માલતી : મને તો વિચાર જ ન આવ્યો દરરોજ મંત્ર બોલ્યે પણ ઓમકાર શબ્દ વિશે વિચાર જ ન આવ્યો
પાયલ અને દીવા હવે માયપુરને રસ્તે આવી ગયા હતા. માયાપુર થી ભવાનીપુર દસ મિનિટ માં જ આવી જાય પણ આ દસ મિનિટ સફર એક હોરર કહાની થી કંઇ અલગ ન હતો. જેમ જેમ આગળ જતા તેમ તેમ એમને માયપુરનો રસ્તો ડરાવી રહયો હતો. આજે પુનમ હતી પણ એનો પ્રકાશ પણ આ રસ્તો પરના વૃક્ષો ને લીધે રોશની આવતી ન હતી ખાલી કારની આગળની લાઇટથી પાયલ કાર ચલાવી રહી હતી.
અચાનક થોડે આગળ જતા કાર ઉભી રાખે છે કેમકે કાર આગળ કોઇ હતું. એ વ્યકિત જાદુગરની માયા હતી. કારની સામેથી જાદુગરની માયા આવે છે. પાયલ ચંદ્ર વંશી હતી એટલે માયા ને ખબર પડી ગઇ કે ચંદ્ર વંશી વ્યકિત જાય છે.
માયા ..... માયા .....
માયા ..... માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
માયા ..... માયા .....
માયા ..... માયા .....
પાયલ અને દીવા તો ખબર જ ન હતી કે એનો સામનો જાદુગરની માયા સાથે થવાનો છે. એનો ચેહરો તો સુંદર હતો. કપડાનો કલર કાળો હતો. કાનમાં મોટા ઝુમકા પહેર્યા હતા. એક હાથમાં છરી હતી. એ ધીમે ધીમે કાર તરફ આવી રહી હતી.
જાદુગરની માયા દીવાના ગળા ને પકડે છે અને હવામાં ઉંચકે છે. આ જોઈને પાયલ કારમાંથી નીકળી ને દીવા ને બચાવવા જાય છે. પાયલ તેનો હાથ છોડાવે છે પણ છુટતો ન હતો. તેમાં માયાનું ધ્યાન પાયલના હાથ પરના ચંદ્ર વંશી ચિહ્ન પર જાય છે. માયા દીવાને છોડી દે છે. દીવા રસ્તા પર પડી જાય છે.
માયા પાયલને આગળ જતા રોકે છે. પાયલ પાછળ ફરીને જોય છે.
માયા : પોતાની છરીથી જાદુ કરતી જ હતી કે ત્યા અચાનક એક કાર આવે છે.
એ કારમાં માધવ અને રાગ હતા. માધવ કારમાંથી ઉતરે છે. અને જાદુગરની માયા સામે આવે છે. રાગ કારની ડ્રાઈવીંગ સીટ પર જ બેસેલો હતો. માધવ એક નાનું લોકેટ બહાર કાઢે છે. એ નાનું ચંદ્ર આકારનું લોકેટ હતું. માધવ એ લોકેટ ને ચંદ્રની દિશા તરફ હાથ લંબાવે છે. એ લોકેટમાથી પ્રકાશ આવે છે.
રક્ષિકા : " આ પહેલી માટે તમારે સુંદર વન જવાનું છે. ત્યાથી વૃક્ષ પર એક જ ફળ લટકતું હોય તે ફળ લાવવાનું છે "
મહેશ : આ તો સારી પહેલી છે
રક્ષિકા : ત્યા 100 વૃક્શમાંથી એક સાચું વૃક્ષ છે
રક્ષિકા જાદુ કરીને સવિતા, માલતી, દીપક અને મહેશ ને સુંદર વન મોકલે છે. સુંદરવન ખરેખર સુંદર હતો. આજુબાજુ બસ વૃક્ષો જ હતા. 100 વૃક્ષો એક પછી એક હતા. વૃક્ષ ની એક બાજુ મેદાન અને બીજી બાજુ મોટું તળાવ હતું. બધા વૃક્ષ શોધવા લાગે છે.
" માલતી જો આ વૃક્ષ પર એક જ ફળ છે " સવિતા વૃક્ષ ને જોતા બોલી
"દીદી આ વૃક્ષ પણ એક જ ફળ છે " માલતી બીજા વૃક્ષ ને જોઇને બોલી
" અહીં તો દરેક વૃક્ષ પર એક ફળ છે " મહેશ થોડા વૃક્ષ જોઇને બોલ્યો
દીપક : બધાં જ વૃક્ષ પર એક જ ફળ છે હવે કંયુ ફળ લેવાનું
મહેશ : મને તો બધા વૃક્ષ સરખા લાગે છે
સવિતા : મને પણ કંઇ ખબર પડતી નથી
દીપક : મમ્મી તમને ?
માલતી : મને પણ બધા વૃક્ષ સરખા જ લાગે છે
સવિતા : આમાથી કયા વૃક્ષ નું ફળ તોડવાનું !
મહેશ : બધાં જ તોડી લઇ
સવિતા : ના જનક જેવી ભુલ નથી કરવાની
દીપક : તો હવે કંઇ રીતે પહેલી નો ઉકેલ મળે
સવિતા : કંઈક હશે રહસ્ય
મહેશ : એ રહસ્ય કયા શોધવા જઇશું
સવિતા : આ સુંદરવન માં જ હશે
માલતી : હા દીદી સુંદરવન માં કંઇ તો રહસ્ય હશે
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
પ્રકાશ આવાથી જાદુગરની માયા પાછળ ધકેલાય છે. માધવ પાયલ અને દીવા ને કારમાં બેસવાનું કહે છે. પાયલ અને દીવા કારની પાછળ ની સીટ માં બેસે છે. માધવ કારની આગળની સીટમાં બેસે છે.
માધવ : રાગ ફટાફટ કાર ચલાવ
રાગ : હા
થોડી જ વારમાં તેવો ભવાની પુર આવી જાય છે. માધવને મનમાં શાંતિ હતી કે ભવાની પુર માયા નું જાદુ ની ચાલશે. પાયલ અને દીવા બંને ગભરાઈ ગઇ હતી. હવે બસ ચંદ્ર પુર પહોંચવાનું હતું. તો પણ પાયલ નાં મનમાં એક સવાલ દોડી રહયો હતો.
પાયલ : અંકલ મારો એક સવાલ છે કે તમે લોકો કાલે ચંદ્ર પુર આવાના હતા તો આમ અચાનક કેમ ?
માધવ : આ તારું લોકેટ
પાયલ : (લોકેટ જોતા) આ તો મારું જ લોકેટ છે તમને કયા મળ્યુ?
માધવ : જારે ચંદ્ર પુર ના રસ્તા વિશે પુછવા આવી હતી ત્યારે ત્યા નીચે પડી ગયું હતું
પાયલ : હા પણ તમે લોકો આમ અચાનક કેમ પાછા ચંદ્ર પુર જવા નીકળી પડયા ?
માધવ : આ લોકેટ ખાલી ચંદ્ર વંશી લોકો પાસે જ હોય છે. આ લોકેટ પુનમ ના દિવસે શકિતશાળી હોય છે. જાદુગરની માયા તમારા વંશજો ની દુશ્મન છે. તે તને મારવા આવી હતી.
પાયલ : મને તો આ વીશે કંઇ ખબર જ ન હતી
માધવ : તું સવિતા ની છોકરી છે
પાયલ : હા તમને કંઇ રીતે ખબર
માધવ પાયલ ને બધી હકીકત કહે છે અને પચ્ચીસ વર્ષ પહેલાની કહાની પણ કહે છે. દીવા ને કંઈ ખબર પડતી ન હતી.
રાગ : દીદી તમારું ઘર આવી ગયું
પાયલ : આ અમારું ઘર છે અંકલ ?
માધવ : હા
બધા કારમાંથી ઉતરે છે. અને ઘર તરફ જાય છે. ઘર મોટું હતું. ઘરમાં મોટું બગીચો હતો. બગીચામાં હિંચકા પર રસીલા અને રાધા બેસેલી હતી.
પાયલ : માસી
રાધા : (પાછળ ફરીને જોય છે ) પાયલ તું અહીં
બધા એકબીજા ને મળે છે અને ઘરની અંદર જાય છે. માધવ અને રાગ પોતાના ઘરે નીકળી જાય છે. પાયલ અને દીવા જે માયપુરના રસ્તે બન્યુ તે મીરાં અને રસીલા ને કહે છે.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
જાદુગરની માયા પોતાના મહેલ પર આવે છે. તે ની આંખો માં અગ્નિની જવાળા થી પણવધારે ગુસ્સો હતો. છતા એ વિચારતી હતી કે ખાલી ચંદ્ર લોકેટ મને નથી હરાવી શકતું આમા જરુર સુર્ય વંશી સાથે હશે તો જ મને હરાવી શકે ! પણ કોણ હતું સુર્ય વંશી મારી જાદુય શકિત પણ સુર્ય વંશી ને ઓળખી ની શકી.
ત્રીજી પહેલી ઉતર મળશે ? ચંદ્ર વંશી અને સુર્ય વંશી નું શું રહસ્ય છે ? તે માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ
ભાગ :- 20
જય શિવ ઓમકાર
પ્રભુ હર શિવ ઓમકાર
રાગ મહાદેવ ની આરતી ગાતો હતો. ચંદ્ર પુર ના મહાદેવ ના મંદિર માં આરતી થતી હતી. આરતી રાધા કરતી હતી. રસીલા અને ગામના થોડા લોકો પણ મંદિર માં હતા. આરતી પતી ગયા પછી રસીલા બધા ને પ્રસાદ આપતી હતી. રાગ પર આવતા રસીલા એક વિચાર માં પડી જાય છે. રસીલા જાણતી હતી કે ચંદ્ર લોકેટ થી જાદુગરની માયા ને હરાવી ની શકાય. સુર્ય વંશી વગર માયા ને માય પુર માં હરાવી અશકાય હતી. તો શું સુર્ય વંશી રાગ છે.
રાગ : બા પ્રસાદ
રસીલા : હા
રાગ : કયા વિચારો માં ખોવાયેલા હતા બા
રસીલા : કંઇની બસ એક દિવસ પછી પુજા છે બસ તેની જ તૈયારી
રાગ : તો મારે પણ ગાવાની પ્રેકિટસ કરતા રેહવું જોઇએ આપણા ગામની પચ્ચીસ વર્ષ પછી મહા પુજા છે
રસીલા : હા
રસીલા અને રાધા ઘરે આવે છે. પાયલ આગળ ના રુમમાં સોફા પર બેસી હતી.
રસીલા : પાયલ (પ્રસાદ આપે છે )
કયા છે દીવા
પાયલ : તમારી સાથે નહીં આવી ?
રાધા : ના
રસીલા : અમે મંદિર જવા નીકળ્યા તયારે તમે બંને રુમ માં ઉંધતા જ હતા
પાયલ : પણ દીવા તો ઘરમાં નથી
મને લાગ્યું કે તે તમારી સાથે મંદિર માં ગઇ હશે
રાધા : અમારી સાથે તો નથી આવી
પાયલ : કયાં ગઇ હશે ?
એટલામાં જ કારનો અવાજ સંભળાય છે. પાયલ, રાધા અને રસીલા ઘરની બહાર નીકળે છે. દીવા કાર પાર્ક કરતી હતી. આ એજ કાર હતી કે જે માયપુરના રસ્તે મુકીને આવી ગયા હતા. દીવા કારમાંથી ઉતરે છે. દીવા ના હાથમાં રેડ કલરની બુક, દવા અને સામાન હતો.
પાયલ : તું કયાં જતી રહી હતી ?
દીવા : સામાન અને કાર લેવા
રાધા : આમ એકલું ની જવાનું
દીવા : મને માધવ અંકલ ત્યા સુધી મુકી ગયા હતા. મેં પછી ત્યાથી કાર લઇ ને આવી ગઇ હતી. માધવ અંકલ સામાન લેવા ઉનાઇ ગયા છે.
રાધા : હવેથી અમને જણાવીને જ્જે
દીવા : હા માસી
દીવા રેડ બુક અને દવા રસીલા ને આપે છે. રસીલા વિચાર મા પડી જાય છે કે દિવા પણ સુર્ય વંશી હોય શકે
દીવા : બા આ તમારી બુક અને દવા
રસીલા : હા
દીવા : કયાં વિચારો ખોવાઇ ગયા હતા બા
રસીલા : બસ એમજ
દીવા અને પાયલ રુમમાં સામાન મુકવા જાય છે. થોડી વાર પછી ડોરબેલ વાગે છે. રસીલા દરવાજો ખોલે છે. દરવાજા પર માધવ હતો.
માધવ : બા આ પુજાનો સામાન
રસીલા : મેં તો તને કીધું જ ન હતું સામાન લેવા
માધવ : હા પણ સવિતા દીદી એ કીધું હતું કે પુજા માટે સામાન લાવી આપજે
રસીલા : હા ( રસીલા વિચારે છે કે માધવ પણ સુર્ય વંશી હોય શકે)
માધવ : કોઈ સામાન રહી ગયો હોય તો કે જો માસી
રસીલા : હા
માધવ સામાન ઘરની અંદર મુકી ને પોતાના ઘરે નીકળી જાય છે. રસીલા સોફા પર બેસી ને વિચારે છે કે સુર્ય વંશી રાગ પણ હોય શકે દીવા પણ અને માધવ પણ. રાધા રસોડામાંથી બહાર આવે છે.
રાધા : માસી આજે શું બનાવવાનું છે ?
રસીલા : હા પણ પહેલાં મારી વાત સાંભળ
રસીલા રાધાને બધી વાત કરે છે. રાધા પણ વિચાર કરે છે કોણ હોય શકે સુર્ય વંશી ?
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
જાદુગરની માયા પણ પોતાના જાદુથી કોણ સુર્ય વંશી હતો તે જોવાનું પ્રયત્ન કરે છે પણ જાણી શકતી ન હતી. જાદુગરની માયા કેદખાના તરફ જાય છે. પોતાના જાદુથી તે કેદખાના નો દરવાજો ખોલે છે.
" બસ હવે બે જ દિવસ બાકી છે સોમ "
( તે વ્યકિત નું નામ સોમ છે. સવિતા, માલતી અને રાધા ના પપ્પા સોમ હજુ પણ જીવતા છે. માયા એ તેને કેદ કરી દીધો હતો)
" ચંદ્રવંશ નો ખરાબ સમય આપવાનો હવે શરુ "
સોમ : ખરાબ સમય તો હવે તારો શરુ માયા
માયા : કોણ મને રોકશે
સોમ : ચંદ્ર વંશી કંઇ કામચોર નથી
માયા : તું મને રોકશે
સોમ : મારી ત્રણ છોકરીઓજ તને મારશે
માયા : એ ત્રણ જે અહીં થી ભાગી ગઇ હતી તે મને રોકશે
સોમ : હા મારી ત્રણ છોકરીઓ તને રોકશે
માયા : જોઇલે સપના હમણાં
પછી મરવા માટે તૈયાર રેહજે
માયા હસતી હસતી કેદખાના માથી બહાર નીકળે છે.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
સવિતા અને માલતી સુંદરવનમાં એક વૃક્ષ નીચે બેસે છે. મહેશ આમતેમ ફરે છે. દીપક પાણી પીવા માટે તળાવ પાસે જાય છે. એ તળાવનું પાણી હાથમાં લઇ ને પાણી પીય છે. બીજી વાર પાણી લઇ છે ત્યારે તેને તળાવ માં કંઇ દેખાય છે. તળાવમાં તેનું પ્રતિબિંબ દેખાતું હતું પણ વૃક્ષ નું નહીં તેને ખબર પડી ગઇ હતી કે જે વૃક્ષ સાચું હશે તેનું પ્રતિબિંબ જરૂર આ તળાવ દેખાશે. તેણે બધીજ વાત મમ્મી, માસી અને મહેશ ને કીધી. બધા લોકોને થોડી વાર પછી એ વૃક્ષ પણ મળી ગયું કે જેનું પ્રતિબિંબ તળાવમાં દેખાતું હતું. એ વૃક્ષ ના ફળ ને તોડતા બાકી ના આભાસી વૃક્ષ ગાયબ થઇ ગયા. ફળ હાથમાં આવતા જ બધા જ લોકો પાછા રક્ષિકા પાસે આવી જાય છે. દીપક એ ફળ રક્ષિકા ને આપે છે.
રક્ષિકા : તમે લોકો પરીક્ષા પાસ થયા
સવિતા : કૃપા કરી ચોથી પહેલી પુછો
રક્ષિકા : હા
તે માટે તમારે કાચના નગરમાં જવાનું છે. તેમાંથી જાદુઇ કાચ શોધવાનું છે. ( રક્ષિકા બધા ને કાચના નગરમાં મોકલે છે)
કોણ છે સુર્ય વંશી રાગ, દીવા કે માધવ ?
કાચ નગરમાં જાદુઇ કાચ મળશે ?
સોમ હજુ સુધી જીવતો છે !
તે માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ