બીજે દિવસે સવારે અભય અને વેદિકા કોલેજ જવા માટે નીકળે છે. ગઈકાલ રાતની ઘટનાને લીધે તેઓ વચ્ચે કોઈ વાત થતી નથી.
"થેંકસ" વેદિકા મૌન તોડતા બોલે છે.
"કેમ? કંઈ વાતનું થેંકસ?" અભય અજાણ બનતા બોલે છે.
"મને ખબર છે તારા ઘરમાં મને રાખવાનો વિચાર તારો જ હસે. ગઈકાલનો મારે તને આભાર માનવાનો રહી જ ગયો હતો."
"એવું કંઈ નથી. મને પણ ખબર ન હતી. એટલે તારે આભાર માનવો જ હોય તો મારી મમ્મીનો આભાર માનજે."
"ભલે તને ત્યારે ન ખબર હતી પણ હું જાણું છું કે તેં જ આંટીને કહ્યું હશે."
"ચાલ જવા દે એ વાત. આપણે હવે ફ્રેન્ડ છીએ. તો દોસ્તીમાં નો સોરી, નો થેંક્યું."
"એવું ના હોય. એ બધી ખાલી બોલવાની વાતો છે. બાકી સમય પર થેંક્યું અને સોરી બોલવાથી ઘણા સંબંધ સચવાય જાય છે. ભલે એ એક હકીકત છે કે થેંક્યું અને સોરી શબ્દ હવે ફોર્માલીટી જ રહ્યા છે. પણ એ પણ એક હકીકત છે કે તેના કારણે ઘણા સંબંધ તૂટતાં બચ્યા છે." વેદિકા સમજાવતા કહે છે.
"ઓ માતાજી બસ કરો. કાલે તો મને કેહતી હતી કે મારામાં કઈક શીખવાનું છે. પણ તારી પાસેથી પણ મને ઘણું શીખવા મળશે." અભય રમુજભર્યા અવાજે કહે છે.
"સ્ટોપ ધ કાર અભય." વેદિકા અચાનક જ બોલે છે.
"કેમ શું થયું?" અભય કાર થોભાવતા કહે છે.
વેદિકા કઈ પણ જવાબ આપ્યા વિના ત્યાં એક ચશ્માંનો બ્રાન્ડેડ શો રુમ હોય છે તેમાં જાય છે. અભય પણ કાર પાર્ક કરીને ત્યાં જાય છે.
"શું કામ હતું? ચશ્માં લેવા છે?" અભય પૂછે છે.
"ના. મારે આપણા ગ્રુપ માટે ગોગલ્સ લેવા છે." વેદિકા કહે છે.
"પણ શા માટે આવો અચાનક વિચાર?"
"અરે તમે ગ્રુપમાં આવેલા નવા મેમ્બર ને વેલ્કમ ગિફ્ટ આપો. તો પછી મારે પણ કઈક આપવું જોઈએ ને."
"મરી ગયા. એ તો ગ્રુપ નું નામ લઈને મેં જ આપ્યું હતું." અભય ધીરા અવાજે બોલે છે.
"એકલો એકલો શું બોલે છે? મને પણ કહે."
"અરે કંઈ નહિ. કાલે તને આપેલું ગિફ્ટ પસંદ આવ્યું."
"એકચુઅલી માં ગઈકાલે બધી દોડધામમાં મને ગિફ્ટ જોવાનો ટાઈમ જ નથી મળ્યો. આજે જોઈ લઈશ."
"હવે વધારે કંઈ બોલ્યા વગર મને બધા માટે ગોગલ્સ પસંદ કરવામાં મદદ કર." વેદિકા આદેશ આપતી હોય તેમ બોલે છે.
"હા હા સારું." અભય જવાબ આપે છે.
પછી અભય બધા માટે તેમની પસંદના ગોગલ્સ લેવા માટે વેદિકા ને મદદ કરે છે. એક ગોગલ્સ જોતા વેદિકા પૂછે છે.
"આ કોના માટે પસંદ કર્યા?"
"આરના માટે. કેમ કઈ ખામી છે?" અભય જવાબ આપે છે.
તે ગોગલ્સ આરના માટે છે એમ સાંભળીને વેદિકા ખડખડાટ હસવા લાગે છે. અભય વેદિકા ની હસી માં ખોવાય જાય છે. તે વેદિકા ને જોયા કરતો હોય છે. પછી અચાનક એનું ધ્યાન ભંગ થતા વેદિકા ને પૂછે છે.
"કેમ હસે છે? મને પણ હસવાનું કારણ કે તો હું પણ હસું."
"અરે કોઈ પણ ગર્લ આવા ગોગલ્સ ન પહેરે. અને તે આવા ગોગલ્સ લીધા. એટલે હસું આવે છે." વેદિકા હજી પણ હસતી હોય છે.
"અરે તને એની પસંદ નથી ખબર એટલે તું હસે છે. મને વિશ્વાસ છે કે આરના ને આજ ગોગલ્સ પસંદ આવશે." અભય વિશ્વાસપૂર્વક કહે છે.
વેદિકાને અભયની વાત સાંભળીને થોડી ઈર્ષા થાય છે.
"ઓકે. તો તું આ ગોગલ્સ લઈ લે. પણ હું એક એક્સ્ટ્રા લઈ રાખું છું. કદાચ આરના ને આ પસંદ ન આવ્યા તો."
"સારું. એવું કર. પણ જોઈ લેજે એને આ જ પસંદ આવશે. મને એની એક એક પસંદ નાપસંદ ખબર છે."
વાતો કરતા કરતા તેઓ બધા ગોગલ્સ પેક કરાવે છે. અભય બિલ પે કરવા જાય છે પણ વેદિકા અભય ને ના પાડે છે.
"ગિફ્ટ મારા તરફથી છે તો બિલ પણ હું જ પે કરીશ."
પછી તેઓ કોલેજ જવા નીકળે છે. કોલેજ જતા ખબર પડે છે કે બધા મિત્રો કેંટીનમાં જ છે એટલે તેઓ કેંટીન તરફ જાય છે.
"ગુડ મોર્નિંગ ઓલ." અભય ત્યાં પહોંચતા જ બધાને ગુડ મોર્નિંગ વિશ કરે છે.
પછી બધા એક અભય અને વેદિકા ને ગુડ મોર્નિંગ વિશ કરે છે. એ લોકો ટેબલ પર બેસતા જ ત્યાં કામ કરતો છોકરો ચા મૂકીને જતો રહે છે. પણ વેદિકા ને ચા પસંદ નથી એ જાણીને કપિલ તરતજ જાતે જઈને વેદિકા માટે કોફી લઈ આવે છે.
"ઓહ. હાઉ સ્વીટ ઓફ યુ. થેંક્યું કપિલ." વેદિકા કપિલનો આભાર માનતા કહે છે. કપિલ તો વેદિકા પોતાના માટે કઈક કહે છે વિચારીને ખુશ થઈ જાય છે.
"અભુ, આજે મોડું કેમ થઈ ગયું તે કહે મને." આરના લાડથી પૂછે છે.
"ઓ ચિબાવલી, પેલા તો આ અભુ કહેવાનું બંધ કર. આટલું સારું નામ છે ને મારું, તો નામથી બોલાવ મને. અને મોડું એટલા માટે થયું કે વેદિકા તમારા માટે કઈક લેવા રોકાયેલી હતી." અભય ચિડાયેલા અવાજમાં કહે છે.
"હું તો તને અભુ જ કહીશ જા. થાય તે કરીલે." આરના કે જે અભયની બાજુમાં બેઠેલી હોય છે તે અભયના ગાલ ખેંચતા બોલે છે.
"અરે બંધ કરો તમે બે. વેદિકા શું લાવી અમારા માટે?" કપિલ બંને ને ખીજવાતા પૂછે છે. આરના નોટિસ કરે છે કે કપિલ હંમેશા વેદિકા તરફ જ ઢળેલો રહે છે. અને જ્યારથી વેદિકા આવી છે ત્યારથી તે અભય સાથે પણ સરખી વાત નથી કરતો.
"તો ગાયઝ જેમ તમે મને વેલકમ ગિફ્ટ આપી હતી તે રીતે હું પણ તમારા માટે ગિફ્ટ લાવી છું." વેદિકા એમ કહેતા બધાને ગોગલ્સ આપે છે. તે આરના ને અભયે પસંદ કરેલા ગોગલ્સ જ આપે છે.
"પણ અમે તો તારા માટે કોઈ ગિફ્ટ લાવ્યા જ નથી." આરના તરત બોલી પડે છે. અભય આરના ને ઈશારા માં ચૂપ રહેવાનુ કહેતો હોય છે જે વેદિકા જોઈ જાય છે. વેદિકા ને ખબર પડી જાય છે કે અભય જ તેના માટે ગિફ્ટ લાવ્યો હોય છે.
"મસ્ત ગોગલ્સ છે. વેદિકા થેંક્યું ફોર ઇટ." આરવ વેદિકા નો આભાર માનતા કહે છે.
"હા ખરેખર ખુબજ સારી પસંદ છે તારી." વૈશાલી પણ બોલે છે.
"મને પણ ખુબજ ગમ્યા છે. થેંક્યું." હર્ષિતા પણ આભાર માને છે.
"મને તો ખુબજ પસંદ પડયા છે. હું તો હવે દરેક જગ્યા એ આજ પહેરીશ." કપિલ વેદિકા ને ઈમ્પ્રેસ કરવા માટે બોલે છે.
"અરે મારો તો ખાલી આઇડિયા જ હતો. અભયે જ તમારા બધા માટે પસંદ કર્યા છે." વેદિકા સાચી વાત જણાવતા કહે છે.
"મને લાગ્યું જ કે તને મારી પસંદ કેવી રીતે ખબર પડી. હું આજ ટાઇપ ના ગોગલ્સ યુઝ કરું છું. થેંક્યું વેદિકા ગોગલ્સ માટે. અને અભય તારો પણ આભાર. તું દર વખતે મારી પસંદ નાપસંદ નો ખ્યાલ રાખે છે." આરના ખુશ થતા બોલે છે.
"અરે તારા માટે તો કંઈ પણ. તું પણ તો દર વખતે મારી પસંદ નાપસંદ નો ખ્યાલ રાખે જ છે ને." અભય આરના ની વાતનો જવાબ આપતા કહે છે.
આરના અને અભય ની વાત સાંભળીને વેદિકા ને થાય છે કે, "આ વાત પરથી પાકું લાગે છે આ લોકો લવ બર્ડ જ હોવા જોઈએ. એમ પણ પહેલા થી જ એમના વર્તન પરથી મને લાગતું જ હતું." વેદિકા ને દુઃખ થાય છે. કારણકે તે પણ અભય ને પસંદ કરવા લાગી હતી. તો બીજી તરફ કપિલતો વેદિકા એ તેને ગિફ્ટ આપ્યું તે વાત પર ખુબજ ખુશ હતો. તે મનમાં ને મનમાં જ એની ધારણાઓ બાંધી રહ્યો હતો.
"વેદિકા આ બીજા બે એક્સ્ટ્રા ગોગલ્સ છે તે કોના માટે છે?" હર્ષિતા પૂછે છે.
"એક ગોગલ્સ તો સાનવી દીદી માટે છે અને બીજા એટલા માટે લીધા હતા કે કદાચ આરના ને આ ગોગલ્સ પસંદ ન આવે તો." વેદિકા જવાબ આપતા કહે છે.
"અરે કપ્પુ તું કઇ કપ્પીના વિચારમાં ખોવાયેલો છે?" અભય કપિલની મજાક ઉડાવતા કહે છે. બધા તેના પર હસી પડે છે. આવું તો બધા મિત્રો વચ્ચે ચાલતું જ હોય છે પણ વેદિકા ને પણ હસતી જોય કપિલ અભય માટે મનમાં નકારાત્મક વિચાર કરવા લાગે છે.
"ભાઈ તું દરેક વાતમાં મજાક કરે તે મને પસંદ નથી. શું દરેક બાબતે મારો જ મજાક કરે છે? ગ્રુપમાં બીજું કોઈ તને દેખાતું નથી." કપિલ થોડા ગુસ્સામાં બોલે છે.
બધા કપિલનો ગુસ્સો જોઈને સ્તબ્ધ થઈ જાય છે. કારણકે ખુદ કપિલને જ ગમતું કે એના મિત્રો તેના પર જોક્સ બનાવે. પણ કપિલ વેદિકા તરફના ખેંચાણને કારણે તેને તેની ઇન્સલ્ટ થઈ હોય એવું લાગતાં અભય પર ગુસ્સે થઈ જાય છે.
"અરે પણ અભય તો ખાલી મજાક કરતો હતો. તેમાં એટલો ગુસ્સે શા માટે થાય છે?" વૈશાલી કપિલને સમજાવતા બોલે છે.
"હા હવે તમે બધા તો અભય નો જ પક્ષ લેશોને. ગ્રુપનો હીરો જો છે." કપિલ આટલું બોલીને જતો રહે છે.
આરવ કપિલને સમજાવવા માટે ઉભો થતો હોય છે પણ આરના તેને રોકતા કહે છે.
"રહેવા દે ભાઈ. તે અત્યારે કોઈનું નઈ સાંભળે. કોને ખબર શું ચાલે છે તેના મનમાં?" પણ આરના ને તો ખબર પડી જ ગઈ હતી કે તેના મગજમાં શું છે છે. કારણકે આરના બધાના હાવભાવ પરથી જ જાણી જતી કે કોના મનમાં શું છે છે.
(ક્રમશ:)
(શું થશે હવે આગળ? કપિલ નું વેદિકા તરફ આકર્ષિત થવું અભયના પ્રેમમાં તકલીફ લાવશે? કે પછી આરના બધું સંભાળી લેશે? આરના અને અભય વચે પ્રેમ છે એવું સમજીને વેદિકા નું આગળનું વર્તન કેવું હશે? જાણવા માટે રાહ જુઓ આગળના ભાગની.…)
આભાર.