*એક વધુ બલિ* વાર્તા.. ભાગ-૪ ક્રાઈમ સ્ટોરી... ૧૯-૬-૨૦૨૦.... શુક્રવાર...
આ વખતે રાઘવે બહું મોટો હાથ માર્યો હતો... અહીં વસ્તીમાં તો એક ભાડાની ઓરડીમાં જ રહેતો હતો... આખો પરિવાર ગામડે હતો... આવાં બે ત્રણ કામો કરીને ગામમાં પોતાનું પાકું ઘર અને જમીન લીધી હતી... બાબા સાથે મળીને આવાં કારસ્તાન કરીને રૂપિયા રળતો હતો ... આ વખતે એણે વિરલ જોડે થી બધો ખર્ચ કાઢતાં બે લાખ નો હાથ માર્યો હતો... અને આ બધું પાર પડી જાય પછી કાયમ માટે ગામડે જતા રહેવાનો પ્લાન હતો...
ઓફિસમાં નિકળીને એણે પ્લાન મુજબ વસ્તીમાં રહેતી અને ગાયનેક હોસ્પિટલમાં કચરા પોતાનું કામ કરતી મીના ને મળ્યો અને મીનાને કહ્યું કે તને હું પચાસ હજાર રૂપિયા આપીશ આ અઠવાડિયામાં જ તારી હોસ્પિટલમાં તાજેતરમાં જ જન્મેલું બાળક તારે મને લાવીને આપવાનું...
મીના તો આટલી મોટી રકમ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ એણે રાઘવને કહ્યું કે કામ થઈ જશે...
રાઘવે મીનાને કહ્યું કે તું ઘરે આવીને અત્યારે પચીસ હજાર લઈ જા.. બાકીના કામ પત્યા પછી...
આમ કહીને રાઘવ પોતાની ઓરડીમાં આવીને લાખ રૂપિયામાં થી પચીસ હજાર અલગ કર્યા.. અને પચાસ હજાર બાબાને આપવા અલગ કરીને પચીસ હજાર પોતાના ઠેકાણે મુકી દીધાં...
મીના થોડીવારમાં આવી ને રૂપિયા લઈ ગઈ... પછી રાઘવ બાબાને મળ્યો અને પચાસ હજાર આપ્યા..
આ બાજુ વિરલ અને પ્રિયા ઘરે ગયા અને પોતાની રોજિંદી ઘટમાળમાં ખોવાઈ ગયા...
વિરલ નાં દિલ અને દિમાગ પર બાબાએ જ કબજો લઈ લીધો હતો એટલે એને બીજા વિચારો આવતા નહોતા પણ પ્રિયા વિચારો કરી રહી કે આ વિરલ ખોટાં કામમાં ફસાઈને રૂપિયા પાણી કરી રહ્યો છે..
એને કેમ સમજાવું...
એ પહેલેથી જ એનું ધાર્યું કરવાવાળો છે..
હું કહીશ એટલે ઘરમાં કંકાસ થશે..
અને ચૂપ રહીશ એટલે હું આ બધું જાણીને પણ રોકી શકતી નથી એટલે હું પણ ગુનેગાર ઠરીશ...
આમ બન્ને પોતપોતાના વિચારોમાં ખોવાયેલો હતાં..
બે દિવસ પછી વિરલને બાબાએ એકલાં બોલાવ્યો હતો એટલે વિરલ બાબાને મળી આવ્યો..
આ વખતે બાબાએ એને મંત્રેલી ભભૂત ખવડાવી...
અને જય કાલી, મહાકાળી નો મોટેથી નારો લગાવ્યો અને વિરલને કાનમાં " ૐ શ્રી કાલીયે નમઃ " મંત્ર કહીને કહ્યું કે આ મંત્રનો રોજ બને એટલો વધારે જપવો...
પછી બાબાએ કહ્યું કે હવે આપણે બે ત્રણ દિવસમાં જ બલિપૂજા કરીશું પછી જોજે બચ્ચા મારી કાલીનો ચમત્કાર..
એક મહિનામાં જ તને ખુશ ખબર મળશે...
હવે તું જા...
હું મારી પૂજા ચાલુ કરું ... તારા સુખ માટે...
આમ કહીને બાબાએ આંખો બંધ કરી દીધી ..
એટલે..
વિરલ પગે લાગીને ઘરે ગયો...
રાઘવ આ બધું છુપાઈને જોતો હતો..
વિરલ જેવો ગયો એટલે એ અંદર આવ્યો અને પછી બાબા અને રાઘવ ગાંજો નાખીને ચલમના કસ ખેંચવા લાગ્યા...
આ બાજુ મીના હોસ્પિટલમાં ધ્યાન રાખી રહી કે નવું બાળક જન્મે તો હું મારા કામને અંજામ આપું...
એક મધ્યમ વર્ગીય કપલ જે ગામડેથી આ મોટા શહેરોમાં કમાણી કરવા આવ્યું હતું...
અજય અને નેહા....
નેહા ને છેલ્લા દિવસો જતાં હતાં...
અજયે આ સારામાં સારી હોસ્પિટલમાં નામ લખાવ્યું હતું..
જ્યાં મીના કામ કરતી હતી...
હોસ્પિટલ નું નામ હતું કંચન હોસ્પિટલ...
અને ડોક્ટર નું નામ હતું... દર્શના ડોક્ટર......
આજે વહેલી સવારથી જ નેહા ને દુખાવો ઉપડતા એણે અજયને વાત કરી.... ગામડેથી અજયના મમ્મીને તેડાવ્યા હતા...
અજયે સોસાયટી નાં નાકા પરથી રીક્ષા બોલાવી લાવ્યો અને મમ્મી ગીતા બેન અને નેહા ને રીક્ષામાં બેસાડીને ... રીક્ષાવાળા ભાઈ ને કંચન હોસ્પિટલ સાચવીને લઈ જવા કહ્યું અને પોતે બાઈક લઈને હોસ્પિટલ જવા નીકળ્યો...
નેહા ને ચેક કરીને ડોક્ટર દર્શના બેને ઓપરેશન થિયેટરમાં લીધી...
અને થોડીવારમાં જ બાળક નાં રડવાનો અવાજ આવ્યો...
એક નર્સ બહાર આવી અને અજય ને કહ્યું કે વધાઈ હો... દિકરો આવ્યો છે...
અજય અને ગીતાબેન ખુશ થયા અને ભગવાન નો આભાર માન્યો...
થોડીવારજ માં બાળક ને નહવડાવીને નર્સ અજયનાં હાથમાં દિકરો મુકીને ગઈ...
અજયે પોતાની પહોંચ કરતા પણ વધારે ખર્ચ કરતો હતો એટલે એણે સ્પેશિયલ રૂમમાં નેહા ને લેવડાવી...
ડોક્ટરે લખી આપેલી દવાઓ લેવા એ બહાર ગયો...
ગીતાબહેન ને મીનાએ કહ્યુ કે તમને ડોક્ટર સાહેબ બોલાવે છે...
ગીતાબહેન રૂમમાં થી બહાર નીકળી ગયા...
નેહા હજુ અર્ધ સભાન અવસ્થામાં હતી..
મીનાએ આ તકનો લાભ લઈને હોસ્પિટલમાં એનાં બદલાવાના કપડાં હોય ત્યાં એક મોટો હેન્ડલ વાળો થેલો મુકી રાખ્યો હતો એ લઈને આવી અને બાળક ને એમાં સુવાડીને એ બહાર નીકળી અને હોસ્પિટલની બહારથી રીક્ષામાં વસ્તીમાં લઈ જવાં સરનામું કહ્યું...
અને રીક્ષામાં બેઠી....
એણે રીક્ષામાં બેઠા બેઠા જ રાઘવને ફોન કર્યો અને કહ્યું કે કામ થઈ ગયું છે આ સંપેતરૂ ક્યાં મુકું???
રાઘવ કહે તું ભૈરવ બાબાને સોંપી દે હું હમણાં આવું છું પછી તારું પેમેન્ટ આપું...
મીના વસ્તીની બહાર ઉતરીને રીક્ષીવાળા ને રૂપિયા આપ્યા અને ઉતાવળી ચાલે એ બાબાની ઓરડીએ આવી અને બાબાને થેલી સોંપી કહ્યું કે રાઘવ ની અમાનત આપ સંભાળો...
આમ કહીને એ તરત જ બીજી રીક્ષામાં હોસ્પિટલ પહોંચી ગઈ...
આ બાજુ હોસ્પિટલમાં અજય દવા લઈને આવ્યો અને ગીતાબેન પણ નેહાના રૂમમાં આવ્યા...
જોયું તો બાળક ગાયબ.. અજયે નેહા ને પુછ્યું ..
અજયે હાંફળા ફાંફળા દોડીને ડોક્ટર અને નર્સ ને વાત કરી.. આખી હોસ્પિટલમાં તપાસ થઈ ક્યાંય બાળક નાં મળતાં...
ડોક્ટર અને સ્ટાફ પણ ગભરાઈ ગયાં...
અજયે તરતજ બાઈકને સીધી પોલીસ સ્ટેશને લઈ લીધી..
અને ત્યાંનાં ઇન્સ્પેકટર રોહન સર ને વિનંતી કરીને ફરિયાદ
લખાવી અને ત્વરિત પગલાં લેવા માંગણી કરી...
ઇન્સ્પેક્ટર રોહન પણ ખૂબ સમજદાર અને ફરજપરસ્ત ઈન્સાન હતાં.. રોહન સર ની પર્સનાલિટી જોરદાર હતી.. છ ફૂટ ની હાઈટ હતી... અને સપ્રમાણ બોડી હતી.... રોહન એક ઈમાનદાર ઇન્સ્પેકટર હતાં .. રોહન સર ની ધાક હતી એમનાં એરિયામાં ... જે ખોટાં કામો કરનારા અને મવાલી લોકો હતાં એ રોહન સર થી ડરતાં હતાં.... એમણે સમયની ગંભીરતા જોઈને પોતાની જીપમાં હોસ્પિટલ પહોંચ્યા અને બધી પૂછપરછ ચાલુ કરી...
એમણે પહેલા ડોક્ટર દર્શના બેન ને સવાલો પૂછ્યા પછી સ્ટાફ ને...
નેહા ને સવાલો પૂછ્યા... ગીતાબહેન ને પણ અને અજયને પણ પૂછપરછ કરી..
એમણે સી.સી. ટીવી કેમેરા ને જોવાની માંગણી કરી...
આ બાજુ રાઘવે વિરલની કેબિનનો દરવાજો ખખડાવ્યો..
વિરલે ઈશારો કરી ને અંદર બોલાવ્યો...
ધીમા અવાજે રાઘવે કહ્યું કે કામ થઈ ગયું છે...
સાહેબ સાંજે તમે એકલાં જ બાબા પાસે પહોંચી જજો..
અને મારે નિકળવું પડશે તો હું જવું..
આપ બીજા રૂપિયા લેતાં આવજો...
વિરલ કહે તું જા...
હું છ વાગ્યે ત્યાં પહોંચી જઈશ.. એટલે સંધ્યા કાળે આપણું કામ પતી જાય...
રાઘવ ઘરે જવા નીકળ્યો...
વિરલે પ્રિયા ને કોલ કરીને પોતાની કેબિનમાં બોલાવી અને બધી વાત કરીને કહ્યું કે તું રમેશ જોડે ગાડીમાં ઘરે જતી રહેજે...
હું છ વાગ્યે બહારથી ભાડાની ટેક્સીમાં વસ્તીમાં પહોંચી જઈશ...
પ્રિયાએ આ સાંભળીને ફરી એકવાર વિરલને સમજાવવા કોશિશ કરી પણ વિરલ હવે પીછેહઠ કરવાં તૈયાર નહોતો...
પ્રિયાએ આવાં અવિચારી પગલું નાં ભરવા કહ્યું...
પણ વિરલ બાબાની વાતો થી ભરમાઈ ગયો હતો એટલે એણે પ્રિયા ને કહ્યું કે તું મને સારાં કામમાં રોક ટોક ના કર...
પ્રિયા ચૂપ થઈ ગઈ...
વિરલ સમય થતાં ઓફિસમાં થી નિકળી ને ભાડાની ટેક્સી કરીને વસ્તીની બહાર ઉતારી ગયો...
અને ચાલતો ચાલતો બાબાની ઓરડીએ પહોંચ્યો...
અને જઈને જય કાલી બોલીને બાબાનાં ચરણોમાં પડ્યો..
રાઘવ પહેલેથી જ ત્યાં હાજર હતો...
એણે અને બાબાએ મળીને બાળકને કપાળે કંકુનો ચાંદલો કર્યો હતો અને ગળામાં ફુલોનો હાર પહેરાવ્યો હતો...
અને જમીન પર સુવડાવ્યો હતો..
વિરલ આ બધું જોઈ રહ્યો..
બાબાએ અગ્નિ કુંડમાં આહુતિ આપવાની ચાલુ કરી..
અને સંધ્યા કાળ થતાં જ વિરલને કહ્યું કે બલિનો ભોગ કાલી માતાને ચડાવી દે...
રૂમ આખો ધૂપ અને ધૂમાડા થી ભરાઈ ગયો હતો..
રાઘવે એક છરો આપ્યો વિરલને અને કહ્યું કે કાલીમા નું નામ લઈને એક જ ઘા ગળામાં કરીને બલિ આપીદો સાહેબ...
વિરલે કાલી માતાનું ગગનભેદી અવાજ કર્યો અને છરો ઉગામી ને એ માસુમ બાળકને ગળાથી અલગ કર્યો..
અને પછી વિરલ ત્યાં જ બેભાન થઈ ને પડી ગયો..
બાબાએ બાકીની વિધી સંપન્ન કરી અને રાઘવને ઈશારો કરી આ બધું સમેટી ને સાફ સફાઈ કરવા કહ્યું..
રાઘવ એની બાજુમાં રહેતા ચમનને બોલાવી લાવ્યો...
હવે છેલ્લા ભાગમાં વાંચો આગળની કહાની...
ભાવના ભટ્ટ અમદાવાદ.....