For the first time in life - 15 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 15

Featured Books
Categories
Share

For the first time in life - 15



મોડી રાત સુધી વિચાર્યા બાદ નક્કી કર્યું કે અભિનવ ને મળવું છે તો કાલે Clg તો જવું પડશે.પહેલાં અભિનવ માટેને મળવાનું કોઈ કારણ નહોતું.હવે ના મળવા માટે નો કોઈ કારણ નહોતું.બસ હવે નક્કી કરી લીધું હતું કે કાલે Adi સાથે Clg જઈ ને બધું short out કરી દેવું છે
કઈ રીતે એ હજુ ખબર નહોતી

સવારે ઊઠીને જોયું તો 9 30 થઈ ગયા હતા રૂમ પર નજર કરી તો કોઈ નહોતું હું એકલી જ હતી. ઉઠી ને પહેલું કામ મેં ચા બનાવું નું કર્યું
રસોડા માં જઈ ને જોયું તો Fridge ઉપર એક Sticky note હતી
એમાં લખ્યું હતું કે
"Hey ધ્યાની મારે થોડું urgent કામ હોવાથી
હું બહાર જઉં છું સાંજ સુધી આવી જઈશ "
-Adi

ચા નાસ્તો કરી ને જલ્દી થી Fresh થઈ ને Clg માટે તૈયાર થઇ ગઇ
તૈયાર થઈ ને જલ્દી જલ્દી હું Clg માટે નીકળી મારી જેમ તમે પણ અનુભવ કર્યું હસે કે જ્યારે તમને Late થઈ રહ્યું હોય ત્યારે જ Auto નઈ મળે Auto ની રાહ જોતા જોતા હું વિચારી રહી હતી
આજે તો Adi પણ નથી મારી સાથે હું એકલી આ બધું કઈ રીતે કરીશ ??મારા બધા જ કામો મા એ મારી સાથે જ હોય છે ચાહે એ કામ પછી નાનું હોય કે મોટું .

બસ આટલા મા રિક્ષા આવી જાય છે બસ રીક્ષા મા બેસી જ હતી ને
ક્યારે Clg આવી ગઈ કાંઈ ખબર જ ના પડી Clg માં Enter થાઉં છું તો બધું એમનું એમ જ છે .એજ પાર્કિંગ એજ લોકો એજ ગપ્પા મારતા સ્ટુડન્ટ્સ Class bunk કરી ને બહાર જતા લોકો બધું જ Same to Same જ છે .છતાં પણ ખબર નઈ કંઇક રીતે અલગ લાગે છે

આ બધા ની વચ્ચે મારી આંખો બસ એકજ વ્યક્તિ ને શોધી રહી હતી હું સીધી અમારા ડિપાર્ટમેંટ તરફ જઉં છું હજુ અભિનવ ને શોધું એ પહેલાં લોકો મને શોધી લે છે I mean ઘેરી લે છે હું છેલ્લા કેટલાક સમય થી બહું Clg નહોતી આવી રહી તો બધા પૂછવા માંડે છે Are you okey..? કેમ આટલા દિવસ થી clg નહોતી આવી રહી હું બધા સાથે વાતો કરી રહી હતી એટલા મા મને અભિનવ
દેખાય છે .Corridor મા ઊભો હોય છે એકલો જે થોડી Unusual વાત છે કારણ કે તે એકલો ક્યારેય નથી હોતો એ એના Friends સાથે જ હોય છે .ત્યાં અચાનક એ મારી સામે જોવે છે ને અમારી આંખો .એક પળ માટે મળે છે ને પેલું કહેવાય ને એકદમ Filmy sence ની જેમ અમે બંને એક બીજા ની આંખો મા ખોવાઈ જઈએ છીએ .હું ત્યાં થી નીકળી ને જેમ અભિનવ તરફ જવા નો પ્રયત્ન કરું છું
એટલા મા અભિનવ અચાનક ત્યાં થી નીકળી જાય છે હું એની પાછળ જવા નું પ્રયત્ન કરું છું .ત્યા સુધી તો એ નીકળી જાય છે .
મને બસ એની Bike Clg ની બહાર જતી દેખાય છે. એને call પણ કર્યો મે પણ એને ઉપાડ્યો નહી. આખો દિવસ મે એની રાહ જોઈ કે એ હમણાં આવશે હમણાં આવશે . પણ એ આવ્યો જ નહી.પછી
હું રૂમ પર જતી રહી.
સાંજે હું અને આદિ જમી ને ચાલવા નીકળ્યા. બંને ચાલતા ચાલતા વાતો કરતા હતા. અમે અમાંરી જ વાતો માં મશગુલ હતા.સામેથી અભિનવ અને એનો મિત્ર આવી રહ્યા હતા. અભિનવ એ એમને જોઈ ને રસ્તો બદલી દીધો . હું અને આદિ બંને એ અભિનવ ને પાછળ થી બોલાવ્યો.
અભિનવ એ પાછળ ફરીને એમને બંને ને કહ્યું કેમ છો..? કઈ કામ છે મારું..? એટલા માં જ એના ઘરે થી call આવ્યો અને એ એમને બાય કહી ને જતો રહ્યો .
એની વાત કરવાની અદા થી લાગતું હતું કે એ બહુ જ નિરાશ હતો .એના મોઢાં પર નિરાશા ની રેખાઓ હતી.જાણે એના જોડે થી કોઈ વસ્તુ છીનવાઈ ગઈ હોય એવું લાગતું હતું. એને અવાજ માં પણ નમી હતી.અભિનવ આવો ન હતો. હું જે અભિનવ ને જાણતી હતી એ આ અભિનવ હતો જ નહિ.મને બીજું જ કોઈ લાગતું હતું.હું બેચેન થઈ ગઈ હતી. કે એને શું થયું છે અને શું નહીં...?