ફેક્સ નું ઓરલ કન્ફર્મેશન મેળવી ને સન ફરીથી તેની ઘડિયાલ સામુ જોવા લાગે છે અને કહે છે, કદાચ ગૌતમ હજુ નહીં આવ્યો હોય.અને બીજી જ સેકન્ડે સન ના મોબાઈલ માં plane take off કરે છે.
સન કહે છે ગૌતમ!
ગૌતમ કહે છે યા ગુડ મોર્નિંગ મિસ્ટર સન.
સન કહે છે ફેક્સ વાંચ્યો?
ગૌતમ કહે છે એટલે જ તમને ફોન કર્યો છે સર ,આટલી બધી શરતો?
સન કહે છે પ્રયત્ન કરજે મેક્સિમમ માન્ય રખાય.
ગૌતમ કહે છે પરંતુ સર મેં તમને જેમ કહ્યું હતું તેમ એ લોકો પણ સામે ઍબોવ રુટિન્સ એન્ડ કેઝ્યુઅલ conditions મુકશે જ.
સન કહે છે યા મને યાદ છે ,મેનેજ થઈ જશે પણ મારે મારા સ્ટારડમનો ભોગ નથી આપવો.
ગૌતમ કહે છે ઓકે સર વેરી વેલ ,આજે જ વાત.
સન કહે છે ઓકે બાય.બીજે જ દિવસે ગૌતમ સન ને ફેક્સ મોકલે છે જેમાં ત્રણ શરતો જમણી બાજુ લખેલી હોય છે અને તેની સામે બીજા ત્રણ વાક્યો લખ્યા હોય છે. ફેક્સ રીસીવ ના ઓરલ કન્ફર્મેશન પછી ગૌતમ સન ના મોબાઈલ માં plane take off કરાવે છે,અને સન ફેકસ અને મોબાઈલ બંને સાથે રિસિવ કરે છે. સન પોતાની મંજૂર થયેલી ત્રણ કનડીશન વાંચીને ગૌતમ ને કહે છે મેં કંપની નું પ્રેઝન્ટેશન એક્ઝિક્યુટિવ લેવલ પર કરવાનું કહ્યું હતું તે જ ના થયું.
ગૌતમ બહુ જ નિખાલસ ભાવે સન ને કહે છે, સર તેના માટે તમારી પાસે એમબીએની ડિગ્રી હોવી જરૂરી છે.એના વગર તમે એક્ઝિક્યુટિવ નુ કામ ના કરી શકો.
સન થોડોક નિરાશ થઈને કહે છે ઓકે ગૌતમ ,નો પ્રોબ્લેમ જેટલું થયું તેટલું પણ બહુ કહેવાય.
ગૌતમ કહે છે યસ સર રાઈટ , સૌથી પહેલી તો વાત જ એ કે BA ની તો કોઇ ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ હોતી જ નથી.જ્યારે તમારી તો ત્રણ કન્ડિશન માન્ય રાખવામાં આવી છે ધીસ is very much સર, એક્ચ્યુલી.
સન કહે છે હા હવે આગળ શું ?
ગૌતમ કહે છે બસ સર કોન્ટ્રાક્ટના પેપર્સ તૈયાર થઈ જશે અને તમારે મારે ત્યાંથી પાસ થવાનુ રહેશે.ધેટ્સ ઇટ.
ગૌતમ ફરીથી ન્યુટ્રલી સન ને પૂછે છે સર તમે convince તો છો જ ને.
સન કહે છે નૉ ડાઉન .
સન ફરીથી ગૌતમ ને પૂછે છે કે ટ્રેનીગ માં કંપનીના કોઈ માણસો ઉપસ્થિત રહેવાના!
ગૌતમ કહે છે નૉ સર નોટ એટ ઓલ.
ઈવન પેપર પર સાઇન કરતી વખતે પણ નહીં .આઈ એમ ડિસિઝન મેકર.
સન કહેશે ઓકે ફાઈન પરંતુ હું કંપનીમાં કોઈને પણ ઓળખતો ના હોવ તો પછી મારે ત્યાં કામ કેવી રીતે કરવાનું? થોડીક પહેલેથી જ જાન-પહેચાન થઈ જાય તો સારું હતું ને!
ગૌતમ હસીને કહે છે એટલા માટે જ તો તમને ટ્રેનિંગ આપવાની છે સર , કે જેથી કરીને તમે કંપનીમાં એન્ટર થઇ ને તમારું સ્ટેટસ સમજી શકો.અને રહી વાત જાન-પહેચાન ની તો ધીસ ઇસ અ ફુલ્લી પ્રોફેશનલ ઓર્ગેનાઈઝેશન મી સન .
સન કહે છે ઓહ આઈ સી .
ગૌતમ ફરીથી સન ને કહે છે મારે ત્યાંથી બહાર નીકળ્યા પછી તમે તમારા પહેલા દિવસે કંપનીમાં BA ના સ્ટેટસ માં જ એન્ટર થશો તેની ગેરંટી હું આપું છું સર.
ગૌતમ ફરીથી સન ને ફેક્સ બરાબર વાંચયો છે તેવા વિશ્વાસથી સન ને પૂછે છે સર તમે કન્વીનસ છો જ ને?
સન કહે છે યા યા ગૌતમ નો ડાઉટ.
ગૌતમ કહે છે તમે ફેક્સ બરાબર વાંચી લીધો ને સર.
સન ખાલી ફેકસ ની સામુ જોઇને કહે છે યા યા મેં ફેક્સ બરાબર જ વાંચી લીધો છે.
ખરેખર સને તેની જે એક્ઝિક્યુટિવ વળી કન્ડિશન મંજૂર નહોતી થઈ તેની જ ખાતરી કરી હતી બાકી તો આખો ફેક્સ તેણે હજુ વાંચવાનો બાકી છે.
ગૌતમ કહે છે તો હું મી સન નામના પ્રોસપેક્ટ ઉપર ક્લોસ મારી દઉ છું સર.
સન કહે છે, ડન.