આપણે આગળ ના ભાગ માં જોયું કે ભીષણ અને વિદ્યુત સમીરા ને પોતાના પક્ષે કરવા માટે અલગ અલગ પ્રકાર ના પ્રપંચ કરે છે અને અંતે સમીરા ના પરિવાર ને મોહરા બનાવી એને ભીંસ માં નાખે છે અને સમીરા ની પુત્રી નો વિદ્યુત સાથે વિવાહ નો પ્રસ્તાવ રાખે છે ,તેમ છતાં સમીરા અડીઘ રહે છે પરંતુ અંતે સમીરા ની મોટી પુત્રી રેવતી વિદ્યુત સાથે વિવાહ કરવા તૈયાર થાય છે અને સમીરા વિદ્યુત નો સાથ આપવા માટે રાજી થાય છે.અહી અનિરુદ્ધ બધા ની સાથે પુન્ખરાજ ની સીમા પર પહોચે છે,જ્યાંથી કીર્તિમાન ના સૈનિકો પરત ફરે છે.અનિરુદ્ધ ના આગ્રહ થી હરિહર અને અરુણરૂપા પુન્ખરાજ ની સીમા પર પર પ્રતીક્ષા કરવાનો નિર્ણય લે છે.અને બધા એક રાત્રી ત્યાં વિશ્રામ કરે છે,અચાનક રાત્રી એ ત્રિશા નિંદ્રા માં ચાલવા લાગે છે.
ક્રમશ: .........
ત્રિશા જોર જોર થી રડી રહી હતી .....
જયારે અવની એ એને શાંત કરી
અવની : શું થયું ત્રિશા ? તું ઠીક તો છે ને ?
ત્રિશા : કઈ પણ ઠીક નથી અવની .એ જાણી ચુકી છે કે આપણે અહી આવી ચુક્યા છે ... અને ન જાણે કેમ એ ખુબ જ વિચલિત છે અને ક્રોધિત પણ છે.એને મારું સમગ્ર શરીર કાબુ કરી લીધું હતું.
હરિહર : તું કોની વાત કરે છે ?
ત્રિશા : મનસા .....
બધા જ ત્રિશા ની વાતો પર થી સ્તબ્ધ થઇ ગયા....
ત્રિશા : અવની ..મનસા આપના બન્ને કરતા પણ ખુબ જ શક્તિશાળી છે ....લાગી રહ્યું છે જાણે સંપૂર્ણ પુન્ખરાજ એની કાબુમાં છે અને અત્યારે પણ એ આપણી વાતો સરળતા થી સાંભળી શકે છે.
અનિરુદ્ધ : એવું કઈ રીતે બની શકે ? આટલી બધી શક્તિ ?
ત્રિશા : હા અનિરુદ્ધ .... બની શકે સદીયો થી અહી નિવાસ કરતા કરતા એની અમુક શક્તિઓ પુન્ખરાજ માં પણ સમાહિત થઇ ચુકી હોય ,જેથી કરી ને આ નિર્જીવ જગ્યા પણ એનો સહકાર આપી રહી છે
અનિરુદ્ધ : શું એ સંભવ છે ?
અવની : બિલકુલ સંભવ છે અનિરુદ્ધ ...
અનિરુદ્ધ : પરંતુ ત્રિશા તમારી બહેન છે .....એ શા માટે તમારા વિરુદ્ધ શક્તિ પ્રયોગ કરશે ?.
અવની : હા એ અમારી બહેન છે ,પરંતુ વર્ષો ની એકલતા એ એને વિચલિત કરી દીધી છે,બની શકે કદાચ એ અમને ઓળખે પણ નહિ
અનિરુદ્ધ : મતલબ કે હવે મનસા સુધી પહોચવું વધારે મુશ્કેલ છે.
ત્રિશા : પરંતુ હવે તો કઈ પણ પરિસ્થિતિ માં એની પાસે પહોચવું જ પડશે.અમારી બહેન અમારા થી નારાજ છે .. એની તકલીફો દુર કરવા માટે પણ અમારે એને મળવું પડશે.
અવની : સત્ય કહી રહી છે ત્રિશા ...
સૂર્ય ના પ્રથમ કિરણ સાથે આપણે એની તલાશ શરું કરીશું.
એ ઘટના બાદ કોઈ ને પણ નિંદ્રા તો ન જ આવી ....
સૂર્યોદય થયો.
અનિરુદ્ધ ,અવની અને ત્રિશા એ હરિહર અને અરુણરૂપા થી વિદાય લઇ પુન્ખરાજ પર્વતો તરફ પ્રયાણ કર્યું.
પુન્ખરાજ સુધી પહોચવા માટે તેઓ ને એક ખાડી માં થઇ ને પસાર થવાનું હતું.
તેઓ એક એક કદમ સાચવી ને રાખી રહ્યા હતા ,કારણ કે તે જાણતા હતા કે અહી દરેક પગલા પર ખતરો હોઈ શકે છે.
અનિરુદ્ધ સૌથી આગળ ચાલી રહ્યો હતો,અવની અને ત્રિશા એકબીજા ના હાથ પકડી ને ચાલી રહ્યા હતા,
સતત એક પ્રહર સુધી ચાલ્યા બાદ ,એ ખાડી ઊંડી થવા લાગી જ્યાં ,સવાર નો સમય હોવા છતાં મંદ મંદ પ્રકાશ જ પહોચી શકતો હતો.
અવની : આ જગ્યા કઈક અલગ જ લાગી રહી છે અનિરુદ્ધ .....આપણે સાચા રસ્તા પર તો જઈ રહ્યા છીએ ને ?
અનિરુદ્ધ : આપણ ને ક્યાં કોઈ રસ્તા ની ઓળખ જ છે .. આપણે તો બસ ...પર્વતો ની દિશા તરફ જઈ રહ્યા છે.
થોડીક વાર ચાલ્યા બાદ ..
અનિરુદ્ધ : તમારી પાસે એવો કોઈ મંત્ર નથી જેથી આપણે સરળતા થી મનસા નું રહેઠાણ જાણી શકીએ.
ત્રિશા : એક મંત્ર છે ... પરંતુ
અનિરુદ્ધ : પરંતુ શું ?
ત્રિશા : અમને નથી લાગતું કે અહી મનસા ની શક્તિ અમને એ મંત્ર નો પ્રયોગ સફળ કરવા દેશે.
અનિરુદ્ધ : પરંતુ એક પ્રયત્ન કરવામાં કોઈ હાની નથી.
અવની : ઠીક છે ....અમે એક વાર પ્રયત્ન કરીએ છીએ.
અવની અને ત્રિશા બન્ને એકબીજા નાં હાથ પકડ્યા અને ......મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું.
અનિરુદ્ધ આસપાસ નજર રાખી રહ્યો હતો.
ધીમે ધીમે મંત્ર ની તીવ્રતા વધવા લાગી અને એક ઝટકા થી બન્ને બહેનો ના હાથ છૂટી ગયા અને બન્ને નીચે પછડાઈ.
અનિરુદ્ધ તુરંત ત્યાં ગયો અને બન્ને ને ઉભા કર્યા.
અનિરુદ્ધ : તમે બન્ને ઠીક તો છો ને ?
અવની : હા
ત્રિશા : હા ...
અનિરુદ્ધ : તો ...શું થયું આ ?
ત્રિશા : બસ જે વિચાર્યું હતું એ જ ... અમારો મંત્ર સંપૂર્ણ થાય એ પહેલા જ મનસા એ શક્તિ નો પ્રયોગ કરી મંત્ર ભંગ કરી નાખ્યો.
અવની : હા ...જેથી અમે એનું ચોક્કસ સ્થાન તો નથી જાણી શક્યા ... પરંતુ ....
અનિરુદ્ધ : પરંતુ શું ?
અવની : અમે એટલું ધૂંધળું ધૂંધળું જોઈ શક્યા કે કોઈ વિશાલ ગુફા છે ... અને એક પહાડ પર થી ઝરણું વહી રહ્યું છે.
ત્રિશા : મનસા એ જ ગુફા માં નિવાસ કરતી હશે.
અનિરુદ્ધ : પરંતુ અહી તો અસંખ્ય પહાડો છે ... અને સેકડો ગુફાઓ છે.એવા માં કોઈ એક ગુફા શોધવી મુશ્કેલ છે .
ત્રિશા : હા મુશ્કેલ તો છે ,પરંતુ આપણે ફક્ત એવી જ ગુફા શોધવાની છે જ્યાં એની આસ પાસ કોઈ પાણી નું ઝરણું હોય, અને જ્યાં સુધી લાગે છે ,એવી ખુબ જ નહીવત જગ્યાઓ હશે.
અનિરુદ્ધ : હા ત્રિશા ... આ વાત નો તો ખ્યાલ જ નાં આવ્યો ...અહી આપણે ....પુન્ખરાજ ની સૌથી ઊંડાણ વાળી જગ્યા પર છીએ .. ઝરણા નું પાણી એકઠું થઇ ને ચોક્કસ એક નાની નદી નું સ્વરૂપ લઇ નીચે કોઈક સ્થળે વહી રહ્યું હશે ... જો આપણે એ નદી ને શોધી લઈએ તો ચોક્કસ થી ... એના ઉલટા વહેંણ ના સહારે આપણે એ ઝરણા સુધી પહોચી શકીશું.
અવની : હા .. બસ આપણે હવે અહી નદી ની તલાશ કરવાની છે.
અનિરુદ્ધ : ઠીક છે .. તો આપણે આ દિશા તરફ જ આગળ વધતા રહીએ.
ત્રણેય ફરીથી આગળ વધવા લાગ્યા.
હવે ખાડી માં ઉગેલા ઊંચા ઊંચા વૃક્ષો અને ઝાડિયો નાં કારણે એકદમ નહીવત પ્રકાશ ત્યાં સુધી પહોચી રહ્યો હતો ,અને પહાડો તો જાણે દેખાતા જ ન હતા.
અનિરુદ્ધ : દુર દુર સુધી નદી કે પાણી નું કોઈ નામો નિશાન નથી.
ત્રિશા : કેટલીક જગ્યા ઓ પર નદીઓ જમીન નાં પેટાળ માં થઇ ને વહેતી હોય છે.. જેથી બની શકે કે આટલા ઊંચાઈ પર થી આવતું પાણી ભૂગર્ભ નદી માં ગયું હોય.
અવની : આશા રાખીએ કે ... આ નદી જમીન પર જ વહેત્તી હોય.
ચાલતા ચાલતા ત્રિશા ને એવું લાગ્યું કે કોઈક ધીમે ધીમે એમનો પીછો કરી રહ્યું હોય,પરંતુ એક વ્યર્થ શંકા સમજી ને એને અવગણ્યું.
અને આગળ ચાલવા લાગ્યા.
થોડુક આગળ ચાલ્યા બાદ અનિરુદ્ધ એકદમ થંભી ગયો.
અવની : શું થયું ?
અનિરુદ્ધ : મને દુર એક અવાજ સંભળાય છે.
અવની : શું એ કોઈ નદી છે ?
અનિરુદ્ધ : નહિ .... કદાચ આપણા ત્રણ સિવાય પણ અહી કોઈક છે .
ત્રિશા : મને પણ થોડાક સમય પહેલા એવો ભાસ થયો કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે ,પરંતુ મારો વહેમ સમજી મેં ધ્યાન ના આપ્યું .
અવની : કોણ હોઈ શકે ?
અનિરુદ્ધ : જે કોઈ પણ છે ... મિત્ર તો બિલકુલ નથી.
ત્રિશા : શું તું એને સાંભળી શકે છે ?
ધીમા અવાજે
અનિરુદ્ધ : હા ... એ આપણી પાછળ જ આવી રહ્યો છે ....
ત્રણેય જણા થંભી ગયા.
બન્ને બહેનો એ એકબીજા નાં હાથ પકડી લીધા.અનિરુદ્ધ હુમલો કરવાની સ્થિતિ માં આવી ગયો.હવે એ અવાજ સ્પષ્ટ બધા ને સંભળાતો હતો.પરંતુ આ આવાજ જાણે એમની ચારેય તરફ થી ક્રમબદ્ધ સંભળાઈ રહ્યો હતો.
મતલબ કે સ્પષ્ટ હતું કે જે કોઈ પણ છે ... એ એમની પ્રદક્ષિણા કરી ને એમને મૂંઝવણ માં મૂકી રહ્યો છે.
અવની : સમજાતું નથી કે આ કોઈ એક જીવ છે વધારે ...
અનિરુદ્ધ : એ છે તો એક જ ... બસ આપણ ને ભ્રમિત કરી રહ્યો છે.અને એ અચાનક આપણા પર હુમલો કરી શકે છે ..સાવચેત રહો.
ત્રિશા : એના ત્વરિત હુમલા થી બચવાનો એક ઉપાય છે.
કવચ
અવની : કવચ ?
ત્રિશા : હા બહેન ... અપને તુરંત આપણા ફરતે એક રક્ષાત્મક કવચ નિર્માણ કરવું પડશે.
અવની : ઠીક છે ..
અવની એ તુરંત અનિરુદ્ધ ની તલવાર લીધી અને ત્રણેય ની ફરતે એક વર્તુળ દોર્યું.અને બન્ને બહેનો એ મંત્ર થી એ વર્તુળ ને શક્તિશાળી કવચ માં રૂપાંતર કરી દીધું.
ત્રિશા : હવે બસ એ જીવ ની સામે આવવાની પ્રતીક્ષા છે.
અને એવું જ થયું ...
એમની પાછળ થી વિશાલ કાય શરીર ધરાવતા જીવ એ એમના પર આક્રમણ કર્યું ...
પરંતુ કવચ ની શક્તિ થી એ જીવ એમના સુધી પહોચી શક્યો નહિ ...અને દુર જઈ પટકાયો.
એ જીવ ને જોઈ ને ત્રણેય ની આંખો પહોળી થઇ ગઈ.
પહાડ્કાય શરીર ધરાવતો એ જીવ ની આકૃતિ કોઈ હિંસક પશુ સમાન હતી ... પરંતુ એ શું હતું એ કોઈ ને ખ્યાલ જ નાં આવ્યો ... સિંહ જેવા લાબા તીક્ષ્ણ એના બધા દાંત ...હાથી જેવું વિશાલ શરીર ...
વાઘ જેવી એની ક્રૂર લાલ મોટી આંખો.અને લાંબા અંતર સુધી સંભળાય એવી ભયંકર ગર્જના.
અવની : આ તે કયું પ્રાણી છે ?
અનિરુદ્ધ : જે કઈ પણ છે ... ખુબ જ ગુસ્સા માં છે.આ એ જ પ્રાણી છે જેની વાત એ સૈનિકો કરી રહ્યા હતા.
ત્રિશા : જ્યાં સુધી મને લાગે છે .. આ એ જ જીવ છે ..જેની રચના માતા એ કરી છે ....મનસા ની રક્ષા માટે ,મતલબ કે આ પશુ નું નિયત્રણ પણ મનસા ના હાથ માં છે ,અને એને જ આ પશુ ને આપણ ને રોકવા માટે અહી મોકલ્યું છે.
એ પશુ એ ભાગી ને આવી ને પુનઃ એ કવચ પર હુમલો કર્યો ....
પરંતુ એ ત્રણ સુધી પહોચી શક્યું નહિ .
અનિરુદ્ધ : આ પશુ ના પ્રાણ લેવા પણ ઉચિત નથી .જે પણ હોય એ અંતે તમારી બહેન ની રક્ષા કરે છે .
અવની : તો આપણે અહી થી નીકળીશું કઈ રીતે ... આ કવચ પણ લાંબા સમય સુધી આપણી રક્ષા નહિ કરી શકીએ.
અનિરુદ્ધ : આપણે ફક્ત એને બેસુદ કરવું પડશે.
અવની : પરંતુ કઈ રીતે ? અમારી પાસે એવો કોઈ મંત્ર નથી કે કોઈ પશુ ને એ પણ આવા ભયંકર ને બેસુદ કરી શકે.
એ જાનવર એ પુનઃ એમના પર હુમલો કર્યો ....એ કવચ ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું.
ત્રિશા : આપણી પાસે વધારે સમય નથી અનિરુદ્ધ ,જે પણ કરો એ તુરંત કરવું પડશે.અન્યથા આનો અહી જ અંત કરવો પડશે.
અનિરુદ્ધ :નહિ ત્રિશા .. હું ઈચ્છું તો આ જાનવર નો અંત કરી શકું છું .. પરંતુ આપનો ઉદ્દેશ્ય એને હાની પહોચાડવાનો નથી.
અનિરુદ્ધ ની આંખો દુર સુધી જોઈ શક્તિ હતી અને vampire હોવાથી એની સુંઘવાની શક્તિ પણ ખુબ જ તેજ હતી.
અનિરુદ્ધ : મળી ગયો ઉપાય ...
એટલામાં એ જાનવરે ફરીથી હુમલો કર્યો ... હવે ફક્ત એક પ્રહાર અને કવચ તૂટી જાય એમ હતું.
અવની : શું છે ? જલ્દી થી જણાવ...
અનિરુદ્ધ : મને અહી થી ઉત્તર માં દુર એક પુષ્પ દેખાય છે ,અને હું એની ગંધ પણ જાણું છું.. એ પુષ્પ ને આરોગતા જ આ જીવ બેહોશ થઇ જશે.જેથી જેવું કવચ તૂટે હું અહી થી એ પુષ્પ તરફ જઈશ ...તમે બન્ને આ જીવ નું ધ્યાન પોતાના તરફ ખેંચી રાખજો ...
ધ્યાન રહે બંન્ને અલગ અલગ દિશા માં જ ભાગજો ...જેથી આ જીવ ભ્રમિત થઇ જાય અને સાવચેતી રાખીને.
ત્રિશા : ઠીક છે.
એ જાનવરે અંતિમ પ્રહાર કર્યો અને કવચભંગ થઇ ગયું ....
કવચભંગ થતા જ અનિરુદ્ધ ઉત્તર તરફ પવનવેગે ભાગ્યો...
એની ગતિ એટલી હતી કે એ જીવ ના નજરે પણ ના ચડ્યો.
પરંતુ એ જીવ ની ગર્જના ની ગભરાહટ માં બન્ને બેહનો એક જ તરફ ભાગી...
જે એ પશુ ના ધ્યાને આવ્યું ..એ પશુ બન્ને તરફ ધસી ગયો.
અવની ને બચાવવા જતા ત્રિશા નો પગ લપસી ગયો... એ પશુ ત્રિશા ની એકદમ ઉપર આવી ગયું ...
અવની એ ત્રિશા ને બચાવવા પશુ ઉપર મંત્ર થી પ્રહાર કર્યો ..પરંતુ એ જીવ ને મનસા નું રક્ષણ પ્રાપ્ત હતું ... જેથી એ મંત્ર એ જીવ ને સ્પર્શ પણ નાં કરી શક્યો.
ત્રિશા ધીમેક થી ઉભી થઇ ...પરંતુ એ પશુ એ ત્રિશા ને એનો વિશાળકાય પંજો માર્યો...જેથી ત્રિશા ઘાયલ થઇ એકબાજુ પટકાઈ...
અહી અવની સતત એ પશુ પર અલગ અલગ મંત્ર થી પ્રહાર કરી ત્રિશા નું રક્ષણ કરવા કોશિશ કરી રહી હતી, પરંતુ એ પશુ પર લેશમાત્ર પણ અસર પડી રહી નહતી.
એ પશુ પુનઃ ઘાયલ ત્રિશા તરફ ધસી ગયું.અને એના પર પ્રહાર કરવા ગયું ત્યાં અનિરુદ્ધ ગતિ થી આવી પહોચ્યો અને એના પગ ના પ્રહાર થી એ પશુ ને દુર ધકેલી દીધું.
અવની તુરંત ત્રિશા પાસે આવી પહોચી.
અનિરુદ્ધ ના પ્રહાર થી એ પશુ ને ક્રોધ આવ્યો એ બમણી ગતિ થી અનિરુદ્ધ તરફ ધસી ગયું .. અનિરુદ્ધ પોતાના વેગ થી ત્યાં થી ખસી ગયો અને એ પશુ ના આગળ ના પગ પર તીવ્ર પ્રહાર કર્યો.
જેથી પ્રહાર ની વેદના થી એ પશુ જમીન પર બેસી ગયું અને ગર્જના કરવા લાગ્યું ..ત્યાં સમય સુચકતા વાપરી ..અનિરુદ્ધ એક જ છલાંગ માં એ પશુ ના મુખ સુધી પહોચી ગયો અને એ પુષ્પ જે એની સાથે લાવ્યો હતો એ પશુ ના મુખ માં નાખી દીધું.
પુષ્પ નો રસ એ પશુ ના શરીર માં જતા જ એ થોડાક ક્ષણો માં બેસુદ થઇ ગયું.
અનિરુદ્ધ એ પશુ પાસે જઈ ને એના મુખ પર હાથ ફેરવ્યો.
અનિરુદ્ધ : મારો તને હાની પહોચાડવા નો કોઈ ઉદેશ્ય ન હતો ... પરંતુ તે ત્રિશા પર પ્રહાર કરી મને મજબુર કરી દીધો ... તું ટૂંક સમય માં જ સ્વસ્થ થઇ જઈશ.
અનિરુદ્ધ ભાગી ને ત્રિશા તરફ ગયો.
એ પશુ ના પ્રહાર થી ત્રિશા ખુબ ગંભીર રીતે ઘાયલ થયેલી હતી.
અનિરુદ્ધ અવની ના ખોળા માંથી ત્રિશા ને પોતાના હાથો માં લીધી.
અનિરુદ્ધ : તને તો ખુબ ઈજા પહોચી છે .. તું ઠીક તો છે ને .
ત્રિશા : હા અનિરુદ્ધ ...હું ઠીક છું..
અવની : ત્રિશા ના શરીર પર ઘણા ઊંડા ઘા છે ..જેમાં થી રક્ત વહી રહ્યું છે,એ તુરંત ઠીક કરવા જરૂરી છે.
અનિરુદ્ધ : ઠીક છે ..
અનિરુદ્ધ ના તીક્ષ્ણ દાંત બહાર આવ્યા,
એણે પોતાના જ હથેળી પર પોતાના દાંત પરોવી દીધા અને રક્ત ત્રિશા ના ઘા પર વહેડાવ્યું...
જોતજોતામાં ત્રિશા ના બધા જ ઘા ભરાઈ ગયા.
પરંતુ અસ્થીઓ ની ઈજા ના કારણે એ પૂરી રીતે ચાલવા માં અસમર્થ હતી.
ત્રિશા : મને લાગે છે .તમારે બન્ને એ જ અહી થી આગળ જવું જોઈએ.
અવની : બિલકુલ નહિ .... તું શું કહેવા માંગે છે કે અમે તને અહી છોડી ને ચાલ્યા જઈએ.
ત્રિશા : પરંતુ બહેન ...હું એટલું ગતિ થી નહિ ચાલી શકું .અને ફક્ત સમય જ વ્યર્થ જશે.
અનિરુદ્ધ : એનો ઉપાય છે મારી પાસે ...
એટલું કહી અનિરુદ્ધ એ ત્રિશા ને પોતાના હાથો માં ઉઠાવી લીધી ..
અવની ને અનિરૂદ્ધ નું ત્રિશા તરફી વલણ થોડુક અજુગતું લાગ્યું ,અને ત્રિશા પણ આટલું સરળતાથી અનિરુદ્ધ પાસે ગઈ ,એ જોઈ ને અવની ને થોડોક ધક્કો વાગ્યો.
અનિરુદ્ધ : હવે આપણે નીકળવું જોઈએ અવની ..એ પહેલા કે આ પશુ પુનઃ જાગી જાય.
અવની આગળ ચાલી રહી હતી ...અને અનિરુદ્ધ ત્રિશા ને ઉઠાવી પાછળ ચાલી રહ્યો હતો.અવની સાથે હોવાથી ત્રિશા સંકોચ અનુભવી રહી હતી.
અનિરુદ્ધ : મને એ સમજ માં ના આવ્યું કે તમને બન્ને બહેનો ને સ્પષ્ટ કહ્યું હતું કે અલગ દિશા માં ભાગજો જેથી કરી ને જાનવર ને ભ્રમિત કરી શકાય ....તો તમે બન્ને એક જ દિશા માં કેમ ભાગ્યા.
અવની : મને એમ લાગ્યું કે હું પૂર્વ તરફ જઈશ ..તો ત્રિશા દક્ષીણ તરફ ભાગશે.
ત્રિશા :અને મને એવું જ લાગ્યું કે હું પૂર્વ તરફ જઈશ તો અવની દક્ષીણ તરફ ભાગશે.
એટલે અમે બન્ને એક જ તરફ ભાગ્યા.
અવની : હા ..એના કરતા હું જ દક્ષીણ તરફ ભાગી હોત તો .. આ સમસ્યા જ ઉત્પન્ન નાં થઇ હોય હોત.. નાં તો ત્રિશા ફસાઈ જાત ..ના તો એને ઈજા પહોચી હોત ..અને નાં તો અનિરુદ્ધ ને એટલું કષ્ટ પહોચ્યું હોત.
અનિરુદ્ધ : શેનું કષ્ટ ..? મને કોઈ કષ્ટ નથી ... હું મોટી મોટી પથ્થર ની શીલા ઓ ઊંચકી લવ છું ... અને આતો ત્રિશા નો ભાર છે ...જે શીલા કરતા દસ ગણો ઓછો છે.
ત્રિશા મંદ મુસ્કાઈ પણ એ અવની ની વાત સ્પષ્ટ સમજી ગઈ.
સંધ્યા થવા આવી ....
તેઓ ધીમે ધીમે હવે ખાડી માંથી સમતલ ભૂમિ તરફ આગળ વધી રહ્યા હતા ... અને હવે સુર્યાસ્ત પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો....
ત્યાં અવની ને અવાજ સંભળાયો ..એ ભાગતી એ તરફ ગઈ...
અનિરુદ્ધ સમજી ગયો કે અવની ને નદી મળી ગઈ છે...
અનિરુદ્ધ પણ એ તરફ ગયો ... ત્યાં જઈ ને જોયું તો ..મેદાની પ્રદેશ માં નદી નો પટ વિસ્તરેલો હતો ,નદી જોઈ બધા ખુશ થઇ ગયા.
દ્રશ્ય ખુબ જ રમણીય હતું.
આસમાન ને સ્પર્શ કરતા ઊંચા પહાડો વચ્ચે થી વહેતી ખળખળ નદી ને દુર ના છેડે જાણે બે પહાડો વચ્ચે સૂર્ય સંતાઈ રહ્યો હોય એવું લાગતું હતું.
અનિરુદ્ધ એ ત્રિશા ને નીચે ઉતારી ... અને એ જગ્યા ની નિરીક્ષણ કરવા ગયો.
અવની : હવે કેમ છે ત્રિશા ?
ત્રિશા : ઠીક છું અવની ... કદાચ હવે સહારા ની જરૂર નહીં પડે ...
એટલું કહી ત્રિશા નદી ના પ્રવાહ તરફ ગઈ ..
અવની સમજી ગઈ કે એના વચનોએ કદાચ ત્રિશા ને દુ:ખ પહોચાડ્યું છે.
ત્રિશા નદી ના કિનારા પાસે જઈ ને બેઠી ...
અવની પણ આવી...
એ કઈ કહે એ પહેલા અનિરુદ્ધ ત્યાં આવી પહોચ્યો ...
અનિરુદ્ધ : મને લાગે છે ...આજ રાત્રી અહી જ વિશ્રામ કરવો જોઈએ ..આવતી કાલ સવાર થી નદી ના ઉંધા વહેણ સાથે યાત્રા નો આરંભ કરીશું.ત્યાં સુધી ત્રિશા ને પણ આરામ મળી રહેશે ...
ચાલ અવની ,આપણે આરામ માટે અહી મેદાન માં રોકાવાની વ્યવસ્થા કરી લઈએ.
એ બન્ને ચાલ્યા ગયા .
ત્રિશા કુદરત નું સૌન્દર્ય નિહાળી રહી હતી.
ત્રિશા એ નદી નું પાણી હાથ માં લીધું
“ તું સાચે જ અત્યંત સુંદર જગ્યા એ નિવાસ કરી રહી છે મનસા ... પરંતુ તારા વિચલિત હોવા નું કારણ હું સમજી શકું છું ... વર્ષો સુધી આ જગ્યા પર તું કેદ રહી છે.અને એકલતા તને સતાવી રહી છે, તારી આ બહેનો ને માફ કરી દે જે તારા માટે કઈ પણ ના કરી શકી”
ત્રિશા એ નદી નું શીતલ જલ એના હથેળી માં લીધું અને એનું પાન કર્યું.
નદી નું જળ એના શરીર માં જતા જ જાણે કોઈ અદ્વિતીય ઉર્જા એના માં આવી હોય એમ એના શરીર ના અંદર ની દરેક પીડા શાંત થઇ ગઈ ,જાણે એને કોઈ પ્રકાર ની ઈજા હોય જ નહિ એવું એને લાગ્યું,એ પહેલા કરતા પણ વધારે શક્તિશાળી અનુભવી રહી હતી.
ત્રિશા : આ શું ચમત્કાર છે ?
ત્રિશા ભાગી ને અનિરુદ્ધ અને અવની પાસે ગઈ.
એને ભાગતી આવતી જોઈ ને બન્ને અચરજ માં પડી ગયા.
ત્રિશા : આ નદી ના પાણી માં કોઈ શક્તિ છે ...એને ગ્રહણ કરતા જ જાણે મારી બધી વેદના ઓ શાંત થઇ ગઈ
અનિરુદ્ધ : આ તો સાચે ચમત્કાર છે .. મતલબ કે તારું કથન સત્ય હતું કે મનસા ની ઉર્જા અહી ની દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ માં સમાહિત થઇ ચુકી છે.
અવની પણ નદી ની પાસે ગઈ ...અને થોડુક પાણી ગ્રહણ કર્યું.
અવની ના મન ના દરેક વિકાર જાણે શાંત થઇ ગયા અને એનું મન એકદમ પ્રફુલ્લિત થઇ ગયું.
અવની : ત્રિશા નું કથાન સત્ય છે ..આ નદી ના પાણી માં એક અલગ જ ઉર્જા છે. અનિરુદ્ધ તારે પણ આ પાણી ગ્રહણ કરવું જોઈએ.
અનિરુદ્ધ : અવની તું ભૂલી રહી છે કે હું એક vampire છું ...સિવાય રક્ત હું કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી શકું એમ નથી.
ત્રિશા : હા પરંતુ બની શકે ..કદાચ આ જળ તું ગ્રહણ કરી શકે... પ્રયત્ન કરવામાં કોઈ હાનિ નથી ... તે જ તો કહ્યું હતું ....
અનિરુદ્ધ એ વિચાર કર્યો ..
અનિરુદ્ધ : ઠીક છે ..
અનિરુદ્ધ પોતાના ઘૂંટણ પર બેઠો અને ખોબા માં નદી નું જળ લઇ પીવાનો પ્રયત્ન કર્યો ..સામાન્ય રીતે પાણી એના શરીર માં પ્રવેશી જ ન શકે ..
જેથી એને પ્રથમ ઘૂંટ ભર્યો ..ધીમે ધીમે શીતલ જળ ..એના શરીર માં ઉતરી ગયું .
અનિરુદ્ધ ને વિશ્વાસ ન હતો ...એને ફરી થી ખોબો ભર્યો અને એ પાણી પણ ઉતારવા લાગ્યો ....જળ ગ્રહણ કરતા કરતા એના આંખ માંથી આંસુ વહી રહ્યા હતા ...વર્ષો પશ્ચાત ..કદાચ પ્રથમ વાર એને જળ ગ્રહણ કર્યું .
એ જોઈ ને ત્રિશા અને અવની ને ખુબ આનંદ થયો.
અનિરુદ્ધ એ સીધું એનું મુખ નદી માં નાખી દીધું ..અને જેટલું પીવાય એટલું એ ગ્રહણ કરી રહ્યો હતો.
એની જાણે વર્ષો વર્ષ ની તરસ છીપાઈ રહી હતી.
એ નદી માં થી બાહર આવ્યો ....
અનિરુદ્ધ : આ ખરેખર અદ્ભુત છે .... પ્રથમ વાર રક્ત સિવાય કોઈ અન્ય વસ્તુ ગ્રહણ કર્યા બાદ લાગ્યું કે જીવન તો સાવ અપૂર્ણ હતું.
આ જળ તો મારા અનેક દિવસ ની રક્ત ની પ્યાસ બુજાવી દીધી ..અને એવી ઉર્જા પ્રદાન કરી છે ..જે મનુષ્ય ના રક્ત માંથી પણ પ્રાપ્ત થાય એમ નથી.
આ જળ માં સાચે જ મનસા ની દિવ્ય શક્તિ ઓ સમાહિત છે.હવે તો એને મળવા ની ઉત્સુકતા વધી ગઈ છે.
અવની : સાચે જ ..
મેદાન માં ચારે તરફ અંધકાર છવાઈ ગયો. અને ત્રણેય ને નિંદ્રા એ ઘેરી લીધા ...
અનિરુદ્ધ પણ જળ ના સંતોષ ના પ્રતાપ થી વર્ષો બાદ આજ રાત્રી વિશ્રામ કરી રહ્યો હતો.
એ જોઈ ને અવની અને ત્રિશા ને સંતોષ થયો.
અહી આ તરફ
વિદ્યુત અને રેવતી ના વિવાહ ની તૈયારીઓ પૂર્ણ થઇ અને બન્ને નાં વિવાહ આરંભ થયા.
બે પ્રજાતિ ઓના જોડાણ ના સંદર્ભ માં ભીષણ એ દુર દુર ના જંગલો માં werewolves ને એકઠા કર્યા.
અને એક વિશાળ વિવાહ પૂર્ણ થયા.
વિદ્યુત : સમીરા જી હવે તો આપણે સંબધી છીએ .... હવે તો મારો હક બને છે દરેક વસ્તુ જાણવાનો..
સમીરા : જી મહારાજ વિદ્યુત ....
આપ જે જાણવા માંગશો એ હું તમને જણાવીશ...
વિદ્યુત ત્યાં થી ચાલ્યો ગયો.
સમીરા રેવતી ની પાસે ગઈ...
સમીરા : યાદ રાખજે ..રેવતી ,તે તારી જીદ થી વિદ્યુત સાથે વિવાહ કર્યા છે ..તું એને કઈ પણ કહી શકે છે ,પરંતુ એને માયાપુર કે ત્યાં સુધી પહોચવાના કોઈ પણ રહસ્ય ની તારા દ્વારા જાણ થઇ ...તો એ દિવસ તારી જીંદગી નો અંતિમ દિવસ હશે ,હું ભૂલી જઈશ કે મારી કોઈ પુત્રી પણ છે.માયાપુર સાથે વિશ્વાસઘાત કરવા નું સ્વપ્ન માં પણ વિચારતી નહિ....
રેવતી : ઠીક છે માતા ...હું આ વાત નું સદાય ધ્યાન રાખીશ ....
રેવતી ત્યાંથી ચાલી ગઈ.
બીજા દિવસે ,ભીષણ, વિદ્યુત અને રેવતી સભા માં બેઠા હતા ત્યાં ભીષણ એ રેવતી ને પ્રશ્ન કર્યો .
ભીષણ : મહારાણી ......જેમ અમારી werewolves ની પ્રજાતિ નો ઉદ્ભવ છે એમ તમારા પણ કોઈ જનેતા હશે ?
રેવતી : જી હા ,ભીષણ ... અમારી દરેક witches ની જનેતા છે .. આ સંસાર ની સૌથી પ્રથમ અને શક્તિશાળી witch માયા .....
વિદ્યુત : ઓહ ... તો અત્યારે એ ક્યાં છે ?
રેવતી : એ તો અત્યારે હયાત નથી.
વિદ્યુત : તો તમારા કોઈ રાજા કે રક્ષક ?
રેવતી : અમારા માં કોઈ રાજા કે રક્ષક હોતા નથી ..માયા ની શક્તિઓ એમની ચાર પુત્રી માં વિભાજીત છે ,જે આ સંસાર ની ઉર્જા સંતુલિત રાખે છે.
ભીષણ : તો મહારાણી ..અત્યારે એ ચાર પુત્રી ક્યા છે ?
રેવતી : એમાં થી બે પુત્રી ને તો તમે જાણો છો .અવની અને ત્રિશા ....બાકી ની બે ક્યાં છે કોઈ નથી જાણતું .
ભીષણ : ઓહ તો એ બન્ને બહેનો જ છે ...અનિરુદ્ધ ની શક્તિ નો સ્ત્રોત.
રેવતી : હા એ બન્ને એ જ અનિરૂધ અને વિકર્ણ ના પ્રાણ ની રક્ષા કરી હતી ...
અને એવું સાંભળ્યું છે કે અવની તો અનિરુદ્ધ ને પ્રેમ પણ કરે છે...
વિદ્યુત : શું મહારાણી આપ ... એ બન્ને બહેનો ને શોધી શકો ?
રેવતી : હા ..પ્રયત્ન કરી એ તો કદાચ શોધી શકાય.
વિદ્યુત : ઠીક છે તો મહારાણી હવે સમય આવી ચુક્યો છે ....
રેવતી : શેનો મહારાજ ?
વિદ્યુત હસ્યો અને પોતાની જગ્યા પર થી ઉભો થયો ..
વિદ્યુત : એ બન્ને બહેનો ને પોતાની મૃત માતા પાસે પહોચાડી ને સંપૂર્ણ શક્તિ તમને આપવાનો ......
ક્રમશ:...............
નમસ્કાર વાચક મિત્રો
આપ સૌ ના પ્રતિભાવ વાંચ્યા અને ખુબ જ આનંદ થયો ....આ ભાગ આપ સુધી પહોચાડવામાં માં વિલંબ થયો એ બદલ દિલગીર છું ..આશા છે આ ભાગ પણ આપ ને પસંદ આવશે .આપના સૂચનો મને message માં કે comments માં ચોક્કસ થી જણાવો.