અને તેને કહે છે કાલે મારી ઓફિસ પર ૧૧ થી ૨ ની વચ્ચે ગમે ત્યારે આવીને મળી શકો છો.
સામેની વ્યક્તિિ કહે છેે થેંક્યુ વેરી મચ સર. કાલે મળીએ છીએ.
સન કહે છે, વેલ.
એડી હસીને કહે છે એ કાલે હવે તને કન્વીસ કરીને જ દમ લેશે.
સન કર્ચીફ વડે એનું મોં સાફ કરે છે અને કહે છે નો વે.
થોડીવાર પછી વેટર બિલ જેકેટ લઈને આવે છે અને સન એડી ની સામુ જોયા વગર જ તે જેકેટ ના ક્રેડિટકાર્ડ વાળા ખાનામાં તેનું કાર્ડ ગોઠવીને વેટરને આપી દે છે.એડી કશુ બોલવા જાય તે પહેલા જ વેટર ત્યાંથી નીકળી જાય છે અને એડી સન પર થોડોક અકળાઈ ને કહે છે સન પેમેન્ટ મારે કરવાનું હતું.
સની ફરીથી કર્ચીફ થી તેનું મોહ લૂછતાં લૂછતાં કહે છે
તારી ભવિષ્યવાણી સાચી પડી જાય તો તું અમને બંને ને આજ હોટેલમાં ડિનર આપી દેજે ઓકે, હેપ્પિ?
એડી કહે છે વેલ જેવી તારી ઈચ્છા. શેલ વી ગો નાવ?
સન કહે છે લેટ્સ ગો.
રસ્તામાં બંને મિત્રો વાતો કરતાં કરતાં જતાં હોય છે અને સન એડી ને પૂછે છે તને ક્યાં ડ્રોપ કરુ, સ્ટુડિયો ઉપર કે પછી તારી ઓફિસે?
એડી કહે છે ના ના સ્ટુડિયો ઉપર જ drop કર કારણકે મારે સાંજે છ વાગ્યે મોર્નિંગ નો એક શોટ તૈયાર કરાવવાનો છે. હિરોઈન સાંજે 5:45 વાગે પહોંચી જશે.
સન કહે છે રાઇટર અને ડિરેક્ટર માં બહુ ખાસ ફેર નથી હોતો કેમ? એડી.
એડી કહે છે કેમ?
સન કહે છે રાઇટર પણ સવારના સીન રાત્રે લખી શકતો હોય છે અને રાત ના સીન સવારે.અને તમે ડિરેક્ટરો પણ સમી સાંજે ફિલ્ટર ગ્લાસ લગાવીને અર્લિ મોર્નિંગ ના શોટ લઇ શકો છો. કેમ?
એડી કહે છે એને જ તો કસબ કહેવાય ને ,સન. બાકી રુટીનલી તો બધા જ જીવતા હોય છે. against routines ચાલવામાં પણ ક્યારેક genuinely એફર્ટ કરવાનો આનંદ મળતો હોય છે.
સન કહે છે યા યા રાઈટ.
અને થોડીવાર પછી એડી નો સ્ટુડિયો આવે છે.
એડી ગાડીની બહાર નીકળતા નીકળતા કહે છે મારું દેવું જલદી થી ઉતરી જાય એટલા ખાતર પણ તુ છોકરીઓ શોધવાનું ચાલુ કરી દે, ઓફકોર્સ તારી ઉમરની જ.
સન હસતા હસતા કહે છે ઓફકોર્સ એની થીગ ફોર યુ.બાય.
બીજે દિવસે સવારે 11 વાગી ને પાંચ મિનિટે પ્લેનેટ ગ્રીન વાળા માણસ નો મેસેજ આવે છે કે હુ સાડા અગીયાર વાગે તમારી ઓફિસ પહોંચી રહ્યો છું. સન મેસેજ વાંચીને શાંતિથી બોલે છે ઓકે વેલકમ.
સન તેની રિવોલ્વ ચેર પર બેઠો છે અને તેની નજર તેના ડોર પર જ છે. કારણકે આજે તેની રિસેપ્શનિસ્ટ live પર છે. એટલે મે બી પેલો પ્લેનેટ ગ્રીન વાળો ડાયરેક્ટ જ અંદર આવી જાય. રાઈટ ઈલેવન થર્ટી એ પેલો માણસ અને કહે છે મેં આઈ કમિંન સર ?
સને હજુ તેને પૂરેપૂરો જોયો નથી, કારણ કે તે ડોરની હજુ પોણા ભાગ થી બહાર જ ઉભો છે.એટલે સન તેને મહેસ એક સેલ્સમેન સમજીને હાથના ઉદ્ધત ઇશારાથી કહે છે કમીન કમીન. પેલો માણસ without ટાઈ પરંતુ shoot અને બુટમાં સન ની ચેમ્બરમાં એન્ટર થાય છે. સન તેને જોઈને થોડોક હેરાન થાય છે કે એક સેલ્સમેન કે રીપ્રેઝન્ટેટિવ કે એક્ઝિક્યુટિવ માણસ આવી રીતે કેવી રીતે?
પેલો માણસ તેની genuine સ્કીલ ના કોન્ફિડન્સ થી અને પ્રેક્ટિસ પર અને સ્વાતંત્ર્યની ચાલ સાથે સન ની સામે ઉપસ્થિત થાય છે.અને સન સમજી જાય છે કે આ કોઈ salesperson કેમ કોઈ એક્ઝિક્યુટિવ તો નથી જ. પેલો માણસ તેની ઓળખાણ આપતા કહે છે હું ગૌતમ શાહ છુ.અને તેની કંપની નું નામ કહે છે.