🔹1🔹
દો ઈતફાક Siddzz💙આજે યુગ અને યાશિ મુંબઈ નાં મરીન ડ્રાઈવ પર બેસેલા હતા. બંને એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષ થી હતા. પણ હજી સુધી બંને માંથી એક પણ જને એમના પ્રેમ નો ઈઝહાર કર્યો નઈ હતો.
છેલ્લા એક કલાક થી બને ત્યાં બેઠા હતા. અમુક સારી તો અમુક ખરાબ યાદો યાદ કરતા હતા. ત્યાં અચાનક યાશી બોલી,
"તે તો તારો ઇન્ટ્રો જ નઈ આપ્યો હતો"
"અરે એમાં શું છે? એ તો અત્યારે પણ આપી દવ ને "
2 મિનિટ પછી યુગ કોઈ ને પેલી વાર મળે અને એનું નામ કેતો હોય એ રીતે બોલ્યો,
"હાઈ , માય નેમ ઈઝ યુગ પટેલ "
યાશી પણ પણ પેલી વાર એને મળી હોય એવી રીતે બોલી, "હાઈ, હું યાશી... યાશી પટેલ "
"ઓહ રિયલી મને તો ખબર જ નઈ હતી. " 😉
"મિસ્ટર યુગ પટેલ તમે તો મારો મૂડ જ બગાડી નાખ્યો હુહ ... " 😒યાશી મો બીજી તરફ કરી ને બેસી ગઈ.
"અરે અરે આમ નારાજ કોણ થાય "
"નારાજ ને મનાવવાના હોય "
"યાર તને તો ખબર છે ને મને માનવતા નઈ આવડતું " યુગ બોલ્યો.
"ક્યારે શીખીશ ?"
"કદાચ તો ક્યારેય નઈ " યુગ આંખ મારતાં બોલ્યો.
"તું સુધરશે જ નઈ એમ ને "
"બગડ્યો જ ક્યાં છું હજી હું " યુગ બોલ્યો.
"ઓહ હો એવું "
"હા એવું "
"અચ્છા એક સવાલ પૂછું " યાશી ને અચાનક કંઇ જરૂરી વાત યાદ આવતા બોલી.
"હા બોલ ને "
" તું સાચે મને પ્રેમ તો કરે છે ને ?"
"કેમ તને શું લાગે છે? " યુગ એ પૂછ્યું.
"ખબર છે પણ હજી સુધી તે એવું કીધું નથી એટલે અમુક વાર એવું થાય છે જ્યારે કોઈ કપલ ને જોવ છું ત્યારે એ લોકો આઈ લવ યુ કેટલી વાર કહેતા હોય છે અને તે હજી સુધી એક પણ વાર નથી કીધું મને "
"યાશી તું જ કહે મને એ વસ્તુ બોલાવી જરૂરી છે ?"
"નાં જરૂરી તો નથી "
"તો પછી " યુગ એ પૂછ્યું.
"પણ તું મને ક્યારેય છોડી ને તો નઈ જાય ને " યાશી એ નાના બાળક ની જેમ પૂછ્યું.
"ખબર છે ને છોડી દેવ તને તો મારી શું હાલત થાય એ " યુગ એ પૂછ્યું.
"હા બોવ જ સારી રીતે ખબર છે. "
"એક વાર ટ્રાય કર ને " યાશિ બોલી.
"કેમ માયરા નો ગુસ્સો જોવો છે ?" યુગ પૂછે છે.
"હા એવું જ કઈક "
"મારે નઈ જોવો તારે જોવો હોય તો તું જોજે "
"કેમ કેમ " યાશિ પણ આજે ખુશી ના મૂડ માં હતી.
"બધું કેવાનું નાં હોય યાર " યુગ બોલ્યો.
"એમ બોલ ને એના થી બીક લાગે છે એમ "
"આવું બોલી દેવાનું " યુગ કહે છે.
"તો બોલી દે ને બીક લાગે છે તને માયરા થી એવું " યાશિ ને આજે યુગ પાસે સાચું જ બોલાવી દેવું છે.
"હા લાગે છે બીક એના થી અને એના ગુસ્સા થી " યુગ બોલ્યો.
" ગુસ્સા થી કે પછી બીજી કઈ બીક છે યુગ" યાશિ એ યુગ નાં હાથ પર હાથ મૂકી ને પૂછ્યું.
યુગ કંઇ બોલતો નથી બસ ખાલી ચૂપ ચાપ દરિયા ને જોઈ રહે છે. થોડી વાર સુધી યાશિ પણ એને કંઇ કેહતી નથી પછી એ બોલી, "યુગ કંઇ થયું ?"
"ના " યુગ આટલું બોલ્યો ત્યાં તો એની આંખ માં પાણી આવી ગયા. એ જોઈ ને યાશિ ને થોડી ચિંતા થવા લાગી એ મન માં એવું વિચારવા લાગી મે કંઇ ખોટું તો નઈ પૂછી લીધું ને. એ વિચારતી હતી ત્યાં યુગ બોલ્યો.
" યાશિ એને ખોવા ની બીક લાગે છે. "
"યુગ એ ક્યાંય નઈ જવાની "
"હા પણ અમુક વાર એ કંઇ બોલતી નથી પણ એનો ચહેરો બોવ બધું બોલી છે. એ બહાર થી તો બોવ ખુશ લાગે છે પણ અંદર થી એ બોવ નઈ પણ થોડી દુઃખી હોય એવું લાગે છે "
"ઓહ સાચે?" યાશિ યુગ ની સ્ટાઇલ માં બોલી.
"હા સાચે "
"તો તમે છેલ્લે ક્યારે વાત કરી હતી એની સાથે "
"યાદ નથી પણ એક મહિના ઉપર થઈ ગયું " યુગ ને જેટલું યાદ હતું એટલું બોલવાનો ટ્રાય કર્યો.
"ઓહ બોવ બિઝી નઈ તમે " યાશિ બોલી.
"નાં એવું નથી "
"તો શું છે યુગ. એક મહિના થી વાત નઈ કરી તે. એમ તો નાં કહીશ કે એ તને યાદ નથી કરતી કા એની પાસે ટાઈમ નથી. "
"મે ક્યાં એવું કીધું. કરતી જ હસે "
"હસે નઈ છે જ કરે જ છે " યાશિ બોલી.
"તને કેમની ખબર " યુગ ને હજી યકીન નઈ થતો હતો એટલે એને પૂછ્યું.
"યાર તું કેમ સમજતો નથી "
"શું સમજુ હું. તું કંઇ સમજાવે ને તો સમજુ ને "
"માયરા બરાબર જ કહેતી હતી "
"શું કીધું એને " યુગ એ જાણવાની આતુરતા થી પૂછ્યું.
"એવું કીધું કે..."
"શું કીધું"
"કે... "
"યાશિ બોલ ને બધા માં બોવ મસ્તી નાં હોય " યુગ ચિડાઈ ને બોલ્યો.
"તું બોવ સારો છોકરો છે અને તું એને મૂકી ને નાં જતી રહેતી "
"પણ આમાં તું એટલે કોણ ?"
"બુધ્ધુ તું એટલે હું યાશિ"
"અચ્છા. જોયું ને એને પણ કીધું મને મૂકી ને નાં જઈશ એમ. કેટલો સમજદાર હોવા મે તો એને આવું કીધું. " યુગ એ એના શર્ટ નો કોલર ઉચો કરતા બોલ્યો.
"બસ બસ ખોટે કામ નાં કોલર ઉંચા નઈ કરવાના "
"હા સારું બીજું કંઈ કેહવુ છે "
"હા " યાશિ એ કીધું.
"તો બોલ"
"નાં "
"કેમ ?"
"પછી તું જવાબ નઈ આપે કા તો ગુસ્સે થઈ જસે. "
"અરે એમ વાત છે " યુગ બોલ્યો.
"હા "
"બોલી દે નઈ થવા ગુસ્સે "
"પ્રોમિસ " યાશિ એનો હાથ આગળ કરતા બોલી.
"હા " યુગ એ પણ એનો હાથ યાશિ નાં હાથ પર મૂકતા બોલ્યો.
" શું કરે નિકિતા ? બરાબર તો છે ને એ " યાશિ એ આંખ મારતા પૂછ્યું.
"આ સારું છે ગુસ્સો નઈ કરવાનો પ્રોમિસ લઈ લીધું અને પછી આ સવાલ પૂછવાનો "
"હા હા..." યાશિ હસવા લાગી.
"હસે છે શું ?"
"તો શું રડું" યાશિ રડવાની એક્ટિંગ કરતા બોલી.
"આ તારા મગજ માં તો નાં જ આવે બોલ કોણે કીધું આવું " યુગ એ પૂછ્યું.
"એ નાં કેહવાય નઈ તો એની આવી બને. "
"અચ્છા મારા કરતાં એની ચિંતા વધારે છે એમ ને "
"હા બોવ જ છે "
"તો લઈ આવ એને ઘરે એટલે ચિંતા નાં રેહ તને " યુગ બોલ્યો.
" એ આવતી નથી ને " યાશિ નીચું જોઈ ને બોલી.
"અચ્છા મતલબ તું માયરા ની વાત કરે છે "
"હા બીજું કોઈ છે મારી જિંદગી માં તમારા સિવાય "
"હોય પણ શકે" યુગ બોલ્યો.
યાશિ એ યુગ નાં ગાલ પર એક તમાચો માર્યો અને બોલી "નિકિતા સાથે જ મેરેજ કરજે તું "
"બસ પણ બોવ યાદ કરી તે તો " યુગ બોલ્યો.
"મને ખબર છે કોઈ કામ તારી પાસે થી કઢાવવું હોય એનો આજ રસ્તો છે " યાશિ બોલી.
ત્યારે જ બંને નાં ફોન માં એક જ ટાઈમ પર મેસેજ પડ્યા.
"કોણ હસે ?" યુગ અને યાશિ બંને એક બીજા ની સામે જોઈ ને બોલ્યા.
"હું જોવ એક મિનિટ " એમ કરી ને યાશિ મેસેજ જોતી હતી ત્યારે યુગ માં કોઈ નો ફોન આવ્યો.
"યશવી " યુગ ખુશ થતાં બોલ્યો.
"હેલ્લો " યુગ બોલ્યો.
"હવે તો બેન ને પણ ભૂલી ગયો એમ ને. " સામે થી યશવી બોલી.
"નાં હવે એવું નથી કામ એટલું વધી ગયું છે કે ટાઈમ જ નહીં મળતો. બાય ધ વે શું કરે અમારા જીજુ "યુગ એ પૂછ્યું.
"બસ મઝા "
"તે અત્યારે કેમ ફોન કર્યો. તું તો હમેશા રાતે જ ફોન કરે છે ને "
"હા પણ એટલી ખુશ થઈ ગઈ ને કે અત્યારે જ કરવો પડ્યો " યશવી ખુશ થતા બોલી.
"હું મામા બનવા નો છું ?" યશવી ને આટલી ખુશ જોઈ ને યુગ એ પૂછ્યું.
"નાં એ ખુશ ખબર ની હજી વાર છે "
"તો શું થયું છે " યુગ એ પૂછ્યું પછી એને યાશિ ની સામે જોયું તો એ પણ ખુશ હતી.
"માયરા ને એ જે એનજીઓ માટે કામ કરે છે એના માટે એવોર્ડ મળ્યો. જે એનું સપનું હતું. "
"ઓહ સરસ "
"હા બોવ ખુશ છે એ વાત કરી તે એની જોડે ?"
"નાં મને તે કીધું ત્યારે જ ખબર પડી " યુગ બોલ્યો.
"ઓકે એની યૂ ટ્યૂબ ચેનલ જોઈ? "
"કોની ?" યુગ એ પૂછ્યું.
" માયરા ની "
"નાં એના મેસેજ તો પડ્યા છે પણ મે હજી જોયા નથી. " યુગ બોલ્યો.
"આવું ને આવું કરે તું. યાશિ કેમ છે ?" યશવી એ પૂછ્યું.
"આ રહી લે આપું " યુગ એ યાશિને ફોન આપ્યો.
"હાઈ દી કેમ છો ?"
"મસ્ત તું કેમ છે ?" યશવી એ પૂછ્યું.
"મસ્ત. માયરા ને એવોર્ડ મળ્યો "
"હા મે એટલે જ ફોન કર્યો. "
"તમે ફોન કર્યો એને " યાશિ એ પૂછ્યું.
"હા પણ રિંગ જ વાગે છે એ ઉપાડતી નથી "
"કંઇ નઈ રાતે કોન્ફરન્સ કૉલ કરીએ તમે ફ્રી હોય તો "
"હા જરૂર તમારા માટે તો ફ્રી જ છું. તો ચાલો રાતે મળીયે." આટલું બોલી યશવી ફોન મૂકે છે.
થોડી વાર પછી,
"યુગ "
"હા મને ખબર છે તને ભૂખ લાગી છે ચલ જઈએ " યુગ ને યાશિ ની વાત કહ્યા વગર સમજાઈ ગઈ.
"ઓહ તું બોવ સમજદાર છે નઈ "
"હા જન્મ થી જ " યુગ બોલ્યો.
બંને ત્યાં થી યાશિ ની ફેવરિટ પાવભાજી ખાવા ગયા. કેટલા દિવસ પછી બંને આટલો બધો સમય સાથે હતા. બોવ વાત કરી હતી એ બંને એ આજે શાંતિ થી.
દસ વાગે બને ઘરે આવ્યા. અને ફ્રેશ થઈ ને ભાઈ ભાભી જોડે બેઠા.
માયરા કોણ હસે ?
નિકિતા કોણ હસે?
કેમ યુગ માયરા ને ખોતા બીવે છે ?
યુગ લવ કોને કરતો હસે?
માયરા અને યુગ વચ્ચે ક્યો રિશ્તો હસે ?