Pragati - 6 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 6

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 6

ખુરશીનાખીને પગ ટેબલ પર ગોઠવી ને આરામ ફરમાવેલી આયુએ એ જ કાચની નાની ટેબલ પર પડેલા પ્રગતિના ફોનમાં જોઈને કહ્યું, " આવી ગયો...."

" આવી ગયો.... એટલે અ વિવેક સરનો મેસેજ આવી ગયો એમ..." પ્રગતિની તીખી નજરનો સામનો ન થતા પોતાની આંખ ફેરવી આયુશીએ વાત સ્પષ્ટ કરી.

પ્રગતિએ મેસેજ ચેક કર્યો એમાં સમય અને સ્થળ સ્પષ્ટ લખાયા હતા. એક વાગ્યો હતો પ્રગતિને બરાબર ત્રણ વાગ્યે પોહચવાનું હોવાથી બાકી રહેલા કામો આયુશીએ ગમા - અણગમાથી દુર રહીને હાથમાં લીધા. પ્રગતિ પોતાના રૂમમાં ગઇ અને સંપૂર્ણ તૈયારી સાથે પોણા બે વાગ્યે નીચે ઉતરી.

" ઓલ ધ બેસ્ટ દીકરા..." દરવાજાથી મેઈન ડોર સુધી પોહચતી પ્રગતિને સંજયભાઈએ અટકાવ્યું. જવાબમાં એક મોટી સ્માઇલ આપી પ્રગતિ ઘરેથી નીકળી.

કાચના દરવાજાને ધકેલી અંદર પ્રવેશતી પ્રગતિનું ધ્યાન એકદમ જ સામે બેઠેલી પોતાના કાર્યમાં સંપૂર્ણપણે મશગુલ, કાળા કોટમાં સજ્જ એક છોકરી પર પડ્યું.

" એક્સ્ક્યુઝમી નીશા, કેન આઈ મીટ વિવેક સર ? મારી પાસે ત્રણ વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે...." ડેસ્ક પર એનું નામ વાંચી પ્રગતિએ નીશાને આવવાનું કારણ આપ્યું.

" શ્યોર. ઇફ આઈ એમ નોટ રોંગ યુ આર પ્રગતિ શર્મા રાઈટ ? " નીશાએ લેપટોપની સ્ક્રીનમાં જોતા કહ્યું.

" જી...." પ્રગતિએ કહ્યું.

" ઓહકે. ધીસ સાઈડ..." નીશાએ પ્રગતિને વિવેકની ઓફિસ તરફનો રસ્તો બતાવ્યો.

વીસ બાય બાવીસ ફૂટની એ ઓફિસ લેટેસ્ટ ફર્નિચર સાથે ખૂબ આકર્ષક દેખાતી હતી. હજુ એકાદ વર્ષ પહેલાં જ માત્ર ટેબલ અને ખુરશીઓ ધરાવતી એ ઓફિસનું રીનોવેશન કરીને એને ન્યુ ટચ આપવામાં આવ્યો હતો. એની ડાબી બાજુ ગ્લાસ ટેબલ અને રિવોલવીંગ ચેરની સામે બે ખુરશીઓ બેઠક માટે મુકાઈ હતી. જમણી બાજુ એક જુદી જ બેઠક વ્યવસ્થા હતી જ્યાં આરામ તેમજ અન્ય જુદી જુદી પ્રવૃતિઓ થઈ શકે. એ બેઠકની પાછળના ભાગની દીવાલ પર મોટો બુક શેલ્ફ બનાવામાં આવ્યો હતો. આખા જ ફર્નિચરમાં બ્લેક અને વ્હાઇટ સિવાય બીજો કોઈ જ રંગ નહતો. ઓફિસમાં પડેલી એક બે વસ્તુઓ અને કિતાબો સિવાય અન્ય કોઈ પણ ચીજનો રંગ બ્લેક અથવા વ્હાઇટ જ હતો. ઓફિસમાં બેસીને વિવેક એકાદ બે ફાઇલના પાના ઉલેચતા ઉલેચતા પ્રગતિની રાહ જોઈ રહ્યો હતો. એટલાંમાં જ ગ્લાસ ડોર પર ટકોર થઈ.

" અંદર આવી શકું ? " ગ્લાસડોર થોડો જ ધકેલીને પ્રગતિએ કહ્યું.

" ઓહ યસ યસ....પ્લીઝ કમ....ટી, કોફી, જ્યુસ , વોટર....એનિથિંગ ? " પ્રગતિ અંદર આવી ત્યાં સુધીમાં વિવેક પોતાની ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને એકસાથે બધું જ બોલવા માંડ્યો.

" નો...નથિંગ. " પોતાના ડિઝાઇન્સ પ્રગતિએ વિવેકના હાથમાં થમાવ્યા. ફાઇલ હાથમાં આવતા વિવેકને સમય, સ્થળ અને પરિસ્થિતિનું ભાન થયું. પોતે પોતાની ચેર પર ગોઠવાયને પ્રગતિને બેસવાનું કહ્યું.

ખાસીવાર સુધી વિવેક પ્રગતિની ડીઝાઇનસ જોતો રહ્યો અને પ્રગતિ ઓફિસ. પ્રગતિ ઓફિસનો એક એક ખૂણો તાપસતી હતી. બહુ જ બારીકાઈથી માત્ર કાળા અને સફેદ રંગથી બનાવેલું એ ફર્નિચર પ્રગતિને પણ ઘણું જ આકર્ષક લાગતું હતું પોતે બધું જ જોવામાં વ્યસ્ત હતી એટલે જ એને ખબર ન પડી કે વિવેક એ પણ પ્રગતિને પાંચેક વખત નિહાળી લીધી હતી.

સ્કાય બ્લુ કલરની કૉલેર વાળી કુર્તિ અને સફેદ એંકલ પહેરેલી પ્રગતિએ વાળમાં ફક્ત એક સાદીસીધી પૉની લીધી હતી. મોઢા પર કશું જ મેકઅપ નહિ ફક્ત આંખોમાં કાજલ હતું. પગમાં બ્લેક સામાન્ય ઊંચાઈ ધરાવતા સેન્ડલ અને હાથમાં ઘડિયાળ હતી. વિવેકને લાગ્યું કે ગઈકાલે કદાચ પ્રગતિએ લેન્સ પહેર્યા હશે એટલે જ આજે એને લવન્ડર રંગની ફ્રેમથી સજ્જ મોટા ચશ્માં પહેર્યા હતા. જો એને ગઈકાલે નજીકથી ન જોઈ હોત તો આજે એ ઓળખાય એમ જ નહતી.

" તમને નંબર્સ છે...." વિવેક એ લાંબા સમયનું મૌન તોડતા પ્રગતિને હાથના ઇશારાથી પૂછ્યું.

" ઓહહ...ના ના મારો શોખ છે...." પ્રગતિએ કહ્યું.

કાળા રંગના હોલ્ડિંગમાં રંગબેરંગી અક્ષરોથી લખાયેલ " Fashion house " ના ગેટ પાસે સફેદ રંગની એક સ્વીફ્ટ આવીને ઉભી રહી. એક પ્રમાણમાં થોડી જ સ્થૂળ કાયા ધરાવતી સ્ત્રી એમાંથી બહાર આવી. આછા અને ઘાટા લીલા રંગના કોમ્બિનેશન વાળી ગુજરાતી સાડી, સામાન્ય દેખાવ ધરાવતા પણ બ્રાન્ડેડ સ્લીપર, કપાળ પર એક મધ્યમ કદનો ચાંદલો, વ્યવસ્થિત અંબોળો બાંધેલા વાળ, ગળામાં નાનું મંગળસૂત્ર અને કાનમાં થોડી મોટી સોનાની બુટી તેમજ જમણા હાથમાં ઘાટા બ્લ્યૂ રંગની થેલી લઈને આવેલી એ સ્ત્રી સડસડાટ અંદર તરફ જતી હતી. એને જોઈને બધા જ એમનો આદર કરતા હોય એમ એ જ્યાંથી પસાર થાય ત્યાં ઉભા થઇ જતાં હતાં. પોતાની કથાઇ આંખો અને એકદમ સ્વચ્છ સફેદ દાત બતાવીને એ સૌના આપેલા માનનો સ્વીકાર કરતા હતા.

વિવેક અને પ્રગતિ થોડી સામાન્ય વાતચીતમાં હતા ત્યાં જ એ ગ્લાસડોર પર ફરી ટકોર થઈ.

" મિસ્ટર બંસલ, હું અંદર આવી શકું ? " એ સ્ત્રી બોલી.

" ઓફકોર્સ મૉમ...." આટલો મધુર અવાજ, મૉમ અને વિવેક ના ચ્હેરા પર આવો હરખ જોઈને પ્રગતિ ઊંઘી ફરી.

" સુમિત્રા મૅમ...." પ્રગતિ ઉભી થઇ એમને પગે લાગવા ગઈ.

" અરે ના ના....બેસ બેસ " પ્રગતિને બેસાડી સુમિત્રાએ એ બ્લ્યૂ બેગ વિવેકના ટેબલ પર મૂકી.

" મને ખબર જ હતી કે તું આજે જમવા નહીં આવે...." જમણી તરફની બેઠક પરથી કાળા રંગનું એક બિન બેગ ખસેડી સુમિત્રા ગોઠવાય.

" સોરી...કાલે કહ્યું હતું ને કે કામ છે.....સી...આ છે પ્રગતિ શર્મા " વિવેકએ પ્રગતિ તરફ જોતા સુમિત્રાને કહ્યું.

" અચ્છા...." સુમિત્રાને પ્રગતિને જોઈને એ સમજાય ગયું કે કાલે વિવેક શા માટે પ્રગતિનું આટલું ઝીણવટથી વર્ણન કરી રહ્યો હતો.

વિવેકની માતા સુમિત્રા બંસલનો સ્વભાવ નરમ હતો. જ્યારે જીવનમાં અનેક સંઘર્ષ કર્યા પછી આટલું માન સન્માન મેળવ્યુ હતું એટલે સુબોત બંસલને થોડું જાત પ્રત્યેનું અભિમાન હતું. સુમિત્રા જેવી સ્ત્રીએ એમને સાચવ્યા હતા ગમે તે રીતે એમના પગ જમીન પર રહે એ બાબતે સુમિત્રા બંસલ સુબોત બંસલ માટે અંત્યત કાર્યરત અને ચિંતિત રહેતા હતા. વિવેક પણ પિતાના આવા અભિમાનથી થાક્યો હતો. આમ પણ નાનપણથી એને મા સાથે વધુ બનતું ને સોશિયલ વર્ક કરતી એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી પોતાની મા હતી એ માટે વિવેકને ખૂબ માન હતું. એ ન તો સુમિત્રાની કોઈ વાત ટાળતો કે ન ટાળી શકતો. વળી, ઘણી બાબતો એ દોસ્તની જેમ પોતાની મા સાથે વહેચી લેતો. ગઈકાલે જ કલાકમાં આવું છું કહીને સગાઈમાં ગયેલો વિવેક જ્યારે નવ વાગ્યે ઘરે આવ્યો ત્યારે ડાઇનિંગ પર જમવા માટે એનો ઇંતજાર કરતી સુમિત્રા બંસલને વિવેક એ બધી જ વિગતો કહી હતી. પોતાના પુત્રને કોઈ છોકરી પ્રત્યે પહેલીવાર આટલી વાતચીત કરતો જોઈને સુમિત્રાને પણ પ્રગતિને મળવાની તાલાવેલી થઈ આવી એટલે જ કિશન કાકા સાથે ટિફિન મોકલાવાને બદલે સુમિત્રા પોતે વિવેકનું ટિફિન આપવાના બહાને પ્રગતિને મળવા આવી હતી. આમ પણ આ કંપની વિવેક અને સુમિત્રા બંને સાથે મળીને જ ચલાવતા હતા.

" તારે મોટાભાગનું કામ તો મારી સાથે જ કરવું પડશે. વિવેકને તો મેં પાર્ટીઓ એટેન્ડ કરવા માટે આ કામમાં સાથે રાખ્યો છે " પ્રગતિને કેહતા કેહતા સુમિત્રા બંસલ હસી પડ્યા. પ્રગતિને નવાઈ લાગી કે આવો સામાન્ય દેખાવ ધરાવતી સ્ત્રી ને ફેશનની સમજ કઈ રીતે હશે....!
To be Continued

- Kamya Goplani