pair in Gujarati Short Stories by Krishvi books and stories PDF | જોડી

The Author
Featured Books
Categories
Share

જોડી

સુલેખા આલેખા ને લઈ બજારમાં ગઈ સુલેખા એ આલેખા ને પુછ્યું, રસ્તા પર ચાલતા ચાલતા જ શું અપાવું બેટા તને આલેખા તેની કાલીઘેલી ભાષામાં બોલી, જે ફક્ત ને ફક્ત એક માઁ જ સમજી શકે....
થારી પથનનનુ થને દમે ઈ...

સુલેખા ને કંઈ સમજાતું નહોતું કે શું લઈ આપવું
પણ કહેવાય છે ને કે માઁ ભણેલ હોય કે અભણ હોય પણ સંસાર નું બધું જ્ઞાન માઁ પાસે થી જ મળે......
આલેખા નાની હતી પણ સમજણમાં મોટા ને પાછા પડે... એવી સાનમાં સમજે આલેખા આશરે બે વર્ષ ની માંડ હશે પણ હોશિયાર ચાર વર્ષ ના બાળક કરતાં પણ વધારે ગાલ પર તલ ને વાંકડિયા વાળ ને ગોળમટોળ ચહેરો આકર્ષણ નું કેન્દ્ર હોય એવી તો લટક મટક ચાલ....
નાનકડી આલેખા એની નાની નાની ડગલી માંડી ચાલી રહી હતી એનાં નાનકડા હાથથી સુલેખા ની આંગળી પકડી રાખી હતી....એક જ્વેલરી ની દુકાન તરફ આગળ વધી બંને દુકાન માં પ્રવેશતા સોની બોલ્યા શું બતાવુ ? સુલેખા આલેખા ને સ્ટુલ પર બેસાડી એની નજર સોની ની આંખો માં જોય નજર ફેરવી નાખી.
સોની એ ફરીથી પૂછ્યું શું બતાવું...?
થોડું વિચારીને બોલી.... ઝાંઝરી
સોની એ જાતજાતની ને ભાતભાતની ઝાંઝરી બતાવવા માંડી
સોની એ આદત મુજબ ઝાંઝરી બતાવતા કહ્યું જુઓ આ માપ બરાબર છે? સુલેખા એ આલેખા નાં પગમાં માપી ને કહ્યું હાં ચાલશે.સોની એ,એ સાઇઝ ની બતાવતા કહ્યું જુઓ આ, સરસ લાગશે બેબી ને, સુલેખા એ આલેખા નાં એક પગમાં પહેરવી પછી બીજાપગમાં પહેરાવવા જાય છે તો આલેખા એ પગ પાછો ખેંચી લીધો....
ના પાડતી હોય એમ એમનો પગ ખેંચી લીધો... સુલેખા ને થોડો ગુસ્સો આવ્યો કે આલેખા આવું કેમ કરી રહી હશે....?
આલેખા સુલેખા ને કંઈ સમજાવી રહી હોય એમ સુલેખા ને એમના પગ સામે જોઈ રહી હતી
સુલેખા પોતાના બંને સાંકળા એક પગ માં જ પહેરેલા હતા....
એ જોઈને એને યાદ આવી ગયું કે
જાણે કાલની જ વાત હોય બધાં મિત્રો કેન્ટીન માં બેઠા બેઠા મસ્તી કરી રહ્યા હતા આ બધું જાણે એની આંખો ની સામે હોય એવું દ્રશ્ય ખડું થઈ ગયું. સમીર..... સમીર હવા કાં ઝોકાં...... જેવું નામ એવા જ ગુણ છોકરી અને પ્રેમ જાણે તેનાં માટે રમકડું.... કહેવાય છે ને કે ખરાબ સમયમાં માણસ સારો નેં સારાં સમય માં માણસ ખરાબ વ્યક્તિ બની શકે છે તેવી રીતે સમીર ને પણ તેના પૈસા નું અભિમાન હતું સુલેખા..... સમીરે જોરથી બૂમ પાડી સુલેખા સમીર ને બરાબર જાણતી ન હતી એ તો સમીર ને જોઈ ને જોતી જ રહી જાણે એને તો શરીર માં અલગ જ કંપારી થવા લાગી જાણે દુનિયા ની ૮ અજાયબી જડી હોય એમ મુત્ર મુગ્ધ થઈ ગઈ. સમીરે તેનાં ખભા પકડી હસમસાવી સુલેખા સ્વસ્થ થતાં નીચી નજર કરી શરમાઈ...બંને હાથ આંખો ઉપર રાખી આંગળીઓ વચ્ચે થી ધીમે થી સમીર તરફ ઝીણી નજરે જોયું ને આંખો મીંચી ગઈ ચાલો હવે... સમીર બોલ્યો સુલેખા નો હાથ પકડતા, જાણે દુનિયા ની બધી જ ખુશી મળી ગઈ હોય એમ સુલેખા તો સમીર ની સાથે ઉડવા માંડી.સમીર રોજ લોંગ ડ્રાઇવ પર લઈ જાય સુલેખા સ્વભાવે ભોળી ને સુશીલ હતી. બે રહેમ દુનિયાદારી થી અજાણ હતી.
બસ એને એવું જ લાગતું કે સમીર એને ખૂબ જ ચાહે છે. જાણે કે સમીર ની દુનિયા ફક્ત તે જ છે, ને તેની દુનિયા ફક્ત સમીર.
એક દિવસ સમીર તેનાં માટે ગીફ્ટ લઈ આવ્યો આ જોઈને તો લાગવા માંડ્યું કે સમીર માટે ફક્ત એ જ તેમની જીંદગી છે. ખોલ સમીરે બોક્ષ આપતા કહ્યું, સુલેખા તો ખુશ થઈ ને સમીર ને ભેટી પડી.લે જો તો ખરી ગીફ્ટ
સારું ચાલ આંખો બંધ કરી દે, હું જ પહેરાવી દવુ. સુલેખા ફરી સમીર ને ભેટી પડી.
સુલેખા નો પગ તેના ઘુંટણ પર મૂકતા અરે...અરે મારા પગ......છોડો લાવ હું જાતે જ પહેરી લવ
સમીર નાં હાથ માંથી લઈ લેતા બોલી
ને બંને પાયલ એક જ પગ પહેરી
સમીર કંઈ સમજ્યો નહીં તેણે પૂછ્યું શું કરે છે તું પાગલ છે, બંને પાયલ એક પગમાં એકી શ્વાસે બોલી ગયો
સુલેખા એ સમીર નો હાથ પકડી બોલી જોડી ને જુદા નાં પડાય....
પણ સમીર તો હવા ની જેમ ફરતું માણસ થોડા દિવસ પછી નવું પક્ષી નવી લીલા એમને મન તો છોકરીઓ ફુલ કરમાય ને નવું તેમ. હાય આરજૂ, સમીર પાછળ થી જ આંખો આડાં હાથ રાખી ને બોલ્યો.કહી દે તો કોણ...?
આરજૂ તરત જ બોલી પાગલ, આખી કોલેજ ને ખબર છે તારા લક્ષણો હો... સિવાય કે તારી પાગલ સુલેખા, સુલેખા આ બધું સાંભળી ગઈ....
સુલેખા પર જાણે આભ ટૂટી પડ્યું હોય એમ જાણે વગર વાદળી એ કમૌસમી વરસાદ વરસી રહ્યો હોય ને જાણે તેને ગળે ડૂમો ભરાઈ આવ્યો મોં પર હાથ રાખી જાણે હમણાં જ ધ્રુસકે ધ્રુસકે રડાય જશે પગ નીચે થી ધરતી ખસી ગઈ હોય એમ ત્યાં જ ઉભી રહી અને સાંભળવા લાગી બધાં એમની હાંસી ઉડાવતા હતા
ને તે એક ખૂણામાં આ બધું સાંભળી રડી રહી હતી....
સુલેખા ને સમજી ગઈ તેની સાથે દગો, બેવફાઈ શું કંઈ જ સમજાતું ન હતું... કેમકે સુલેખા એ તો સાચો પ્રેમ કર્યો હતો.સાચો પ્રેમ જ્યારે ટૂટે ને ત્યાં અવાજ નથી આવતો. ને સમીર રમત રમતો હતો, સુલેખા ને ધીમે ધીમે સમીર ની હકીકત સામે આવવા માંડી તેને સમીર નાં મુખોટા પાછળ નો અસલી ચહેરો દેખાયો. દુનિયા ની ને સમીર ની દોરંગી ની સમજણ પડી ગઈ હતી સમીર ને પણ સમજાવવા નો પ્રયાસ કર્યો પણ તે વ્યર્થ હતું.
સુલેખા ને આ બધી ખબર પડી ને કોલેજ આવવા નું જ બંધ થયું
અચાનક કાર ટકરાયા નો અવાજ આવ્યો સુલેખા જાગી ગઈ ઉંઘ માંથી નહીં પણ ભૂતકાળ માંથી
તે તેના પરિવાર સાથે ખૂબ જ ખુશ હતી. પરિવાર પણ સુલેખા થી ખુબ જ ખુશ હતાં....
એ એવું માનતી કે જે બે જોડી હોય ને તેને ક્યારેય જુદા નાં પડાય
આલેખા ને પણ એમણે એક જ પગ માં બંને ઝાંઝરી પહેરાવી આ જોઈને જાણે સોની સ્તબ્ધ થઈ ગયો
બસ સુલેખા ફક્ત એકજ વખત સોની સામે જોઈ પૈસા ચૂકવી ફટાફટ દુકાન ની બહાર નીકળી ગઈ
સોની એ તરફ એકીટશે જોઈ રહ્યો
જ્યાં સુધી એ માઁ દિકરી અદ્રશ્ય ના થાય ત્યાં સુધી.....
સોની બીજું કોઈ નહીં પણ સમીર જ હતો..... સમીર ને પણ ભૂતકાળ યાદ આવે છે.......