MENTAL TORTURE - 3 in Gujarati Moral Stories by Tapan Oza books and stories PDF | માનસિક ત્રાસ ભાગ-3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માનસિક ત્રાસ ભાગ-3

માનસિક ત્રાસ ભાગ-3

ધોરણ-૧૦માં ગણિત વિષયમાં મનનની પક્કડ સારી હતી જેના આધારરૂપ તે કોમર્સ લાઇન લઇ સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) થવા માંગતો હતો. એટલે મનને ધોરણ-૧૦ બાદ કોમર્સ લાઇન પસંદ કરી અને અભ્યાસ આગળ વધાર્યો. વર્ષના મહિનાઓ... દિવસો.... પસાર થતા ગયા. મનન ધોરણ-૧૨માં આવ્યો. એટલે ફરીથી મહત્વનું વર્ષ...! મનનને વાંચવામાં એકાગ્રતા રહે અને કોઇપણ જાતની સીતાની હેરાનગતી કનડે નહી તે માટે મનન કોચિંગ ક્લાસમાં જઇને વાંચતો. સવારે સાઇકલ લઇને કોચિંગ ક્લાસ જતો અને રાત્રે અગિયાર વાગ્યા સુધી વાંચ્યા કરતો. અને પછી ઘરે આવીને ફરીથી વાંચતો. આમ, મોટા ભાગનો સમય ઘરની બહાર રહીને વાંચતો એટલે સીતાની કનડગત ન રહે. પરંતું છતાં સીતા મનનને હેરાન કરવાનું છઓડતી ન હતી. ક્યારેક મનનના પુસ્તકો સંતાડી દેતી તો ક્યારેક મનનની સ્ટેશનરી સંતાડી દેતી. આમ, સીતા અવારનવાર મનનને હેરાન પરેશાન કરવાનો એક પણ મોકો છોડતી ન હતી.

મનને જેમ-તેમ કરીને ધોરણ ૧૨ ની પરિક્ષા પાસ કરી અને ધોરણ ૧૨ માં સારા ગુણ મેળવી સી.એ. કરવાનું પસંદ કર્યું. સી.એ. તો ખુબ જ અઘરૂ હતું. સી.એ. કરવા માટે ખુબ જ વાંચવું પડે. અભ્યાસ ખુબ જ કરવો પડે. અને તે માટે એકાગ્રતાથી વાંચવા માટે શાંત વાતાવરણ જોઇએ.

મનન જે વર્ષમાં ધોરણ-૧૨ પાસ કર્યું તે વર્ષમાં સી.એ. કરવા માટે ગ્રેજ્યુએશન કરવું જરૂરી હતું. જેથી ગ્રેજ્યુએશન પાસ કર્યા બાદ જ સી.એ.માં એડમિશન મળે. એટલે સારા ગુણથી પાસ થવા માટે મહેનત કરી ગ્રેજ્યુએશન પાસ કરવાની તૈયારીઓ કરી. મનને તેના અભ્યાસના નિર્ણયોમાં માતા-પિતાનો પુરેપુરો સપોર્ટ હતો. એટલે માતા-પિતાના સપોર્ટથી તથા માતા-પિતાની સલાહથી મનને તેનો અભ્યાસ આગળ વધાર્યો. મનન સવારે કોલેજ જતો. મનને કોલેજ સવારના ૭-૦૦ થી ૦૧-૦૦ સુધીની હતી. ૦૧-૦૦ વાગ્યે ઘરે આવ્યા પછી ભોજન ગ્રહણ કર્યા બાદ થોડો અભ્યાસ કરતો. પરંતું ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષમાં પાસ કરવા માટે ખુબ મહેનત અને અભ્યાસની જરૂર ન લાગતા મનને સાથે-સાથે નોકરી કરી આવક રળવાનો નિર્ણય લીધો. મનને તપાસ કરતા અને મિત્રો પાસેથી જાણકારી મેળવતા મનને જાણવા મળેલ કે એક ટ્રાવેલની ઓફિસમાં બુકિંગ કાઉન્ટર પર ટિકિટ બુકિંગ માટે ગ્રેજ્યુએટ કરતા છોકરાઓને પાર્ટટાઇમ નોકરીએ રાખે છે. એટલે મનને ઇન્ટરવ્યુ આપ્યો અને ઇન્ટરવ્યુમાં પાસ થતાં રાત્રીની શિફ્ટમાં ટિકીટ બુકિંગ માટેની નોકરી મળી. મનનની આ નોકરી ચાર કલાકની હતી અને ચાર કલાકના તેને રૂપિયા ૨૫૦૦/- પગાર પેટે મળતા હતા. મનને તેની બુધ્ધિ ચાતુર્યથી નોકરીમાં સારી એવી કુશળતા મેળવી જેથી તેને ત્રણ-ચાર મહિનામાં જ શિફ્ટ હેડ બનાવી દીધો અને ચાર કલાકનો પગાર વધારીને રૂપિયા ૪૦૦૦/- કરી આપ્યા. આમ, મનન સવારે કોલેજ જતો, બપોરે ઘરે રહીને અભ્યાસ કરતો અને રાત્રે ૦૮-૦૦ વાગ્યે નોકરી પર જતો. તેનો નોકરીનો સમય રાત્રે ૦૮-૦૦ થી ૧૨-૦૦ સુધીનો રહેતો. મનને આ નોકરી આશરે બે-ત્રણ વર્ષ સુધી કરેલી. ત્યારબાદ તેણે સી.એ.નો અભ્યાસ શરૂ કરવા માટે સી.એ.ના કોર્ષમાં એડમીશન લઇ અભ્યાસ કરવા સારૂ લાઇબ્રેરીમાં જઇને વાંચવાનું શરૂ કરેલું. મનન સી.એ. નો અભ્યાસ કોઇપણ જાતના કોચિંગ ક્લાસીસ કે ટ્યુશનમાં ગયા વગર જાતે જ અભ્યાસ કરીને કરતો હતો. સીતાના તામસી અને ગુસ્સાવાળા સ્વભાવના કારણે મનન ઘરે શાંતિથી અભેયાસ કરી શકતો ન હતો. જેથી મનને તેના ઘરની નજીકમાં આવેલ એક સાયન્સ લાઇબ્રેરીમાં જઇને વાંચવાનું નક્કી કર્યું. આ લાઇબ્રેરીનો સમય સવારે ૦૬-૩૦ થી બપોરે ૦૧-૦૦ અને બપોરે ૦૩-૦૦ થી સાંજે ૦૮-૦૦ સુધીનો હતો. તે સમયે આ લાઇબ્રેરીમાં વાંચવા આવતા વિધ્યાર્થીઓની સંખ્યા વધુ હતી જેથી અગર સવારે વહેલા પહોંચીએ નહી તો વાંચવા માટે બેસવાની જગ્યા ન રહે જેથી બહાર ગાર્ડનમાં તડકામાં બેસીને વાંચવું પડે. એટલે મનન રોજ સવારે ૦૭-૦૦ વાગ્યે લાઇબ્રેરી પહોંચી જતો અને અભ્યાસ કરતો. તે જ્યારે સી.એ.ના બીજા વર્ષમાં હતો ત્યારે તે લાઇબ્રેરીમાં સી.એ. ફાઇનલ યરનાં સ્ટુડન્ટ્સ પણ બહુ આવતા. આ સ્ટુડન્ટ્સ સાથે મનને મૈત્રી કેળવી લીધેલી. જેથા અભ્યાસમાં કોઇપણ ડાઉટ હોય અથવા સમજાતુ ન હોય તો ફાઇનલ યરનાં મિત્રોને પુછાને પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. આ ઉપરાંત મનન કોચિંગ ક્લાસીસ વગર સી.એ.ની તૈયારી કરતો હતો એટલે તેના લાઇબ્રેરી મિત્રો તેને પરિક્ષાની તૈયારીઓ કરવાની પણ ટીપ્સ આપતા અને મનન તે ટિપ્સ ધ્યાનથી સાંભળી, સમજી અને તે મુજબ તૈયારીઓ કરતો. મનનની વધુ રસપ્રદ વાતો સાથે ફરી મળીશું આવતા અંકે...