For the first time in life - 14 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 14

Featured Books
Categories
Share

For the first time in life - 14



જેમ તુફાન આવે એટલે બધું તહસ નહસ થઈ જાય છે.બસ એવી જ રીતે મારી સામે આવેલા આ તુફાન ના કારણે મારી અંદર ના એ વિચારો Self doughts બધું જ જાણે અચાનક જ ગાયબ થઈ ગયું
એ પણ બસ એક પળ મા.!!!
બસ પરિસ્થિતિ બદલતા આટલું જ સમય લાગે છે.હવે મને બધું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું મારા અંદર ની એ ધ્યાની જે આટલા દિવસ થી ક્યાંક ખોવાઈ ગઈ હતી એ પરત આવી ગઈ છે. બસ હવે અભિનવ મારો જ છે . એના માટે જેટલું માનસન્માન હતું એ બધું જ વધી ગયું . શ્રેયા કઈ બોલી રહી હતી પણ એની વાતોમાં મારું ધ્યાન જ ન હતું.
હું તારા જોડે પછી વાત કરું એમ કહીને હું ત્યાં થી નીકળી જ ગઈ શ્રેયા નો જવાબ સંભાળ્યા વગર. નાતો મને એની વાત સાંભળવાની કોઈ ઈચ્છા હતી ના તો કોઈ રસ.
ત્યાં થી મારે ક્યાં જતું રહેવું હતું. ક્યાં જવું હતું એનો પણ કોઈ વિચાર નહતો.શુ કામ જવું હતું ? કઈ જ ખબર નથી પડતી કે શું કરું અને શું નહીં.અત્યારે મારી પરિસ્થિતિ YJHD ( યે જવાની હૈ દિવાની) ના એક dailouge ને બિલકુલ સૂટ થાય છે
એમાં Bunny ( રણબીર કપૂર ) કહે છે ને કે
"मैं उड़ना चाहता हुं… ,
दौड़ना चाहता हुं..,
गिरना भी चाहता हुं बस रुकना नहीं चाहता"
બસ મારી પણ હાલત કાંઈક આવી જ છે.

થોડી વાર પછી હું મારા રૂમ પર પહોંચી ગઈ.રૂમ પર પહોંચતા ની સાથે જ જોયું તો Adi મારો Wait કરી રહી હતી.મને જોતા જ એક સાથે Adi પોતાના પ્રશ્નો નો માર ચલાવે છે. ક્યાં ગઈ હતી..? શું કામ ગઈ હતી..? મેં તને ના કરી હતી ને એકલું બહાર જવાની. આપણે અત્યારે ઓછી મુશ્કેલીઓ માંથી ગુજરી રહ્યા છીએ.
શું થયું તું કાંઈક બોલીશ ..???
Adi આટલું બોલે છે એટલા મા હું એણે Hug કરી લઉં છું. ને આજ નું આખું ઘટના ક્રમ એણે કઈ દઉં છું. અને Adi ને પુછું છું કે હવે હું શું કરું યાર મને કાંઈ જ ખબર નથી પડી રહી શું કરવું જોઈએ અને શું નહીં ? આદિ કહે છે કે Matter થોડું complicated તો છે પણ હું તને એટલું જ કહીશ કે જે તારું દિલ કહે છે એજ કરજે

આ બધા વિચારો મા મા હું થોડી ગૂંચવાઈ ગઈ હતી અને થોડું સ્ટ્રેસ પણ હતું કે હવે શું થશે
આમ પણ માણસ પોતાના વર્તમાન કરતા ભવિષ્ય મા વધારે રસ ધરાવે છે જ્યારે એના જીવન માં કાંઈક મુશ્કેલ હાલત હોય ત્યારે એને Face કરતાં નથી પણ આપને ભૂતકાળ માં ખોવાયેલા
રહીએ છીએ.
Anyway મારું આ stress ઓછું કરવા માટે મારા stress buster ની મદદ લેવી પડશે I mean ચા પીવી પડશે
હું ચા બનાવી ને balcony મા બેસી ગઈ રાત થઈ ગઈ હતી એટલે ઘોર શાંતિ હતી .Mast એક દમ ઠંડો પવન આવી રહ્યો હતો

મને સત્ય તો ખબર પડી ગયું હતું. પણ હવે હું આ પરિસ્થિતિ ને કઇ રીતે હેન્ડલ કરીશ એ વિચારવાનું હતું. ઘણી વખત આપણે અજાણ્યા માં કેવી ભૂલો કરી દઈએ છીએ નાનકડી વસ્તુ ને મોટી બનાવી દઇએ છીએ એટલું જ નહીં પણ સામે વાળા ની વાત પણ સાંભળવા તૈયાર નથી હોતા. પણ જ્યારે સત્ય ખબર પડે છે ત્યારે લાગે છે કે આપણે કેટલા Silly ( મૂર્ખ )છીએ ..?

બસ હવે ભગવાન કરે ને અભિનવ ને મળવાનું મૌકો જલ્દી થી મળી જાય .
*Wish I Could Meet Him Soon*