O more saiyyan - 2 in Gujarati Love Stories by Dr Mehta Mansi books and stories PDF | ઓ મોરે સૈયા - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઓ મોરે સૈયા - 2

ચાંદની કોલેજ માં પહોંચે છે. કોલેજ પહોંચતા જ તેને તેના પપ્પા ના મિત્ર વિશાલભાઈ મળી જાય છે તે તેને ક્લાસ સુધી લઈ જાય છે. વિશાલભાઈ ના કારણે ચાંદની રેગિંગ થી બચી જાય છે. મોહિત તેના ક્લાસ નો કેપ્ટન હતો. તે હજી કોલેજ પહોંચ્યો નહોતો. ચાંદની એક બેન્ચ પર બેસી ગઈ ત્યાં તેની મુલાકાત શબાના અને નેના સાથે થઈ . તે ત્રણેય વાતો કરવા લાગી. મોહિત ક્લાસ માં આવી રહ્યો હતો. બહાર દરવાજા પરથી જ તેની નજર સીધી ચાંદની પર પડી. તે તેને જોઈ દંગ રહી ગયો.

" આ અહીંયા ક્લાસ માં શું કરે છે ? " તેના મોઢા માંથી નીકળી ગયું.
પણ ક્લાસ માં બધા હોવાથી તેણે તેને ઇગનોર કરી . વળી મોહિત ને જોઈ ચાંદની ના મોઢા માંથી પણ નીકળી ગયું કે , " અરે ! આ અહીંયા ? "
આ સાંભળતા નેનાં બોલી , " અરે ! આ મોહિત છે , ક્લાસ નો કેપ્ટન . "
" કેપ્ટન ! ઓહ નો.. તું તો ગઈ ચાંદની... " ચાંદની થોડી ગભરાતા મન માં બોલી.

ટીચર આવતા જ તેમણે ચાંદની ને આગળ બોલાવી તેનો પરિચય ક્લાસ માં કરાવ્યો. તે બોલ્યા, " મોહિત ! બ્રેક માં ચાંદની ને પ્રિન્સિપાલ ની ઓફીસ માં લઇ જજે અને તેનું નામ રજીસ્ટર માં દાખલ કરી તેની સાઈન કરાવી લેજે. "
મોહિત : જી મેમ.

બ્રેક પડતા જ તેણે ચાંદની ને ઈશારા માં તેની પાછળ આવવા કહ્યું. તે પોતાના કામ પ્રત્યે વફાદાર હતો. તે તેને સોંપવામાં આવેલ કામ ને ક્યારેય ના કહેતો નહિ. મોહિત આગળ આગળ અને ચાંદની પાછળ ચાલી રહી હતી. મોહિત ને તો ચાંદની પર ખૂબ ગુસ્સો આવતો હતો પણ તે અત્યારે મજબૂર હતો. ચાંદની પણ પાછળ બીતા બીતા ચાલતી હતી. ઉપર ઓફિસ માં પહોચી તેણે તેને સોંપવામાં આવેલ કામ પતાવ્યું. તેમાં થોડી વાર લાગતા બ્રેક પૂરો થઈ ગયો હતો. બધા સ્ટુડન્ટ ક્લાસ માં હતા બહાર કોઈ હતું નહિ.

ઓફિસ ની બહાર જતા જ મોહિત આગળ ને ચાંદની પાછળ ચાલતી હતી. મોહિત અચાનક બાજુમાં એક ગલી હતી ત્યાં જતો રહ્યો. ચાંદની નીચું જોઈ ચાલતી હતી એટલે તેનું ધ્યાન નહોતું. તે જતી હતી ત્યાં મોહિત એ અચાનક તેનો હાથ પકડી તેને ખેચી લીધી અને એક હાથ થી તેનુ મોઢુ દબાવી દીધું ચાંદની આંખો પહોળી કરી મોહિત સામું જોઈ રહી હતી. તે ધીમેથી બોલ્યો,
" હવે મને કહે કે શું કહેતી હતી મને .. જંગલી જાનવર... ક્યાં એંગલ થી જાનવર લાગુ છું.. હું .. "

ચાંદની એ મોહિત નો હાથ હટાવતા કહ્યું, " બધા એંગલ થી.. અને આવી હરકત તે જ કરે .. "

મોહિત : વોટ ... અને તે સવારે જે હરકત કરી તેનું શું... ખબર છે મારો ફેવરીટ શર્ટ ખરાબ થઈ ગયો અને ગાડી ને નુકસાન થયું એ અલગ...

ચાંદની : અરે ! તો મે ૫૦૦ રૂપિયા આપી તો દીધા હતા.. અને એમ પણ વાંક મારો નહોતો..

મોહિત એ જોરથી ચાંદની નો હાથ પકડી લીધો અને બોલ્યો , " અજીબ છોકરી છો યાર તું, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બીજા પર આરોપ લગાવે છો, "

ચાંદની : પ્લીઝ મને મૂકો કોઈ જોઈ જશે તો...
મોહિત : આઇ ડોન્ટ કેર... ફર્સ્ટ યુ કેન સેય સોરી..

ચાંદની એ બીજા હાથ થી મોહિત ના હાથ પર જોરથી નખ માર્યા...
મોહિત : આઉચ....
તેના નખ વાગવાથી મોહિત નો હાથ છુટી ગયો અને ચાંદની ત્યાંથી નીકળી દોડી ને તેના ક્લાસ માં જતી રહી...
મોહિત : ( ગુસ્સામાં ) મને જંગલી જાનવર કહે છે ને પોતે જંગલી બિલાડી ....

આમ કહી તે પણ જતો રહ્યો. બીજા દિવસે હોલ માં કંઇક પ્રોગ્રામ હતો. ચાંદની પણ તેની ફ્રેન્ડ સાથે બેઠી હતી. અચાનક એંકરે મોહિત નું નામ એનાઉન્સ કર્યું. તેનું નામ સાંભળતા જ બધા તાળી વગાડી બોલાવા લાગ્યા.. ' મોહિત... મોહિત.. ' ચાંદની ને તો નવાઈ લાગી. મોહિત એ સ્ટેજ પર આવી ધમાકેદાર ડાન્સ કર્યો. આ જોઈ ચાંદની ની તો આંખો પહોળી જ રહી ગઈ.. અને થોડી મુસ્કાન સાથે ધીમેથી બોલી, " આ જંગલી જાનવર ડાંસ પણ કરી લે છે.. ઇન્ટ્રેસ્ટીંગ... "

શબાના : શું ?
ચાંદની : ના કંઈ નહિ...


આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. મોહિત બીજી છોકરીઓ ની જેમ જ ચાંદની ને ઇગ્નોર કરતો હતો. એકદિવસ ચાંદની કોલેજ પછી ટ્યુશન જઈ રહી હતી. તે પોતાની ધૂન માં ધીમે ધીમે ગીત ગાતાં ગાતાં રસ્તા પર ચાલી રહી હતી. અચાનક તેની સામે થી એક ખૂબ ઝડપ થી કાર આવતી દેખાણી , ચાંદની ને એ સમયે શું કરવું એ સૂઝ્યું નહિ તે આંખ બંધ કરી ત્યાં જ ઊભી રહી ગઈ, જેવી કાર તેને ટક્કર મારતી એ પહેલાં એક વ્યક્તિ એ આવી તેને ખેંચી લીધી તે બંને એક બાજુ પડ્યા, ચાંદની એકદમ તે વ્યક્તિ ની ઉપર હતી. તેને કંઈ સમજાણું નહીં કે શું થયું , તેને લાગ્યું કે કાર એ તેને ટક્કર મારી દીધી. તેણે ધીમેથી આંખ ખોલી, અને તેની અને તે વ્યક્તિ ની આંખ એક થઈ. બંને એકબીજા પર થોડા સમય સુધી એકમેક ની આંખ માં જોઈ રહ્યા હતા . આજુ બાજુ શું થઈ રહ્યું છે તેનાથી અજાણ બંને એકમેક ની આંખો માં ડૂબેલા હતા, અચાનક ત્યાં ભીડ જમા થઈ હતી તેમનો અવાજ આવવા લાગ્યો, આ સાંભળી બંને તરત એકબીજા થી અલગ થઈ ઊભા થઈ ગયા. તે વ્યક્તિ બીજું કોઈ નહિ પણ મોહિત હતો.

મોહિત : ( ગુસ્સામાં ) તને મરવાનો શોખ છે કઈ ? ગમે ત્યારે ગાડી ની સામે આવી જાય છે ? દેખાતું નહોતું આગળ કાર આવી રહી છે ? સાઈડ માં જતું ના રહેવાય ? ક્રેઝી ગર્લ...

અચાનક આ બધું થવાથી ચાંદની શોક માં હતી તે કંઈ પણ બોલી નહિ. એટલે તેનાથી ચિડાઈ મોહિત બોલ્યો,
" હેય ! ગીવ મી આન્સર ફાસ્ટ .... "

તોય ચાંદની કંઈ પણ બોલી નહિ અને રડવા લાગી.
મોહિત : (ગુસ્સામાં પગ પછાડતા ) શિટ....
ઓકે ઓકે પ્લીઝ ડોન્ટ ક્રાય....

મોહિત આગળ કઈક બોલે એ પહેલાં ચાંદની ત્યાંથી દોડી ને જતી રહી....

બીજા દિવસે ચાંદની કોલેજ આવી નહોતી... આજે કોલેજ આવતા જ મોહિત ની નજર આજુબાજુ ચાંદની ને શોધતી હતી.
કબીર : કોને શોધે છો મોહિત ?
મોહિત : ના... કોઈને પણ નહિ.....
કબીર : ના ના ના કંઇક તો છે .... ચાલ જલ્દી બોલ.. હું તને સારી રીતે ઓળખું છું..
મોહિત : અરે યાર કાલે થયું એવું કે ....

મોહિત એ બધી વાત કબીર ને કરી...કબીર હસવા લાગ્યો અને બોલ્યો .
" અજીબ છોકરી છે નહીં... પણ શી ઇઝ વેરી ક્યૂટ સાચી વાત ને મોહિત... "
આ સમયે મોહિત કંઇક વિચારી રહ્યો હતો.. તેણે વિચાર કરતા કરતા જ જવાબ આપ્યો..
" હમમ... ક્યૂટ તો છે... "
કબીર હસતા હસતા બોલ્યો, " સાચે મોહિત .. ? "

મોહિત ને અચાનક સમજાણું કે તેણે શું કહ્યું , એટલે તરત બોલ્યો , " શું કબીર તું પણ .. ક્યૂટ અને એ.. અરે એ તો જંગલી બિલાડી છે.. "
કબીર હસતા બોલ્યો , " અચ્છા... તો ઠીક છે.. મોહિત મને શું લાગે છે ખબર ? "
મોહિત : શું ?
કબીર : (હસતા) તને એ ચાંદની માં ઇન્ટ્રેસ્ટ પડવા લાગ્યો છે...
એમ કહી તે ભાગવા લાગ્યો...

આ સાંભળી મોહિત એ કહ્યું .. " કબીર કે બચ્ચે... ઉભો રે હમણાં ખબર પાડુ તારી... " એમ કહી તે તેની પાછળ દોડ્યો...

બંને હસતા હસતાં દોડી રહ્યા હતા.. બધી છોકરીઓ તેમની તરફ જોતી હતી.. કેમકે મોહિત આવી મસ્તી કરતો ક્યારેક જ જોવા મળતો..

To Be Continue. .