An Unknown Relationship Part-2 'Lost Mind' in Gujarati Love Stories by Patel Prince books and stories PDF | એક અજાણ્યો સંબંધ ભાગ-૨ 'ખોવાયેલુ મન'

Featured Books
Categories
Share

એક અજાણ્યો સંબંધ ભાગ-૨ 'ખોવાયેલુ મન'

ખોવાયેલું મન
અયાન અને અનન્યા બંને પોતપોતાના ઘરે પરત ફરે છે.

અયાન તેનું મનપસંદ ગીત ગણગણાવતો ઘરમાં પ્રવેશે છે.
“આવી ગયો બેટા…!” અયાનને ઘરમાં પ્રવેશતો જોઈ તેના મમ્મીએ કહ્યું.

“હા…” અયાને તેના મમ્મીની વાતનો હોકારો દેતા તેના બેડરૂમમાં જાય છે.

અયાન પુસ્તકાલયમાંથી લાવેલા પુસ્તકને તેની યોગ્ય જગ્યાએ મૂકી વધારે સમય ન લેતાં હાથ-પગ ધોઈને ફ્રેશ થઈ જાય છે. ત્યારબાદ પોતાની જાતને એકલી રાખતાં શયનખંડમાં પરિવાર સાથે સમય પસાર કરે છે.

અયાનનો પરિવાર અનન્યાના પરિવારને ઓળખતો હોવા છતાં પણ અયાન પોતાના પરિવારને આ મુલાકાતથી અજાણ રાખે છે. હવે પરિવારને આ મુલાકાતથી અજાણ રાખવાનું કારણ તો અયાન અને ભગવાન જ જાણે.
અનન્યા પણ પોતાના ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાની સાથે અયાન દ્રારા કરવામાં આવેલ દરેક ક્રિયાઓનું અનુસરણ એ પણ કરે છે.

અયાનની જેમ અનન્યાનો પરિવાર પણ અયાનના પરિવારને ઓળખતો હોવા છતાં અનન્યા પોતાના પરિવારને આ મુલાકાતથી અજાણ રાખે છે.

અયાન અને અનન્યા બંને પરિવાર સાથે ભોજન જમે છે. ભોજન લીધા બાદ થોડાક સમય સુધી પરિવાર સાથે વાર્તાલાપ કરે છે. સુવાનો સમય થતાં જ પોતાના બેડરૂમમાં જાય છે.

પણ એક વાત તો સ્પષ્ટ હતી કે બંનેના મનમાં મુલાકાત બદલની ખુશી હતી તો ક્યાંક આ અધૂરી મુલાકાતથી મન ક્યાંક ખોવાયેલું હતું.

આ ખોવાયેલું મન અને વિચારોએ એવી રમઝટ જમાવી હતી કે ઉંઘ આવવાની નામ જ લેતી નથી.
“જ્યારે એક જ સોસાયટીમાં રહેતાં હતાં ત્યારે એકદમ શાંત, શરમાણ, સંસ્કારી ક્યારેય પણ કોઈ ગુનામાં નામ જ દાખલ ના થાય એવું સઘળું વ્યક્તિત્વ ધરાવતો આ અયાન.અભ્યાસમાં પણ હોંશિયાર. કામ પુરતી જ વાત.” અનન્યા તેના બેડરૂમમાં બેડ પર બેઠાં-બેઠાં વિચારે છે.

જ્યારે આ બાજુ અયાન પણ…
“સ્વભાવે શાંત, ગુણોમાં સંસ્કારી, અભ્યાસમાં પણ હોંશિયાર…આમ કહેવાયને કે એક છોકરી તરીકેનું વ્યક્તિત્વ બરાબર ઊભરી આવતું હતું.”અયાન પણ પોતાના મનઘડત વિચારોથી અનન્યાના વ્યક્તિત્વની આદર્શ પાત્રતાની છબી ઊભી કરે છે.

“આજે મુલાકાત તો થઈ ગઈ અજાણતાં જ પણ હવે ફરી વખત મુલાકાત કંઈ રીતે થશે…! નથી મારી પાસે એનો મોબાઈલ નંબર કે નથી હું એના સોશિયલ મીડિયા પર સંપર્કમાં. તો હવે એનો સંપર્ક કંઈ રીતે કરું?”અનન્યા ફરી વખત અયાનને મળવાની ઉત્સુકતા સાથે મનમાં જ બોલે છે.
અહીંયા અયાનનું મન પણ વિચારોમાં ગૂંચવાયેલું હતું…
“આજે મુલાકાત તો થઈ ગઈ પણ ઘરે આવવાની ઉતાવળમાં ક્યાંક અધૂરી રહી ગઈ. હવે કંઈ રીતે મુલાકાત થશે અમારી.” અયાન પણ ફરી મળવા માંગતો હોવાથી તેના મનમાં ક્ષણિક વિચાર આવે છે.

આમ, વિચારતાં જ બંને મોબાઈલ હાથમાં લે છે અને સોશિયલ મીડિયામાં બંને એકબીજાને શોધવાનો પ્રયત્ન કરે છે. થોડા પ્રયત્નો બાદ બંને એકબીજાને શોધવામાં સફળ રહે છે. ઓનલાઈન સ્ટેટસ એક્ટિવ દેખાતા બંને એકબીજાને મેસેજ કરવા જાય છે પણ… ,

“આમ સીધો મેસેજ કરીશ તો કેવું લાગશે એને…? એ મારા વિશે શું વિચારશે…?”અનન્યાના મનમાં આવા પ્રશ્નો ઉદભવતા મેસેજ કરવાનો વિચાર માંડી વાળે છે.

“આમ સીધો જ મેસેજ કરવો એ યોગ્ય નથી લાગતું મને.” અયાનના મનમાં પણ આવો વિચાર આવતાં તે પણ મેસેજ નથી કરતો.

આમ, બંનેને પોતપોતાનું સ્વાભિમાન એકબીજાનો સંપર્ક કરતાં અટકાવે છે. વિચારોની લાંબી ગડમથલમાં સમય ઘણો પસાર થઈ ગયો હોવાથી બંને મોબાઈલ બાજુમાં મુકીને સૂઈ જાય છે.

‘શું લાગે છે કોણ પોતાના સ્વાભિમાન પર અટકેલું રહેશે અને કોણ એક ડગલું આગળ વધીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે?’

‘શું બંનેને સોશિયલ મીડિયામાં એકબીજાને શોધવામાં મળેલા સફળ પ્રયત્ન બાદ એકબીજાને સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે ખરો?’

‘કે પછી આ અધૂરી મુલાકાતની જેમ આ સંબધ પણ અહીંયા જ અધૂરો રહી જશે?’

આ તમામ પ્રશ્નોના નિરાકરણ સાથે મળીએ એક અજાણ્યો સંબધ ભાગ-૩ માં.

ખાસ નોંધ-
અહીં કરવામાં આવેલ વર્ણન એક કાલ્પનિક કલાકૃતિઓ દ્રારા રજૂ થયેલ છે. જેને કોઇપણ વ્યક્તિના વાસ્તવિક જીવન સાથે કોઈ નિશ્બધ નથી.મારી આ રચના દ્રારા કોઈ જાતી, ધર્મ, સમાજના સ્વાભિમાન પર પ્રશ્ર ઊભા થાય એવું કોઈ જ કૃત્ય રજૂ કરવામાં આવેલ નથી.

મારી કલમ દ્રારા લખાયેલ અન્ય રચનાઓ પણ આ માધ્યમથી ઉપલબ્ધ છે.
#નિઃસ્વાર્થ પ્રેમ
#આશાનું કિરણ
#ઉંબરો
#એક અજાણ્યો સંબંધ ભાગ-૧ ‘અધૂરી મુલાકાત’.

અસ્તુ...

લિ. પટેલ પ્રિન્સ

Instagram ID : @_prince126

Whatapp No : 7043014445(Patel Prince)