Sapsidi - 3 in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | સાપસીડી... - 3

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સાપસીડી... - 3

રાજકારણ એવી વસ્તુ છે જ્યાં ખોવાનું કશું નથી

પણ મેળવવાનું ઘણું છે. તમને પેસો જોઈએ ,પ્રવૃત્તિ જોઈએ ,કામ જોઈએ, ધંધો કરવો છે ,

પબ્લિસિટી જોઈએ,જલસા કરવા છે કે પછી સેવા કરવી છે બધું જ અહીં કરી શકાય છે.....

ફક્ત હોદો જોઈએ કે સીટ જોઈએ એટલે કે સતા જોઈએ તો તમારે રાજકારણના અlટા પાટા અને ટેકનિકો સમજવી પડશે.

તમારે બોસના ચમચા થવું પડશે. અને વફાદારી રાખવી પડશે. તમારી પાસે જ્ઞાતિ અને જાતિ નું સમીકરણ હોવું જોઈશે...

આ બધા પછી પણ ચાન્સ લlગે કે કેમ તે તો ન જ કહી શકાય.

પ્રતિક માટે સમય સારો નથી એમ કહેવું વધારે પડતું છે.

પ્રતિક ને દુબઈની ટ્રીપ બરોબર ફળી હતી એમ કહી શકાય.


પ્રતિક દુબઈ થી પરત ફરે કે નવા સંબધો તેની રlહ જોતા હતા.

રીમા અને લતા બનેનું માંગું પ્રતિક માટે એના પિતા પાસે પહોચ્યું હતું… બનેના પરિવાર ના વડા ઈચ્છતા હતા કે સારો છોકરો તેમની દીકરીને મળે.

આ તરફ પ્રતીકની બહેન માયા ના લગ્ન માટે પણ મુરતિયાની શોધ ચાલુ હતી ઓફરો પણ હતી. મયુર સારો છોકરો હતો. પ્રતિક તેને સારી રીતે જાણતો પણ હતો. કહો કે પ્રતીકના મિત્ર જેવો જ હતો. દુબઈમાં જોબ કરતો હતો અને ટુક સમયમાં કેનેડા સિફટ થવાનો હતો.કેનેડામાં તેને સારી જોબ ઓફર થઇ હતી. કેનેડા ના પીઆર પણ થઇ ગયા હતા. બસ હવે જોઈન કરે તેની જ વાર હતી. માતાપિતા ને પરિવારની ઈચ્છા કે લગ્ન પછી જ જાય. અને પ્રતીકને પણ તેની બહેન માટે આ સારો પlત્ર લાગતો હતો. બહેનના લગ્ન પોતાના પહેલા થાય એવી પ્રતીકની પોતાની પણ ઈચ્છા હતી


સ્વાતિના વિદેશ જતા અને તેના પિતાની અનિચ્છા ને જોતા હવે તેને આ સબધ ને આગળ વધારવા માં રસ

ન્હોતો રહ્યો. રાજકારણમાં તેણે ઘણું જોઈ નાખ્યુ હતું.


દુબઈમાં શોપિંગ કરવાની પ્રતીકની તીવ્ર ઈચ્છા હતી એમ પણ દુબઈ શોપિંગનું હબ હતું. સમય મળે તો આ કામ સોથી પહેલા કરવું છે. દુબઈની સેર તો કરવાની જ હતી. ટેક્સીમાં સો કોઈ સાથેજ જાય તેવો પ્લાન હતો.

આ બધું કરતા પહેલા મૂળ કામો પતાવવાના હતા. બીઝનેસ મીટ, સેમીનાર અને કોન્ફરન્સમાં થી પસાર થવાનું હતું. ઘણા બધા ડીલ કરવાના હતા. કહો કે mou અને કોન્ટ્રાક્ટ કરવાના હતા. એ પણ એક નહી અડધો ડઝન કંપનીઓ સાથે એટલીજ કમ્પનીઓના નામે….ટીમ પણ મોટી સાથે હતી.

એટલે દુબઈની સાઈટ સીઈંગ માં તો બધા સાથે જ જવાના હતા. માત્ર શોપીંગમાં પોતાના એક બે મિત્રો સાથે અલગ જઈ શકાય તેમ હતું. એ પણ છેલે કે વચે જયારે પણ સમય મળી જાય ત્યારે. …



પ્રતીકનું દિમાગ ખુબ ફાસ્ટ ચાલતું હતું. એને બે થી ત્રણ જેટલા prezntension પ્રેઝ્ન્તેન્સન એણે કરવાના હતા.

Shah and vyas કમ્પનીના ડીરેકટરો સાથે બીજી કમ્પનીઓના ભાગીદારો પણ હતા. એટલે કે દુબઈની જે કંપની ઓ સાથે કોન્ટ્રેક્ટ કરવાના હતા તે બધા ડીલમાં ઇન્ડિયાની ને એશિયાની બીજી ત્રણ ચાર કંપનીઓ પણ સાથે હતી. કારણ કામ બહુ મોટા હતા. સયુક્ત કોન્ટ્રેક્ટ જેવી સ્થિતિ હતી. દુબઈમાં બે ત્રણ મોટા મોલ અને હોટલો બાંધવાના હતા.


. આ બધા વિશેષ તો અબુધાબીના કામો હતા. પણ બધાના તખ્તા દુબઈની હોટલોમાં ઘડાતા હતા. એટલે કે બિજનેસ ટોક અને કોન્ફરન્સો દુબઈની હોટલોમાં ચાલી રહી હતી. ત્યાજ ખાણીપીણી અને તે લોકોના રહેવાની વ્યવસ્થા હતી. દુબઈની સેવન star હોટલ જેવી કહી શકાય તેવી આ હોટેલ મેરીયટ હતી. બાજુમાંજ રહેલી હોટલ હયાતમાં પણ બે દિવસનો કાર્યક્રમ સેમીનાર લંચ વગેરેનો હતો.

દુબઈના પ્રસિદ્ધ મીડિયા ગ્રુપ ટુ ડે સાથે પણ એક ડીલ કરી આ લોકો ભાગીદાર બન્યા હતા. તેમની ઓફીસ અને નેટવર્ક ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ખોલવાનું હતું. બીજા કેટલાક નાના મોટા કોન્ટ્રેક્ટ અને ડીલ પણ કરાયા. કરોડોના કામો અને રોકાણો સાઈન થયા. પેપર્સ ની લેવડ દેવડ પણ ચlલી…. એક વિક થી વધુ સમય સારા એવા કામો થયા. સાઈટ ની વિઝીટ પણ થઇ.

સાથે સાથે આ બધા ની વચે એક દિવસ ડેઝર્ટ ની નાઈ ટ સફારી પણ બધાએ માણી...એમાં ખરેખર ખુબ મજા આવી. બધો થાક પણ ઉતરી ગયો..અરબી સંગીત ને નૃત્ય પણ આ સફારીની સાથે સાથે સો એ માણ્યા જેની રોનક કોઈ ઔર જ હતી. ચાંદની રાર્ત્રીના રણનું સોંદર્ય અદ્ભુત હતું…..


પ્રતીકને લાગ્યું કે કચ્છ ના રણ નો કોઈ મુકાબલો આ ની સાથે થઇ શકે તેમ નહોતો...ભલે ને ચંlદ એનો એજ કેમ ના હોય…


બધા જ જોવાના કાર્યક્રમો ની અને શોપિંગના સમયની સાથે સાથે જ આ બધા ઓફીશીયલ કામો અને મીટીંગો , ડીલ કે કોન્ફરન્સો આખો સમય કરવાના હતા. કોઈ અલગ સમય આ ટુરમાં આનંદ કે જલસા નો કે સાઈટ સીઈંગ નો નહોતો રખાયો કે શોપિંગ માટે પણ રખાયો નહોતો . એટલું ટlઇટ શીડીયુલ આ બિજનેસ ટુરનું હતું….


બુર્જ ખલીફા હોય કે દુબઈનું મ્યુજીયમ હોય એવા નાના કે મોટા l જોવ્l લાયક તમામ સ્થળો કામના સમયમાં જ ટાઇમ મળે ને મેળ ખાય તો જોવાના નહિતર નેક્સ્ટ ટાઇમ….

પ્રતીકને એની તો ખાતરી હતી જ કે હવે દુબઈના આટl દિલ્હી- મુંબઈની જેમ જ અવારનવાર લાગવાના છે...કારણ એનું નામ લીસ્ટ માં ટોપ પ્રર હતું...

મનહર ભlઈ ના પુત્રનો આ મિત્ર કેપેબલ અને smart એટલો તો હતો જ કે તેના વગર ન જ ચાલે..ક્પ્મની ના કામે અવારનવાર દુબઈ યાત્રા પ્રતીકની ફાઈનલ થઇ ગઈ હતી.

કમ્પનીને દુબઈની આ ટ્રીપમાં લગભગ અડધો ડઝનથી પણ વધુ મોટા કામો કરવાના ફાઈનલ થયા હતા. .


બુર્જ ખલીફlની રેસ્ટોરા માં બેઠા બેઠા પ્રતીક અને મિત્રો વચ્ચે ચર્ચાઓ ચાલતી હતી કે આજકાલ ભારતીયો ની અવર જવર સિંગાપુર અને દુબઈ માં ખૂબ જ વધી ગઈ છે. પછી તે બિઝનેસ હોય કે ફરવાનું હોય ...

મુંબઇ દિલ્હી થી કલક્તા કે મદ્રાસ ની અવરજવર કરતાં દુબઈ કે સિંગાપુર જનારા ઘણા વધારે હશે. બને તરફ ભારતીયો ની સંખ્યા ખૂબ જ છે.

અlનુ કારણ તો કદાચ ધંધો વ્યાપાર તો છે જ પણ પ્રવાસ ને પર્યટનનો અને વિદેશ પ્રવા સનો આપણા લોકોનો શોખ પણ છે.

વળી ગુજરાતીઓ એ તો ખાસ સિંગાપુર ને દુબઈના માર્કેટમાં સામ્રાજ્ય જ જમાવ્યું છે. રહેવા ને ફરવl માં તેમનો નમ્બર અવલ છે.


દુબઈમાં ભારતીય રેસ્ટોરાં અને ખાસ તો ગુજરાતી રેસ્ટોરાંઓની બોલબાલા છે.પ્રતીક અને સાથીઓને ખાણીપીણીની અને આ રેસ્ટોરાંઓની મોજ અને ભોજનની મજા તો રોજ જ થઈ ગઈ હતી. પ્રતીક ને ગોવા ની સરખામણીએ દુબઈની ટ્રીપ ખાણીપીણીની રીતે તો સ્વર્ગ જેવી લાગી રહી હતી.


માણસ નો ખાવાપીવાનું અને સ્વાદ સહેલાઈથી ભૂલlતો નથી .બધું ભુલાય કે બદલાય પણ ભારતીય અને ગુજરાતીઓના સ્વાદના ચસ્કા એવાને એવા જ છે….

કહેવાય છે કે ગુજરાતીઓનો પ્રવાસમાં અવલ નમ્બર દુનિયlમાં આવે છે...આ ગુજરાતીઓ જ્યાં જlય ત્યાં તેમનું ર્રસોડું સાથે જ લઇ જlય છે.એટલે કે તેમને ગુજ્જુ ટેસ્ટની અવનવી વાનગીઓ જોઈએ જ ..પછી તે ચા ઇનીઝ હોય કે પંજાબી ..ટેસ્ટતો આપણો જ …

...એટલે તો આ ગુજરા તીઓ પ્રવાસ ત્યાંજ કરે જ્યાં તેમના ટેસ્ટનું ભોજન મળે...કાતો રેસ્ટોરાં આપણી જોઇએ અથવા રસોડું સાથે ને રસોઈયા આપણા.

..બસ આ આપણા ગજુઓનો સ્વભાવ કહો કે સંસ્કૃતિ અને સંસ્કાર થઈ ગયા છે..

આ જ કારણ છે કે અમેરીકા જેવા દેશમાં પણ આજે ભારતીય રેસ્ટોરાંઓ મોટી સંખ્યામાં છે. આ બધાંમાં રોજ જ લાંબી લાઈનો લlગે છે..

દુબઇ તો ભારતીય રેસ્ટોરાંઓની લહેર છે.