ભાગ :- 11
બધા થોડી વાર માં સવિતા ના ઘરે આવી જાય છે. રાધા રસીલાબેન ને મળે છે. રાધા પોતાનો છોકરો જનક નો પરિચય આપે છે. બધા સાથે મળીને જમે છે. પાયલ પોતાના રુમમાં જાયને સુઇ જાય છે. જનક મહેશ ના રુમમાં જાયને સુઇ જાય છે. આગળના રુમમાં સવિતા, માલતી, રાધા અને રસીલાબેન જ હતા.
રાધા : પપ્પા કયાં છે ?
સવિતા : તને અત્યારે યાદ આવે છે ?
રાધા : હું એક વર્ષ પછી ઘરે આવી હતી પણ ઘર જ બંધ હતું?
તમે લોકો સુરત રહેવા આવી ગયા ?
સવિતા : પપ્પા આ દુનિયામાં નથી.
રાધા : શું થયું? (આંખમાં મા આંસુ આવે છે)
માલતી : પેલી જાદુગરની માયા
સવિતા પચ્ચીસ વર્ષ પહેલાની કહાની રાધા ને કહે છે. ત્રણેય બેહનો ગળે મીલે છે.મમ્મીને જતાં રહયાં પછી પપ્પા જ તેમની દુનિયા હતી.
તેરે બીન મે કયા કુછ ભી નહીં
મેરી જાન મેં બસ તેરી જાન હૈ
ઓ સાથી મેરે .....
અબ કયા કરે યે જીંદગી .....
(ગીત વાગે છે.)
(રસીલા બહેન પોતાની ધ્યાન ની વાત કહે છે.)
રસીલા : હું આજે ધ્યાન માં એક અજીબ ધટના જોઈ
સવિતા : શું જોયું માસી ?
માલતી : પેલી જાદુગરની માયા ને જોયી હશે
સવિતા : માસી ને કહેવા દે
રસીલા : એ પાયલ ને કેદ કરી દેશે
માલતી : તમે પુરી વાત કરો માસી
રસીલા : પાયલ પંડમડુગળી આવશે ત્યારે જાદુગરની માયા તેને માયા પુરની હવેલી કેદ કરી દેશે પછી તેની બલિ
સવિતા : બસ હવે મારે કશું નથી સાંભળવું
માલતી : દીદી પાયલ ને કંઇ ની થાય
રાધા : હા દીદી
માલતી : માસી હવે 28 દિવસ જ બાકી છે. પરિક્રમા પતાવતા 21 દિવસ લાગશે.
રસીલા : હા પાંચ કમળ લેવા કોન જશે. મારે ચંદ્ર પુર જઇને પુજાની તૈયારી પણ કરવાની છે એટલે હું નહીં આવી શંકુ
સવિતા : પરિક્રમા પતે એટલે મે માલતી, દિપક અને મહેશ જઇ આવીશું
રાધા : હું પણ આવીશ દીદી
સવિતા : તું અને પાયલ અહીં જ રહેજો
રાધા : પણ દીદી મે પણ આવું
માલતી : ના રાધા એ પાંચ કમળ રસ્તો રહસ્ય થી ભરાયેલો છે.
રાધા : તો જનક ને સાથે લઇ જજો
સવિતા : સારુ પણ હજી વાર છે એક દિવસ પછી જવાનું છે.
રાધા : હા
રસીલા : અરે એક વાત કહેવાની રહી ગઇ
સવિતા : કંઈ
રસીલા : કાલથી ચૈત્ર નવરાત્રી છે.
માલતી : અરે એ તો ભુલી જ ગયા
સવિતા : અરે હા માસી તમે પુજા ની તૈયારી તો કરી દીધી ને ?
રસીલા : હા
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
સવારની આરતી કર્યા પછી મા રેવાના નામથી યાત્રા શરુ થાય છે.
આ નદી ની પરિક્રમા મનને શાંતિ આપતી હતી. મા રેવા નું ખળખળ વહેતું પાણી , સુરજના કિરણો અને ચારેબાજુ ફેલાયેલી વનરાઇ ખુબ જ સુંદર હતું. મહેશ અને દીપક ને પણ આ કુદરતી નજારો પહેલી વાર જોયો હતો. ચારેબાજુ બસ પ્રકૃતિ જ હતી. બસ અહીં જ રહી જવાનું મન થઇ જાય! તેમાં પણ રાગનો મધુર અવાજ મનને નવી તાજગી આપતું હતુ.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
મા જંગદબાની પુજા થાય છે. આરતી પાયલ કરે છે. વર્ષો પછી સવિતા, માલતી અને રાધા સાથે મા જંગદબાની આરાધના કરે છે. જનક આરતી પછી પોતાની ઓફીસ જવા નીકળી જાય છે. પાયલ પણ બેન્ક જવા નીકળી જાય છે. માલતી અને સવિતા એ સ્કૂલમાં રજા મુકી હતી. રાધા ને પોતાના ટયુશન કલાસીસ માં જવાનું હતુ. પાયલ ને પણ રાધા માસી સાથે dance શીખતા મજા આવતી હતી. જયેશ ને પણ એક પરિવાર મળી ગયો હતો.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
માયા ..... માયા .....
માયા ..... માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
( back ground ગીત વાગે છે )
માયા વિચારે છે કે કયારે આવશે ચંદ્ર વંશ નાં વંશજો કયારે મેં દુનિયા પર રાજ કરીશ. મારું જાદુ પંડમડુગળી સુધી જ કામ લાગે છે. હું બીજું કંઇ કરી શંકુ તેમ નથી.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
20 દિવસ સુધી બંધુ બરાબર ચાલે છે. દીપક અને મહેશ ની યાત્રા પુરી જ હવે થવાની હતી. માલતી અને રાધા સવિતા ના જ ઘરે રહેતા હતા.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
હવે પાંચ કમળની યાત્રા શરુ જ થવાની છે. તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ
ભાગ :- 12
20 દિવસ પછી
21મો દિવસ
બધાં જ યાત્રીઓ હોડીમાં બેસી ગયા હતા નદીની સામેની બાજુ જવા માટે તેમાં મહેશ અને દિપક પણ હતા. રાગ ગીત ગાતો હતો. અચાનક તેની નજર પાણી માંથી નીકળતા ફુલ તરફ ગઇ તે જાસુદ નાં ફુલ જેવું દેખાતું હતું. તેની આજુબાજુ આછો નીલો રંગથી ચમકતું હતું. તે ફુલ થોડી વાર માં નીકળતું અને પાછું પાણીની અંદર જતું રહેતુ હતું. રાગે બધાને એ ફુલ બતાવ્યું. મહેશ અને દીપક પણ તે તરફ જોતા હતા. રાગએ ફુલને તોડવા તે તરફ હાથ લંબાવે છે કે ફુલ અદ્રશ્ય થઇ જાય છે. ફુલ પાછું પાણી માંથી બહાર આવે છે. રાગને રોકતા દીપક ફુલ ને તોડવા તે તરફ હાથ લંબાવે છે તો દિપક ફુલની સાથે સીધો નદી ની અંદર જતો રહે છે. મહેશ પણ તેની પાછળ કુદતો હોય કે માધવ તેને રોકી લઇ છે. દીપક પાણીની અંદર એક અલગ જ જગ્યે આવી જાય છે. એક નાનું જ તળાવ હતું તેમાં આ જાસુદ નું ફુલ હતું. આજુબાજુ સુંદર વૃક્ષ હતા.આ બાગ સુંદર હતો. એક બાજુથી નાનું ઝરણું વહી રહયું હતું. દીપક ને કંઈ અલગ જ જગ્યે આવી ગયો હતો. ત્યા જ એક સુંદર યુવતી આવીને તળાવની સામે ઊભી રહી જાય છે. એ યુવતી કોઇ પરીલોકથી જ આવી હોય તેમ લાગ્તુ હતું. તેની મુખ પર હાસ્ય હતું. દીપક પુછયું તમારું નામ ?
તે યુવતી અદ્રશ્ય થઇ ને ઝાડ બાજુ આવીને ઊભી રહી જાય છે. અને બોલે છે. " વર્ષો થી પૃથ્વી પરના બધા જ ચમત્કારીક ફુલ ની રક્ષા કરું છું " તો મારું નામ આ વાક્યમાં જ હશે એમ કહીને પાછી અદ્રશ્ય થઇ ને ઝરણાં બાજુ આવે છે.
" મને કંઇ સમજાયું નહીં "
તમે કોણ છો ?
અહીં થી બહાર જવાનો રસ્તો બતાવો
મહેશ ને મારી ચિંતા કરતો હશે
દીપક એકીસાથે બધા સવાલો પુછે છે
અરે કેટલા સવાલ પુછે છે દીપક
કહીને પાછી તળાવની સામેની બાજુ આવે છે
દીપક હાથ જોડી ને મને મારા પ્રશ્નો નાં ઉતર આપો
અરે તમે ચંદ્ર વંશજો તમે મારું નામ પણ ન જાણ્યું
(તળાવની સામે જ ઊભી રહે છે)
રક્ષિકા નામ છે મારું
આ ફુલની રક્ષા કરવાનું કામ કરું છું
અહીંથી નીકળવાનો એક જ માર્ગ છે મારા એક જ પ્રશ્ન નો ઉતર આપવાનો અને
હા આ ફુલ તમારું જો ઉતર સાચો તો ?
દીપક : આ સિવાય કોઇ માર્ગ નથી તો કૃપા કરી પ્રશ્ન પુછો
રક્ષિકા : આ એક પહેલી છે
આ પહેલી તમારા વંશ સાથે જ સંકળાયેલી છે
પણ કોઇ પ્રશ્ન નથી
દીપક : એવી કેવી પહેલી ?
રક્ષિકા : હું પાંચ શિવાયો નાં નામ જણાવું છે તેમાંથી એક જ આ પહેલી નો ઉતર છે
અમરનાથ
સોમનાથ
રામેશ્વર
કેદરનાથ
ભીમાશંકર
દીપક : (વિચારે છે)
કયું શિવાલય ઉતર છે આ પહેલીનો
હોડી સાલેમને કાંઠે આવી જાય છે. બધા ઊતરી જાય છે. મહેશ ચિંતિત હતો.
માધવ : મહેશ ચિંતા ન કર આ નર્મદા નદી દીપક ને બચાવશે
રાગ : મહાદેવ પર વિશ્વાસ રાખ
મહેશ : (મમ્મી અને માસી એ કહયું હતું પરિસ્થિતિ જયારે આપણા હાથમાં નહીં હોય ત્યારે મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરવાનો)
મહેશ નદી કિનારે ની માટીથી શિવલીંગ બનાવે છે અને જાપ શરૂ કરે છે. રાગ અને માધવ પણ જાપ કરે છે.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
સવિતા , માલતી અને જનક અંમરકટક જવા નીકળી જાય છે કેમકે આજે યાત્રા પુરી થઇ જવાની હતી અને પાંચ કમળ લેવા જવાનું હતુ. રસીલા અને રાધા પંડમડુગળી જવા નીકળી જાય છે હવે ખાલી ચાર દિવસ બાકી હતા અને પુજાની તૈયારી પણ કરવાની હતી. પાયલ હવે એકલી જ સુરત હતી.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
માયા ..... માયા .....
માયા ..... માયા .....
જાદુગરની માયા .....
જાદુગરની માયા .....
માયા કેદખાના તરફ જાય છે. માયા પોતાના જાદુથી કેદખાના નો દરવાજો ખોલે છે. માયા બોલ છે તને કોણ બચાવશે ? હવે ચાર જ દિવસ બાકી છે. અને ચંદ્ર પુર જવાનો માર્ગ પહેલા માયાપુર આવે છે ખબર છે એમ કહીને હસે છે.
પેલો વ્યકિત નાં મુખ પર બસ હાસ્ય હતું.
માયા કેદખાના માથી બહાર નીકળી જાય છે.
દીપક પહેલી નો શું ઉતર શકશે ? તેના જવાબ માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ
ભાગ :- 13
ડ્રાઇવર કાર ચલાવી રહયો હતો. જનક કારની આગળ ની સીટમાં બેસેલો હતો. માલતી અને સવિતા પાછળ ની સીટમાં હતા.
સવિતા : પપ્પા નાં બે વચન તો પુરા થઇ ગયા
માલતી : હા દીદી આપણે લોકો સુરત આવી ગયા અને રાધા પણ મળી ગઇ
સવિતા : બસ હવે આખરી વચન બાકી છે.
માલતી : હા દીદી તે પણ પુરું થઇ જશે
સવિતા : માસી અને રાધા પણ નીકળી ગયા છે પંડમડુગળી જવા
માલતી : બસ હવે આપણે પણ પાંચ કમળ લઇને પહોંચી જશું
જયેશ : માસી આ પાંચ કમળનું શું રહસ્ય છે મને કંઇ સમજ નથી પડતી.
સવિતા : હવે અંમરકટક પહોંચી ને જ બધી વાત કરું
જયેશ : હવે થોડી વારમાં આવી જ જશે
માલતી : દીપક અને મહેશ પરિક્રમા પુરી કરી દીધી હશે
સવિતા : હા માલતી
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
રક્ષિકા : બોલ દીપક આ માંથી કયું શિવાલય?
દીપક : (આંખ બંધ કરીને મહાદેવ ને યાદ કરે છે. હાથ બંધ કરતા તેને ચંદ્ર દેખાય છે. ) જે પણ શિવાલય હોય તે ચંદ્ર સાથે સંકળાયેલું હોવું જોઇએ
રક્ષિકા : જવાબ તારે જ આપવાનો છે
હજુ તો ધણી પરીક્ષા આવાની છે
દીપક : (થોડું વિચારીને ) હા જવાબ મળી ગયો
રક્ષિકા : ક્યુ શિવલાલ?
દીપક : સોમનાથ કેમકે સોમનાથ ચંદ્ર દેવે બનાવ્યું છે.
રક્ષિકા : તમારો ઉતર બરાબર છે. (પોતાના જાદુથી એ જાસુદ નું ફુલ પોતાના હાથમાં લઇ છે અને દિપક ને આપે છે. દિપક એ ફુલ લઇ છે) આ ફુલનું રહસ્ય એ છે કે તે મૃત વ્યકિત ને જીવંત કરી શકે છે પણ એક જ વાર
દીપક : કૃપા કરીને હવે મને નદી કિનારે મોકલો
રક્ષિકા : હા હજુ બીજી પરીક્ષા લેવા આવીશ કેમકે આ પૃથ્વી પરના ચમત્કારીક ફુલો ની હું રક્ષા કરું છું
દીપક : તો પાંચ કમળની પણ
રક્ષિકા : એનો જવાબ તને ત્યા જ મળશે. પરીક્ષા માટે તૈયાર રહેજે
(રક્ષિકા જાદુથી દિપકને નર્મદા નદી નાં કિનારે મોકલી દે છે )
દીપક નર્મદા નદી ના કિનારે આવી જાય છે. તે મહેશ, માધવ અને રાગને જાપ કરતા જોય છે.
દીપક : મહેશ
મહેશ : દીપક આવી ગયો
મહેશ અને દીપક ગળે મળે છે. દીપક માધવ અને રાગનો આભાર માને છે. દીપક બધાને વાત કરે છે કે શું ધટના બની.બધા થોડી વાર પછી અંમરકટક નાં મંદિર પહોંચે છે આરતી કરે છે.
જયેશ, માલતી અને સવિતા પણ અંમરકટક આવી જાય છે. એ લોકો પણ કારમાંથી ઉતરી ને નર્મદા નદીને હાથ જોડીને નમન કરે છે અને મંદિર તરફ જાય છે. મંદિરમાં આરતી ચાલુ જ હતી. તે બધા પણ આરતીમાં જોડાય છે. આરતી પતી ગયા પછી મહેશ અને દીપક ને મળે છે. દીપક અને મહેશ યાત્રાની બધી જ માહિતી કહે છે અને આ જાસુદ નાં ફુલ વિશે પણ
સવિતા : આ ફુલ આપણને મદદરૂપ થશે
માલતી : તને પહેલી નો ઉતર પણ મળી ગયો. શાબાશ
સવિતા : પણ એ માધવ કોણ છે નામ સાંભળ્યું હોય એમ લાગે છે.
માલતી : હા દીદી મેં પણ સાંભળ્યું છે પણ યાદ નથી આવતું
મહેશ : તે યાત્રા ના આગેવાન હતા. મંદિરમાં છે મેં બોલાવી લાવું
મહેશ માધવ અને રાગને બોલાવી લાવે છે.
સવિતા : અરે તું! માધવ અહીં
માધવ : હા દીદી દર વર્ષે આ યાત્રા ની આગેવાની કરું છું
માલતી : ચંદ્ર પુર માં નથી રહેતો
માધવ : વર્ષ માં એક બે વખત જામ છું મેં ભરુચ રહું છું. બસ આજે જ ચંદ્ર પુર જવાનો છે.
સવિતા : હા ચાર દિવસ પછી પુજા છે અમે લોકો પણ આવાના છે
માધવ : દીદી તમારા વંશજો આ ગામમાં ઘણી મદદ કરી છે. કંઇ કામ હો તો કહેજો મેં આજે જ ગામ જામ છું
સવિતા : રસીલા માસી અને રાધા ગામ જવા નીકળી ગયા છે એ લોકો ને પુજાની તૈયારી કરવા મદદ કરજે
માધવ : હા દીદી જરૂર
માધવ અને રાગ પંડમડુગળી જવા નીકળી જાય છે. બધા મંદિર માં રોપાયેલા ઝાડ ની નીચે બેસે છે. હવે દીપક ને ચંદ્ર પુર વિશે જાણવું જ હતું.
દીપક : હવે તો મમ્મી બધી વાત કરો ચંદ્ર પુર માં શું છે ?
જનક : હા માસી કહો
મહેશ : હા મમ્મી હવે તો કહો ચંદ્ર પુર માં શુ છે ?
માલતી સવિતા બાજુ જોઈ છે અને કહે છે " દીદી હવે પચ્ચીસ વર્ષ પહેલાની કહાની કંઇ દો "
સવિતા હા કહું છું .....
પચ્ચીસ વર્ષ પહેલાની કહાની માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ