દિલની કટાર....
"નાગ સર્પ દૈવ યોની.."
ભાગ-3
દીલની કટાર
ખેતર જોવા ગયાં હતાં ત્યાં મને એહસાસ થયો કે આગળ કોઇ ફેણીદાર નાગ છે અને આશરે 100 પગલાં આગળ ગયાં હોઇશુ અને મોટો કાળો ફેણીદાર નાગનાં દર્શન થયાં. બધાં આર્શ્યથી મારી સામે જોવાં લાગ્યાં. મને પૂછ્યું તમને કેવી રીતે આગળથી ખબર પડી ગઇ કે એ આગળ નાગ છે ?
મેં કહ્યું મને કોઇ એવું જ્ઞાન નથી પણ મનમાં અગોચર એહસાસ થયો કે આગળ નાગ દર્શન થશે એમને નુકશાન ના પહોંચે એમ જવાનું મારાં મનમાં સૂક્ષ્મ કોઇ અગોચર એહસાસ કાયમ થતાં.
પછી બે મહીના પછી વડોદરામાં જ બીલ અને ચાણસદ ગામમાં ખેતીની જમીન ખરીદવા આશયે ત્યાં ગામનાં દલાલ સાથે જોવા ગયો. એ જમીન પસંદ પડી ગઇ અને સોદો નક્કી થઇ ગયો અને મેં પૈસા ચૂકવી કબ્જો લીધો. એ જમીન જોવા ગયો ત્યારે ત્યાંના બાજુનાં ખેતરનાં ખેડૂતે કહ્યું તમારી જમીનનાં પ્રવેશ પાસે સાવધાન રહેજો મેં કહ્યું મને ખબર છે અહીં અનેક નાગ સર્પ છે મને કોઇ ભય નથી એ જમીનમાં નાનુ મકાન બનાવ્યું. પછી હું અમદાવાદ મારાં ઘરેથી ફરીથી એ જમીન પર ગયો ત્યાં સળંગ લાઇનમાં આંબા હતાં. અને મારાં મકાન પાસેનાં આંબા પર મેં લટકતાં નાગ અને સાપ જોયા મને થયું આ લોકો ઝાડપર ચઢી શકે ? પણ મારી નજર સામે હું જોઇ રહેલો અને જવાબ પણ મળી ગયેલો.
એ જમીન પર મને અનેક અગોચર અનુભવ થયેલાં. જે ઘણાં અંગત હોવાથી અહીં ઉલ્લેખ નથી કરી શકતો પણ અજાયબ હતા ચમત્કારથી વિશેષ ના કહી શકું.
ઘર માટે જમીન બીલ ગામમાં અને ખેતીની જમીન એ ઘરની જમીનથી માત્ર 2 km અંતરે ખેતીની જમીન ખરીદી જે ચાલતાં જઇ શકાય અને તે જમીનમાં કોઇએ કહ્યું કે ત્યાં કોઇ અગોચર શક્તિ છે મેં એ જમીનનો કબ્જો લીધો ખેતી કરવી શરૂ કરી. ત્યાં દીવેલાનો પ્રથમ પાક લીધો.
એ જમીનમાં ત્રણ લાઇનમાં શમી-સમડો કહેવાય એનાં ઝાડ હતાં જે ખૂબ પવિત્ર ગણાય ત્યાં હું દીવો કરતો. એકવાર એક મહાત્માએ મને સલાહ આપી એ જાણકાર હતાં. એ આવીને જમીન જોઇ ગયાં મને કહે સરસ છે. પણ મારાં મનનું સમાધાન થતું નહોતું.
મારાં મિત્ર થકી એક પવિત્ર સાધ્વીજી પાસે ગયેલો એમણે કહ્યું તું એ જમીન પર અડધી રાત્રે એકલોજ કંસાર બનાવી મોટો ઘડો પાણી લઇને જા રાત્રે દીવો અગરબત્તી કરી પ્રાર્થના કરજે પ્રસાદ લઇને આખો ઘડો પાણી પી જજે બીલકુલ બાકી ના રહેવું જોઇએ પાણી મે કહ્યું આટલું બધું પાણી એક શ્વાસે કેમ પીવાય ?
એમણે કહ્યું ત્યાં સારી શક્તિ તને મદદ કરશે તારાથી પીવાશે. મેં સારો દિવસ જોઇ એકલો લગભગ 1.00 વાગ્યા પછી અડધી રાત્રે ચારેબાજુ સુમસામ સીમ, ઘોર અંધારું ટોર્ચનાં આશરે ખેતરે ગયો. ત્યાં રાત્રીનાં ઝાડ પાસે દીવો કરી કંસાર ધરાવ્યો પ્રાર્થના કરી અને આશ્ચર્ય છે આખો ઘડો પાણી પી ગયો. એ દિવસ પછી આખી સીમ સાંભળે એવો ઓડકાર આવ્યો અંતરાય દૂર થયાં અને મને જે એહસાસ થયો અવર્ણનીય છે.
ગાંધીનગર રૂપાલ ગામ પાસે જમીન લીધી ત્યાં ફાર્મ બનાવવાનું હતું ત્યાં પણ અગોચર એહસાસ થયાં બધીજ જમીન પર કાયમ નાગદર્શન થયાં છે.
સૌથી રસિક અને અગમ્ય વાત જણાવી રહ્યો છું મહેમદાવાદ થી નજીક ખેતી ની જમીન લીધી જે અગાઉની જમીન બીજાને આપી દીધી હતી અને અહીં ખેતી કરવી શરૂ કરી. હું કાયમ અમાસ અને પૂનમનાં હવનયજ્ઞ કરતો. આ ખેતીની જમીન પર મેં પૂનમનાં દિવસે હવનયજ્ઞ કર્યો. પૂનમની રાત હતી. ચારેબાજુ સુમસામ દૂર સુધી કોઇ વીજળી નહીં. અડધી રાત્રે મેં શિલ્પકારી કરેલા શેષનાગ અને મનસા મોક્ષનાં દર્શન કર્યા. પ્રાર્થના કરી અને ઘરમાં સૂવા માટે ગયો.
હજી સૂવાનાં રૂમમાં પહોચ્યો પ્રાર્થના કરી સૂવાની તૈયારી કરતો હતો અને ત્યાં કોઇ અગમ્ય મીઠો શબ્દ મારાં કાને પડ્યો. મને એટલું આશ્ચર્ય થયું કે અડધી રાત્રે આવી સૂમસામ જગ્યાએ જ્યાં કોઇ બીજુ છે નહીં અહીં આ મીઠો અવાજ કોનો આજ સુધી એ કોયડો ઉકેલાયો નથી.
આ ભ્રમણા, અતિશયોક્તિ ગપગોળા નથી જે લખી રહ્યો છું મેં ખુદ અનુભવેલો સાક્ષાત અનુભવ છે આપણી આસપાસ કોઇ ચોક્કસ શક્તિ હોય છે અને એ સનાતન સત્ય છે અને મારી પાસે સાક્ષી પણ છે... આજનાં મહામારીનાં સમયમાં માનવને સમજાઇ ગયું હશે કે કોઇ શક્તિ છે જે દુનિયા પર કાબૂ-નિયંત્રણ ધરાવે છે અને વૈજ્ઞાનિકો હાથ જોડી બેઠાં છે.