Pragati - 5 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 5

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 5

" હેલો મિસ પ્રગતિ..." બે પાંચ મિનિટ પછી વિવેક ત્યાં આવી પહોંચે છે.

" યસ..." પ્રગતિ આંખ ઉઘાડતા જ વિવેકને જોઈને વ્યવસ્થિત બેઠી થવા જાય છે.....

" ઇટ્સ ઓહકે. નો ફોર્મલિટીઝ . અહીંયા મને ધ વિવેક બંસલ ન સમજો તો મને ગમશે. " વિવેકએ સહજતાથી ખુરશી લઈને ગોઠવતા કહ્યું. પ્રગતિ એ જ પરિસ્થિતિમાં થોડી સીધી થઈને બેઠી. વાત ની શરૂઆત કોણ કરે એ મૂંઝવણમાં બંને તરફ બે મિનિટ મૌન રહ્યું.

" તમારે કશું વાત કરવી હતી ને મારી સાથે...." આખરે વિવેક એ મૌન તોડ્યું.

" જી... હાજી...હા...એક " પ્રસંગના વાતાવરણમાં આ રીતે વાત કરાય કે નહીં ? પ્રગતિ એ બાબતે મુંઝાય હતી.

" હું કહું તમને...." સામેથી મનમસ્ત આયુ અંદર ધસી આવીને વિવેકની સામે ગોઠવાય ગઈ. પ્રગતિ એને જોતી જ રહી.

" જુવો વાત એમ છે કે......" આયુશીએ બધી જ ડેટાઇલ્સ વિવેકને આપી દીધી. " અત્યારે મોટી થાકી ગઈ છે અને તમારી સાથે વાત કરવી કે નહીં એ બાબતે મૂંઝવણમાં હશે એટલે કંઈ બોલી નહીં. તમારે જાણવા જેવું હતું એ બધું જ મેં કહી આપ્યું છે....હવે નિર્ણય તમારો છે. " વધુમાં ઉમેરીને આયુ સ્વસ્થતાથી ખુરશીમાં પલાંઠી વાળી ચૂપચાપ બે હાથને બાંધીને બેસી ગઈ. વિવેક આયુશીને જોઈને તંગ રહી ગયો. આજના જ દિવસમાં એને બે વખત આયુશીનો પરિચય થઈ ગયો હતો.

" ઓહકે તો ડીઝાયનસ લઈને ક્યારે મળો છો મિસ પ્રગતિ ? " વિવેક પ્રગતિના જવાબની રાહ જોઈ રહ્યો.

" વેલ...કાલે જ મળી શકું એટલી તૈયારી છે મારી....છતાં જ્યારે તમે કહો...." પ્રગતિએ સ્વસ્થતાથી કહ્યું. જુદી જુદી મિટિંગ્સ ને કામો હોવા છતાં વિવેકને પ્રગતિને ફરી જલ્દી જ મળવાનું મન હતું કદાચ એટલે અનાયાસે એનાથી કાલે જ મળવા બાબતે હા પડાય ગઈ. પ્રગતિને જોયું ત્યારેથી લઈને પોતાને શું થતું હતું એ વિવેક પણ સમજી નહતો શકતો. બંસલ ખાનદાનનું નામ તેમજ છ ફૂટ હાઈટ, કસરતથી કસેલું શરીર, ઊંડી લાલ આંખો, મોટા સફાળા કાન, કાયમી વ્યવસ્થિત રેહતી દાઢી-મૂછ ને કારણે એ આકર્ષક લાગતો એટલે એની પાછળ ઘણી છોકરીઓ ઘેલી થતી પણ પ્રગતિ એને કઈ જુદી જ લાગતી. પોતે આટલી સુંદર હોવા છતાં એની સાથે વાતચીત કરવામાં વિવેક ને સમજાયું હતું કે એને કોઈ જાતનું અભિમાન નહતું. ત્યાં બેઠા બેઠા ઘણી વાતચીત થઈ, નંબરની આપ લે પણ થઈ ચૂકી.

થોડી વાર પછી ત્રણ વ્યક્તિને બદલે ત્યાં ડોલીના બધા જ કઝીન્સ અને અભયના મિત્રોનું ટોળું ફરી વળ્યું હતું. એક સાથે ગપ્પા લડાવતા, મસ્તી કરતા અને અલકમલકની વાતચીત કરતા અભય અને ડોલી સહિત સૌ એકસાથે જમ્યા. પ્રગતિને કોલેજ પુરી કર્યા પછી નવા દોસ્તો બનાવાનો આનંદ કેટલાય સમય પછી મળ્યો હતો. આ દરમિયાન વિવેક પ્રગતિ ને નિહાળતો રહ્યો. એના વિચારોને, એની વાતચીત કરવાની છટા અને સુંદર હાસ્યનો લેહકો સાંભળીને એ પ્રગતિ તરફ વધુ અકર્ષાતો હતો. વિવેક એકાદ કલાક સગાઈ એટેન્ડ કરીને નીકળી જવાનો હતો છતાં એ છેલ્લા પાંચ કલાકથી ત્યાં જ હતો એટલે અભય ને સહેજ નવાઈ લાગી આવી.

" શું થયું ? મન ક્યાં ભટકે છે ભાઈ ? " એક ખૂણામાં અભયને વિવેક ભેગો થયો ત્યારે એને પૂછી જ નાખ્યું.

" હેં એટલે " વિવેક એ કહ્યું.

" જો ભઈ કમ સે કમ મારી સામે તો નાટક રહેવા દે....કલાકમાં નીકળી જવાનો હતો ને મારા લાખ સમજાવા છતાં તું નહતો માન્યો ને પ્રગતિમાં આટલો રસ ન રાખ....હું ઓળખું છું એને....." અભયએ કહ્યું.

" એવુ નથી....મને જ નથી ખબર કે મને એના પ્રત્યે આટલું આકર્ષણ શું કામ થાય છે..." વિવેકએ પોતાની વ્યથા વ્યક્ત કરી.

" એ છે જ એવી....પ્રગતિ જેને મળે એને પણ જો એ વ્યક્તિ એને સમજી શક્યો તો ભવ પાર તરશે. " અભય એ લાગણી વ્યક્ત કરી.

" સ્ત્રીને કોણ સમજી શક્યું છે ? " વિવેક એ કહ્યું.

" પ્રગતિને સાચવવી જ અઘરી છે....સમજવાનો સવાલ તો એના પછી આવશે.... એ જીવી લેશે જ્યાં હશે ત્યાં પોતાની જવાબદારીઓ નિભાવી લેશે. માંગશે નહીં ક્યારેય. એ દરેક માણસને ખુશ રાખે છે એટલે જ દરેકને પ્રગતિને પોતાનું કહી શકવાનું જૂઠું અભિમાન છે ને.......છોડ. તને સાચું કહું હું તો ડોલીને મળીને એના ગોરા ચહેરાની સુંદરતામાં ખોવાયો ન હોત ને તો પ્રગતિને ક્યારેય જવા ન દેત. તું બચી ગયો દોસ્ત...." અભય એક નિસાસો નાખી વિવેકના ખભે હાથ માર્યોને આછું હસીને કહ્યું. હમેશા છાને ખૂણે થતી વાતો આયુથી અજાણી ન રેહતી એ રીતે આ વાત પણ એને સાંભળી જ લીધી હતી.

આખરે જ્વાવદારીથી ભરપૂર, ખિલખિલાટથી મેહકતો, નવા લોકો ને મળ્યાનો આનંદથી તરવરતો, પોતાનું સ્વપ્ન પૂરું થવાની ખુશી અને એક અદભુત સંતોષ સાથે દિવસ પૂરો થયાની થકાવટથી પ્રગતિ પોતાના પલંગ પર સુતા સુતા છતને તાકી રહી હતી. આયુ પ્રગતિને આરામ આપવા આજે પોતે બા સાથે નીચે સૂતી હતી. આમ પણ આયુનો પોતાનો રૂમ તો હતો જ છતાં એ બાજુના રૂમમાં મોડી રાત સુધી શોર બકોર કરતી રેહતી ક્યારેક મને પડે તો પોતાની પાસે આવીને પણ સૂતી હતી. આજે ઉપરના માળે પ્રગતિને સંપૂર્ણ એકાંત મળ્યું હતું. ગાઢ ઊંઘ આવતી હોવા છતાં પ્રગતિ એ એકાંત માણવા ને કશુંક જાણવા માટે પોતાની આંખો નહતી મીચતી... ત્યાં જ અચાનક એના ફોનની રિંગ વાગી. પ્રગતિની તંદ્રા તૂટી. આટલી રાતે કોનો ફોન હશે એ વિચારતા વિચારતા અંધારામાં પલંગપરથી ઉતરી જુદી જુદી વસ્તુઓનો સહારો લઈ ખૂણા પર રાખેલા સ્ટડી ટેબલ ઉપરની લાઈટ ઓન કરી ત્યાં પડેલી બેઠક પર જ બેસીને એને ફોન ઊંચક્યો.

" હેલ્લો.... માય ડાર્લિંગ ડોટર...હાઉ આર યુ ? " સામેથી સંજયભાઈનો મોજીલો અવાજ સંભળાયો.

" ફાઈન પપ્પા. તમેં કેમ છો ? પોતાની દવાઓ તો સમયસર લો છો ને ? " પ્રગતિએ પૂછ્યું.

" હા હા....સાંભળ કાલે સવારે નવ વાગ્યે અહમદાવાદ એરપોર્ટ પોહચીશ. કોણ લેવા આવશે મને ? તું કે આયુ ? " સંજયભાઈએ પૂછ્યું.

" કાલે જ...." પોતાની બિઝનેસ ટ્રીપ પરથી બે દિવસ પછી આવવાને બદલે પપ્પા કાલે જ આવવાના છે એ સાંભળીને પ્રગતિ ખુશખુશાલ થઈ ગઈ. સંજયભાઈ પોતાની દીકરીઓને બધી જ સગવડો આપતા. બા ઘણી વખત ખીજવતા તો ત્રણેય મળીને એમને સમજાવી લેતા. પરિવાર એટલો પણ પૈસાદાર નહતો છતાં પ્રગતિ માટે એક ફેશન સ્ટુડિયો ઉભા પગે ખોલાવી શકે એટલી સંજયભાઈમાં તાકાત હતી, પણ એ ઇચ્છતા કે પ્રગતિ જાતે જ આગળ વધે જાતે પોતાની નજરે દુનિયાને જુવે, સમજે અને પોતાના નિર્ણયો લે. આમ કહીએ તો એ દીકરીઓને પિતા તરીકે વહાલ અને પૂરતી સગવડો આપતા પણ આગળ વધવા માટે કે પોતાનું નામ કરવા માટે સંજયભાઈ પોતાના નામ નો સહારો પ્રગતિને આપવા નહતા માંગતા. લાંબી વાતચીત અને બધી જ વિગતોની લેવડ દેવડ થયા પછી એ નક્કી થયું કે પ્રગતિ અને આયુ બંને પિતાને લેવા જશે.

નવી સવારની સાથે જ ઘરમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો. સંજયભાઈના આગમનની ખુશીમાં બધા ઉત્સાહમાં હતા. પ્રગતિએ પિતાની પસંદગીની વાનગીઓ બનાવાની બધી જ તૈયારીઓ કરી લીધી હતી સાથે આયુ તો વિદેશમાંથી પોતાના માટે પપ્પા જે કઈ લાવ્યા હશે એ ભેટના વિચારથી જ વધુ હરખાતી રેહતી હતી. સવારથી બા ને એક પણ ઊંધો કે ઉડાઉ જવાબ આપ્યા વગર એ જેમ કેહતા હતા એમ આયુ કરતી રેહતી હતી. આયુનો હરખ પ્રગતિ અને બા થી છાનો તો નહતો જ પણ બંને માંથી કોઈ બોલે એવા નહતા.

સમયસર સંજયભાઈ ઘરે આવી પોહચ્યા હતા. બાપ દીકરીઓ ત્રણેય હોલમાં નીચે બેસીને જમવા ગોઠવાયા હતા. ઘરમાં મોટુ ડાઇનિંગ હોવા છતાં બા સિવાય એનો કોઈ ઉપયોગ ન કરતું આવી રીતે નીચે બેસીને ઠઠામસ્તી સાથે ભોજન કરવાનો એમને અનેરો જ આનંદ મળતો હતો. જમતી વખતે સંજયભાઈએ બિઝનેસની અને નવા અનુભવોની જુદી જુદી વાતો પ્રગતિ સાથે કરી. આયુએ પણ ડોલીની સગાઈની તમામ વિગતો પિતાને આપી.

" હા જો....ડોલી માટે ભેટ લાવ્યો છું તું ફ્રી હોય ત્યારે આપણે સાથે જશું એને અભિવાદન આપવા. " સંજયભાઈએ જમ્યા પછી કાર્યરત પ્રગતિને કહ્યું.

" હા પપ્પા. વિવેક સર સાથે મિટિંગ તો છે પણ હજુ સમય આપ્યો નથી. વિચારું છું કે હું જ ફોન કરી લવ..." પ્રગતિએ કહ્યું.

" ના મોટી....એ જાતે કરશે. " આયુમાં કાલે સાંભળેલી વાત પછી રહેલો આત્મવિશ્વાસ કહી રહ્યો હતો.

" કામમાં એવો આગ્રહ ન રખાય આપણે ગરજ છે તો આપણે નમવું પડે " બા એ કહ્યું.

" ના....ગરજની કોઈ વાત જ નથી. હું એટલું ઉંડાણપૂર્વક વિચારતી પણ નથી હું કરું કે એ કરે શું ફેર પડે ? કામ તો કામ છે ને...." પ્રગતિએ કહ્યું એટલી જ વારમાં એના ફોનમા લાઈટ થઈ ને મેસેજ ટોન વાગી.

ખુરશીનાખીને પગ ટેબલ પર ગોઠવી ને આરામ ફરમાવેલી આયુએ એ જ કાચની નાની ટેબલ પર પડેલા પ્રગતિના ફોનમાં જોઈને કહ્યું, " આવી ગયો...."
To be Continued

- Kamya Goplani