ભાગ :- 3
થોડી વાર પછી સવિતા માસી હોસ્પીટલમાં આવે છે.
સવિતા : માલતી અત્યારે સારું લાગે છે.
માલતી : હા સવિતા દીદી
આ સ્ટુલ પર બેસોને
સવિતા : હા (સ્ટુલ પર બેસે છે.)
દીપક : માસી , મમ્મી ને અત્યારે સારું છે.ખાલી પગમાં સોજો છે. બે દિવસ પછી રજા મળશે.
સવિતા : માલતી તારે આરામ કરવાની જરુર છે.
માલતી : હા દીદી
દીપક : માસી , મમ્મી તો બે દીવસ પછી માનતા પુરી કરવા નર્મદા નદીની પ્રદશિણા કરવા જવાનું કંઇ છે.
સવિતા : ના માલતી તારે આરામ કરવાની જરુર છે.
માલતી : પણ દીદી માનતા તો પુરી કરવા જવું જ પડે.
સવિતા : તો એક અઠવાડિયા પછી જજે
માલતી : ના મારે જવું જ પડે.
સવિતા : એવી તો કેવી ઉતાવળ છે.
માલતી : દીપક ડોક્ટર બની જાય એવી મે માનતા માનેલી અને આજે દીપક ડોક્ટર બની ગયો.
સવિતા : પણ તને તો એવી તો કેવી ઉતાવળ છે.
માલતી : મારી માનતા સાથે એક બીજુ પણ રહસ્ય જોડાયેલું છે.
સવિતા અને દીપક : કેવું રહસ્ય?
માલતી : પાંચ કમળનું
સવિતા : (માલતી ને અટકાવતાં ) તને ખબર છે ને આપણા પપ્પા સાથે શું થયું હતું.
દીપક : મમ્મી અને માસી તમે શું વાત કરો છો.
સવિતા : માલતી તને કશે જવાની જરૂર નથી.
માલતી : મારે જવું જ પડે દીદી
સવિતા : એક વાર કીધું ને નથી જવાનું
માલતી : ના જવુંજ પડે
મારે મહાદેવને પાંચ કમળ થી પુજા કરવાની છે.
સવિતા : માલતી તને મારા કસમ
માલતી : દીદી તમે કસમ કેમ આપ્યા
હવે મે શું કરું ?
દીપક : આરામ કરો મમ્મી (હસતાં બોલતા)
સવિતા : બસ આરામ કર માલતી (હસીને બોલતા )
(માલતી મનમાં વિચારતા મેં મારી માનતા કેવી રીતે પુરી કરું. માલતી ને પોતાની માનતા અને પાંચ કમળાથી મહાદેવની પુજા કરવી હતી.)
થોડી વાર પછી ડોક્ટર મહેતા આવે છે. અને દીપક ને દવા લખેલું કાગળ આપે છે. દીપક દવા લેવા જાય છે. ડોક્ટર મહેતા માલતી બેનને ચેક કરીને જતા રહે છે.
સવિતા : તું યે આ પાંચ કમળ ની વાત કેમ કરી ?
માલતી : દીદી, દીપક ડોક્ટર બની જાય તે માટે મેં માનતા માનેલી અને આ પાંચ કમળ થી મહાદેવ ની પુજા કરીશ.
સવિતા : તો માનતા નદીની પ્રદશિણાની માનવી હતી ને આ પાંચ કમળ ની કેમ ?
માલતી : શું કરુ દીદી પ્રદશિણા સાથે આ પાંચ કમળ પણ મારા મુખમાં આવી ગયા. હવે તો માનતા પુરી જ કરવી પડે
સવિતા : પણ તને ખબર છે આપણા પપ્પા સાથે શુ થયું હતું.
માલતી : હા ખબર છે
સવિતા : આપણા ઘરમાં વરસોની પરંપરાથી આ પાંચ કમળનું મહત્વ છે. આ કમળ આપણા વંશ નાં લોકો જ તોડી શકે છે. પણ પપ્પાએ પોતાનો જીવ આપીને પણ આ પાંચ કમળ ને મહાદેવ ની પુજા કરી હતી.શું તું એ કેવા માગે છે કે આ પાછી આ ધટના બંને.
માલતી : પણ દીદી તમે પપ્પા નાં છેલ્લા વચનોતો યાદ કરો. પપ્પા એ કીધું હતું. પચ્ચીસ વર્ષપછી તમારે આ મહાદેવ ની પુજા કરવાની છે. ત્યારે આપણે બંને યે વચન આપ્યા હતા.
સવિતા : હા માલતી વચન તો પપ્પા ને આપ્યુ હતું. પણ મે તો તને તારી માનતા ની પુરી કરી શકે તે માટે મે તને કસમ આપી છે.
માલતી : હવે શું કરીશું દીદી
(દીપક પોતાનો ફોન ભુલી ગયો હતો. તે લેવા ઊપર આવ્યો અને દરવાજાની્ બહાર ઊભો રહી મમ્મી અને માસી ની બધી વાત સાંભળી લીધી.)
માલતી બેન પોતાની માનતા કંઇ રીતે પુરી કરશે. અને આ પાંચ કમળ નું રહસ્ય શું છે ? તે માટે વાચતાં રહો પરીક્ષા નો આગળ નો ભાગ.