Kudaratna lekha - jokha - 9 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 9

Featured Books
Categories
Share

કુદરતના લેખા - જોખા - 9


આગળ જોયું કે મયુર ને એના પપ્પાનો ફોન આવ્યા પછી રાહત થાય છે. યાત્રિકોના પડેલા બે વિભાગ ને જોતા અર્જુનભાઈ કનુભાઈ ને એક પ્રસ્તાવ મૂકે છે જે બધા યાત્રિકો પણ મંજૂર કરે છે. હવે આગળ.....

* * * * * * * * * * * * * * *

બધા જ યાત્રિકો ને હવે બપોર સુધી રાહ જોવાની હતી માટે બધા આરામ કરવાનું નક્કી કરે છે. ત્યાં સુધી કનુભાઈ બધા યાત્રિકો ને જમવા માટે ની તૈયારી કરે છે.
બપોર સુધી માં ધરતીકંપ નો એકપણ આંચકો આવ્યો ના હતો. માટે બધા યાત્રિકો હાશકારો અનુભવે છે. યાત્રિકોના બે વિભાગ માં એક વિભાગ વાળા જે આગળ ની સફર કરવા માંગતા હતા તે લોકો બીજા વિભાગ વાળા ને હિંમત આપતા હતા કે આગળ જે અમારું થશે તે તમારું થશે. તમે એકલા તો નથી ને. થોડો ભગવાન પર ભરોસો રાખી ને ચાલો અમારી સાથે. પછી છેલ્લે અફસોસ રહી જશે કે આટલે સુધી આવ્યા ને પશુપતિનાથ મંદિર ના દર્શન પણ ના કરી શક્યા.

ગુજરાત માં એક કહેવત છે કે જે સૌ નું થશે એ આપણું થશે. આ કહેવત જ તેઓની હિંમત વધારી દેતું હોય છે માટે જ કદાચ બીજા વિભાગ વાળા જે આગળ જવા તૈયાર નહોતા તે લોકો પણ આગળ જવા માટે તૈયારી બતાવે છે.

કનુભાઈ ફરી એક નાની મીટીંગ નું આયોજન કરે છે. જેમાં બધા ના મંતવ્યો સાંભળે છે. છેલ્લે બધા મંતવ્યો નું તારણ એવું જ આવતું હતું કે આગળ ની સફર આપણે યથાવત રાખવી જોઈએ. બધા જ આગળ ની સફર કરવા માટે તૈયારી બતાવે છે.

* * * * * * *

મયુર નો મિત્ર સાગર બપોરે જમી ને થોડો આરામ કરે છે. કોલેજ માં પણ reading vacation પડી ગયું હોવાથી એ આજે ઘરે હતો. વાંચવા ના ઘણા પ્રયત્નો કર્યા છતાં એનું મન વાંચન માં લાગી રહ્યું નહોતું. માટે જ પુસ્તક બાજુ માં મૂકી સૂતો હતો. પરંતુ ઊંઘ નું કોઈ નામુ નિશાન નહોતું. બે ચાર પડખા ફેરવી ફરી પાછો બેઠો થયો. ઊભો થઈ ને એણે ટીવી શરૂ કર્યું. રિમોટ થી ઘણી ચેનલ ફેરવી નાખી પરંતુ એક પણ ચેનલ જોવાનું એને મન નહોતું. ચેનલ ફેરવતા ફેરવતા એક ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આવ્યો ત્યાં એની બાજુ માં રહેલ ફોન રણકી ઉઠ્યો. સ્ક્રીન પર નામ જોયું તો વિપુલ નો ફોન હતો. ફોન ઉપાડતાં જ કહ્યું હેલ્લો વિપુલ કેમ છે?

વિપુલ :- અરે યાર, કંઈ મજા નથી, આ કોલેજ માં વેકેશન પડ્યું પછી નો દિવસ પસાર જ નથી થતો.

સાગર :- હા યાર, મારું પણ એવું જ છે. ચાલો આજે સાંજે મળીયે. તું હેનીશ ને જાણ કરી દેજે.

વિપુલ :- હા હું હેનીશ ને જણાવી દઈશ. મયુર તો આમ પણ આપડી સાથે આવશે જ નહિ.

સાગર :- અરે એ મિત્રતા નિભાવવા માં પાક્કો છે. અત્યારે એ જે કાંઈ પણ કરી રહ્યો છે એ કદાચ આપડા ભલા માટે જ કરતો હશે. અત્યારે એ થોડો ટેન્શન માં છે એટલે આવું વર્તન કરે છે. થોડો સમય જવા દે એ આપણી સાથે જ હશે.

વિપુલ :- હવે જોઈએ આગળ શું કરે છે મયુર?

ત્યાં જ સાગર ની નજર ટીવી સ્ક્રીન પર પ્રસારિત થતા એક સમાચાર પર સ્થિર થઈ. સમાચાર સાંભળતા જ સાગરનું રૂંવે રૂંવ દ્રૂજી ઉઠ્યું. એકી નજરે સમાચાર ને જોતો રહ્યો. એનું દિમાગ સુન્ન થઈ ગયું. હાથ માં રહેલ ફોન પણ ક્યારે નીચે પડી ગયો એનું ભાન પણ સાગર ને ના રહ્યું. સામે છેડે વિપુલ ફોન પર હેલ્લો હેલ્લો કરતો રહ્યો પણ એને કોઈ જવાબ ના મળ્યો.

સાગર ને થોડી વારે વર્તમાન સ્થિતિ નું ભાન થયું. એને ખ્યાલ આવ્યો કે એ વિપુલ સાથે ફોન પર વાત કરતો હતો જે હજુ પણ શરૂ જ હશે. તરજ જ સાગરે ફોન ઉઠાવી વિપુલ ને કહ્યું કે હું તને થોડી વાર રહી ને ફોન કરું. એણે તરત જ ફોન કાપી ને મયુર ને ફોન લગાવે છે પરંતુ મયુર પૂરી રીંગ પૂરી થવા છતાં ફોન ઉપાડતો નથી. સાગર બીજી વાર પ્રયત્ન કરે છે તો પણ મયુર ફોન ઉપાડતો નથી. સાગર નો ચહેરો ગુસ્સા થી લાલ થઈ જાય છે. આજે એને મયુર પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. ફોન નહિ ઉપાડતા સાગર ગુસ્સાથી ફોન ને પલંગ પર છુટ્ટો ઘા કરે છે.

સાગરે ક્યારેય આવી પરિસ્થિતિ નો સામનો કર્યો નહતો. માટે એ ખૂબ જ મુંજવણ ભરી પરિસ્થિતિ માં મુકાયો હતો. એને કાંઈ સમજાતું જ નહોતું કે એને શું કરવું જોઈએ. છતાં એ આ સમાચાર ની ગંભીરતા ને પારખી છુટ્ટો ઘા કરેલ ફોન ને ખિસ્સા માં મૂકી મોટર સાયકલ ની ચાવી હાથ માં લઇ રૂમ થી બહાર આવવા રીતસર ની દોટ મૂકી.

સાગર હવે જલ્દી મયુર ના ઘરે પહોંચવા માંગતો હતો. એણે ગાડી પર બેસી ગાડી શરૂ કરવા માટે પાંચ વાર પ્રયત્નો કર્યા ત્યારે માંડ એક વાર ચાવી લોક માં ગઈ. અત્યારે સાગર ને આ ૧૦ સેકન્ડ પણ ખટકતી હતી. બને તેટલી ઉતાવળે એ મયુર ના ઘરે પહોંચવા માંગતો હતો. પણ જ્યારે ઉતાવળ હોય ત્યારે જ પહોંચવામાં મોડું થતું હોય છે.

તમે જરૂર થી એવું માર્ક કર્યું હશે કે જ્યારે તમે ઉતાવળ માં હશો ત્યારે જ તમને તમારા બૂટ નહિ મળે, તમારી મોટર સાયકલ ની ચાવી નહિ મળે, તમારા શર્ટ ના બટન આડાઅવળા બંધ થઈ ગયા હશે. બાકી આજ કામ આપણે ઉતાવળ માં નથી હોતા ત્યારે વહેલા કરી લેતા હોઈએ છીએ. પણ જ્યારે ઉતાવળ માં હોઈએ ત્યારે જ એ કામ માં મોડું થઈ જાય છે. કારણ કે આપણે ઉતાવળ માં હોઈએ ત્યારે થોડા સમય માટે આપણી માનસિક સંકલ્પ શક્તિ ક્ષીણ થઈ જાય છે.

સાગરે મોટર સાયકલ પુર ઝડપે શરૂ કરી એ સાથે જ એણે ચાલુ ગાડીએ વિપુલ ને ફોન લગાવ્યો અને કહ્યું કે તું જલ્દી મયુર ના ઘરે હેનીશ ને લઇ ને પહોંચ. હું પણ એના ઘરે જાવ છું.

વિપુલ :- કેમ મયુર ના ઘરે? એ તો આપણી સાથે વાત પણ નહિ કરે. આપણે શા માટે એના ઘરે અપમાનિત થવા માટે જવું જોઈએ?

સાગર :- જો એક ગંભીર સમાચાર છે. આપણે એના ઘરે જવું જ પડશે. તું હેનીશ લઈ ને જલ્દી થી અહી પહોંચ એટલે વિગતવાર હું તમને સમજાવીશ. સમય વેડફ્યા વગર જલ્દી થી તમે અહી આવો.

વિપુલ :- ઓકે, તું કહે છો માટે અમે આવીએ છીએ. ત્યાં જ આપણે રૂબરૂ મળીયે.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

એવા તો ક્યા સમાચાર હતા જેથી સાગર આટલો વિહવળ થઈ ગયો હતો?
એ સમાચાર જણાવવા શા માટે સાગર મયુર ના ઘરે દોડી ગયો?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏