Maru Adhuru Sapnu - 1 in Gujarati Motivational Stories by Sahil Dhabhani books and stories PDF | મારું અધૂરું સપનું - 1

Featured Books
Categories
Share

મારું અધૂરું સપનું - 1

ક્રિકેટ મારો પ્રિય ખેલ છે. હું જ્યારે નાનો હતો છઠ્ઠા - સાતમા ધોરણમાં ભણતો હસુ ત્યારથી મને ક્રિકેટ રમવાનો શોખ પાગલ કરી નાખે તેવો ચડ્યો. જો કે પેલા હું રમતોજ તો પણ હું એટલો ખાસ ખેલાડી નાતો પછી જેમ જેમ રસ વધ્યો એમ એમ ક્રિકેટ પ્રત્યે ની દીવાનગી વધી. શાળામાં જ્યારે બપોરની રિશેસે પડે ત્યારે એટલે કે બપોરના 1:30 વાગે અમે ખરા બપોરે બધા મિત્રો લાકડા ના ધોકા થી ક્રિકેટ રમતા પણ એ સમયમાં મારાથી વધારે સારું મારા મિત્રો ને આવડતું હતું. તેથી કોઈક દિવસે ટીમમાં જગ્યા ન પણ બનતી. જે દિવસે ખિલાડી ઓછા હોય ત્યારે મને રમવાનો મોકો મળતો. પછી હું ટીવી પર પણ ક્રિકેટ જોવા લાગ્યો જ્યારે મે ક્રિકેટ જોવાનુ ચાલુ કર્યું ત્યાં સુધી સચિન તેંડુલકરે સન્યાસ લયી લીધો તો તેથી તેમજ લાઈવ જોવાનો મોકો મળ્યો નહિ. તથા અમારે ઘરે એક જ ચેનલ દૂર દર્શન આવતી હોવાથી તેના પર ખાલી odi અને T20 નિ જ મેચ આવતી ટેસ્ટ મેચ આવતી નો હતી. ધોરણ 8 માં આવ્યા પછી શરીરનો થોડો વિકાસ થયો તેથી થોડી તાકાત આવી અને ક્રિકેટ માં હું 6 મારતો થયી ગયો . મને યાદ હે અમે ગામમાં મેદાન માં રમતા હતા ત્યારે મે બહુજ મોટી 6 મારી અને દડો છે કે બહુ દૂર ગયો અદાજે 60-70 મીટર અને અમારા ગામ ના લીલો કાકા ના ઘર ના પત્તરા ખખડ્યા. ત્યાં ઉભેલા વ્યક્તિ કે જે વરસો થી ગામ માં ક્રિકેટ રમતો હતો એણે મારા શોટ ની તારીફ કરી . મને ખૂબ જ ગમ્યું. જાણો માં બાપ અહીં સમજવાં જેવું છે કે તમે તમારા બાળક ને ચાહો તે ફિલ્ડ માં રસ લાવી અને તેને આગળ વધારી શકો છો. કેવી રીતે ? તો જ્યારે તમારું બાળક ૬ વરસ કે તેની મોટું થાય ત્યારે તને કોઈ ફિલ્ડ માં રસ લેતું કરવું હોય તો કરી શકાય છે. ઉદાહરરૂપે Virat Kohli તે નાનો હતો ત્યાર આશરે ૭-૮ વરસ નો હસે ને તેના પિતા પ્રેમ કોહલી એ તેને પ્લાસ્ટિક નો બોલ બેટ લાવી આપ્ય હતું. અને તેની સાથે રમતા તથા વિરાટ બીજા બાળકો ને ક્રિકેટ રમતા જોતો તો તે પણ જીદ કરતો જોકે તે બહુ નાનો હતો એટલે તે તેના પિતા સાથે રમતો. તેના પિતા જાણી ગયા હતા કે વિરાટ ને ક્રિકેટ પ્રત્યે લગાવ છે અને તેમનું પણ સપન હતું કે વિરાટ એક મહાન ક્રકેટર બને આમ વિરાટ નો રસ જની માત્ર ૧૦ વરસ ના વિરાટ ને કોચિંગ માં મુકવા માં આવ્યો અને જ્યારે તે રન બનાવતો ત્યારે તેને ભરી ભરી પ્રોત્સાહન મળતું અને વાહવાહી મળતી આમ વિરાટ ના મન ને આવી વાહ વાહી સાંભળવાની આદત પડી.તે રોજ કયી ને કયી કરામત કરતો વખાણ સાંભળવા .તે ફિલ્ડીંગ કરવામાં પણ બહુ ઉતશાહી હતો. જો જોઈ એ તો આ બધો વિરાટ ના પાપ નો એક પ્રોગ્રામ જ હતો પોતાના બાળક ને ક્રિકેટ માં સફળ બનાવવાનો કે જોવાનો તેને ક્રિકેટ માં રસ લેતો કરવાનો જ્યારે નાના પણ માં આપણે કોઈ બાળક કોઈ કામ કરે અને તેની તારીફ કરા ત્યારે તેના મગજ માં અંત સ્ત્રવો ઉત્પન્ન થાય છે.અને મગજ ને તે ગમે હે એટ્લે ફરી તેવું કામ કરવા બાળક થતા ફરી વહ વહી લેવા બાળક તેજ કામ કરે હે તે પણ બેસ્ટ કરે છે. આ એક નાશ જેવું બની જાય છે. તમે તમારા બાળક ને ભણવામાં હોશિયાર બનાવવાં માગતા હો તો જ્યારે તે સ્લેટ પર એકડો લખે ત્યારે થી લયી ટોપર ના બની જાય ત્યાર સુધી ભરી ભરી વખાણ કરતા રો. તે તમને નીરસ નહીં કરે અને બહુ આગળ જસે.

આમ મારી સાથે પણ આવુજ થયું. હું ક્રિકેટ રમતો રહ્યો. દસમા ધોરણ માં આવ્યો ક્રિકેટ રમતો તો ઘરવાળા બોલતા આપડે ક્રિકેટર ના બની સકા. ક્રિકેટર બનવા પયિસા જોવે જે આપણા જોડે નથી. ત અપડું કામ નથી આપનું કામ ભણવાનુ છે. ૧૦મુ પાસ કર્યું ૧૧ મુ આવ્યો ત્યાં નજીક માં સહેર માં ભણવાં જવાનું થયું. ત્યાં વળી મે મારા કરતાં પણ સારું રમતા છોકરા જોયા. ત્યાં પણ ભણવાનુ હોવાથી ક્રિકેટ પર ધ્યાન અપાતું નહિ . મારી ઇચ્છા હતી કે મુ ભારત માટે એક ઝડપી બોલર તરીકે રમુ મને બોલિંગ કરવી ગમતી હતી.
ક્રિકેટની સૌથી મોટી વાત તો મને ધોરણ ૧૨ માં પડી ખબર પડી કે ક્રિકેટર બનવા માટે કોચો પાસે થી કોચિંગ લેેેવું પડે છે. અને હું જ્યાં રહેતો હતો ત્યાં કોચિંગ આજુ બાજુમાં દૂર સુધી ક્યાંય નતું ઘરે તો કેવાય જ કયી રીતે કે કોચિંગ કરવું છે.........