The Corporate Evil - 41 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-41

Featured Books
Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-41

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-41
અમોલ એની ઓફીસમાં નવી ઓફિસના ફોટાં જોઇ રહેલો અને ત્યાં જોસેફ એને અમોલની ઓફીસમાં લઇ આવ્યો. નીલાંગીએ ફોટા જોયાં અને બોલી "સર કેવી સરસ ઓફીસ બની રહી છે. કોન્ગ્રેચ્યુલેશન.
અમોલે નીલાંગીને જોઇનેજ તરત પાસો ફેક્યો "હા આખાં મુંબઇમાં નહીં હોય એવી ઓફીસ બની છે. બધીજ લેટેસ્ટ વ્યવસ્થા એપ્લાયન્સીસ અને એકદમ ટોપ. હવે જોઇએ ત્યાં નવાં સ્ટાફમાં કેવી એપોઇન્ટમેન્ટ્સ મળે છે. ઘણો સ્ટાફ રાખવાનો છે અહીં જે સ્ટાફ છે એમાંથી સીલેક્ટ કરેલાંજ ત્યાં આવશે બાકીના આ ઓફીસમાંજ કામ કરશે. આ ઓફીસમાં પાપા બેસસે હું નવી ઓફીસમાં.
આવુ બધુ સાંભળી નીલાંગી બોલી "ઓહ ઓકે સર. મને પણ આવી ઓફીસમાં કામ કરવાનું ગમશે પણ મારાથી શ્રોફસરની ઓફીસ નહીં છોડાય. હું સરનાં બધાં કામ સંભાળુ છું.
અમોલને જોઇતું હતું એ સાંભળવા મળ્યું પણ ચાલાકી સાથે બોલ્યો "હાં મને પણ ખૂબ વિશ્વાસુ અને મહેનતી માણસો જોઇએ છે શ્રોફે મને વિશ્વનાથતો આપવા કહ્યું છે. જેથી એ નવો પ્રોજેક્ટ હેન્ડલ કરી શકે એ મહેનતી અને વિશ્વાસુ છે પણ નીલાંગી તારી વાત નથી કરી... મારાંથી કંઇ ના કહેવાય તુંજ શ્રોફ સરને પૂછી જોજો એ જો તને ત્યાંથી રીલીવ કરે તો.....
નીલાંગી તરતજ બોલી "સર હું કેવી રીતે કહું ? પણ છતાં કોશિશ કરી જોઇશ. અમોલે બીજો પાસો નાંખ્યા કહ્યું "નવા પ્રોજેક્ટ અને આ ઓફીસમાં પર્સનલ સેક્રેટરી રાખવાની છે તલ્લિકા મેમ તો જૂની ઓફીસ અને પાપાનું કામ જોશે અને અહીનો પગાર, ભથ્થા બધુ એમનાંથી ક્યાંય વખારે હશે પણ ખૂબજ વિશ્વાસુ માણસ જરૂરી છે મને... અને ત્યાં અમોલનાં મોબાઇલમાં રીંગ આવી અને છેલ્લી ચાલ ચાલતાં કહ્યું "નીલાંગી તું જઇ શકે છે મારો એક ઈમ્પોર્ટન્ટ કોલ છે... કાલે મળીશું તું શ્રોફની ઓફીસે જઇ શકે છે.. અને નીલાંગએ "ઓકે સર કહીને ત્યાંથી નીકળી ગઇ.
***************
નીલાંગ સવારે વહેલાં ઓફીસ પહોંચી ગયો અને એણે પહેલું કામ સત્યાનો કોન્ટેક્ટ કરવાનું કર્યું. એણે ફોન કર્યો સત્યાએ કહ્યું "સર તમારી ઓફીસે જ છું નીચે, આવું છું ઉપર અને નીલાંગે ફોન કાપ્યો.
સત્યાને આવેલો જોઇને નીલાંગે બેસવા કહ્યું અને પછી પૂછ્યુ બોલ રીપોર્ટ ત્યાં ઓફીસમાં શું, હીલચાલ હતી ? કોણ આવ્યું કોણ ગયું ? વિગતે બધુજ મને સમજાવ.
સત્યાએ કહ્યું સર સવારે શ્રોફસર આવ્યા પછી કોઇ મોટો શેઠ આવેલો મર્સીડીઝમાં થોડીવાર રહીને પાછો ગયો. શ્રોફ ઓફીસનો સ્ટાફ બધો આવન જાવન કરતો હતો. નીલાંગે કહ્યું "અલ્યા ડફોળ એમ મને કેવી રીતે ખબર પડે ? કોણ આવ્યું કોણ ગયું ? વીડીયો ઉતાર્યો છે ને ?
સત્યાએ કહ્યું "સર કાલે ફોનમાં બેટરી નહોતી અને હું બધાનું નિરિક્ષણ કરવામાં અને અભ્યાસમાંજ રહ્યો. આજે વીડીયો ઉતારીશ.
નીલાંગનું માથું ભમ્યું એણે કહ્યું "તને વોરા રાખવા કહેલું તું ક્યાં બધાને થોડો ઓળખે છે ? તું વીડીયો ઉતારે તો જ મને ખબર પડે કે કોણ ગયુ આવ્યું પછી હું બધાની ઓળખ કરી લેત. કંઇ નહીં આજે વીડીયો જ્યારે કોઇ આવે કે જાય ત્યારે ઉતારજો ભૂલ્યા વિનાં તું ઓળખે કે ના ઓળખે તારે વીડીયો કે ફોટા લેવાનાં.
સત્યાએ કહ્યું "હાં હાં યાદ આવ્યું સવારે હું પહોચ્યા પછી શ્રોફની ઓફીસમાંથી એક લેડી અને એક જેન્ટસ કંપનીની કારમાં બહાર ગયેલાં પછી છેંક સાંજે એજ ગાડીમાં પાછાં આવેલાં હું ઓળખતો નથી કે એ લોકો કોણ હતા ?
નીલાંગે કહ્યું "એ ઓફીસમાં તો ઘણી લેડીઝ અને જેન્ટસ કામ કરે છે કોણ હતું શું ખબર પડે ? તારે ફોટા લેવા જોઇએ.
સત્યાએ કહ્યું "સોરી ફોટાં નથી લીધાં પણ લીધા હોત તો પણ કારનાંજ ફોટાં આવત ઓફીસમાંથી નીકળતાં જોયાં પછી ગાડીમાં બેસીને નીકળી ગયાં હશે હું જોઇજ શક્યો નથી.
નીલાંગ કહે લેડીઝ જેન્ટસ કેવાં હતાં ? કેવાં દેખાતાં હતાં ? સત્યાએ કહ્યું બહુ દૂર હતો એટલે ખ્યાલ નથી આવ્યો પણ લેડીઝ પંજાબી અને જેન્ટસ પેન્ટશર્ટ પહેરેલાં.
નીલાંગને હસુ આવી ગયુ બોલ્યો "જા તારી સાથે માથું નથી ખપાવવું લેડીઝ ડ્રેસજ પહેરે અને જેન્ટસ પેન્ટ શર્ટ આજે ફોટાં લેજે હવે ત્યાં જે કોઇ અવર જવર થઇ જશે. તો ખબરજ નહીં પડે ઉપડ ફોન કરજે મને.
સત્યો માથું ખંજવાળતો નીકળી ગયો. નીલાંગને વિચાર આવ્યો આનુ કંઇક પાકુ કરવું પડશે પેલો શેઠ જેવો આવેલો એ અમોલ હશે ? શ્રોફનાં તો ઘણાં કલ્યાન્ટ છે શું ખબર પડશે ? કંઇ નહીં આજે ફોટાં પાડી લાવે એટલે બધું જાણવા મળસે. અને એ કાંબલે સરની ચેમ્બરમાં ઘૂસી ગયો.
******
નીલાંગી આજે પણ ઓફીસ વહેલી પહોચી ગઇ હતી આજે પણ નીલાંગ એનાંથી વહેલો નીકળી ગયેલો. એણે નીલાંગને ફોન કર્યો ત્યારે તો એ એની ઓફીસ પહોંચી ગયેલો એણે કહ્યું "નીલો સાંજે મળીએ નક્કી પછી વાત કરીશું તું નીકળી જા.
નીલાંગી ઓફીસ પહોચી એનાં ટેબલ પર પહોચી ને શ્રોફ પણ આવી ગયેલાં. શ્રોફ જેવાં ચેમ્બરમાં પ્રવેશ્યા ભાવે ઉભો થઇને એમની ચેમ્બરમાં ગયો. થોડો વખત એમની સાથે વાતચીત કરીને પાછો આવી ગયો અને નીલાંગીને જવા કહ્યું.
નીલાંગી શ્રોફની ચેમ્બરમાં પહોચી ને શ્રોફે સ્મિત સાથે આવકાર આપી પૂછ્યું નીલાંગી કેવું ચાલે છે નવાં પ્રોજેક્ટ અંગે ? તલ્લિકા મેમ સાથે ફાવે છે ને ? તલ્લિકા મેમ સહકાર આવે પે ને ?
નીલાંગીએ કહ્યું "હાં સર મેમ થોડાં કડક છે પણ સ્વભાવ સારો છે બહું સરસ સમજાવે છે શીખવે છે મને તો ફાવે છે. અને સર અમોલ સરની તો નવી જોરદાર ઓફીસ મરીનલાઇન્સ પર ખૂલે છે અમોલ સર ત્યાં બેસવાનાં નવો પ્રોજેક્ટ માટે ત્યાં નવો સ્ટાફ પણ લેવાનો છે એ નવી ઓફીસનાં ફોટા જોયાં જોરદાર છે.
શ્રોફ હાથે કરીને ચૂપ રહ્યો થોડીવાર નીલાંગીનું નિરીક્ષણ કરી બોલ્યો "હાં હાં મે પણ સાંભળ્યુ છે નવીજ ખૂબ લેટેસ્ટ ઓફીસ બની રહી છે. નવો સ્ટાફ પણ લેવાનો છે આપણો વિશ્વનાથ ત્યાંજ કામ કરશે હવે. મેં અમોલ સરને સોંપી દીધો.
પછી નીલાંગીની સામે જોઇ રહ્યાં પછી બોલ્યો.. અને તને જો નવાં પ્રોજેક્ટમાં ત્યાં કામ કરવું છે ? તો અમોલને કહી જોઊ.. નીલાંગી ઉછળીજ પડી એની લાગણી અને ઉત્સાહ કાબૂમાંજ ના રહ્યો એણે કહ્યું "હાં હાં સર હું તૈયાર છું તમે વાત કરોને. પછી એને લાગ્યુ વધારે પડતો ઉત્સાહ બતાવી દીધો એટલે બોલી... પણ સર તમને ઠીક લાગે તો કારણ કે અહીં પણ મારે ઘણું સંભાળવાનુ છે સર તમને વાંધો ના હોય તો કહી જોજે ને.. શ્રોફને મનમાં થયું નિશાન ધાર્યુ લાગ્યુ છે વાહ એણે સામેથીજ આજીજી કરી છે એટલે વાંધો નહીં. પંખી ફસાયુ છે એણે આગળ ચાલ ચાલતા કહ્યું "પણ નીલાંગી અહીં આપણી ઓફીસમાં તું હવે સેટ થઇ ગઇ છે. ત્યાં નવી ઓફીસમાં અમોલ સર સાથે ફાવશે ? એમને તો ખૂબજ વિશ્વાસુ પર્સનલ સેક્રેટરી જોઇએ છે. તું વિચારી લે હાં ત્યાં પગાર અહીંથી ડબલથી વધારે મળશે.... સ્ટેટસ મળશે પણ અમોલને સાચવવો... આઇ મીન હમણાં એ એક કેસમાંથી માંડ નીકળ્યો છે એની છબી ખરડાયેલી છે તું શાંતિથી વિચારીને કહેજે જોકે ત્યાં મારી અવરજવર રહેવાની.... બાકી માણસ અચ્છો છે થોડો શોખીન છે પણ માલામાલ કરી દે એવો છે દીલનો ખૂબ ઉદાર છે.
નીલાંગીએ તરતજ જવાબ આપી દીધો... ના ના સર મને ફાવશે મારે તો મારું કામ કરવું છે ને ? કોઇ માણસ ગમે તેવો હોય અને આટલાં પૈસાવાળા તો શોખીનજ હોયને નહીતર પૈસો શું કામનો ? તમને વાંધો ના હોય તો હું ત્યાં જોઇન્ટ થવાં તૈયારજ છું સર ખૂબ મહેનત કરીશ... મારી સેલેરી વધશે એ મારાં માટે ખૂબ માઇન્ડ કરે છે, અને તમે તો છો જ ને ?
શ્રોફે કહ્યું "ઓકે તું અને વિશુ ત્યાંજ જવા નીકળો હું આ જેજ વાત કરી લઇશ અમોલ સાથે... પણ હજી એકવાર વિચાર કરીલે તારે કોઇને પૂછવું હોય સલાહ લેવી હોય તો પહેલાં લઇલે એવી કોઇ ઉતાવળ નથી હું પછી પણ વાત કરી શકીશ.
એક સેકડ માટે નીલાંગીને નીલાંગનો વિચાર આવી ગયો પણ તરતજ વિચારને બાજુમાં ધકેલી દીધો અને બોલી સર તમેજ મારાં વડીલ છો તમે કહો પછી મારે કોને પૂછવાનું હોય ? અને મારાં આઇ બાબા તો તમારાં વખાણ કરતાં થાકતા નતી તમારાં પર ખૂબ ભરોસો છે... સર તમે આ જેજ વાત કરી લેજોને.....
શ્રોફનાં ચહેરાં પર ખંધુ સ્મિત આવી ગયું. એણે કહ્યું ઓકે હું આજેજ કરી લઇશ એ તને એમની ઓફીસમાં રાખીજ લેશે. જાવ તમે લોકો આજથીજ શરૂ કરી દો અને નીલાંગી ખુશ થતી બહાર નીકળી ગઇ. વિશ્વનાથ અને નીલાંગી બંને ઓફીસની કારમાં અમોલની ઓફીસ જવા નીકળી ગયાં.
બહાર ઉભેલાં સત્યાનાં કેમેરામાં બંન્ને કેદ થઇ ગયાં અને સત્યાએ તરત જ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-42