આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે વેણુ બેભાન હાલતમાં જમીન ઉપર પડ્યું હતું અને એના આગળના પગ માંથી લોહીની ધાર વહી રહી હતી.. પછી અનુરાધા અશ્વવેગે દોડી ને ઘાયલ વેણુની નજીક આવી બેસી ગઈ..અને વેણુ ને પોતાના ખોળામાં લઇ સહજતાથી પંપાળવા લાગી અને પોતાની આંખોમાંથી વહેતી કરુણ લાગણીઓને વેણુ ઉપર વરસાવી એને હેતથી ભીંજવવા લાગી .. લોહી ખૂબ જ વધુ વહેવા લાગ્યું હતું આથી હવે અનુરાધા ખૂબ જ ગભરાઈ ગઈ અને પોતે પણ અચંબામાં પડી ગઈ હતી.. અનુરાધા એકીસાથે આવેલી આ અણધારી આફત સહન ન કરી શકી અને બેભાન થઈ ત્યાં જ નીચે જમીનમાં ઢળી પડી...
હવે આગળ,
બેભાન થયેલી અનુરાધાને અચાનક એવો આભાસ થાય છે કે કોઈ એના મોંઢા ઉપર પાણી છાંટી રહ્યું હોય અને એને જાણે કે ભાનમાં લાવવા મથ્યું હોય એવું જણાતું હતું. ત્યારબાદ એની આંખો માં પુન: જીવ આવ્યો હોય એમ ધીમે ધીમે ઝીણી આંખો ખોલીને જોયું તો કોઈ રૂપવાન યુવાન ની ઝાંખી છવી દેખાઈ રહી હતી... થોડીકવાર પછી એણે થોડી વધુ આંખો ખોલવાનો પ્રયાસ કર્યો તો એણે જોયું એક ઉજળો વાન ધરાવતો નાકે-રૂપે નમણો અને લગભગ અનુરાધા ની ઉંમર નો જ યુવાન એને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.. થોડીવાર તો અનુરાધા બધું જ ભૂલી ગઈ અને એની સામું એકી નજરે જોવા લાગી..
ત્યારબાદ અચાનક એક ગભરાયેલો અવાજ સંભળાયો, યશવીર... ઓ સાહેબ.... અરે ઓ યશ્વીર..!! જરાક પૂછ તો ખરા કે એમને હવે કેમ છે?? હવે તો ભાન માં આવી ગયા..!!"આ અવાજ યશવીર ની બાજુમાં ઊભેલા એના મિત્ર ગોપાલ નો હતો. ખરેખર બન્યું એવું કે યશવિર અને એનો મિત્ર ગોપાલ બન્ને આનંદવન માં પશુ શિકાર કરવા નીકળેલા ... એવામાં આ વેણુ એના બાણ ના લપેટમાં આવી ગયું અને એના આગળના પગમાં જ બાણ લાગ્યું હતું એટલા માટે એના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું.
યશવિર રંગપુર ગામનાં એક ધનિક શેઠ નો એકનો એક દીકરો હતો. અને એ જંગલી પશુઓ નો શિકાર કરવા નો ખુબ જ શોખીન હતો.. એ ખરેખર હજુ એના ખાસ મિત્ર ગોપાલ પાસેથી શિકારબાજી શીખી જ રહ્યો હતો..
આમ હવે અચાનક ગોપાલનો ગભરાયેલો અવાજ સાંભળી યશવીર સામું એકીનજરે જોઈ રહેલી અનુરાધા ઝબકીને અચાનક બધું યાદ આવી ગયું હોય એમ ફટાફટ ઉભી થઇ ગઈ. ત્યારબાદ બાજુમાં પડેલા વેણુને ફરીથી ખોળામાં લઈને એને જગાડવાનો પ્રયત્ન કરવા લાગી. આમ અનુરાધાની એક નાનકડા ઘેટાંના બચ્ચા માટેની લાગણીઓ અને મૂંઝવણ ને જોઈ યશવીર અને ગોપાલ એકબીજા સામું અચરજ થી જોવા લાગ્યા.
થોડીવાર પછી યશવીરે મનોમન વિચાર્યું કે બાણ તો ઘેટાંના બચ્ચા ને લાગેલું તો પછી આ(અનુરાધા ) કેમ બેભાન થઈ ગયેલી??ત્યારબાદ યશવીરે થોડા ધીમે અને ડરેલા અવાજે અનુરાધાને કહ્યું કે તમે ક્યાંથી આવો છો?? તમે કેમ બેભાન થઈ ગયેલા??અનુરાધા ને તો જાણે યશવીર ના સવાલો માં કંઈ ધ્યાન જ ન આપ્યું હોય એમ એ ભાવુક થઈ વેણુ સામે નજર કરીને બીજા જ કંઇક જવાબ આપતા કહ્યું કે આનું નામ વેણુ છે?? એ મને જીવથી ય વધારે વ્હાલું છે..!!અનુરાધા વેણુની આવી દયનિય હાલત જોઈને એટલી હદે ગભરાઈ ગયેલી હતી કે ત્યાં એના પગની બાજુમાં પડેલું બાણ એને દેખાયું જ નહી..
હજુ અનુરાધા ને એની જાણ સુધ્ધા નહતી કે વેણુની આવી હાલતનો જવાબદાર યશવીર પોતે જ છે. આથી અનુરાધા એમની મદદ માંગતા કહેવા લાગી, "શું તમે મારા વેણુને બચાવવાં મારી મદદ કરશો?? શું તમે મને આ મુસીબતમાંથી ઉગારવા કોઈ રસ્તો ચિંધશો?? શું તમે વેણુને સાજો કરવાની કંઈક યુક્તિ જણાવશો??"આમ અનુરાધા ની એકીસાથે નીકળેલી પ્રેમાળ લાગણીઓ ના ઘટસ્ફોટ થી યશવીર એકદમ નિખાલસ ભાવે એની સામું જોવા લાગ્યો. આમ પણ યશવીર સ્વભાવે દયાળુ અને પ્રેમાળ હતો.. આથી એણે થોડું વિચારીને અનુરાધા ને થોડી હિચકીચાહટ સાથે કહ્યું,"જો સાંભળો!!હું તમારી મદદ તો કરું પણ તમારે મારી વાત સાથે સહમત થવું પડશે?? જો તમે એ વાત માનશો તો જ વેણુ સાજો થઈ શકશે..!!
અનુરાધા તો ગમે તેમ પણ વેણુ ને સાજુ કરવા માંગતી હતી એટલે એણે તરત કુતૂહલતા થી કહ્યું, હા.. હા... તમે બોલો બસ..!! વેણુ ને સાજુ કરવા હું કંઈ પણ કરીશ..!! ત્યારબાદ યશવિરે ગોપાલ સામું જોઈ પછી અનુરાધા ને સહજતા થી કહ્યું, જો આજે અમે વેણું ને અમારા ભેગુ અમારા ગામમાં લઈ જઈએ... ત્યાં એક પ્રસિધ્ધ પશુવૈધ છે.. એ આ વેણું ને સાજુ કરી દેશે.. જો આજનો દિવસ તમે વેણુ ને મને સોંપી દયો તો હું કંઇક મદદ કરી શકું!!! પહેલા તો અનુરાધા થોડા વિચારોમાં પડી ગઈ કે પોતે જાણી જોઈને આમ સાવ અજાણ્યા માણસનો વિશ્વાસ કેવી રીતે કરે?? અને પોતે કેમ વેણુ ને સોંપી દયે.?? અને વળી એનો ભરોશો શું કે એ કાલે વેણુ ને સાજુ કરીને આપવા આવશે જ?? આવા ઘણા બધા વિચારોનાં વંટોળ માં ખોવાયેલી અનુરાધાને યશ્વિરે ચપટી વગાડી અનુરાધા ને વંટોળ માંથી બહાર કાઢી ને કીધું,.. જો સાંભળો!! હું જાણું છું કે આમ અજાણ્યા વ્યક્તિ ને પોતાનું પ્રિય પાત્ર સોંપવાનું કોઈને મન ના થાય..!! પણ મારો વિશ્વાસ કરો હું વેણું ને સાજો કરીને તમને પરત સોંપી દઈશ..!
અનુરાધા ને યશવીર ની આંખોમાં સચ્ચાઈ અને સજ્જનતા દેખાણી એટલે એણે થોડુક અમથું હાસ્ય આપી યશ્વિર ને કહ્યું કે હા, પણ કાલે વેળાસર વેણું ને લઈને આવજો અને સાજુ પણ કરીને આવજો!!હું આ જગ્યાએ જ તમારી રાહ જોઇશ..!
થોડીવાર તો યશવિર અનુરાધા ની આંખોમાં કંઇક વાંચી રહ્યો હોય એમ એક ધ્યાને એની સામુ જોઇ રહ્યો હતો..પોતાના મિત્રને આમ એકીનજરે અનુરાધા સામુ જોઇને ગોપાલે ખોંખારો ખાઈને કહ્યું,"ભાઈ ચાલ હવે વેણુ ને લઈને જલ્દી જાશું તો પાછા જલ્દી એને સાજો કરીને આવશું કે?? આમ અહીં જ બેસીને વાતો કરવાથી કંઈ નહિ વળે..! ત્યારબાદ યશ્વીરે વેણું ને તેડી લીધું .. જેવું યશવીરે વેણુ ને એના હાથમાં તેડ્યું એવું તરત જ અનુરાધા એ વેણું થી વિખોટુ પડવાની વેદના ને ઓછી કરવા વેણુ ના ગાલે હાથ ફેરવ્યો અને એને ચુંબન કરવા લાગી. અનુરાધા વેણું ને વ્હાલ કરવામાં એટલી વ્યસ્ત હતી કે એને ખબર જ ન રહી કે પોતે વેણુ ને પકડવાની જગ્યાએ યશવીર નો હાથ પકડ્યો હતો...! પણ યશવિર ને તો અનુરાધાનો સ્પર્શ એકદમ લજામણીના છોડની માફક શરમાવી રહ્યો હતો.. એટલે એ આગળ કશું બોલી જ ન શક્યો.. જેવી અનુરાધા વેણુ થી છૂટી પડી... યશવિર અનુરાધા સામુ એકદમ નિખાલસ સ્મિત આપ્યું અને કહ્યું,"હા, હું પણ કાલની રાહ જોઇશ!! આ જગ્યાએ જ આવીશ..!!"આમ કહી બન્ને મિત્ર વેણુ ને લઈને જતા રહ્યાં.
હવે શું યશવીર બીજા દિવસે વેણુ ને સાજુ કરીને આવશે?? શું અનુરાધા ના પહેલા સ્પર્શની અસર યશવિર નું પ્રારબ્ધ બદલશે?? અને સૌથી અગત્યની વસ્તુ કે અનુરાધા ઘરે જઈને શું જવાબ આપશે???
જાણો આવતાં... ભાગ-૧૩..."અનોખો અહેસાસ"... માં
___________________________________________