કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.
"એ હમાલો એ બીજા કોઈએ નહિ પણ ખુદ તમારા જ ડેડ મિસ્ટર સૂરપાળ ચૌહાણ ના પહેલા પત્ની એ જ કરાવ્યો હતો!" નિર્ભય એ કહ્યું તો નિધિ અને શેખર ને એક હળવો ઝટકો લાગ્યો!
"તમે થોડું પણ ટેન્શન લેશો નહિ... હું જાતે તમારા દુશ્મનો નો સફાયો કરી દઈશ, તમને હું ખૂબ પહેલેથી જાણું છું! તમે તો એ વ્યક્તિ છો જે ક્યારેય કોઈ નું ખરાબ કરી જ ના શકો!" નિર્ભય એ કહ્યું તો નિધિ ના ફેસ ઉપર પણ એક સ્માઇલ અનાયાસે જ આવી ગઈ!
બંને શેખર ના રૂમમાં દાખલ થયા, રૂમ કોઈ સ્વર્ગ થી કમ બિલકુલ નહોતો! બધું જ મોંઘુ અને લક્ઝીરિયસ હતું, તેમ છતાં રૂમમાં બંને ચહેરા ઉદાસ હતા!
"જો જે થયું, પ્લીઝ ભૂલી જા તું! આઈ જસ્ટ લવ યુ!" નિધિ એ બેડ પર બેસતા અને લગભગ શેખર ને પણ બેસાડી જ દેતા કહ્યું.
"હું મરી જાઉં તો..." એક નિશ્વાસ સાથે શેખર બોલ્યો, નિધિ ને તો સપને પણ ખ્યાલ નહોતો કે એ આવું કઈક બોલશે, નહિતર એ એના હોઠ ને બોલવા જ ક્યાં દેત!
"જો આવું ના બોલ તું પ્લીઝ... નહિતર હું હમણા જ અહીં જ મરી જઈશ!" નિધિ એ રડતા રડતા જ કહ્યું.
"એમ પણ તારે તો મને મારવો જ હતો ને!" શેખર એ કટાક્ષ કરતા કહ્યું.
"અરે બાપા... આઈ એમ સો સોરી! ભૂલ થઈ ગઈ યાર મારી! હવે ક્યારેય આવું નહી થાય!" નિધિ એ ભારપૂર્વક કહ્યું.
"ના... સિરિયસલી કહું છું, તું પ્લીઝ કાં તો મને છોડ, નહિતર હું જ આ દુનિયા ને છોડી દઉં છું!" શેખર એ એક અલગ જ ખુમારીથી કહ્યું.
"અરે..." નિધિ એ શેખર ના માથા ને એના ખોળામાં લઈ લીધું અને એણે બેડ ઉપર સુવાડી દીધો.
"બધા મારા જ દુશ્મન બન્યા છો..." નિધિ એ એના હોઠ ઉપર આંગળી મૂકી દીધી!
"હું છું તારી! તારી દુનિયા, પરિવાર બધું જ!" નિધિ એ શેખર ના માથે હાથ ફેરવતા કહ્યું.
આગળ કઈ વાત થાય એ પહેલા જ શેખર નો ફોન ટેબલ ઉપરથી જ રણક્યો, નિધિ એ સ્ક્રીન જોઈ ત્યાં નિર્ભય નું નામ ફ્લેશ થઈ રહ્યું હતું! નિર્ભય એ શું કહેવું હશે?! બંને વિચારી રહ્યા!
નિધિ એ કોલ રીસિવ કર્યો અને સ્પીકર ઉપર મૂકી દીધો - "સર... જેને તમારી ઉપર હલમો કરાવ્યો હતો એ બીજું કોઈ નહિ પણ સાંજ નો જ બોય ફ્રેન્ડ હતો!" નિર્ભય બોલી રહ્યો હતો.
"ઓકે... તો બંને પકડાયા કે નહિ?!" શેખર એ પૂછ્યું.
"જી સર, એનો બોય ફ્રેન્ડ તો પકડાય જ ગયો છે પણ હજી..." એણે વાત અટકાવી દીધી.
"પણ હજી શું?!" શેખર એ પૂછ્યું.
"પણ હજી સર, સાંજ નો જ કોઈ પત્તો નથી! અમારી ટીમ એણે ઘણી બધી જગ્યા પર શોધવા ગઈ, પણ એ હજી મળી જ નથી!" નિર્ભય એ અફસોસ સાથે કહ્યું.
"ઓહ... કઈ નહિ મળી જશે!" શેખર એ કહ્યું.
"હા સર! પણ તમે ખૂબ જ ધ્યાન રાખજો, એવું પણ બની શકે કે એનો પ્લાન ફેલ થાય તો એ પોતે જ તમારી ઉપર હમલો કરી દે!" નિર્ભય એ શક્યતા વ્યકત કરી.
"હા... અમે અમારી રીતે સાવધાની રાખીશું જ!" શેખર એ કહ્યું અને કોલ કટ કરી દિધો.
"ઓહ માય ગોડ! મને તો બહુ જ ડર લાગે છે! સાંજ પાગલ થઈ ગઈ છે, પાગલ!" નિધિ એ બિલકુલ શેખર ને વળગી જ પડતા કહ્યું.
"તું જરાય ચિંતા ના કર, કોઈની પણ તાકાત નથી તને કઈ પણ કરી શકે!" શેખર એ એક અલગ જ ખુમારીથી કહ્યું.
પાસે જ રાખેલો ફોન વાઈબ્રેશન સાથે રણક્યો તો તુરંત જ શેખર એ કૉલ રિસિવ કરી દિધો!
"સર... સર... સર... સિક્યુરિટી હાઈ એલર્ટ! સિક્યુરિટી હાઈ એલર્ટ!" નિર્ભય કોઈ કોડ વર્ડ ની જેમ જ બોલી ગયો હતો! નિધિ ને તો કઈ સમજાયું જ નહિ, પણ શેખર ના કપાળે ચિંતા ની ગહેરી રેખાઓ ઉભરી આવી હતી!
"નિર્ભય ના કહેવાનો અર્થ એવો થાય છે કે મારું કોઈ દુશ્મન મારા નજીક જ આવી રહ્યું છે!" શેખર એ અફસોસ અને નિરાશા ના મિશ્ર ભાવ સાથે કહ્યું.
"ઓહ..." નિધિ એ શેખર ને હગ કરી લીધું! એક અવાજ થતાં એને શેખર ને છોડ્યો તો ખબર પડી કે બારીથી અંદર સાંજ આવી ગઈ હતી!
સાંજ ને જોઈ ને કોઈ હિન્દી બોલીવુડ ફિલ્મ ની લેડી કિલર ની યાદ આવતી હતી! એણે કાળા કપડાં પહેર્યા હતા. દોરડી થી ઉપર આવી હશે તો એ થોડી હાંફી રહી હતી!
નિધિ અને શેખર આગળ કઈ વિચારે એ પહેલાં જ સાંજ એ એના રાઇટ પોકેટ માંથી એક ગન કાઢી અને એણે એક ગોળી નિધિ ઉપર ચલાવી દીધી! ગોળી નો જોરદાર અવાજ આવ્યો! પણ સાંજ પોતે નીચે પડી ગઈ હતી! એ અવાજ સાંજ ઉપર ચલાવવામાં આવેલ ગોળી નો હતો! જે નિર્ભય ની ગન માંથી ફાયર થઈ હતી!
શેખર ને જીવમાં જીવ આવ્યો! એ તેમ છત્તા નિધિ ને પાગલ ની જેમ ટચ કરી કરી ને ચેક કરી રહ્યો હતો કે એણે ખરોચ તો નથી આવી ને!
"સર... એકચ્યુલી તો મને ખબર જ હતી કે એ ક્યાં છે, ક્યારે ને કેવી રીતે એ અહીં આવશે! એટલે જ મેં એની ઉપર ગોળી ફાયર કરી!" નિર્ભય બોલી રહ્યો હતો.
"હાશ!" નિધિ ના મોં માંથી એક હાશકારો નીકળી ગયો. એમના માથા ઉપર આવી પડેલ મુસીબતો નો હવે અંત આવી ગયો હતો.
"શીખ... આઈ લવ યુ!" નિધિ બોલી ને શેખર ને બસ વળગી જ રહી.
"થેંક યું સો મચ, નિર્ભય! જો તું ના હોત તો..." શેખર એ નિર્ભય સામે જોઈ કહ્યું.
"ધેટસ માય ડયુટી સર!" નિર્ભય એ ક્રેડિટ લેવાનું માંડી વાળ્યું.
(સમાપ્ત)