્રાઈઝ આપવાની....! તોજ...!” લાવણ્યા બોલી.

“હેં....! સાચે તમારો બર્થડે નેક્સ્ટ મન્થ છે...!? આઈ મીન તારો....! તારો બર્થ ડે...!? આરવ બોલ્યો “તો તો હું શ્યોર તમને સરપ્રાઈઝ આપીશ...!”

લાવણ્યા હસી પડી. પ્રયત્ન કરવાં છતાં આરવ લાવણ્યાને “તું” કહી નહોતો શકતો.

થોડીવાર સુધી બંને કોરિડોરમાં મૌન ચાલ્યાં. ચાલતાં-ચાલતાં લાવણ્યાએ આરવનાં ચેહરા સામે જોયું.

“સરપ્રાઈઝ વિચારતો લાગે છે...!” નાના બાળકની જેમ હોંઠ દબાવીને વિચારતાં આરવને જોઈને લાવણ્યાએ મનમાં વિચાર્યું.

બંને હવે કેન્ટીનનાં દરવાજે લગભગ આવી પહોંચ્યાં હતાં.

“શું સરપ્રાઈઝ વિચાર્યું તે...!?” લાવણ્યાએ અટકીને પૂછ્યું.

“સરપ્રાઈઝ પાર્ટી...!” આરવથી બોલાઈ ગયું પછી વાત વાળતો હોય એમ બોલ્યો “એ હેલ્લો...! એવું કઈ થોડી દેવાય...! નઈ તો સરપ્રાઈઝ ના રે’….!”

“હાં...હાં....હાં....! Aww…! તું કેટલો ક્યૂટ છે યાર...!” લાવણ્યાએ વ્હાલથી આરવના ગાલ ખેંચ્યાં “સારું...સારું...બસ....! હું એમ વિચારીશ...! કે તે મને કીધુંજ નોતું..! હમ્મ...!”

“હવે શું...!?” આરવ મોઢું બનાવીને બોલ્યો “તમને ખબરતો પડી ગઈ....!”

“Aww….! તું કેમ આમ ઢીલો થઈ જાય છે...! ચાલ આજે આપડે ક્યાંક જઈએ....!” લાવણ્યાએ આરવના બાવડાંમાં પોતાનો હાથ ભેરવીને તેને ખેંચ્યો “પે’લ્લાં કોઈક મૂવી જોઈ લઈશું...! પછી લંચ…! પછી બીજે ક્યાંક ફરીશું....! બોલ શું કેવું...!?”

“અરે વાહ...! તમેતો મને સરપ્રાઈઝ આપી દીધી...!?” આરવ ખુશ થઈ ગયો “પણ આ વખતે બધાં પૈસાં હુંજ કાઢીશ....!”

બંન્ને હવે કોરિડોરમાં ચાલતાં-ચાલતાં પાછાં બિલ્ડીંગની બહાર જવાં લાગ્યાં.

“સવાલજ નથી હોં હની....!” લાવણ્યાએ ફરીવાર આરવના ગાલ ખેંચ્યાં “પૈસાં તો હુંજ આપવાની....!”

“પણ...!”

“તો હું નઈ આવું હોં....!” લાવણ્યાએ આંખો કાઢીને કહ્યું.

“તમે તો કેવાં જબરાં છો....!” આરવ નારાજ થયો એમ મોઢું બનાવીને બોલ્યો “સારું....! એન્ડ થેન્ક યુ....!”

“શેનાં માટે થેન્ક યુ...!?” લાવણ્યાએ સહેજ નવાઈપૂર્વક પૂછ્યું.

બંને હવે કોલેજના પાર્કિંગ તરફ જઈ રહ્યાં હતાં.

“મને “હની” કહેવાં માટે....!” આરવ બોલ્યો.

“પણ તું મને હજી પણ “તમે” કહેવાનું ભૂલ્યો નથી....!” લાવણ્યાએ ધમકાવતી હોય એમ કહ્યું.

“હું ટ્રાય કરું છું...! તમને “તું” કહેવાનો...!” આરવ ચાલતાં-ચાલતાં લાવણ્યા સામે જોઈને બોલ્યો “પણ મારાંથી નથી થતું...! મને આદત નથી એટ્લે..!”

“હમ્મ….! કોઈ વાંધો નઈ...! હું નથી ઇચ્છતી તું મારાં માટે પોતાને બદલે....! મને પણ કોઈના માટે બદલાવાનું નથી ગમતું...! તમે પોતાની મરજીથી કોઈનાં માટે બદલાવ એ ચાલે બટ કોઈ તમને બદલવાનો પ્રયત્ન કરે કે તમારી ઉપર જોરજોરાઈ કરે ....એ ના ચાલે...!”

“સાચી વાત....! મને પણ ના ગમે...!”

“તો હવે તું બાઇક લઈ આવ...! હું ગેટની બહાર ઊભી છું...!” લાવણ્યા બોલી અને કોલેજના ગેટ તરફ જવાં લાગી.

-----

કોલેજથી નીકળીને બંનેએ પહેલાં એક મલ્ટીપ્લેક્સમાં મૂવી જોયું. મૂવી જોયાં પછી બંનેએ ઓનેસ્ટમાં લંચ માટે ગયાં. છેવટે રાતના લગભગ નવેક વાગ્યે બંને રિવરફ્રન્ટ આવીને બેઠાં.

રાતનાં આહલાદક વાતાવરણમાં રિવરફ્રન્ટનાં અપર વૉક વેની પાળી ઉપર પગ લબડાવીને બંને બેઠાં હતાં.

“એક વાત પૂછું...!?” આરવે સહેજ ખચકાટ સાથે પૂછ્યું.

“હમ્મ...! બોલને...! હની....!” આરવ સામે જોયાં વિના લાવણ્યાએ તેણીનાં પગ હલાવતાં-હલાવતાં પ્રેમથી કહ્યું.

“તમે બધાં જોડે આટલું રૂડ બિહેવ કેમ કરો છો....!?” આરવે એવાજ ખચકાટ સાથે પૂછ્યું “તમે દિલથી ખરાબ તો નથીજ...!”

સ્મિત કરતાં-કરતાં લાવણ્યા પોતાનાં પગ હલાવી રહી અને નીચું જોઈ રહી.

“જવાબ જરૂરી છે આપવો...!?” થોડીવાર પછી લાવણ્યાએ આરવ સામે જોઈને પ્રેમથી પૂછ્યું.

“નાં....! કોઈ ફોર્સ નથી....!” આરવે હળવાં સ્મિત સાથે કહ્યું.

લાવણ્યા હવે સામે નીચેની બાજુ દેખાતાં સાબરમતી નદીનાં પટ સામે જોઈ રહી.

“મને આ જગ્યા બવ ગમે છે...!” નદીનાં વલોવાઈ રહેલાં પાણી સામે જોઈ રહીને લાવણ્યા બોલી “બસ એમ થાય....! કે અહિયાં બેસીજ રે’વું....!”

“હમ્મ...! એમાંય જો કોઈ સ્પેશલ માણસ જોડે હોય તો ઘેર જવાની ઈચ્છાજ નાં થાય...!” આરવે પણ પહેલાં નદી સામે જોયું પછી લાવણ્યા સામે જોઈને કહ્યું “નઈ....!?”

મૌન રહીને લાવણ્યા નદી સામેજ જોઈ રહી અને મલકાઈ રહી.

“તમે મારાં માટે સ્પેશલ છો....!” મુગ્ધ નજરે લાવણ્યા સામે જોઈ રહીને આરવે કહ્યું.

થોડીવાર સુધી લાવણ્યા કઈંપણ નાં બોલી અને એજરીતે નદી સામે જોઈ રહી.

“છોકરાં - છોકરીની ફ્રેન્ડશીપ એક ત્રાજવાં જેવી હોય છે....!” નદી સામે જોઈ રહીને લાવણ્યા બોલી “એક બાજું વધું નમે તો પ્રેમ થઈ જાય....! અને બીજી બાજું વધું નમે.....! તો ફ્રેન્ડશીપ તૂટી જાય....! બેલેન્સ રાખવું જરૂરી છે...!”

બંને વચ્ચે થોડીવાર મૌન પથરાઈ ગયું.

“આરવ...! હની....!” લાવણ્યાએ પ્રેમથી આરવનાં હાથ ઉપર પોતાનો હાથ મૂકીને કહ્યું “તું મારી ટાઈપનો નથી...!”

“પણ...!”

“અને હું પણ તારી ટાઈપની નથી...!” લાવણ્યા વચ્ચે બોલી “હું નથી ઇચ્છતી કે તું ફાલતુમાં તારો ટાઈમ વેસ્ટ કરે...! હમ્મ....!”

એટલું બોલીને લાવણ્યા હવે ફરીવાર નદી સામે જોવાં લાગી.

આરવ મોઢું ઢીલું કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“ચાલ...! હવે ઘેર જઈએ....!” થોડીવાર પછી પાળી ઉપરથી ઉતરીને લાવણ્યા બોલી.

------

“તમે મને છેક ઘરે મુક્વાં કેમ નઈ આવવાં દેતાં...!” લાવણ્યાની સોસાયટીનાં નાકે આરવે બાઈક ઊભું રાખતાં પાછળ બેઠેલી લાવણ્યાને કહ્યું.

“બસ એમજ....!” લાવણ્યાએ જવાબ આપવાંનું ટાળ્યું અને બાઈકની સીટ ઉપરથી નીચે ઉતરી.

રિવરફ્રન્ટથી ઘરે આવતાં સુધી આરવ કઈંપણ બોલ્યાં વગર બાઈક ચલાવતો રહ્યો હતો. થોડીવાર સુધી કઈંપણ બોલ્યાં વગર બાઈક ચાલું રાખી ઢીલું મોઢું કરીને સામેની બાજું જોઈ રહ્યો.

“આરવ....! હની...!” આરવનાં મૂરઝાયેલાં ચેહરાને જોઈને લાવણ્યાએ પ્રેમથી કહ્યું “પ્લીઝ આપડાં બેયની ફ્રેન્ડશીપમાં એ બેલેન્સ જાળવી રાખજે...!”

આરવે પરાણે નકલી સ્મિત કર્યું. લાવણ્યાએ તેનાં એ સ્મિતમાં રહેલી ઉદાસી પારખી લીધી.

“ચાલો....ગૂડ નાઈટ....!” આરવ એજરીતે ઉદાસ ચેહરે બોલ્યો અને ધીરેથી બાઇકનું એક્સિલેટર ફેરવ્યું.

લાવણ્યાએ સ્મિત કર્યું. છેવટે આરવે તેનું બાઈક સેટેલાઈટ તરફ મારી મૂક્યું.

-----

ત્યારપછીનાં દિવસોમાં લાવણ્યા અને આરવ વચ્ચેની ફ્રેન્ડશીપ ધીરે-ધીરે વધુ ગાઢ બનતી ગઈ. કોલેજમાંથી બંક મારીને ફરવા જવું, લંચ કે ડિનર માટે જવું, રોજે સાંજે રિવરફ્રન્ટની પાળીએ બેસીને ક્યાંય સુધી વાતો કર્યા કરવી વગેરે કોમન થઈ ગયું. ધીરે-ધીરે વધતી તેમની ફ્રેન્ડશીપમાં આરવ પણ હવે થોડો બદલાયો હતો અને લાવણ્યાને “તમે” ની જગ્યાએ “તું” કહીને બોલાવાં લાગ્યો હતો. આરવ લગભગ દરેક વિકેન્ડ ફૂડ ટ્રક પાર્કમાં સોંન્ગ ગાતો અને લાવણ્યા તેને ચીયર કરવાં હમેશાં તેની સાથે રહેતી. ફૂડ ટ્રક પાર્કમાં સોંન્ગ ગાતાં આરવના વિડીયોઝ વાઈરલ થવાં લાગતાં આરવ અને લાવણ્યાના ગ્રૂપનાં તેમજ કોલેજનાં બીજાં ઘણાં સ્ટુડન્ટ્સ પણ ફૂડ ટ્રક પાર્કમાં આરવને લાઈવ જોવાં આવતાં.

આરવ પોતાની આ નાનકડી સફળતાંનો બધો ક્રેડિટ હમેશાં લાવણ્યાને જ આપતો.

-----

એકાદ મહિના પછી....

“તમે લોકોએ આરવને જોયો...!?”સવાર-સવારમાં કેન્ટીનમાં આવતાંજ લાવણ્યાએ ટેબલની આજુબાજુ બેઠેલાં પોતાનાં ગ્રૂપના ફ્રેન્ડ્સને પૂછ્યું.

“હેપ્પી બર્થડે લાવણ્યા...!” ચેયરમાં બેઠેલો પ્રેમ ખુશ થતાંજ બોલ્યો.

“હાં થેન્ક યુ...!” લાવણ્યાએ સહેજ ચિડાઈને ટોન્ટમાં કહ્યું.

“આજે તારો બર્થ ડે છે એમ..!?” પ્રેમની જોડે બેઠેલાં રોનકે પૂછ્યું.

“તો.... પછી પાર્ટીનું શું પ્લાનિંગ છે..!?” રોનકની જોડે બેઠેલાં બીજાં ગ્રૂપના એક છોકરાં નિશાંતે પૂછ્યું.

“કોઈ પાર્ટી નથી...!” લાવણ્યા વધુ ચિડાઈ “અને તું બીજાં ગ્રૂપનો છે...! અહિયાં શું લેવાં બેઠો છે..!?”

“અરે આ કોલેજ કેન્ટીન છે...!” નિશાંત બોલે એ પહેલાંજ ત્રિશા બોલી પડી “બીજાં ગ્રૂપના હોય એટ્લે એવું થોડું કે આપડી જોડે બેસી ના શકે....!?”

“મેં પૂછ્યું તમે લોકોએ આરવને જોયો...!?” ચિડાયેલી લાવણ્યાએ ત્રિશાને ઇગનોર કરીને પાછું અંકિતા સામે જોઈને પૂછ્યું.

“તું અમને કેમ પૂછે છે...!?” અંકિતા ટોંન્ટમાં બોલી “એ થોડી આપડા ગ્રૂપમાં છે...!?”

“અને એમ પણ....!” હવે ત્રિશા બોલી “અમે લોકોતો હાર્ડલી કોઈકવાર એની જોડે બોલ્યાં હશું...! તું જ એની જોડે ફરતી હોય છે...!”

“માઈન્ડ યોર લેન્ગ્વેજ ત્રિશા..!” લાવણ્યા ચેયરમાં બેસતાં-બેસતાં ઉદ્ધત સ્વરમાં બોલી “જેમ બીજાં બોયઝ મારાં ફ્રેન્ડ્સ છે....એમ આરવ પણ મારો ફ્રેન્ડ જ છે....!”

“તો તો પછી તું એને સીધુંજ પૂછીલેને...! એ ક્યાં છે...!?” હવે કામ્યાએ તેનો ફોન મંતરતા-મંતરતા શાંતિથી કહ્યું.

“ઉફ્ફ....! તમે લોકો...! કદી કોઈ વાતનો સીધો જવાબ નથી આપતાં...!” લાવણ્યા ચિડાઈ અને પાછી ચેયરમાંથી ઊભી થઈને કેન્ટીનમાંથી બહાર નીકળવાં લાગી.

“ક્યાં છે તું...!?” કેન્ટીનમાંથી નીકળતાં-નીકળતાં લાવણ્યાએ પોતાનાં ફોનમાંથી આરવને whatsappમાં મેસેજ કર્યો.

ક્લાસરૂમ તરફ જતાં-જતાં લાવણ્યાએ થોડીવાર સુધી મોબાઈલમાં આરવને મોકલેલા મેસેજ સામે જોયે રાખ્યું.

“હમ્મ...! હજી મેસેજ પોં’ચ્યો નથી....!” મેસેજ નીચે સિંગલ ટીક જોઈને લાવણ્યા બબડી અને ફોન પાછો જીન્સના પોકેટમાં મૂકીને ક્લાસરૂમ તરફ ચાલવાં લાગી.

----

“આ છોકરો....! આખી કોલેજ મને વિશ કરી ચૂકી છે...!” બપોરે લંચ બ્રેકમાં કેન્ટીન તરફ જઈ રહેલી લાવણ્યા તેનાં ફોનમાં આરવને કરેલાં મેસેજ સામે જોઈને બબડી “અને આ છોકરાંનું ઠેકાણું નથી...!”

“અરે અક્ષય....!” સામેથી આવી રહેલાં આરવના ફ્રેન્ડને લાવણ્યાએ બૂમ પાડી

“તે આરવને જોયો..!? હજી કોલેજમાં દેખાયો નથી...!” અક્ષય નજીક આવી જતાં લાવણ્યાએ પૂછ્યું.

“એ તો એની મામાંની છોકરીનાં મેરેજમાં ગયો છે...!” અક્ષય બોલ્યો.

“મેરેજમાં..!? અચ્છા...! મને બર્થડેનું સરપ્રાઈઝ આપવાનું કીધું અને પાછો મેરેજમાં ભાગી ગ્યો....!” લાવણ્યા એકલી-એકલી બબડી.

જોડે ઉભેલો અક્ષય સાંભળી રહ્યો.

“એ પણ મને કીધાં વગર...!”

“લાવણ્યા...! હોઈ શકે એ તને કેવાનું ભૂલી ગ્યો હોય...! ઘાઈ ઘાઈમાં....!” અક્ષયે દલીલ કરતાં કહ્યું.

“તો પછી એ એની સૌથી મોટી ભૂલ હશે....!” લાવણ્યા અકળાઈને બોલી “એ મારી બર્થડે ભૂલી ગ્યો...! હુંહ...!”

અકળાયેલી લાવણ્યા પગ પછાડતી ત્યાંથી જતી રહી.

----

“આખો દિવસ પતવા આયો...! પણ હજી આ છોકરો દેખાયો પણ નઈ કે મેસેજ પણ નાં કર્યો...!”

આરવ ઉપર સવારથી ગુસ્સે થયેલી લાવણ્યા એકલી-એકલી બબડી.

સોસાયટીનાં ગેટમાંથી એન્ટર થઈને લાવણ્યા પોતાનાં ઘર તરફ ચાલતાં-ચાલતાં જઈ રહી હતી.

“આવાંદે એ ડફોળને..!” ચિડાયેલી લાવણ્યા બબડી.

“એકવાર કૉલ કરી જોવું...!?” પોતાનાં ઘરના ગેટ આગળ પગથિયે ઊભાં રહીને લાવણ્યા બબડી અને પોતાનાં જીન્સના પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને આરવનો નંબર ડાયલ કરવાં લાગી.

“જો ખોટું બોલ્યો....! તો ગયો આજે એ છોકરો...!” આરવના ફોનની રિંગ વાગી રહી હતી ત્યાં લાવણ્યા પગથિયે ઊભાં-ઊભાં બબડી.

“હાં બોલ.....! લાવણ્યા...!” થોડીવાર પછી આરવે ફોન ઊપડતાંજ કહ્યું.

“ક્યાં છે તું....!? આખો દિવસ પૂરો થવાં આયો અને તું દેખાયો પણ નઈ....!?” ગુસ્સે થયેલી લાવણ્યાએ ઊંચા સ્વરમાં કહ્યું “સાંજનાં છ વાગવાં આયાં.....! ક્યાંછે તારું સરપ્રાઈઝ...!? હુંમ્મ.....!?”

“અરે અ....! લાવણ્યા...! એકચ્યુંલી.....! હું....હું તારાં સરપ્રાઈઝની તૈયારીજ કરી રહ્યો છું....!” લાવણ્યાનાં ગુસ્સાંથી બચવાં આરવ વાત બનાવતો હોય એમ બોલ્યો.

“અચ્છા....! તો તું સરપ્રાઇઝની તૈયારમાં લાગેલો છે એમ....!?” લાવણ્યા ટોંન્ટ મારતી હોય એમ બોલી “તો કે....! શું સરપ્રાઈઝ પ્લાન કરી છે...!? બોલ....બોલ...!?”

“અમ્મ....! અ....! અ...! ડ....ડ....ડિનર...!” આરવ જે મનમાં આવ્યું એ બોલવાં લાગ્યો “હાં...! ડિનર અને મૂવી પ્લાન કર્યું છે......!”

“અચ્છા...! ડિનર....! એમ..!? તો પછી સરપ્રાઈઝ પાર્ટીનું શું થયું....!?” લાવણ્યાએ એક મહિના પહેલાંની વાત યાદ કરીને એજરીતે ટોંન્ટમાં કહ્યું.

“હાં...હાં...એટ્લે એજ...! ડ...ડિનર પછી સરપ્રાઈઝ પાર્ટી....! એનુંજ પ્લાનિંગ છે...!” આરવ એજરીતે વાત બનાવીને બોલી રહ્યો હતો.

“જાને જા જુઠ્ઠા.....! અક્ષયે મને કીધું’તું કે તું તારાં મામાંની છોકરીનાં મેરેજમાં ગ્યો છે....!” લાવણ્યા હવે વધુ ગુસ્સે થઈ.

“અરે યાર....!” આરવ જાણે પકડાઈ ગયો હોય એમ ધીમેથી બબડ્યો.

“જો...જો....! મને ખબરજ હતી કે તું ભૂલી ગ્યો હોઈશ...!” લાવણ્યા અકળાઈને બોલી “હવે તું તારાં મામાંની છોકરીના મેરેજમાંજ ફર્યા કર.....! ઓકે....! મારી જોડે આવાની કોઈ જરૂર નથી....!”

“અરે લાવણ્યા....! સાંભળતો ખરી...!” આરવ બોલ્યો “હેલ્લો...! યાર એક મિનિટ...! હેલ્લો...!”

“બીપ....બીપ....બીપ.....!” લાવણ્યાએ ફોન કટ કરી દીધો.

“શું સમજે છે એ પોતાને...!” અકળાયેલી લાવણ્યા એકલાં-એકલાં બબડતાં-બબડતાં કમ્પાઉન્ડનો ગેટ ખોલી અંદર જવાં લાગી.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ આરવનો સામેથી ફોન આવ્યો.

“નઈ વાત કરવી હવે મારે...!” આરવનો નંબર જોઈને લાવણ્યાએ કૉલ કટ કરી દીધો.

આરવ હવે બેક ટુ બેક લાવણ્યાને કૉલ કરવાં લાગ્યો.

પોતાનાં ઘરમાં એન્ટર થતાં-થતાં લાવણ્યાએ દર વખતે તેનો કૉલ કટ કરી દેવાં લાગી.

થોડીવાર પછી છેવટે લાવણ્યાએ પોતાનો ફોન સાઈલેન્ટ કરી દીધો.

પોતાનાં બેડરૂમ આવીને લાવણ્યાએ મોબાઈલને બેડ ઉપર ઘા કર્યો અને પોતાની હેન્ડબેગ વગેરે પણ બેડ ઉપર મૂકીને સીધી બાથરૂમ તરફ ચાલી ગઈ.

-----

“ઓહો….! એકતાલીસ મિસકૉલ...!” ફ્રેશ થયાં પછી લાવણ્યા બેડ ઉપર પડી-પડી પોતાનો ફોન મંતરી રહી હતી.

આરવે લગભગ ચાલીસ વધુ વખત લાવણ્યાને કૉલ કર્યા હતાં અને માફી માંગતા અનેક મેસેજીસ પણ.

“હુંહ....! કોઈ રિપ્લાય નઈ આપવો જા...મારે...!” એકલી-એકલી બબડતી લાવણ્યા તેનાં ફોનમાં whatsappમાં અન્ય ફ્રેન્ડ્સનાં મેસેજીસ વાંચવા લાગી.

લાવણ્યા ફોન મંતરી રહી હતી ત્યાંજ વિશાલનો કૉલ આવ્યો. ફોન સાઈલેન્ટ હોવાથી રિંગ નાં વાગી.

“હાં બોલ....!” વિશાલનો કૉલ રિસીવ કરી લાવણ્યા બોલી.

“ક્યાં છે તું..!?” સામેથી વિશાલે પૂછ્યું.

“ઘરે...!કેમ..!?”

“ખેતલાપા આયને....!”

“કેમ શું કામ છે...!?” લાવણ્યાને નવાઈ લાગી.

“અરે બસ...! બઉ દિવસથી મલાયું નથીને...! એટ્લે...!” વિશાલ બોલ્યો “એમ પણ...! હજીતો...! સાતજ વાગ્યાં છેને...!”

“હમ્મ....! આવું ચાલ....! એમ પણ હું બોર થતી’તી ઘેર...!” બેડ ઉપરથી ઊભાં થતાં-થતાં લાવણ્યા બોલી.

----

“હેપ્પી બર્થડે લાવણ્યા....!” તૈયાર થઈને લાવણ્યા રાત્રે લગભગ પોણાં આઠે એસજી હાઇવે ખેતલાપા ટી-સ્ટૉલ આવી ગઈ હતી.

વિશાલ, રાકેશ અને યશ ત્રણેયે ભેગાં થઈને લાવણ્યાને નાનકડું બર્થડે સરપ્રાઈઝ આપ્યું હતું.

વિશાલની ડબલ સ્ટેન્ડ કરેલી યમાહા SZની સીટ ઉપર નાની ચોકલેટ બર્થડે કેક મૂકી કેંન્ડલ સળગાવી ત્રણેયે એકસાથે લાવણ્યાને “હેપ્પી બર્થડે” વિશ કર્યું.

“વાહ...! થેન્ક યુ...!” લાવણ્યા નીરસ સ્વરમાં વિશાલની બાઇક ઉપર મૂકેલી કેક સામે જોઈને બોલી “ચાલો કોઈકને તો યાદ રહ્યું...!”

“કેમ આવું બોલે છે..!?” વિશાલે નવાઈ પામીને પૂછ્યું “ના ગમી સરપ્રાઈઝ..!?”

“એવું કઈં નથી...!” લાવણ્યા વાત બદલતી હોય એમ નીરસ સ્વરમાં બોલી “યશ..!? તું ક્યાંથી વિશાલ જોડે..!?”

લાવણ્યાએ વિશાલની જોડે ઉભેલાં યશને કહ્યું. યશ આમતો કોલેજમાં બીજાં ગ્રુપનો મેમ્બર હતો, પણ વિશાલ અને રોનકનો ખાસ ફ્રેન્ડ હતો આથી કોઈકવાર તે એમની જોડે કોલેજ કેન્ટીનમાં કે આવી કોઈ જગ્યાએ પણ સાથે હોતો. જોકે લાવણ્યાની યશ જોડે માત્ર ઔપચારિકતાં પૂરતી કોઈવાર વાત થતી.

“કોલેજની બ્યુટી ક્વિનનો બર્થડે હોય અને સેલિબ્રેશન ના થાય એવું ચાલે..!?” લાવણ્યાને “માખણ” લાગવતો હોય એમ યશ બોલ્યો.

“હાં....! એ તો છેજ...!” લાવણ્યાનો ઘમંડ પોસરાયો અને તે મનમાં બબડી મલકાઈ.

“તો પછી તું કોઈ ગિફ્ટ ના લાયો...!?” લાવણ્યાએ યશ સામે આંખો નચાવીને અદાથી પોતાનાં વાળ ઝાટક્યાં.

“ઓહ...! હું તો ભૂલીજ ગ્યો..!” યશ થોથવાઈ ગયો હોય એમ બોલ્યો “કાલે આપી દઉં તો નઈ ચાલે...!?”

“હમ્મ..! ચાલે..! બટ...! અમારાં ગ્રૂપના બધાંનાં દેખતાં આપવું પડે..!” લાવણ્યા એજરીતે ઘમંડથી બોલી.

“હાં...! ડન...!” યશ બોલ્યો.


“હવે કેક કાપીયે..!?” રોનક બોલ્યો.

“હાં...હાં...! ચાલો...!”

-----

“તો...! ક્યાંક લોંન્ગ ડ્રાઈવ ઉપર જવું છે...!?” નાનકડું બર્થડે સેલિબ્રેશન પત્યા પછી યશે લાવણ્યાને પૂછ્યું.

રાકેશ અને વિશાલ બંને થોડાં દૂર ઊભાં રહીને સિગારેટ પી રહ્યાં હતાં.

“અમ્મ..!શ્યોર...! બોલ ક્યાં જવું છે...!?” લાવણ્યાએ પૂછ્યું.

“બર્થડે તારો છે...! તું બોલ...!” યશે પૂછ્યું.

“અમ્મ...! આપડે તપોવન સર્કલ સુધી જઈએ...! પછી પાછાં આવીએ...!” લાવણ્યા બોલી.

“ઓકે ચાલ...!” યશે તેનાં બાઇકમાં ચાવી ભરાવતાં કહ્યું.

“વ્રુમ...વ્રુમ...!” ચાવી ભરાવી યશે સેલ માર્યો અને બાઈકને રેસ આપી. લાવણ્યા યશની પાછળ બેસી ગઈ.

એક્સિલેટર ઘુમાવી યશે બાઇક મેઇન રોડ ઉપર લેવાં માંડ્યુ. જતાં-જતાં યશે વિશાલ સામે જોઈને આંખ મીંચકારી. વિશાલે પ્રતીભાવમાં પોતાનું ડોકું હલાવ્યું.

----

“તું મને ખેતલાપાજ ઉતારી દે...! હું ત્યાંથી મારી રીતે ઘરે જતી રઈશ..!” યશના બાઇક પાછળ બેઠેલી લાવણ્યા બોલી.

બંને લોંન્ગ ડ્રાઈવ કરીને પાછાં એસજી હાઇવે ખેતલાપા તરફ જઈ રહ્યાં હતાં.

“કેમ..!? હું તને તારા ઘરે ઉતારી દઉંને...!” ડ્રાઈવ કરી રહેલો યશ બોલ્યો.

“અરે ના...! કોઈ વાંધો નઈ...! હું જાતે આવી હતી...! તો જાતે જતી રઈશ...!”

“કેમ...!? તને ના મઝા આવી લોન્ગ ડ્રાઈવમાં...!?” યશે પૂછ્યું.

“અમ્મ..! ઓછી...! મારું મૂડ સારું નથી એટ્લે...!” લાવણ્યા આરવને યાદ કરીને બોલી.

“તો તારું મૂડ સારું થાય એનાં માટે શું કરું...!?” યશ બોલ્યો અને બાઇક ખેતલાપા ટી-સ્ટૉલ આગળ ઊભું રાખવાં લાગ્યો.

“બસ...અત્યારે તો મને અહિયાં ઉતારીદે...! પછી વાત...!” લાવણ્યા શાંતિથી બોલી અને યશે બાઇક ઊભું રાખતાં પાછલી સીટ ઉપરથી નીચે ઉતરવાં લાગી.

“શ્યોર હું તને ઘરે મુક્વાં ના આવું...!?” યશે લાવણ્યાને ફરી પૂછ્યું.

“ના...! હું જતી રઈશ..! બાય...!” એટલું કહને લાવણ્યા રોડ તરફ ચાલવા લાગી.


“બીજાં બધાં બોયઝ કરતાં યશ સારો લાગે છે..!” એક નજર પાછું યશ તરફ જોઈ લાવણ્યા મનમાં બબડી.

બાઇક ઉપર બેઠાં-બેઠાં યશ લાવણ્યાને જતી જોઈ રહ્યો હતો.

“થોડું ડીસાન્ટ બિહેવિયર હતું એનું....!” આગળ જોઇને લાવણ્યા હવે એક ઓટોવાળાને હાથ કરી રોકવાં લાગી.

“જોધપૂર લઈલો...!” વિચારી રહેલી લાવણ્યાએ ઓટોમાં પાછલી સીટમાં બેસીને કહ્યું.

ઓટોવાળાએ ઓટો ચલાવા માંડી. લાવણ્યાએ ફરીવાર એક નજર બાઈક ઉપર બેસીને તેણી તરફ જોઈ રહેલાં યશ તરફ નાંખી. લાવણ્યા સામે જોઈ રહેલાં યશે હળવેથી તેની હથેળી ઊંચી કરીને “બાય” કર્યું.

“હાય...!” લાવણ્યા વિચારી રહી હતી ત્યાંજ તેણીનાં ફોનમાં whatsapp નોટિફિકેશનમાં યશનો મેસેજ આવ્યો.

“હજી ત્યાંજ ઊભો છે...!?” લાવણ્યાએ રિપલાય આપ્યો.

“hmm…!” યશે સામે જવાબ આપ્યો.

“હી..હી..હી...! હવે ઘરે જા...! લેટ થઈ ગ્યું...!”

“તું ઘરે પહોંચીને મને મેસેજ કરે પછી જઈશ...!” યશે લખીને મોકલ્યું.

“ઓહ...! થેંક્સ ફોર કેરિંગ...! બટ મને આદત છે..! લેટ જવાની...!” લાવણ્યાએ લખીને મોકલ્યું અને સાથે સ્માઇલીવાળું ઇમોજી પણ મોકલ્યું.

“મારું બ્રેક અપથઈ ગયું છે...! ઈશિતા સાથે...!” યશે મેસેજ કર્યો અને સાથે સેડ ઇમોજી મોકલ્યું.

“ઓહ...! સો સેડ...!” લાવણ્યાએ પણ સામે સેડ ઈમોજી મોકલી “મારો બર્થડે પણ આજે બોરિંગ હતો...!”

ઓટોવાળાએ હવે જોધપુર જવાં ઓટો મેઈન રોડથી અંદર વાળી.

“વેલ...! તો તારું અને મારું મૂડ સારું થાય એવી કોઈક જગ્યાએ જવું છે...!?” યશે મેસેજમાં પૂછ્યું અને જોડે માથે રિંગવાળું હેપ્પી સ્માઈલી મોકલ્યું.

“અમ્મ...! where….!?” લાવણ્યાએ વિચારતી હોય એવું ઈમોજી મોકલી મેસેજનો રિપ્લાય આપ્યો.

“લાવણ્યા...! હું અમદાવાદ પહોંચવાં આયો છું...!” લાવણ્યા યશ સાથે વાત કરી રહી હતી ત્યાંજ તેનાં whatsappમાં આરવનો મેસેજ આવ્યો “સોસાયટીની બહાર આઈશ..!? મેં ઘર નઈ જોયું તારું...! એટ્લે...!”

આરવનો મેસેજ રીડ કરતાંજ લાવણ્યાને વધુ ચીડ ચઢી.

આરવના મેસેજનો રિપ્લાય આપવાની જગ્યાએ લાવણ્યા યશ સાથે ચેટ કરવાં લાગી. જોકે તેનાં મનમાં આરવનાજ વિચારો ફરી રહ્યાં હતાં.

“થોળ લેક જવું છે..!? મસ્ત એટમોસ્ફિયર છે...! મઝા આઈ જશે...!” લાવણ્યાના મેસેજના રિપ્લાયમાં યશે કહ્યું.

“હમ્મ..! કાલે સવારે નિકળીએ...! 7:00 વાગે...!” લાવણ્યાએ જવાબ આપ્યો.

“એટલાં વે’લ્લાં...!?” યશે આંખો મોટી કરી ઈમોજી મોકલી કહ્યું.

“કેમ શું વાંધો છે...!?”

“કોઈ વાંધો નઈ...! ડન...! સવારે સાત વાગે...! બોલ તને ક્યાંથી પિક કરું..!?”યશે પૂછ્યું.

“હું ખેતલાપા આઈ જઈશ..!” લાવણ્યાએ જવાબ આપ્યો “બટ કારમાં જઈશું...! તારી પાસે કાર છેને...!?”

“હાં...! છે...! ડોન્ટ વરી...! હું કાર લઈને આઈ જઈશ...!” યશે કહ્યું અને સ્માઇલીવાળું ઈમોજી મોકલ્યું.

“ઓકે...! GN…!” લાવણ્યાએ શોર્ટમાં ગૂડ નાઈટ લખીને મોકલ્યું અને સામેથી યશે પણ.

આરવ સાથે વાત કર્યા વિનાજ લાવણ્યાએ પોતાનો ફોન સ્વિચઑફ કરી દીધો અને બેડ ઉપર લંબાવી દીધું. આરવ વિષે વિચારતી-વિચારતી છેવટે તેની આંખો ઘેરાવાં લાગી.

----

સવારે નક્કી થયાં મુજબ લાવણ્યા યશની જોડે થોળ લેક જવાં ખેતલાપા ટી-સ્ટૉલ પહોંચી ગઈ. બંને ત્યાંથી થોળ લેક જવાં કારમાં નીકળી ગયાં. લગભગ આખો દિવસ થોળ અને તેની આજુબાજુ ફરવાં લાયક જગ્યાઓએ બંને ફર્યા, જમ્યા. જોકે લાવણ્યાનું મૂડ આખો દિવસ ઑફજ રહ્યું હતું.

સવારમાં લાવણ્યાએ તેનો ઓન કર્યા પછી આરવના અનેકવાર ફોન અને મેસેજીસ આવ્યાં હતાં. દરેક મેસેજીસમાં આરવ લાવણ્યાની માફી માંગતો રહ્યો હતો. લાવણ્યાએ જોકે તેણીનો ફોન સાઈલેન્ટજ રાખ્યો હતો.

મોડી સાંજે યશ લાવણ્યાએ કહ્યાં મુજબ ખેતલાપા ટી-સ્ટૉલ ઉતારી ગયો. ખેતલાપા ટી-સ્ટૉલ ઉતરીને લાવણ્યા ઓટો કરીને પોતાનાં ઘરે આવી ગઈ.

“ક્યાં છે તું...! આજે કોલેજ કેમ ના આઈ..!?” ફ્રેશ થઈને લાવણ્યા ઘરે પોતાનાં બેડ ઉપર આડી પડીને પોતાનાં whatsappમાં મેસેજીસ વાંચી રહી હતી જેમાં તેણે સવારથી લગભગ આખો દિવસ કરેલાં આરવના મેસજીસ વાંચી રહી હતી.

“પ્લીઝ લાવણ્યા...! આવું ના કરને...! સોરી તો કીધું...! આવું થોડી નારાજ થવાય...!” આરવના અનેક મેસેજીસમાં આરવે કેટલીયવાર સોરી કહ્યું હતું.

“હું ભૂલી ગ્યો’તો...! પણ હવે આવું નઈ થાય...! સોરી...સોરી...! પ્લીઝ...! એકવાર રિપ્લાય તો કર...!”


આરવના ચેટ બોક્સમાં મેસેજીસ વાંચતાં-વાંચતાં લાવણ્યાને આરવનાં DPમાં ઇનોસંન્ટ ચેહરો દેખાઈ ગયો. DP ઓપન કરીને લાવણ્યા આરવનો ચેહરો જોવાં લાગી.

“હાઈ...!” લાવણ્યા આરવનો DP જોઈ રહી હતી ત્યાંજ આરવનો મેસેજ આવ્યો “સોરી યાર..! આવું નારાજ નાં થઈશને....! પ્લીઝ...! એક ચાન્સ તો આપ..!”

લાવણ્યાએ મોઢું મચકોડયું અને whatsapp બંધ કરીને ફોન સાઈલેન્ટ કરી દીધો. લાવણ્યાએ ધાર્યા મુજબ આરવ હવે લાવણ્યાને કૉલ કરવાં લાગ્યો. મોબાઈલ પોતાનાં ઓશિકાં નીચે દબાવીને લાવણ્યાએ આંખો મીંચી દીધી.

-----

“લાવણ્યા...! આઈ એમ સો સોરી યાર...! પ્લીઝ વાત તો કર મારી જોડે...! આવું શું કરે છે....!?” લાવણ્યા કોલેજ જવાં નીકળી હતી ત્યાંજ સવાર-સવારમાંજ આરવનો ફોન આવી ગયો હતો.

એક-બેવાર કટ કર્યા પછી લાવણ્યાએ છેવટે આરવનો ફોન ઉપાડી લીધો હતો. સોસાયટીમાંથી નીકળી હવે લાવણ્યા મેઇન રોડ ઉપર ચાલતાં-ચાલતાં આવી અને ઓટોવાળાને શોધતાં-‘શોધતાં આરવ જોડે ફોન ઉપર વાત કરી રહી હતી.

“આરવ…! સવાર-સવારમાં મારું મૂડ ખરાબ નાં કરને...!” લાવણ્યા ચિડાઈને બોલી અને પોતાની સાઇડે આવી રહેલાં એક ઓટોવાળાને જોઈને હાથ કર્યો.

“પણ..!”

“આરવ...! મેં કીધુંને...! મારે અત્યારે કોઈ વાત નઈ કરવી...! તું ફોન મૂક...!” લાવણ્યા એજરીતે બોલી અને ઓટોવાળાએ ઓટો ઊભી રાખતાં ઓટોની પાછલી સીટમાં બેસવાં લાગી.

“અને હાં...! કોલેજમાં મારી જોડે વાત કરવાનો કોઈ ટ્રાય નાં કરતો...! સમજ્યો...!” એટલું કહીને લાવણ્યાએ ફોન કટ કરી દીધો.

“એચ એલ લઈલોને અંકલ...!” લાવણ્યાએ ઓટોવાળાને કહ્યું અને પોતાનાં મોબાઈલમાંથી યશનો નંબર ડાયલ કરવાં લાગી.

“હાં બોલ..!” લાવણ્યાનો કૉલ ઉપાડીને સામેથી યશે કહ્યું.

“યાદ છેને...! આજે મારું ગિફ્ટ જોઈએ મારે...!?” લાવણ્યા ધમકાવતી હોય બોલી.

“હાં યાદ છે...! તારાં ગ્રૂપનાં બધાં ફ્રેન્ડ્સની સામે આપીશ...!”

“ગૂડ...! હું આવુંજ છું...! બાય”

“બાય...!”

----

“હાય.....!” કેન્ટીનમાં બેઠેલાં પોતાનાં ગ્રુપના ફ્રેન્ડસની જોડે પહોંચીને લાવણ્યા બોલી.

રોજની જેમજ કેન્ટીન આખી સ્ટુડન્ટસથી ભરેલી હતી.

ટેબલની આજુબાજુની ચેયર્સમાં રોનક, પ્રેમ, ત્રિશા, કામ્યા, વિશાલ બેઠાં હતાં. વિશાલની જોડે યશ પણ બેઠો હતો. લાવણ્યાનાં ગ્રૂપની જોડેજ એક ટેબલની આજુબાજુ આરવ અને તેનું ગ્રૂપ બેઠું હતું. આરવ ઢીલા માસૂમ ચેહરે લાવણ્યા સામે જોઈ રહ્યો હતો. લાવણ્યાએ નાં પાડી હોવાથી આરવે કોલેજમાં આવ્યાં પછી લાવણ્યા સથે વાત નહોતી કરી.

“હજી બે ત્રણ મેમ્બર્સ ઓછા છે....!” લાવણ્યા એક વેધક નજર આરવ ઉપર નાંખી ટેબલની આજુબાજુ બેઠેલાં તેનાં ફ્રેન્ડસ સામે જોઇને બોલી.

“અંકિતા અને નેહા હજી નથી આયાં....!” ફોન મંતરી રહેલો રોનક બોલ્યો.

“પણ તારે શું કામ છે...!?” સામે બેઠેલો પ્રેમ બોલ્યો.

“વેલ....! યશ મને ગીફ્ટ આપવાનો છે....!” ટેબલ નીચેથી ચેયર ખેંચીને બેસતાં લાવણ્યા બોલી “હું ઈચ્છું છું....કે યશ મને બધાંની સામેજ ગીફ્ટ આપે....!”

એક નજર યશ સામે નાંખી પૂરાં ઘમંડ સાથે લાવણ્યા આરવ સામે જોઈને બોલી. નજીક બેઠો હોવાથી આરવને બધું સંભળાઈ રહ્યું હતું.

“એટલે દેખાડો કરવો છે એમ કે’ને.....!” ત્રિશાએ જોડે બેઠેલી કામ્યાને ધીરેથી હસીને ટોન્ટમાં કહ્યું.

“આદત છે એની....!” કામ્યાએ પણ હસીને ધીરેથી ત્રિશાને સંભળાય એ રીતે કહ્યું.

પછી બંને ફરી સહેજ હસ્યાં.

“શેનાં હસો છો તમે બેય....!?” લાવણ્યાએ ઘુરકીને બેયની સામે જોયું અને તોછડાં સ્વરમાં બોલી “મારીજ વાત કરો છોને...!? મને ખબર છે તમે લોકો જેલસ થાવ છો.....! યશ મારો બોયફ્રેન્ડ છે અને મને ગીફ્ટ આપે છે એટલે....!”

“ના.....! અમે પે’લ્લાં ગીફ્ટ જોઈશું....! પછી જેલસ થઈશું....!” ત્રિશા લાવણ્યાને ટોન્ટ મારતાં બોલી.

કામ્યા, પ્રેમ અને બીજાં બધાં હસી પડયાં. લાવણ્યા ઘૂરકીને ત્રિશા સામે જોઈ રહી.

“અરે લાવણ્યા.....! પણ તને એ બધાંથી શું ફેર પડે છે....!?” જોડે બેઠેલો યશ લાવણ્યાનો ઈગો પેમ્પર કરતો હોય એમ આંખ મારીને બોલ્યો “તું જે ડિઝર્વ કરે છે....! એ તને મળે છે.....! અને એમાં બીજાં જેલસ થતાં હોય તો થાય.....!”

યશે એક નાનકડું ચોરસ ગિફ્ટ બોક્સ ટેબલ ઉપર મૂક્યું.

લાવણ્યાએ ઘમંડથી ત્રિશા સામે જોયું અને ફરી આરવ સામે જોઈને પોતાનાં વાળ ઝાટક્યા.

“હાય....! ગૂડ મોર્નિંગ...!” કેન્ટીનમાં અંકિતાએ આવતાં લાવણ્યાની બાજુમાં ઉભાં રહીને કહ્યું “ઓહો...! આખું ગ્રુપ અહિયાં....! શું વાત છે...!?”

“લાવણ્યાનો બોયફ્રેન્ડ એને કોઈ ગીફ્ટ આપે છે.....!” ત્રિશા ફરીવાર એવાંજ વેધક સ્વરમાં ટોન્ટ મારતાં બોલી “અને લાવણ્યા આપડને એ બતાવે છે....!”
“ઓહ....! શું વાત છે વિશાલ....! શું ગીફ્ટ લાયો....!?” અંકિતાએ ત્રિશાની બાજુની ચેયરમાં રીલેક્સ થઈને બેઠેલાં વિશાલ સામે જોઈને પૂછ્યું.

“વિશાલ...! નઈ....! યશ....!” ચેયરમાં બેઠેલી લાવણ્યાએ અંકિતા સામે જોઈને કહ્યું “તું ત્રણ દિવસથી નોતી આવી....! એટલે તને નઈ ખબર....! યશ ઈઝ માય ન્યુ બીએફ...!”

લાવણ્યા બોલી અને પછી આરવ સામે વેધક નજરે જોઈ રહી.

“તો વિશાલ...!?” અંકિતાએ નવાઈપૂર્વક પહેલાં વિશાલ પછી લાવણ્યા સામે જોઇને પૂછ્યું.

“હું તો ખાલી વિકેન્ડનો બોયફ્રેન્ડ છું બકા....!” ટેબલ ઉપર મૂકેલાં કોફીના કપને ઉઠાવી કુટિલ સ્મિત કરતો વિશાલ બોલ્યો.

“ખાલી સેટર ડે......સન ડે.....!” કોફીની એક સીપ લઈને વિશાલે ફરી કુટિલ સ્મિત કરી લાવણ્યા સામે જોયું.

જવાબમાં લાવણ્યાએ પણ હોંઠ દબાવીને કુટિલ સ્મિત કર્યું.

“this is so cheap હાં લાવણ્યા....!” અંકિતા મોઢું બગાડીને બોલી.

“તું સુપ્રિમ કોર્ટની જજ છે....!?” ચેયરમાંથી ઉભાં થતાં લાવણ્યા ચિડાઈને તોછડાં સ્વરમાં બોલી “મને શું કામ જજ કરે છે...!?”

“છીઈઈ....! લાવણ્યા...! તું શું કામ આપડા ગ્રુપનો માહોલ બગાડે છે....!” અંકિતા ફરીવાર મોઢું બગાડીને બોલી “એમ પણ યશ આપડા ગ્રુપનો નથી....!”

“હું આ કોલેજમાં તો ભણું છુંને....!’ હવે યશ ઉભો થઈને દલીલ કરવાં લાગ્યો “અને તું તો જાણે અન્ડરવર્લ્ડની ડોન હોવ અને ગેંન્ગ ચલાવતી હોવ... એવી વાત કરે છે...!”

“અરે સવાર સવારમાં શું માંડ્યું છે તમે લોકોએ...!? આખી કેન્ટીન જોવે છે યાર....!” અંકિતા બોલવાજ જતી હતી ત્યાંજ કામ્યાએ ચિડાઈને વચ્ચે કહ્યું પછી લાવણ્યા સામે જોયું “લાવણ્યા...! તારે તારા જે બોયફ્રેન્ડ જોડે જ્યાં જવું હોય ત્યાં જા...! જે કરવું હોય એ કર...! પણ પ્લીઝ....! આ બધી લમણાંઝીંક બંધ કર....!”

“ચાલ હની....!” યશ હવે લાવણ્યાનો હાથ પકડીને બોલ્યો “આપડે આપડા લાયક જગ્યાએ જઈએ...!”

લાવણ્યાની જેમજ પોતાનાં હેન્ડસમ દેખાવના ઘમંડમાં રાચતો યશ હવે લાવણ્યાનો હાથ પકડીને ત્યાંથી ચાલવાં લાગ્યો.

જતાં-જતાં લાવણ્યાએ ઘૂરકીને અંકિતા સામે જોયું પછી ઘમંડથી આરવ સામે જોઈને હસી અને પોતાનું મોઢું ફેરવી લીધું.

“આ લાવણ્યાને શું થયું....!? આટલી અકળાઈને ક્યાં જાય છે....! અને એ પણ યશ જોડે...!?” ટેબલ પાસે જસ્ટ આવી પહોંચેલી નેહાએ જઈ રહેલી લાવણ્યાને જોઈ પછી અંકિતા સામે જોઇને પૂછ્યું.

-----

“લાવણ્યા...! લાવણ્યા...!” કોલેજ પૂરી થયાં પછી લાવણ્યા કોલેજની જોડે આવેલાં બસસ્ટેન્ડ તરફ જઈ રહી હતી ત્યાંજ આરવ તેની પાછળ-પાછળ ઉતાવળા પગલે આવીને ચાલવા લાગ્યો.

“લાવણ્યા....! પ્લીઝ...! એકવાર ખાલી મારી વાતતો સાંભળ..!?”

“આરવ...! તું શું કામ મને હેરાન કરે છે..!?” લાવણ્યા ચિડાઈને બોલી અને આરવ સામે જોઈને ઊભી રહી “મારે મોડું થાય છે...! મારે યશ જોડે પાર્ટીમાં જવાનું છે...!”

“ય..યશ જોડે..!?કઈ જગ્યાએ પાર્ટી છે..!?” આરવ બાળક જેવુ દયામણું મોઢું કરીને બોલ્યો “હું આવું તારી જોડે...!?”

આરવે એટલું દયામણું મોઢું કરીને લાવણ્યા સામે જોયું કે લાવણ્યાનો બધો ગુસ્સો ઉતરી ગયો. જોકે બર્થડે વાળી વાત યાદ આવી જતાં લાવણ્યા ફરીવાર ચિડાઈ ગઈ.

“તને ઇન્વીટેશન છે…..!?”

આરવે નકારમાં માથું ધૂણાવ્યું.

“તો બસ...!” લાવણ્યા ચિડાઈને બોલી અને પછી બસસ્ટેન્ડ તરફ ચાલવા લાગી.

“તો...તો..હું તને મૂકવા આવું ખાલી..!?”લાવણ્યાની જોડે ચાલતાં-ચાલતાં આરવ તેણીને મનાવવાં લાગ્યો “અને પછી રિટર્નમાં ઘરે પણ મૂકી જઈશ...!”

“મારો ડ્રાઈવર બનીને...!?” લાવણ્યાએ ટોંન્ટ માર્યો.

“તારે એવું સમજવું હોય તો એવું સમજીલે...! બસ..!” આરવ રડું-રડું થઈ ગયો.

“પણ મારું મગજ ના ખાતો...! ચૂપચાપ કાર ડ્રાઈવ કરજે...!” લાવણ્યા માંડ પોતાનો સ્વર સખત કરતી હોય એમ બોલી.

આરવે ફરીવાર ઢીલું મ્હોં કરીને તેનું માથું હકારમાં ધુણાવી દીધું અને પાછો ફરીને કોલેજના ગેટ તરફ જવાં લાગ્યો.

“હવે આમ ઊંધો ક્યાં જાય છે..!?” લાવણ્યાએ નવાઈપૂર્વક ઊંચા સ્વરમાં પૂછ્યું.

“કાર લેવા...!કોલેજના પાર્કિંગમાં પડી છે...!” આરવે જતાં-જતાં પાછું ફરીને કહ્યું અને ફરી જવાં લાગ્યો.

“Aww…! આ છોકરો...! બધો ગુસ્સો ઉતરી જાય છે એનાં માસૂમ ફેસને જોઈને..!” ત્યાંજ ઊભી-ઊભી લાવણ્યા માથું ધુણાવી રહી અને મનમાં બબડી રહી.

થોડીવાર પછી આરવ પોતાની કાર લઈને આવ્યો. દરવાજો ખોલીને લાવણ્યા કારની આગળની સીટમાં બેઠી.

“ઘરે લઈલે..! મારે તૈયાર થવાનું છે...!” કારનો દરવાજો બંધ કરતાં-કરતાં લાવણ્યા બોલી “અને હાં...! સોસાયટીના ગેટ પાસેજ ઊભી રાખજે...!”

“તું મને તારાં ઘર સુધી કેમ નઈ આવાં દેતી...!” કારનું એક્સિલેટર દબાવીને આરવે પૂછ્યું.


“મેં કીધું’તુંને મારું મગજ ના ખાતો...!?” લાવણ્યા હવે જાણીજોઈને આરવને ધમકાવતી હોય એમ બોલી.

“સારું …..! નઈ બોલું...!” ઢીલું મોઢું કરીને આરવ પાછો કાર ચલાવા લાગ્યો.

લાવણ્યા તેનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને મલકાઈ રહી. તે જાણીજોઈને આરવને હેરાન કરી રહી હતી.

-----

“ચાલ જલ્દી...! બોપલ લઈલે...! ગોલ્ડન વીલા....!” સોસાયટીના ગેટની સામે આરવની કારમાં આગળની સીટમાં બેસી દરવાજો બંધ કરતાં-કરતાં લાવણ્યા બોલી “બવ લેટ થઈ ગ્યું...!”

“આતો....! બ..બઉ એક્સપોઝ થાય એવાં કપડાં છે...!” આરવ લાવણ્યાના કપડાં સામે જોઈને વિલાં મોઢે બોલ્યો.

લાવણ્યાએ તેની આદત મુજબ બોડી એક્સપોઝ થાય એવું બ્લ્યુ સ્લીવલેસ હાલ્ફ ટોપ અને નીચે પ્રિંન્ટેડ ગ્રે સ્લીટ સ્કર્ટ પહેર્યું હતું. વચ્ચેથી સ્લીટ સ્કર્ટને લીધે લાવણ્યા પગ ચાલતી વખતે કે ઉઠતાં-બેસતાં તેણીની ઝાંઘો સુધી ખુલ્લાં થઈ જતાં હતાં.

“પાર્ટીમાંતો આવાજ કપડાં હોયને..!?” સીટમાં બેઠાં લાવણ્યાએ પોતાની કમર વધુ ખુલ્લી દેખાય એરીતે સ્કર્ટ નાભીથી વધુ નીચું કર્યું.

“પણ...! આવી બધી પાર્ટીમાં ....! આવાં કપડાં...!?” સ્કર્ટ નીચું કરી રહેલી લાવણ્યાને જોઈને આરવે નજર ફેરવી લીધી.

“કેમ...!? તને શું પ્રોબ્લેમ છે...!?”લાવણ્યાએ ચિડાઈને સહેજ તોછડાઈથી પૂછ્યું.

“હું તો ખાલી...!”

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ લાવણ્યાના ફોનની રિંગ વાગી.

“હા બોલ યશ...!” યશનો કૉલ રિસીવ કરીને લાવણ્યા બોલી “બસ રસ્તામાંજ છું...! હમ્મ...!”

ઢીલા મોઢે થોડી-થોડીવારે લાવણ્યા સામે જોઈને આરવ હવે કાર ડ્રાઈવ કરવાં લાગ્યો.

“હાં...ચાલ...! બાય...!” યશ જોડે વાત કરીને લાવણ્યાએ કૉલ કટ કર્યો.

“શેની પાર્ટી છે..!?” આરવે પુછ્યું.

“યશનાં ફ્રેન્ડ પ્રતિકની બર્થડે પાર્ટી છે...!” લાવણ્યાએ કીધું “તું ઈંક્વાયરી કરે છે...! એમ..!?”

આરવ કઈંપણ બોલ્યાં વગર કાર ડ્રાઈવ કરી રહ્યો.

“કેટલો ક્યૂટ લાગે છે યાર...! આવો નારાજ થયેલો તારો ચેહરો..!” કાર ચલાવી રહેલાં આરવનાં રિસાયેલા ચેહરા સામે જોઈને લાવણ્યા મનમાં બબડી.

“તું યશ જોડે ના જઈશને...!” થોડીવાર પછી આરવે ઢીલા મોઢે લાવણ્યા સામે જોઈને કહ્યું.

“કેમ...!?” લાવણ્યાએ વેધક સ્વરમાં પૂછ્યું.

“એ સારો છોકરો નથી...!” આરવ એજરીતે બોલ્યો.

“તને કેમની ખબર એ સારો છોકરો નથી...! હમ્મ..!?”

“હું છોકરો થઈને છોકરાંની નિયત ના ઓળખું...!?” આરવે સામે જવાબ પણ આપ્યો અને પ્રશ્ન પણ પૂછ્યો.

“તો પછી તું પણ એવોજ હોઈશને...!?” લાવણ્યાએ પણ વેધકસ્વરમાં શાંતિથી પૂછ્યું.

“હું એવો લાગુ છું તને...!?” આરવે લાવણ્યાની સામે જોયું.

એક ઊંડો શ્વાસ ભરી લાવણ્યાએ સામેની બાજુ કાંચમાંથી બહાર જોવાં માંડ્યુ અને બોલી “મારે મોડું થાય છે...! કાર ચલાવ જલ્દી....!”

“એ સારો છોકરો નઈ...! તોય તે એને તારો બોયફ્રેન્ડ બનાવી લીધો...! એ પણ ખાલી બે જ દિવસમાં....!” આરવ નાનાં બાળકની જેમ રિસાયો હોય એમ બોલ્યો “અને હું સારો છું તોય મને....!”

“આરવ...! તું મારી ટાઈપનો નથી...! કેટલીવાર કીધું તને...! ભાન નથી પડતી...!?” આરવને વચ્ચે ટોકી લાવણ્યા તેને ખખડાડવતી હોય એમ બોલી.

આરવ એવાંજ રિસાયેલાં મોઢે કાર ચલાવા લાગ્યો.

-----

“અહિયાંથી વળાવીલે...!” ફાર્મ હાઉસ જવાં માટે મેઇન રોડથી અંદર જતાં એક વળાંક પાસે લાવણ્યાએ આરવને કાર વળાવાં માટે કહ્યું.

આરવે કાર ડાબી બાજુ વાળી લીધી.

“બાપરે...! આતો કેવો કાચો રસ્તો છે...! અને અંધારિયો પણ...!” ફાર્મ હાઉસ તરફ જતાં અંધારિયા કાચાં ઉબડખાબડ રસ્તાને કારની હેડલાઇટનાં પ્રકાશમાં જોઈને આરવ બોલ્યો.

બપોરે પડેલાં ભારે વરસાદી ઝાપટાંને લીધે કાચાં રસ્તામાં ઠેકઠેકાણે પાણી ભરાયું હતું. ખાડાં-ખાબોચિયાંમાંથી પસાર થતી કાર કુદ્કાં ભરતી હોય એમ જઈ રહી હતી.

“તું આવી જગ્યાએ આવે છે..!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“ના...! પે’લ્લીવાર આવું છું...! મેપમાંથી રસ્તો જોઈને તને કીધું...!” લાવણ્યા શાંતિથી સામે જોઈ રહીને બોલી.

“જો...! ઓલો મોટો ગેટ દેખાયો...!” લગભગ એકાદ કિલોમીટર જેટલું કાર કીચડવાળા એ ગંદા-ગોબરાં રસ્તા પર ચાલ્યાં પછી લાવણ્યાએ આરવને તેની સાઈડે દેખાતાં ખાસ્સાં મોટાં ભવ્ય ગેટ સામે હાથ કરીને કહ્યું “ત્યાં વળાવીલે...!”

લાવણ્યાએ કહ્યાં મુજબ આરવે કાર ગેટમાંથી અંદર વળાવી લીધી.

“મોટાંભાગના બાંગ્લા ખાલીજ હોય એવું લાગે છે...!” આજુબાજુના વિશાળ બંગલોઝ તરફ જોઈને આરવ ચિંતાતુર સ્વરમાં બબડ્યો.

બે-ચારને બાદ કરતાં લગભગ બધાંજ બંગલોમાં અંધારું હતું. તેમજ તે બંધ પડ્યાં હોય એવું લાગતું હતું.

“અહિયાં..! બસ...! આજ છે...! છેલ્લું ઘર...!” સૌથી છેલ્લે ખૂણામાં આવેલાં એક વિશાળ વિલા નજીક કાર પહોંચતાં લાવણ્યા બોલી “બસ થોડી દૂર ઊભી રાખજે...!”

વિલાથી થોડેદૂર આરવે કાર ધીમી કરીને ઊભી રાખી.

“લાવણ્યા...! ના જઈશને....!પ્લીઝ...!” ભીની આંખે આરવ લાવણ્યા સામે દયામણું મોઢું કરીને બોલ્યો “તને કઈંક થઈ ગ્યું’તો...!?”

“હું કાઇં નાની છોકરી છું...! હેં..!બોલ...!?” લાવણ્યા ફરીવાર તોછડાં સ્વરમાં બોલી.

“ખાલી બર્થડે ભૂલી ગ્યો...! એમાં આવું કરવાનું...!?” આરવ લગભગ રડી પડ્યો હોય બોલ્યો.

“ઓહો...! આ છોકરો બિચારો...! વધારે પડતું ટોર્ચર થઈ ગ્યું...!” આરવની ભીંજાયેલી આંખો જોઈને લાવણ્યાને પણ લાગી આવ્યું અને તે મનમાં બબડી “કોઈ વાંધો નઈ...! પાર્ટી પતે પછી મનાવી લઇશ...!”

“મને જોડે આવાદેને...!”આરવ રિકવેસ્ટ કરતો હોય એમ બોલ્યો.

“ના...! કીધું’તુંને...! હવે તું અહિયાંથી જા...!” લાવણ્યાએ કારનો દરવાજો ખોલ્યો અને ઉતરવા લાગી.

“પણ હું ફ્રી જ છુ...! તારી વેઇટ કરીશ...!”

“મારે લેટ થશે...!” લાવણ્યા બેફિકરાઈથી બોલી અને કારમાંથી ઉતરી ગઈ.

“વાંધો નઈ...!” આરવ તેનું મોઢું નીચું કરીને કારની વિન્ડોમાંથી દેખાય એ રીતે બોલ્યો.

“તો અંહિયાં ના ઊભો રે’તો...! હાઈવે ઊભો રે’જે...!” લાવણ્યા નીચું નમીને બોલી “જ્યારે નીકળવાનું થશે .....હું કૉલ કરીને બોલાવી લઇશ...!”

એટલું કહી લાવણ્યા “બાય” કહ્યાં વિનાજ પાછું ફરીને વિલા તરફ જતી રહી.

-----

“તે મને હજી સુધી ગીફ્ટ નાં આપી.....!? આખો દિવસ પૂરો કરી નાંખ્યો તે તો...!?” પોતની સામે ઉભેલાં યશને લાવણ્યાએ કહ્યું.
બોપલનાં એ ફાર્મ હાઉસમાં આવેલાં ભવ્ય વિલામાં રાત્રે બાર વાગ્યે પ્રતિકની બર્થડે કેક કાપ્યાં બાદ પાર્ટીમાં મહાલતાં બંને પ્રતિકના ઘરના પહેલાં માળની બાલ્કનીમાં ઉભાં હતાં. બર્થ ડે પાર્ટીમાં મોટેભાગે પ્રતિકના કોલેજનાં ફ્રેન્ડ્સ હોય એવાં યંગ ગર્લ્સ & બોયઝજ હતાં.

“ચાલ....! અંદર મુક્યું છે....!” એટલું કહીને યશ લાવણ્યાને હાથ પકડીને બાલ્કનીમાંથી બેડરૂમમાં લઈ ગયો.

વિલાંના એ ખાસાં સ્પેસીઅસ કહી શકાય તેવાં બેડરૂમમાં કિંગ સાઈઝના ડબલ બેડ ઉપર પડેલી ખાખી કાગળની એક બેગ ઉઠાવીને યશે તેમાંથી ગીફ્ટ પેક કરેલું એક નાનું બોક્સ કાઢ્યું અને લાવણ્યાને આપ્યું.

બોક્સ હાથમાં લઈને લાવણ્યાએ ફટાફટ તેનું પેકિંગ ખોલી નાંખ્યું.

“હમ્મ....! સરસ છે....!” યશે આપેલું બ્રેસલેટ પોતાનાં કાંડે પહેરીને આમતેમ કાંડું ફેરવીને જોતી-જોતી લાવણ્યા બોલી “મોંઘુ લાગે છે....!”

“હમ્મ....! ચારેક હજારનું છે....!” લાવણ્યાની વધુ નજીક આવતાં યશ બોલ્યો.

“ઓહ....! પણ હું બ્રેસલેટ નથી....!”

“તો ....હવે...! મારું ગીફ્ટ.....!?” બાંધેલું બ્રેસલેટ હજીપણ જોઈ રહેલી લાવણ્યાની ઝાંઘ ઉપર હાથ ફેરવીને યશ વચ્ચે બોલી પડ્યો.

સ્લીટ સ્કર્ટમાંથી ખુલ્લાં દેખાતાં લાવણ્યાનાં સુંવાળા પગની વચ્ચે યશે પોતાનો પગ ભેરાવ્યો અને લુચ્ચી નજરે તેણી સામે જોયું.

“હટ આઘો....!” યશે તેનો હાથ હજીતો લાવણ્યાની ખુલ્લી ઝાંઘ ઉપર સહેજ વધુ સરકાવ્યો હતો ત્યાંજ લાવણ્યાએ તેને ધક્કો મારી દુર હડસેલ્યો.

“આ લે તારું ગીફ્ટ....!” યશે ગીફ્ટમાં આપેલું બ્રેસલેટ કાંડેથી કાઢીને લાવણ્યાએ તેની તરફ ઘા કર્યું “તે મને શું સમજી રાખી છે...!?”

“મને એમ કે તારાં માટે આ બધું “રોજનું” છે...!” યશ વ્યંગ કરતાં બોલ્યો “મેં તો એવુંજ સાંભળ્યું છે....!”

લાવણ્યા સમસમી ગઈ અને ઘુરકીને યશ સામે જોઈ રહી.

“માઈન્ડ ઈટ યશ....!” યશ સામે આંગળી કરી કઠોર અને સપાટ સ્વરમાં લાવણ્યા બોલી “હું ગમે તેની જોડે ફિઝીકલ નથી થતી....! અને એમાંય કોઈ ગીફ્ટ કે પૈસાંના બદલાંમાં તો નઈજ....! હું મોડર્ન છું.....! પણ કોઈ સસ્તી કોલગર્લ નથી....! કે જે આવાં ગીફ્ટ કે પૈસાં ના બદલામાં કોઈની પણ સાથે સુઈ જાય...!”

“કોઈની પણ સાથે ક્યાં....!? હવે હું તારો બોયફ્રેન્ડ થઈ તો ગ્યો....!?”

“આટલી ઉતાવળ શેની કરે છે....!? હજી બે દિવસ માંડ થયાં છે....!”

“તો મારે “ફાલતું” માં પૈસાં ખરચવાના....!?” યશ ફરીવાર એજરીતે વ્યંગ કરતાં બોલ્યો “મને “કંઈક” મળવું તો જોઈએજને....!?”


“ફક્ત સેક્સજ જોઈતું હોય....તો તું કોઈ કોલગર્લ શોધીલેને....મારી પાછળ આટલી મહેનત શા માટે કરતો’તો...!?” લાવણ્યા ચિડાઈને બોલી.

“ફક્ત સેક્સ એટલે....!? તને શું લાગે છે....! બધાં બોયઝ તારી જોડે શેનાં માટે આવે છે...!? તારાં ફાલતું નખરાં, તારો ઘમંડ....! શેનાં માટે સહન કરે છે....!?” યશ એવાંજ વેધક વ્યંગભર્યા સ્વરમાં બોલી રહ્યો હતો “તું પોતાને શું ક્વિન સમજે છે..!? સેક્સ ટોય છે અમારાં માટે...! સમજી...!?”

સમસમી ગયેલી લાવણ્યાનો શ્વાસ હવે ફૂલવા લાગ્યો અને આગ ઝરતી આંખે તે યશ સામે જોઈ રહી.

“જો તું આમ ગુસ્સો નાં કર....!” યશ હવે ગુસ્સે થઈ ગયેલી લાવણ્યાને મનાવતો હોય એમ ધીરેથી બોલ્યો અને ફરીવાર તેની નજીક આવ્યો “એવું તો છે નઈ....કે તું પે’લ્લીવાર કોઈ છોકરાં જોડે આવી હોય....!”

એટલું કહીને યશે લાવણ્યાની ગરદન ઉપર હળવેથી હાથ મુક્યો અને બીજાં હાથ વડે લાવણ્યાની કમર પકડી અને પોતાની બાજુ એક ઝટકાંથી ખેંચી.

“યશ....! છોડ મને....!” લાવણ્યાએ મોઢું બગાડ્યું અને ચિડાઈ ગઈ “શું કરે છે તું...!?”

લાવણ્યા પોતાની કમર ઉપરથી યશનો હાથ હટાવવા લાગી. જોકે યશે પોતાની પકડ ઢીલી ના કરી.

“અરે તું કેમ આવાં નાટક કરે છે....!” યશે હવે તેનાં બંને હાથ વડે લાવણ્યાને કમરમાંથી મજબૂતીથી પકડી લીધી.

“આહ....! મને હર્ટ થાય છે યશ છોડ મને...!” યશે તેનાં પંજા લાવણ્યાની કમરનાં વળાંક ઉપર ખૂંપાવી દીધાં.

તરફડી રહેલી લાવણ્યા પોતાને છોડવાં મથી રહી. યશ તેણીને પકડી રાખીને બેડરૂમની દીવાલ પાસે લઈ ગયો. દીવાલના ટેકે લાવણ્યાને દબાવી રાખીને યશ લાવણ્યાને કિસ કરવાં મથી રહ્યો. લાવણ્યા બચવાં માટે પોતાનું મોઢું આમતેમ ફેરવી રહી. ઘણો પ્રયત્ન કરવાં છતાં પણ યશે લાવણ્યાને સહેજ પણ ઢીલી ના મૂકી.

“સ્ટોપ ઈંટ યશ...!” લાવણ્યા લગભગ બરાડી ઉઠી.

ક્યાંય સુધી લાવણ્યા પોતાને છોડાવવાનો પ્રયત્ન કરતી રહી. લાવણ્યાનાં વિરોધની અવગણના કરીને યશે પોતાનું “કામ” ચાલું રાખ્યું.

“યશ....! આવું નાં...કરને પ્લીઝ....!”છૂટવાના પ્રયત્નો કરીને થાકેલી લાવણ્યા રડું રડું થઇ ગઈ.

“અમ્મ....લાવણ્યા....! તું ખુશ થઇ જઈશ...!” યશ હવે લાવણ્યાનાં શરીરે અડપલાં કરવાં લાગ્યો.

લાવણ્યાના કોલર બોન ઉપર ચુંબનો કરતો-કરતો યશ હવે લાવણ્યાની ગરદન ઉપર ચૂમવા લાગ્યો. હતપ્રભ થઈ ગયેલી લાવણ્યા સામેની દીવાલે મૂકેલાં મોટાં ડ્રેસિંગ ટેબલનાં મિરરમાં દેખાતાં પોતાનાં ચેહરા સામે ભીની આંખે જોઈ રહી.


“લાવણ્યા...! ના જઈશને....!પ્લીઝ...!” લાવણ્યાનાં મનમાં હવે આરવનાં એ શબ્દો ગુંજવાં લાગ્યાં “યશ સારો છોકરો નથી....!”

યશ હવે વધું છૂટછાટ લેવાં માંડ્યો અને ધીરે-ધીરે લાવણ્યાનાં શરીરે ભૂખ્યાં વરુની જેમ બચકાં ભરવાં લાગ્યો. જોકે ડઘાઈ ગયેલી લાવણ્યાને હવે કોઈ દર્દ જાણે મહેસૂસજ નહોતો થતો.

“હું છોકરો થઈને છોકરાંની નિયત ના ઓળખું...!?”

“યશ સારો છોકરો નથી...!”

“ તને કઈં થઈ ગયું તો...!?”

“હું તારી જોડે આવું....!?” આરવનાં એ ચિંતાતુર શબ્દોનાં પડઘા પડવાની સાથે-સાથે લાવણ્યાને હવે આરવનો એ માસૂમ અને લાવણ્યા માટે ચિંતાથી ભરેલો બાળક જેવો ચેહરો દેખાવાં લાગ્યો.

સામે લાગેલાં કાંચમાં લાવણ્યા પોતાને જોઈ રહી. તેણીનાં આંખમાંથી આંસુ સરીને નીચે પડવાં લાગ્યાં. યશ હવે તેનાં ઘૂંટણીયે બેસીને લાવણ્યાની કમર ઉપર બચકાં ભરી રહ્યો હતો.

“ઓહ...! આરવ....!” ઊંડા અફસોસ સાથે આરવને યાદ કરીને લાવણ્યાએ પોતાની આંખો મીંચી દીધી.

-----

“અરે લાવણ્યા....! ક્યાં જાય છે તું....!?” લાવણ્યા યશનાં ફ્રેન્ડ પ્રતિકના ઘરનાં મેઈન ગેટની બહાર નીકળવા ઉતાવળાં પગલે જઈ રહી ત્યાંજ સામેથી ચાલતો આવતો યશનાંજ ગ્રુપનો એક બીજો છોકરો અર્થ તેને સામે મળી ગયો. અર્થ હાથમાં કોલ્ડડ્રીંકની બે-લીટરવાળી મોટી બોટલો લઈને આવી રહ્યો હતો.

“મ્મ...મારે ઘરે જ....જવું છે....!” પારેવાંની જેમ ફફડી રહેલી લાવણ્યા બોલી અને પાછી લોખંડના મેઈન ગેટ તરફ જતી પેવમેન્ટ ઉપર ચાલવાં લાગી.

“અરે પણ વરસાદ ચાલું થઈ ગયો છે....!” અર્થ આકાશમાંથી વરસી રહેલાં ધીમાં વરસાદ સામે જોઇ પછી લાવણ્યા સામે જોઇને બોલ્યો.

છેલ્લાં કેટલાંય દિવસોથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. થોડીવાર પહેલાં શરું થયેલાં વરસાદનું જોર હવે ધીરે-ધીરે વધી રહ્યું હતું. હળવા વરસાદમાં લાવણ્યા ભીંજાઈ રહી હતી.

“અને અત્યારે કેટલું લેટ થઈ ગ્યું છે....! સવારે જતી રેજે....!” અર્થ બોલ્યો અને પછી કોલ્ડ્રીંકની બોટલો લાવણ્યા સામે ધરીને હસ્યો “રોકાઈજા....! મજા આવશે ડ્રીન્ક કરવાની....!”

લાવણ્યા સમજી ગઈ કે કોલ્ડ્રીંકની જોડે બીજું શું “ડ્રીન્ક” કરવાનો પ્લાન હતો.

“નઈ...નઈ...!મમ્મ....મારે જવું છે...! હું...હું...નઈ રોકાઉં...!” ગભરાયેલી લાવણ્યા હવે દોડાદોડ મેઈન ગેટ તરફ ભાગી.

ગેટ ખોલીને બહાર નીકળી લાવણ્યા હવે મુખ્ય રસ્તા ઉપર આવી ગઈ. RCCના રસ્તાની બંને બાજુ પ્રતિકના ઘર જેવાંજ એકજ જેવી ડીઝાઈનનાં અનેક ભવ્ય વિલાં બંગલો બનેલાં હતાં. ઉતાવળાં પગલે ચાલતી-ચાલતી લાવણ્યા હવે વિલાંની એ સોસાયટીની બહાર આવી ગઈ.

રાતના લગભગ ત્રણ વાગવાં આવ્યાં હતાં. ધીરે-ધીરે વધી રહેલાં વરસાદમાં પલળતી-પલળતી લાવણ્યા હવે બોપલ જેવાં અવાવરું એરિયામાં બનેલાં એ વિલાંથી મેઈન હાઈવે તરફ જવાં ઝડપથી ચાલવાં લાગી. પ્રતિકના ઘરેથી નીકળતી વખતે ગભરાટમાં લાવણ્યાએ પગમાં પોતાની હિલ્સ પણ નોતી પહેરી.

સોસાયટીની બહારનો હાઈવે તરફ જતો એ રસ્તો કાચો અને ઉબડ-ખાબડ હતો. આજુબાજુ બનેલી બીજી મોટાં બંગલોની સ્કીમ પણ એકબીજાંથી ઘણાં અંતરે હતી. કાચાં રસ્તાની બંને બાજુ લાગેલી સ્ટ્રીટ લાઈટોમાંથી અમુક લાઈટો બંધ હતી. આથી અનેક જગ્યાએ રસ્તો અંધારીઓ થઇ જતો. વરસાદને લીધે રસ્તામાં ઠેર-ઠેર અનેક જગ્યાંએ પાણીના નાનાં-મોટાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. વરસાદી પાણી, કીચડ અને ગંદકીને લીધે અમદાવાદનો પોર્શ એરિયા ગણાતો બોપલ “નર્કાગાર” બની ગયો હતો.

“આહ.....!” કાચાં રસ્તામાં કીચડમાં ઢંકાયેલા અણીદાર ઉપસેલાં ચકમક પથ્થરોમાંથી એક પત્થર લાવણ્યાના ખુલ્લાં પગમાં ખુંપી ગયો.

ઘડીક ઉભાં રહીને લાવણ્યાએ એનો પગ ઘૂંટણમાંથી વાળી ઉંચો કરી પાની ચેક કરી. નાનકડાં ઘા માંથી હવે સહેજ લોહી આવી ગયું હતું.ઘા માંથી નીકળતાં લોહીની પરવા કર્યા વિના લાવણ્યા હવે પાછી હાઈવે તરફ જવાં એ કાચાં રસ્તા ઉપર ઝડપથી ચાલવાં લાગી.

“તને શું લાગે છે....! બધાં બોયઝ તારી જોડે શેનાં માટે આવે છે...!?” યશે કહેલી વાતો લાવણ્યાના મનમાં પડઘાવા લાગી “તારાં ફાલતું નખરાં, તારો ઘમંડ....! શેનાં માટે સહન કરે છે....!?”

“તું ખુશ થઈ જઈશ...!” એવું કહેતી વખતે યશનું લુચ્ચું હાસ્ય લાવણ્યાને યાદ આવી ગયું અને તેણીનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું.

લાવણ્યા હજીતો હાઈવે સુધી પહોંચીજ હતી, ત્યાંજ વરસાદનાં મોટાં છાંટા ચાલું થઈ ગયાં. થોડી ઘણી કોરી લાવણ્યા હવે પૂરેપૂરી પલળી ગઈ. હાઈવેની એક સાઈડે આવીને વરસાદમાં પલળતી લાવણ્યા રોડની સાઈડે લાગેલાં હેલોજનની પીળી રોશનીમાં ઉભી રહી.

લાવણ્યાના ખુલ્લા હાથ અને પગ તેમજ ખુલ્લી રહેતી તેણીની સ્કીન ઉપર અથડાતાં વરસાદનાં ફોરાં ઠંડક આપવાની જગ્યાએ દઝાડી રહ્યાં હતાં. આમ છતાં અંદરથી તપી ઉઠેલું તેણીનું શરીર બહારથી ધ્રુજી રહ્યું હતું. ધોધમાર વરસી રહેલાં વરસાદ અને હવે વાતાં ઠંડા વરસાદી પવનને લીધે લાવણ્યા ઠંડીથી ધ્રુજવા લાગી. એમાંય તેણે પહેરેલાં અતિશય ટૂંકા સ્લીવલેસ ડ્રેસને લીધે તેણીને વધુ ઠંડી વર્તાવા લાગી. વરસાદી ઠંડીમાં ઠરી રહેલી લાવણ્યા હવે પોતાનાં બંને હાથ કોણીથી વાળી બંને બાજુના બાવડાંઓ ઉપર ઘસવાં લાગી. તેનાં લાંબા વાળની ભીની લટો હવે તેનાં ચેહરા ઉપર આવી ગઈ. મદદની આશાએ લાવણ્યા હવે રોડની બંને તરફ ડાફોળિયાં મારવાં લાગી.

રાતનાં લગભગ સાડા ત્રણ વાગવા આયા હોવાથી હાઈવે ઉપર એકેય વાહન કે માણસની અવર જવર નહોતી. ઓટો જેવાં વાહન મળવાની વાત તો દુરની રહી, જ્યાં લાવણ્યા ઉભી હતી ત્યાં આજુબાજુ હાઈવેના રોડ અને હેલોજનની રોશની સિવાય અંધારું અને બાવળ જેવાં ઝાડી ઝાંખરાંજ હતાં.

ડાફોળિયાં મારી રહેલી લાવણ્યાની નજર રોડની સાઈડે આજુબાજુ અંધારા ઝાડી ઝાંખરાં તરફ અનાયાસે પડી. બિહામણું લાગતું એ દ્રશ્ય જોઇને લાવણ્યાની આંખો અંધારા ઝાડી ઝાંખરાંમાંજ સ્થિર થઈ ગઈ. આટલી ભયંકર તોફાની રાત્રે તેનાં જેવી એકલવાઈ છોકરીને “પીંખી” નાખવાં માટે એ અંધારી ઝાડીઓ “ઉત્તમ” હતી. લાવણ્યાનું શરીર હવે એ પરિસ્થિતિની કલ્પનાથી ધ્રુજી ઉઠ્યું.

“નઈ...નઈ.....મ....મ....મજબુત બન લાવણ્યા...! મજબુત બન.....” પોતાનું મન મક્કમ કરવાં માટે લાવણ્યાએ નજર ફેરવી અને સામેની બાજુ જોયું. રોડની સામેની બાજુ પણ એવાંજ અંધારિયા ઝાડી ઝાંખરાં.

“શું કરું...!? શું કરું...!?” બઘાઈ ગયેલી લાવણ્યા બબડતી-બબડતી વિચારવા લાગી “હાં...! આરવ....! આરવને ફોન કરું...!”

લાવણ્યાને યાદ આવી જતાં તરતજ તેણીએ પોતાનાં મોબાઈલમાં આરવનો નંબર ડાયલ કર્યો. લાવણ્યાનું નસીબ સારું કે પ્રતિકનાં ઘરેથી ઉતાવળે નીકળતી વખતે લાવણ્યાને પોતાનો મોબાઈલ લેવાનું યાદ આવી ગયું હતું.

એકાદ-બે રીંગો વાગ્યાં પછી આરવે ફોન ઉપાડયો.

“આ...આરવ...! ક...ક્યાં છે...!? ક્યાં છે...તું…! મારે જ..જ.. જરૂર છે તારી..!” લાવણ્યા માંડ પોતાનું રડવું રોકીને ધ્રૂજતાં સ્વરમાં બોલી “મ....મને બવ...બ...બીક લાગે છે...!”

“હું કારમાં ડીઝલ પૂરાવાં આયો’તો....! બસ બે જ મિનિટમાં આયો...!” સામેથી આરવ બોલ્યો “પ્રતિકનાં ઘરે આવું કે એની સોસાયટીનાં ગેટ આગળ..!?”

“નાં..નાં..હું...હું....હાઇવે ઉપરજ ઊભી છું...! જ...જલ્દી આયને...! પ્લીઝ..! મ..મને...બીક લાગે છે..!”

“અરે...!? શું થયું...!?હું આઈજ ગ્યો છું...! બસ બે જ મિનિટ...!”

“જલ્દી આયને પ્લીઝ..!” એટલું કહીને લાવણ્યાએ ફોન કટ કર્યો.

એટલામાંજ ડાબી બાજુથી એક તેજ રોશનીએ લાવણ્યાની આંખો આંજી દીધી. રોશનીથી બચવા લાવણ્યાએ તેની હથેળી વડે આંખો આગળ આડાશ કરી અને રોશની દિશામાં જોવાનો પ્રયત્ન કર્યો. એક મોટી ટ્રેલર ટ્રક એ તરફથી સ્પીડમાં આવી રહી હતી. લાવણ્યા કંઈ વિચારે તે પહેલાંજ ટ્રક સડસડાટ કરતી ભીનાં થયેલાં રોડ ઉપર વાછટો ઉડાડતી લાવણ્યાની સામેની સાઈડેથી પસાર થઇ ગઈ.

જયારે ટ્રક લાવણ્યાની સામેથી પસાર થઇ ત્યારે ટ્રક ડ્રાઈવ કરી રહેલાં ડ્રાઈવર ઉપર લાવણ્યાની નજર પડી. તે ડ્રાઈવરે પણ લાવણ્યા સામે જોયું. દાઢી વાળો ચેહરો અને માથે બાંધેલું રૂમાલ કે મફલર. લાવણ્યાને તે ટ્રક ડ્રાઈવર અત્યારે ગુંડા જેવો ભાસ્યો.

સહેજ આગળ જતાં ટ્રક ડ્રાઈવરે ટ્રકની સ્પીડ ધીમી કરી તેનું મોઢું બહાર કાઢીને પાછળ લાવણ્યા તરફ જોયું. હજીપણ એ ટ્રકને જોઈ રહેલી લાવણ્યાએ ડ્રાઈવરને જોયો. ડ્રાઈવરે તેનું મોઢું પાછું અંદર કરીને સાઈડ લાઈટ બતાવીને ટ્રક રોડની એક બાજુ ઉભી રાખી.

લાવણ્યા હજીપણ ત્યાંજ જોઈ રહી હતી. તે હવે ભયથી ધ્રુજવાં લાગી. એક-બે ડગલાં પાછાં ભરી લાવણ્યાએ હવે પ્રતિકના વિલાં વાળા બંગલો તરફ જતાં એજ કાદવ કીચડવાળાં કાચાં રસ્તા તરફ જોયું.

“મારે ત્યાંજ રોકાઈ જવાં જેવું હતું....!” અંધારિયા એ રસ્તા સામે જોઈ પાછી હાઈવે ઉપર ઉભેલી ટ્રક તરફ જોઇને લાવણ્યા મનમાં બબડી “ટ્રકમાં ઓછાંમાં ઓછાં બે જણા તો હશેજ....!”

લાવણ્યા હવે વધુ ભયભીત થઈ અને ત ટ્રક સામેજ જોઈ રહી. છેવટે ટ્રકની ડ્રાઈવીંગ સીટનો દરવાજો ખુલ્યો.

લાવણ્યા હવે ફફડી ગઈ અને એકીટશે એ તરફજ જોઈ રહી.

ત્યાંજ ડાબી બાજુથી હોર્ન વાગવાંનો અવાજ સંભળાયો. લાવણ્યાએ તરતજ નજર ફેરવીને એ તરફ જોયું. એક કારની બંને હેડલાઈટ ચાલું હતી. અને સડસડાટ સ્પીડે તે કાર લાવણ્યાની દિશામાંજ આવી રહી હતી. લાવણ્યાએ ઝડપથી એક નજર ટ્રક બાજુ નાંખી. તેમાંથી ધોતી અને કાળી બંડી પહેરેલો મોટાં પેટવાળો ડ્રાઈવર ઉતાર્યો હતો અને લાવણ્યા તરફ આઈ રહ્યો હતો.

લાવણ્યા હજીતો ભયભીત નજરે એ ટ્રક ડ્રાઈવર સામે જોઈ રહી હતી ત્યાંજ તેણીને ફરીવાર ડાબી બાજુથી કોઈ વાહનનો હોર્ન સંભળાયો. તે કોઈ કાર હતી. પણ કારની હેડલાઈટની રોશનીમાં લાવણ્યા તેનાં ચાલકને જ નાં શકી. કાર સામેની સાઇડે આવી રહી હવાથી લાવણ્યા કારને રોકવા તરતજ એ સાઇડે દોડી ગઈ.

રસ્તાની સામેની બાજુ પહોંચી જઈને લાવણ્યા જોર-જોરથી પોતાનાં બંને હાથ ઊંચા કરીને મદદ માટે હલાવા લાગી.

લાવણ્યાએ તરતજ પોતાનાં બંને જેમ-જેમ કાર નજીક આવતી ગઈ લાવણ્યાએ વધુ જોશથી હાથ હલાવવાં માંડ્યો. હાથ હલાવતાં – હલાવતાં તેણીએ એક નજર ફરીવાર ટ્રક બાજુ નાંખી. હજી ડ્રાઈવર ટ્રકના પાછલાં વ્હીલ પાસેજ પહોંચ્યો હતો.

લાવણ્યા ફરીવાર તેની તરફ આવી રહેલી કાર સામે જોઈ ઝડપથી હાથ હલાવવાં લાગી.

“હ.....હેલ્પ....! પ્લીઝ હેલ્પ કરો....!” કાંપતા સ્વરમાં લાવણ્યા બરાડો પાડી ઉઠી.

તેની તરફ આવી રહેલી કારની ઝડપ હવે ધીરી થઈ. કારની અંદરની લાઈટો ચાલું હોવાથી લાવણ્યાને અંદર ડ્રાઈવીંગ સીટ ઉપર બેઠેલો તે યુવાન દેખાયો.

“આરવ...! થેન્ક ગોડ...!” લાવણ્યાને ડૂબતાં-ડૂબતાં તણખલું મળ્યું હોય એમ તે કારમાં આરવને જોઈને ખુશ થઈ ગઈ.

આરવે તેની કારની સ્પીડ વધુ ધીમી કરી અને લાવણ્યાથી સહેજ અંતર રાખી ઉભી રાખી.

લાવણ્યા દોડાદોડ કાર પાસે પહોંચી ગઈ અને ડ્રાઈવીંગ સીટની બાજુની સીટનો દરવાજો ખોલી ઝડપથી અંદર બેસી ગઈ.

“જ...જલ્દી...!” ટ્રકનાં ડ્રાઈવર સામે ભયભીત નજરે જોઈ લાવણ્યા કરગરતી હોય એમ રડમસ સ્વરમાં આરવ સામે જોઈને બોલી “ચાલ...ચાલ...! અહિયાંથી....!”

“શું થયું...!? કેમ આમ ડરી ગઈ છે...!?” આરવે લાવણ્યા સામે જોઈને પૂછ્યું “અને તારાં કપડાં...!? કેમ આવાં ચોળાયેલાં છે...!?”

આરવનાં પ્રશ્નોથી લાવણ્યા ડરી ગઈ અને સીટમાં બેસવાથી પોતાનાં અતિશય ટૂંકા ડ્રેસને વધુ નીચે ખેંચી તેનાં પગ ઢાંકવા લાગી. તેણી હજી હાંફી રહી હતી.

“તું ઠીક છેને...!? શું થયું....!?” આરવે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.
“ક...કંઈ નઈ થયું....! ત..તું ક...ક...કાર ચલાવને....!” લાવણ્યા પોતાનો સ્વર શક્ય એટલો સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરતાં બોલી અને સામેનાં કાંચમાંથી દુર ઉભેલી ટ્રક તરફ જોવાં લાગી.

આરવે કારને ફર્સ્ટ ગીયરમાં નાંખી અને એક્સીલેટર દબાવીને કાર મારી મૂકી. આગળ ઉભેલી ટ્રકની ચાલું સાઈડ લાઈટ જોઈ તેણે ટ્રકને વટાવવા કારને સહેજ જમણી બાજુ ચલાવી કાઢી લીધી.

સીટમાં બેઠેલી લાવણ્યા ભયભીત નજરે કારની કાંચની બારીમાંથી બહાર પસાર થઈ રહેલી ટ્રકને અને તેની જોડે ઉભેલાં ડ્રાઈવરને જોઈ રહી. ડ્રાઈવરના હાથમાંથી જાણે “શિકાર” છટકી ગયો હોય તેમ તે તેની કમર ઉપર તેનાં બંને હાથ ટેકવી મોઢું બગાડીને ઉભો હતો. કાર આગળ પસાર થતાં લાવણ્યાએ હવે એ પણ જોયું ટ્રકના આગળના ભાગે એક બીજો પાતળો દેખાતો આદમી પણ ઉભો હતો.

“એ ટ્રકનો કંડકટર હશે....!” લાવણ્યાએ આગળની બાજુ જોતાં-જોતાં મનમાં વિચાર્યું.

“તારે પાણી પીવું છે...!?” આરવે કાર ચલાવતાં-ચલાવતાં પૂછ્યું અને નીચાં નમી ગીયર બોક્સની આગળના નાનાં ખાનાંમાં પડેલી સ્ટીલની બોટલ ઉઠાવીને લાવણ્યા સામે ધરી.

લાવણ્યાએ બોટલ લઈને તેનું ઢાંકણું ખોલ્યું. તે બોટલ મોઢે માંડવાજ જતી હતી ત્યાંજ તેણીને અચાનક ભૂતકાળની એક ભયંકર ઘટના યાદ આવી ગઈ.

“નઈ...નઈ....! નઈ પીવું....!” બોટલનું ઢાંકણું ઝડપથી વાખતાં લાવણ્યાએ બોટલ નીચાં નમીને પાછી ત્યાંજ મૂકી દીધી.

“અરે....! ઘરનુંજ છે...!” આરવ ડ્રાઈવ કરતાં-કરતાં લાવણ્યા સામે જોઈ લેતો અને બોલતો જતો “ઊંચેથી નાં ફાવે તો મોઢે માંડીને પી લો....!”

“ન....નઈ પીવું...!” લાવણ્યા પરાણે બોલી.

તેણીની આંખ ભીંજાઈ ગઈ.

“શું થયું...!? બધું ઠીક છેને...!? મને કે’ને...! શું વાત છે...!?” આરવ બેબાકળા સ્વરમાં પૂછે જતો અને કાર પણ ચલાવી રહ્યો હતો.

કારનાં ફ્રન્ટ કાંચ ઉપર પડતાં પાણીને વાઈપર વડે સાફ થતું લાવણ્યા જોઈ રહી અને ધીરે-ધીરે પોતાનાં ધબકારા અને મનને કાબૂ કરવાં મથી રહી.

“તને શું લાગે છે....! બધાં બોયઝ તારી જોડે શેનાં માટે આવે છે...!?“આરવનો લુચ્ચો ચેહરો અને તેનાં શબ્દો લાવણ્યાનાં કાનમાં ગુંજી રહ્યાં હતાં “સેક્સ ટોય છે...તું...! સેક્સ ટોય છે...તું...! તું...!”

“આટલું લેટ થઈ ગયું છે...! આન્ટી બોલશે નઈ તને...?” આરવે પોતાનાં કાંડે બાંધેલી વૉચમાં જોઈને કહ્યું.

મધ્ય રાતનાં લગભગ ચાર વાગ્યા હતાં.

“મારે ઘ ઘરે નથી જવું...!” પોતાને શાંત કરવાં મથી રહેલી લાવણ્યા શક્ય હોય એટલાં સ્વસ્થ સ્વરમાં બોલી અને પોતાની ભીની થઈ ગયેલી આંખ લૂંછવાં માંડી “એક ક...કામ કર...! સોલાંવાળાં ફલાયઓવર બ્રિજ ઉપર લઈલે..!”

“પણ લાવણ્યા...! આન્ટી...બો....!”


“મેં કીધુંને આરવ...!” પોતાની સાઈડનાં કાંચની વિન્ડોમાંથી જોતાં-જોતાં લાવણ્યા ચિડાઈને બોલી “મારે ઘરે નથી જવું...! તું સોલાં ફલાયઓવર લઈલે..!”

“લાવણ્યા....! શું થયું છે..! કેને મને...!? પ્લીઝ...!”આરવ દયામણું મોઢું કરીને પૂછવા લાગ્યો.

“મેં કીધુંને...! ક..ક..કઈં નઈ થયું...! તું કાર ચલાવને..!” પોતાનું રડવું રોકીને લાવણ્યા માંડ બોલી અને આરવથી નજર ફેરવીને ફરીવાર ગાડીનાં વાઈપરને કાંચ ઉપર પડતાં વરસાદનાં છાંટા લૂંછતા જોઈ રહી.

*******

Instagram: @jignesh_sid19



J I G N E S H