CHECK MATE. - 10 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ - 10

Featured Books
Categories
Share

ચેકમેટ - 10



મિત્રો આગળના પાર્ટમાં આપે વાંચ્યું કે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પછી મેનેજર બંને ઇન્સ્પેક્ટરને ટ્રેકિંગ કોચ રાકેશ ત્રિપાઠીનો નંબર આપે છે.આ બાજુ મોક્ષા મિસિસ મહેતાને મળવા ઉત્સુક હોય છે અને એમને મળવા એમના ઘરે જાય છે જ્યાં ત્યાંના હાઉસમેડ વિનુકાકા સાથે વાત કરીને પાછી આવે છે હવે આગળ,

મનોજભાઈ એક જ એવા હોય છે જે મૌન બનીને સાક્ષી ભાવે તમામ ઘટનાને જોઇ રહે છે.

આલયની ટ્રેકિંગ કેમ્પની જીદ તેમ જ તેનું સટ્ટામાં હારી જવું, અચાનક ટ્રેકિંગમાંથી જ ગુમ થઈ જવું....રિધમ મહેતાનું શંકાસ્પદ વર્તન, માનવનું માનસિક આઘાતમાં ડિપ્રેશનમાં જતા રહેવું...શું છે આ ગૂંચવાડો...સિમલા જવા નીકળ્યા ત્યારે બોક્સમાં આવેલ કપડાં આલયના હતા તો કોણે મોકલ્યા હતા.કાળા રંગની કાર અમદાવાદમાં પીછો કેમ કરતી હતી???

અનેક પ્રશ્નોથી ગભરાઈને મનોજભાઈ બહાર ગાર્ડનમાં આવીને બેઠા...જ્યાં મોક્ષા પહેલેથીજ મિસિસ મહેતાની રાહ જોતી બેઠી હતી....

મનોજભાઈના મોબાઈલમાં રિંગ વાગી.મિ. રાજપૂતનો ફોન હતો.
'બોલો સર, કેમ છે ત્યાં બધું? ફૂટેજમાં કઈ મળ્યું...કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે એવું લાગે છે?' એક બાપની લાચારી પૂછી રહી હતી આજે.

'હા લગભગ તો મળી જ જશે અંકલ, એમના કોચ રાકેશ ત્રિપાઠીને બોલાવ્યા છે અમે...હમણાં આવે એટલે ખબર પડે.અંકલ મોક્ષા ક્યાં છે?" અચાનક જ પૂછી બેઠા રાજપૂત.
મિ. રાજપૂતના શબ્દોમાં પોલીસ કરતા સગપણાની સુવાસ આવતી હતી એવું મનોજભાઈને લાગ્યું.

"મોક્ષા બેટા રાજપૂત સાહેબનો ફોન છે.લે વાત કર."
મોક્ષા એકદમ જ વિચારોમાંથી બહાર આવીને રાજપૂતનો ફોન હાથમાં લે છે." બોલો સર, આપ ક્યાં છો? કોઈ પ્રોબ્લેમ"

"ના મોક્ષા કોઈ જ પ્રોબ્લેમ નથી.રાજેશ ત્રિપાઠીને બોલાવ્યા છે.પણ એ ઘણા દૂર છે.જોઈએ આજે આવે છે તો ઠીક નહીતો અમે મળવા જઈશું.તમે ત્યાં મજામાં છો ને?

રાજપૂતના અવાજમાં મનોજભાઈ અને મોક્ષા માટે એક ચિંતા હતી જે મોક્ષા અનુભવતી હતી....ઘર પ્રત્યેની જવાબદારી નિભાવતા નિભાવતા લાગણીના અમુક દરવાજા જે એણે બંધ કર્યા હતા ત્યાં આજે કોઈ પોતાની હૂંફ દ્વારા જાણે રાજપૂત ખખડાવી રહ્યા હતા.સામાન્ય વાતચીત દરમિયાન જ મિસિસ મહેતાને બંગલાના ગેટમાંથી અંદર આવતા જોઈને મોક્ષાએ ફોન મૂકી દીધો. અને દોડીને મિસિસ મહેતાને મળવા ગઈ.

" આંટી લાવો સામાન હું ઉચકું છું, તમે આટલું વજન નહી લઇ શકો " કહીને મોક્ષાએ એમના હાથમાંથી શાકભાજી અને ફ્રુટની થેલી લેવાનો ટ્રાય કર્યો.પરંતુ એમના ડ્રાઈવરે દોડીને બંને થેલીઓ લઇ અને બંગલા તરફ ચાલવા માંડ્યું.

"મોક્ષા કેમ છો બેટા, બધું ફાઇન ને??" મિસિસ મહેતા એ ઔપચારિકતા સાથે પૂછ્યું.
"હા આંટી બસ જુવો હું અને પપ્પા એકલા હતા તો થયું લાવો તમને મળી આવું પણ ઘરે ગઈ તો ખબર પડી કે તમે ધાબળા વિતરણમાં ગયા છો.આજે આપના મમ્મીની તિથિ છે ને?મોક્ષાએ ઉત્સુકતાથી પૂછ્યું.
મિસિસ મહેતાએ હા પાડીને મોક્ષાને પોતાની સાથે આવવા કહ્યું.
મોક્ષાને તો એટલું જ જોઈતું હતું.બંને જણ વાતો કરતા કરતા અંદર ગયા.
વિનુકાકા બંને જણ માટે પાણી લઇ આવ્યા.બંને જણ માટે ચા પોતાના બેડરૂમમાં જ મોકલવાનું કહીને બંને જણા બેડરૂમમાં જાય છે.
"અદભુત ઇન્ટિરિયર આંટી, ખૂબ જ સરસ...સજાવ્યો છે બેડરૂમ."
"થેન્ક્સ બેટા, બેસ.."

મોક્ષા અને મિસિસ મહેતા બેસીને વાતોએ વળગ્યા એટલામાં વિનુકાકા બે ચા અને થોડો નાસ્તો આપી ગયાં.
આંટી, આજે તમને મળીને મમ્મી જેવી ફીલિંગ આવે છે.એ પણ તમારા જેવી જ કૅરિંગ નેચરની છે.આંટી મને એકલું લાગે ત્યારે આપની પાસે આવીને બેસી શકુંને?
"હા બેટા ચોક્કસ ,મને પણ ગમશે.મારી દીકરીને ગયા પછી હું પણ લાઈફમાં સાવ એકલી પડી ગઈ છું.તારા આવવાથી મને મારી દીકરી યાદ આવી ગઈ." મિસિસ મહેતા ખૂબ જ ગળગળા થઈ ગયા.
" આંટી તમારી દીકરી ક્યાં છે? મને તો ખબર જ નહોતી કે તમારે એક દીકરી પણ છે."
" છે નહીં બેટા હતી...મારી દીકરી હવે અમારી વચ્ચે નથી.એને અમને છોડીને ગયે આજે વીસ દિવસ થઈ ગયા."
"ઓહ સોરી આંટી શું થયું હતું એમને?"
"એકસિડેન્ટ થયો હતો એને બેટા.. અઢારમાં જન્મદિવસની ખુશીમાં કાર લઈને મિત્રો સાથે પાર્ટી કરવા ડેલહાઉસી જવા નીકળી હતી અને ત્યાં જ ટ્રકની અડફેટે આવી અને ..!!!.પણ છોડ એ વાત બેટા... ચાલ હું તને ટેરેસ ગાર્ડન બતાવું મેં જાતે તૈયાર કર્યું છે.
મોક્ષા અને મિસિસ મહેતા ત્રીજા માળે આવેલા ટેરેસ ગાર્ડનમાં જાય છે.ખૂબ જ ફૂલોથી શણગારેલા અનેક પ્રકારના નાના પણ વિદેશી ફુવારાઓથી સજ્જ એવું ટેરેસ ગાર્ડન જોઈને મોક્ષા તો એકદમ જ અચરજ પામી... અને ગાર્ડનની વચ્ચોવચ્ચ મુકેલા વુડનના ઝુલા પર બેસી ગઈ અને થોડી વાર માટે આલયની વાત પૂછવા આવી હતી એ ભૂલી જ ગઈ.એક અલગ પ્રકારની શાંતિ હતી અહીંયા પર પણ ત્યાં તો આરતીનો મેસેજ આવ્યો ...

"મોક્ષા મેડમ શું થયું....તું મળી આવી ફઈને?? રીપ્લાય આપ. હું ઓફિસમાં છું તો ફોનમાં વાત નહીં થાય."
"ત્યાં જ છું ડિયર.. સારું થયું યાદ કરાવ્યું નહીતર હું તો આ બગીચામાં જ ખોવાઈ જાત..કહીને એક ફની ઇમોજી મોકલી આપી.આરતીએ પણ ગુસ્સાની ઇમોજી મોકલી વાત પતાવી.
"મોક્ષા તને ખબર છે..મારી દીકરીને આ ગાર્ડન ખૂબ ગમતું હતું અને એની યાદમાં જ મેં એને હજુ પણ એવું ને એવું જ રાખ્યું છે.
જોકે આલયને પણ આ ખૂબ જ પસંદ આવ્યુ હતુ.
"વ્હોટ ? આંટી શું બોલ્યા તમે? એટલે કે મારો ભાઈ આલય?
એ આવ્યો હતો ને અહીંયા? આંટી સાચું બોલોને પ્લીઝ."
મનમાં ધરબી રાખેલા અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો મોક્ષાએ
.
"હા બેટા આલય અમને મળ્યો હતો.મારી દીકરીને તો તુ ઓળખતી જ હોઈશ.આલયે કદાચ ઉલ્લેખ કર્યો હશે તને એના વિશે.."

"શું નામ હતું આંટી એનું ?"
" સૃષ્ટિ મહેતા"
" ઓહ નો, તો એ સૃષ્ટિ મહેતા આપની દીકરી હતી.અને એકસિડેન્ટ માં એને ગુજરી ગયે હજુ વીસ દિવસ થયા છે છતાં તમે અમારી આટલી બધી આગતા સ્વાગતા કરી... કેમ આંટી? અમને કીધું હોત તો અમે બીજી જગ્યાએ રોકાઈ જાત.આરતીને તો ખબર છેને?તમે આટલા દિવસ કહ્યું નહીં અમને?"

" સૃષ્ટિ સાવ નથી મરી મોક્ષા ...શી વોઝ ઇન કોમા આફ્ટર એકસિડેન્ટ.પણ પરિસ્થિતિ હવે કાબુમાં છે.છતાં પણ હવે એ પહેલાં જેવી તો નહી જ રહે.માનો કે લગભગ ગુમાવી જ દીધી છે અમે એને."

"ઓહ, ઠીક છે હજુ બાજી આપણા હાથમાં છે.હું તો ગભરાઈ ગઈ હતી આંટી."મોક્ષા થોડી હળવી બની મિસિસ મહેતાનો હાથ હાથમાં લેતા બોલી.

વિનુકાકાની અચાનક એન્ટ્રીથી બંને જણની વાતમાં વિક્ષેપ પડ્યો અને બંને જણા વિનુકાકાની પાછળ જમવા માટે ડ્રોઈંગ રૂમ તરફ નીચે ઉતર્યા.

મિસિસ મહેતાના મુખ પર દીકરીની વેદના તેમજ મોક્ષાને આલય કેસમાં મદદ કર્યાની શાંતિ હતી અને મોક્ષાના મુખ અને દિલમાં પોતાના ભાઈ વિશે હજુ જાણવાની તાલાવેલી....

બંને માનુનીઓ ઉત્સાહ પૂર્વક ડાઇનિંગ ટેબલ પર આવે છે જ્યાં પહેલેથી જ મનોજભાઈ એમની રાહ જોતા હોય છે.મોક્ષાની આંખમાં એક અનેરો ઉજાસ હોય છે..આલય કેસનું પહેલું પગેરું મળ્યાનો...

વધુ....જાણવા વાંચતા રહો ...ચેકમેટ