પ્રેમ એક એવી લાગણી છે જે કોઈ પણ જાત ના ધર્મ જાતિ ના ભેદભાવ વગર કોઈની સાથે પણ થઈ જાય છે. મોહિત અને ચાંદની સાથે પણ કંઇક એવું જ થયું હતું. તો ચાલો તેમના પ્રેમ ના સફર ની શરૂઆત કેવી રીતે થઈ તે જોઈએ......😊
ચાંદની ... તેના નામ ની જેમ જ ચંચળ અને ખૂબસૂરત હતી. ચાંદની ની જેમ જ તેનો ગોરો વર્ણ જાણે ચારે બાજુ તેજસ્વીતા ફેલાવતો હોય તેવો ચમકદાર હતો. તેના થોડા કાળા તો થોડા સોનેરી વાળ કમર સુધી આવતા હતા. તેની મોટી કાળી આંખ અને ગુલાબી કોમળ હોઠ તેનું સોંદર્ય વધુ નિખારી રહ્યા હતા. ચાંદની નો પરિવાર મધ્યમ વર્ગ નો હતો. તેના પપ્પા રાકેશભાઈ ને એક મીઠાઈ ની દુકાન હતી. કદાચ એટલે જ ચાંદની માં તેના પપ્પા ની મીઠાઈ ની જેમ ખૂબ મીઠાસ આવી હતી. તેના પિતા સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હતા. તેઓએ ચાંદની ને ક્યારેય કોઈ પણ વાત માં રોક ટોક કરી નહોતી.
મોહિત .. પણ તેના નામ ની જેમ જ કોઈ પણ છોકરી ને મોહિત કરી દે તેવો હતો. તે દેખાવ માં ખૂબ સ્માર્ટ લાગતો હતો. તેનો ચહેરો એકદમ શ્વેત હતો , સાથે ચહેરા પર ખૂબ જ આત્મવિશ્વાસ વર્તાતો. તે સ્માઈલ કરતો ત્યારે તેના સફેદ દાંત ખૂબ જ સુંદર દેખાતા . મોહિત ની સ્માઈલ પર તો કોલેજ ની બધી જ છોકરીઓ ફિદા હતી. પણ મોહિત ને તો જાણે છોકરીઓ થી એલર્જી. તે કોઈ છોકરી ની ક્યારેય સામું પણ જોતો નહિ . મોહિત તો કોલેજ માં બધી છોકરીઓ નો ક્રશ હતો , તેઓ કોઈ પણ બહાને મોહિત સાથે વાત કરવાની કોશિશ કરતી પણ મોહિત તેમને ભાવ પણ આપતો નહિ. તે બ્રાહ્મણ હતો. તેના પિતા લાલચંદ્ર મહેતા એકદમ જૂની પુરાણી વિચારસરણી ધરાવતા હતા. તેઓ ધર્મ , શાસ્ત્રો અને સંસ્કારો મુજબ ચાલનારા હતા.
નીચે ધોતી અને ઉપર કફની તેમનો પહેરવેશ હતો. મોટું જબર પેટ , ડોક માં રુદ્રાક્ષ ની માળા અને જનોઈ લટકતી હતી. તેમના પત્ની નું નામ હતું સવિતા બેન. તેઓ એકદમ પતિવ્રતા હતા. મગજ થી એકદમ શાંત , સંસ્કારી અને દયાળુ તેમનો સ્વભાવ હતો. મોહિત તેમનો એકમાત્ર પુત્ર હતો. નાનપણ થી સવિતા બેન તેને ખૂબ લાડ કરતા. લાલચંદ્ર મોહિત ને પોતાની જેવો બનાવવા માંગતા હતા પણ મોહિત ને એ બિલકુલ પસંદ નહોતું. પહેલેથી જ તેનું ધ્યાન પૂજા પાઠ માં લાગતું નહિ. તે મોર્ડન વિચારસરણી ધરાવતો હતો. એટલે કોઈ ને કોઈ વાત માં તેનો પિતા સાથે ઝગડો થઈ જતો.
મોહિત બીકોમ ના થર્ડ યર માં હતો. તે ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. સાથે રોબોટિક ડાંસ નો તો તે માસ્ટર હતો. તે તેના ડાંસ માટે આખી કોલેજ માં પ્રખ્યાત હતો. ચાંદની પણ બીકોમ ના થર્ડ યર માં હતી પણ તે રાજકોટ માં ભણતી હતી જ્યારે મોહિત અમદાવાદ માં.ચાંદની સેકંડ યર માં ખૂબ સારા માર્ક એ પાસ થઈ હતી. પણ ચાંદની અહીંની કોલેજ ના શિક્ષણ થી ખુશ નહોતી. કોલેજ સરકારી હતી એટલે તેમને કોલેજ માં ઓછું ભણાવતા , મોટા ભાગ નું તેમને પોતાની જાતે જ કરવાનું રહેતું. આ બધા પ્રોબ્લેમ ના લીધે ચાંદની આ કોલેજ માં ભણવા માંગતી નહોતી.
ચાંદની : પપ્પા , હવે હું આ કોલેજ માં આગળ નથી ભણવા માંગતી.
રાકેશભાઈ : હા , બેટા મે આ વિશે વિચાર્યું છે. મારા મિત્ર વિશાલ ભાઈ અમદાવાદ ની બેસ્ટ કોલેજ માં પ્રોફેસર છે. મે તેમની સાથે વાત કરી હતી. તેમણે મને કહ્યું કે તમે ચાંદની નું એડમિશન આ કોલેજ માં કરાવો , ત્યાંનું શિક્ષણ ખૂબ સારું છે અને તે પણ પર્સનલ ટ્યુશન ક્લાસ ચલાવે છે તો તું પણ તેના ટ્યુશન જોઈન કરી શકીશ.
ચાંદની : અરે ! વાહ , તો તો હું ત્યાં જ મારું બીકોમ પૂરું કરીશ. થેંક યું પાપા..... યુ આર બેસ્ટ ડેડ ઈન ધ વર્લ્ડ લવ યુ...😘
રાકેશ ભાઈ : લવ યુ ટુ બેટા....😘
ચાંદની એ અમદાવાદ ની કોલેજ માં એડમીશન લઇ લીધુ હતું. તેણે કોલેજ થી થોડી દૂર એક પીજી માં રૂમ રાખ્યો હતો. તેના રૂમ માં બીજી બે છોકરી ટીના અને જીયા હતા. તેમાં જીયા ચાંદની ની કોલેજ માં જ હતી જ્યારે ટીના બીજી કોલેજ માં હતી. જીયા એમકોમ કરી રહી હતી. તેથી તેને કોલેજ માં પરીક્ષા ચાલી રહી હતી એટલે તેને બપોરે જવાનું હતું. આજે ચાંદની નો પહેલો દિવસ હતો. તેણે જિન્સ અને ટોપ પહેર્યું હતું . હાથ માં એક પર્સ હતું તે લઈ તે ચાલીને કોલેજ જઈ રહી હતી.
આ બાજુ મોહિત વાઇટ શર્ટ અને બ્લેક જિન્સ , સાથે આંખ પર ગોગલ્સ ચડાવ્યા હતા અને બાઇક લઈ તે કોલેજ જઈ રહ્યો હતો. તેની સાથે તેનો ફ્રેન્ડ કબીર હતો. તે તેનો સૌથી ખાસ મિત્ર હતો. આ બાજુ ચાંદની રસ્તા પર જઈ રહી હતી તે વ્રોંગ સાઈડ પર ચાલતી હતી, કોલેજ નો પહેલો દિવસ હતો એટલે તે ખૂબ નર્વસ હતી . માટે તેનું ધ્યાન ગયું નહિ કે તે ઉલટી સાઈડ ચાલે છે. તેના મનમાં કેટલા વિચારો ચાલતા હતા. આ બાજુ મોહિત અને કબીર મસ્તી કરતા કરતા ગાડી માં આવી રહ્યા હતા. જેવા તે ચાંદની ની બાજુ માંથી પસાર થવા જઈ રહ્યા હતા ત્યાં ચાંદની ધ્યાન વગર અચાનક તેમની ગાડી ની તરફ આવી ગઈ. મોહિત નું ધ્યાન જતા તેણે અચાનક ગાડી નું હેન્ડલ વાળી દીધું અને ગાડી નું સંતુલન ખોરવાતા મોહિત અને કબીર ગાડી સાથે નીચે પડ્યા.
અચાનક આ બધું થતાં ચાંદની ગભરાઈ ગઈ. તે ફટાફટ ચાલવા માંડી. આ જોઈ મોહિત નો મગજ છટક્યો ...તે તરત તેની પાસે ગયો અને જોરથી તેનો હાથ પકડી તેને પોતાની તરફ ફેરવી અને ગુસ્સામાં બોલ્યો...
" આ શું છે ? આમ કોઈ રસ્તા પર ચાલે ? હમણાં એક્સિડન્ટ થઈ જાત... દેખાતું નથી કે શું ... આખા કપડા ખરાબ કરી નાખ્યાં ... નોનસેન્સ.. "
ચાંદની : જુઓ તમીઝ થી વાત કરો. મને દેખાય જ છે.. તમે બાઇક સરખી ચલાવતા હો તો...આટલી સ્પીડ માં બાઇક ચલાવો તો એ જ થાય ને..
મોહિત : ઓય ... બાઇક ધીમી જ હતી, એકતો પોતે વ્રોંગ સાઈડ માં ચાલે છે અને વાંક અમારો કાઢે છે... બત્તમીઝ છોકરી..
ચાંદની ને ગુસ્સો આવ્યો તે આંગળી ચીંધતા બોલી ," ઓય બત્તમીઝ કોને કહે છો હે ? બત્તમિઝ હઈશ તું.... આલે ૫૦૦ રૂપિયા નવા કપડાં આવી જશે.."
તે પૈસા પકડાવી તે આગળ બીજી તરફ જવા રોડ ક્રોસ કરવા લાગી અને જતા જતા બોલતી ગઈ," હહ... જંગલી જાનવર.. "
મોહિત આ સાંભળી ગયો તેને ખૂબ ગુસ્સો આવ્યો , તે તેની પાછળ તેને સંભળાવવા જઈ રહ્યો હતો ત્યાં કબીર એ રોકી લીધો અને કહ્યું .
" અરે ! યાર જવા દે ને મોહિત... છોકરી છે..."
મોહિત : " છોકરી છે એટલે બચી ગઈ નહીતો મારો હાથ ઉઠી જાત... એકતો ભૂલ પોતે કરે અને વાંક આપડો ચડાવે છે... પાગલ.. "
કબીર : શાંતિ શાંતિ. હવે ક્યાં એ પાછી મળવાની છે આપણે કોલેજ એ લેટ થઈ જશું. ઘરે જઈ ચેન્જ કરી લઈએ.
મોહિત : હા. હવે મળીને તો તેની ખેર નહિ.
કબીર : બસ ભાઈ , મે તને કોઈ છોકરી પર આટલો ગુસ્સો કરતા જોયો નથી... આજે શું થઈ ગયું છે તને..
મોહિત : કંઈ નહિ યાર...
To Be Continue