Fingering ... - 4 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | આંગળિયાત... - 4

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

આંગળિયાત... - 4

આંગળિયાત..ભાગ..6

આપણે આગળ જોયું લીના એના સંસારમાં બહું ઓછા સમયમાં ખુશી ખુશી સમાઈ ગઈ છે, પટેલ પરીવારે પણ એને અપનાવી અને ઘરની સદસ્ય તરીકે માની લીધી છે, કલાકો દિવસો આમને આમ વીતી રહ્યા છે,

લીના અને રચીતના લગનને પંદર દિવસ વીતી ગયાં છે,હવે રચીતને એક ફીલ્મના શુટિંગ માટે અમેરીકા જવાનો સમય થઈ ગયો છે, રચીત પોતે એક્ટર છે એટલે એની લાઈફ સ્ટાઈલ સામાન્ય યુવકો કરતા ઘણી જ જુદી પડે છે,રચીતનો જાજો સમય ફોન, ફોલોઅર્સ,ફેન,અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમ આ ચારએફમાં જ વીતતો,આ ચાર ખુણાંનુ ચતુષકોણ એનું જીવન હતું,ડીઝાઈનર કપડાં,અલગ અલગ ગર્લફ્રેન્ડ, મોટી મોટી ગાડીઓ,નીતનવા મોબાઈલ આ બધાંને એ એક ફીલ્મ સ્ટારની સાચી નીશાની માનતો અને લીનાને એ બધાં વચ્ચે જ જીવવાનું શીખવતો,પરંતુ એક બાળક માટે ઘણી જલ્દી હતી કે-એ એને બાળકો પ્રત્યેનો પ્રેમ હતો એ સમજાતું નહતું.

"લીના..! બસ ઘરમાં એક નાની પગલીં પાડવાં વાળું કોઈ જલ્દી આવી જાય...."
" પરંતુ આપણા લગ્નને હજું હવે મહીનો થશે..!, અને તમે પણ અમેરીકા જવાછો, અને હજું આપણી હરવાં ફરવાંની
ઉંમર છે,બાળક આપણે બે વર્ષ પછી પ્લાન કરશું...."

"લીના ...! ભાઈ ભાભીને પાંચ વર્ષ થઈ ગયાં લગ્નને એ લોકો હજું એનું કેરીયર બનાવવાંમાં પડયા છે, અને મમ્મી-પપ્પાની ઈચ્છા છે એક નાનું બાળક ઘરમાં હોય તો એમનું મન ભર્યું રહે,"

"એ બધું આપણાં હાથમાં નથી,નસીબની વાત છે, હા..!
પ્રેગનન્સી રહીં તો ...."

લીના અને રચીતની વાતો થોડી રકજક ઉપર ઊતરી આવી,
પરતું લીનાને એ વાત ન સમજાઈ કે રચીત બાળક માટે કેમ ઉતાવળ કરે છે...?એ તો એક ફોરવર્ડ લાઈફમાં માનવાવાળો છે, તો હરવું-ફરવું,લાઈફ એન્જોય કરવી એની તો એજ લાઈફ સ્ટાઈલ છે,તો પછી આવી માંગણીનું કારણ સમજમાં નથી આવતું, લીનાએ પોતાનાં મગજને કાબુમાં કરી રચીતની અમેરીકા જવાની તૈયારી કરવાં લાગી..બીજા દિવસે સવારની ફ્લાઈટ હતી, રચીતના અમેરીકા જવાની વાતથી લીનાનું મન વ્યાકુળ હતું, અવિરતપણે વિચારોની લહેરો મનમાં ઉઠતી હતી,પરિવારમાં બધાં ખુબ સરસ રીતે સાચવતા હતાં, પરંતુ રચીત વગર એક મહિના કેમ રહીશ..? એ સવાલ મનને મુંઝવતો હતો,લગ્નને પણ એક મહિનો જ થયો હતો,પરંતુ રચીતે આશ્ર્વાસન આપતા કહયું,

"લીના..! ચીંતા નહીં કર... મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી તારું ધ્યાન રાખશે અને તને જયારે પણ મન થાય તારાં મમ્મીના ઘરે આંટો જઈ આવજે...."

લીના કઈ જ ન બોલી શકી રચીતને હળવું આલીંગન આપતાં આંખ ભરાઈ આવી,રચીત મમ્મી-પપ્પાને પગે લાગી એરપોર્ટ
જવા નીકળ્યો,એક દિવસતો લીનાને ઘરમાં ગમ્યું નહીં, લીના અને એની જેઠાણી બહાર ખરીદી કરવાં ગયાં સાથે, પછી બે દિવસ લીના એની મમ્મીના ઘરે રહેવા ગઈ,

મંજુબેન દિકરીના સાસરીયે બધું બરાબર તો છે ને એ વિષે ઘણી પુછપરછ કરી, રચીતનો સ્વભાવ કેવો છે..? બધી વાતો મા-દિકરીએ રાત્રે હીંચકે બેસીને કરી, - આમને આમ વીસ દિવસ નીકળી ગયાં રચીત ફોન કયારેક જ કરે, એ કામમાં બીઝી હોય, એના ફોર એફમાં ( ફેન,ફોલોઅર્સ,ફિલ્મ, અને ફોન) પરતું લીના મટે એની પાસે સમય ન હતો,લીના ક્યારેક તો એકલી રડીલેતી,નવાં નવાં લગ્ન થયેલાં અને રચીત વગર રાત એને આકરી લાગતી, રચીતના વિરહમાં ધીમે ધીમે એની તબીયત લથડવાં લાગી, લીનાના સાસુ શીલાબેન અને ગૌરી લીનાને હોસ્પીટલ લઈ ગયાં ચેકપ કરાવાં, લીનાને શરીરમાં ખુબ નબળાઈ લાગતી હતી અને ચક્કર આવતાં હતા,ડોક્ટરે ચેકપ કરતાં જણાવ્યું લીના પ્રેન્ગેન્ટ છે,શીલાબેન અને ગૌરી આ સમાચાર સાંભળી ખૂબ ખુશ થયાં, એને તરત જ રીશીતની ફોન કરી સમાચાર આપ્યા, લીના પણ ખુશ હતી એણે તરત જ એના મમ્મી-પપ્પાને ફોન કરી જાણ કરી,રાત્રે રચીતને ફોન કર્યો સમાચાર આપવાં પરંતુ રચીત કોઈ પાર્ટીમાં
હતો, એટલે માત્ર ફીકું કોન્ગર્ચ્યુલેશન્સ કર્યુ, અને ફોન મુકી દીધો, ઘરમાં બધાં બહું ખુશ હતાં, પરંતુ લીનાને રચીતનું વર્તન સમજાતુ ન હતું,રચીત તો ખુદ બાળક માટે ઉત્સાહીત હતો તો પછી પ્રેગનન્સીના સમાચારથી કેમ એને કંઈ ફેર ન પડયો.

હવે આગળના ભાગમાં વાંચશુ લીનાને રચીતનું આવું વર્તન સમજાશે..? રચીતના મનમાં શુ ચાલે છે...?

(ક્રમશ:..... )
🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi